Dil thi... books and stories free download online pdf in Gujarati

દિલ ...

વિચારું છું.
હું નથી કોઈ કવિ કે નથી કોઈ સાયર,
મન માં આવે તે ઉતારું છું.

શબ્દો ની છે મોટી મહામારી,
જે મળે તેને નિતારૂં છું.

પાડી છે મેં હજુ પાપા પગલી,
ધીમે થી પગ પેશારું છું.

સાહિત્ય તો છે બહુ મોટો ખજાનો,
હું બે પંક્તિ કંડારવા વિચારુ છું.યાદ
આવે છે ગુસ્સો તેને વાત વાત પર,
એને ભરોસો નથી કોઈ ની જાત પર.

રહે ફૂલ મીજાજી એ દિવસ ભર,
રાત્રે ટૂટી પડે સમોસા ને ચાટ પાર.

કપરા દીવસો માં સૌ કોઈ થાકે,
તે અડગ થઈ ચાલે છે તેના પાથ પાર.

કોઈ ગમ તુજને ના સતાવે,
રહે શુભ લકીરો તારા હાથ પર.


બાંહેધરી
તારી આંખો ના સમંદર માં ડૂબવા તો દે,
હું નથી મરજીવો છતાં કૂદવા તો દે.

તારી હાથ ની લાકીરોમાં શોધું છું મને,
લકીરના છેડા સુધી પહોંચવા તો દે.

ઘણા કોય છે મેં ગૂંચવાડા પ્રેમ ના,
આ ગૂંચવાડા ની સર ઉકેલવા તો દે.

બધા ડૂબ્યાં છે તારા સ્મિત ના ખાડા માં,
મને તો તું આમાંથી ઊગરવા દે.

મંગુ છું સાથ તારો ભવો ભવ સુધી,
અંત સુધી સાથ આપવાની બાંહેધરી તો દે.


કાના તારી કારીગરી પણ ગજબ છે.
એક બાજુ મહાભારત તો ,
તો બીજી બાજુ તારી અદ્દપ છે.


એ જીંદગી
છોડી સંસારની માયા જાળ,
ઝરણાં ની જેમ વહેવા દે.

તારા કરતૂતો મુજ પર નહીં ફાવે,
મને મસ્ત મિજાજી રહેવા દે.

મારા અંતર તણી આ વેદના,
વિરહ બની કેહવા દે.

ન આવે સમય અમારો,
આ શબ્દ રૂપી ઘાવ ને સેહવા દે.


માઁ
પડે શરીર તણા કસ્ટ,
અને ઓઈ માં નીકળે.

ટૂટી પડે દુઃખ ના પહાડ ,
અને હૈ માં નીકળે.

જુવો જો જીવન નો સારાંશ,
તો બાદ માઁ નીકળે.

વિપત વેળાએ સમરે જીવ,
તો જનની કા જગદંબા નીકળે.


આંખ
બહુ નશીલી છે આ આંખો તારી,
કણા ની જેમ ખટકવા તો દે.

બગણ ભુલ્યો જોય પાપળો તારી,
એક એને મટકવા તો દે.

ક્યાં સુધી છુપાવીસ સ્મીત તારું,
જોય મુજને મલકવા તો દે.

કીનારો છું તુજ પ્રીત તણો,
સમદર મહી છલકવા તો દે.

જુટવે કોઈ તુજ ને મુજ થી ,
એવો માઇ નો લાલ ભટકવા તો દે.

નહોંતી ખબર
નહોતી ખબર અમને,
આવી જંજાળ જોવા મળશે,

કામ-ધંધો છોડી,
ઘર-બાર જોવા મળશે.

ગલીએ-ગલીએ છંટકતા,
સેનેટાઈઝર ના માર જોવા મળશે.

લીધા ભોગ ઘણા માનવના,
કોરોના નો હાહાકાર જોવા મળશે.

નહોતી ખબર અમને,
આવી જંજાળ જોવા મળશે.


બસ મળવું છે.
બહુ કર્યા બહાના હવે ના કરીશ ગોટો,
બસ મારે તને મળવું છે.

ચાંદ તણી ચકોરી, ગુલાબ તણો તું ગોટો.
બસ મારે તને મળવું છે.

હીરા તણી હાર માં ભલે નીકળ્યો હું ખોટો,
બસ મારે તને મળવું છે.

તારી પસંદ ના પસંદ માં હું પડ્યો ખોટો,
બસ મારે તને મળવું છે.


સ્વાર્થ
સારું કરૂ તોય આડુ ભાટે,
હું હારું ને કોઈ બીજો ખાટે.

જીવન રોળ્યું અમે બીજા માટે,
તોય દુઃખ ના છાંટણા અમને છાંટે.

પરીક્ષાઓ અહીં વાટે ને ઘાટે,
બેસી ના રહેશો નસીબ ની વાટે.

સ્વાર્થ ખાતર લોકો તરીયા ચાટે,
માનવ થઇ તું આજ માનવ ને આટે.


રમી ગઇ
અણધારી હતી એ અમારી મુલાકાત,
અને એ મને ગમી ગઈ.

વાતો ચાલી અમારી પળવાર,
અને આંખો માં એ નમી ગઈ.

એવો કેવો નસો તેની ચાહ નો,
કે હૃદય માં એ થમી ગઈ.

આ નીકળી બધી ભ્રમણાઓ મારી,
જે ટુંક સમય માં સમી ગઈ.

મેં માની જેને જન્મો-જનમ ની રમત,
એ ખો-ખો ની રમત રમી ગઈ.નથી સમય તારી પાસે મારા માટે,
પણ મારો સમય ક્યાં જાય છે.

તું રહે વ્યસ્ત તારા કામ માં,
તારી યાદો મને કોરી ખાય છે.

આટલી ના બનીશ કઢોર દિલ ,
મારાથી ક્યાં સહેવાય છે.

રહુ છું બસ તારા માં ગુમસુમ,
પણ તને ક્યાં દેખાય છે.

તારા પ્રેમ ની જ તો આ અશર છે.
ના સમીજસ કે અદેખાઈ છે.
બીજા રસપ્રદ વિકલ્પો