સમય ની સાથે ઘણું વિસરાય છે,
પણ તારી યાદો ક્યાં દુર જાય છે.
આજીવન વિચારી એટલું સહેલું નથી સાહેબ . લાઇફમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છેે. અહીં ડગલેનેેેેેેેે પગલે એક્ઝામ લેવાય છે. કોઈ પાસ થાય છે તો કોઈ ફેલ.
એ કોલેજ ના દિવસો, કદાચ હું ક્યારેય ભૂલી નહિ શકું. ચાર-પાંચ દિવસથી એક છોકરીનેેેેે નોટિસ કરતો, અમેેેેેેેે બંને એક જ બસમાં હોય. બસ સ્ટોપ થી ઉતરી અને કોલેજ તરફ જઈએ. હિંમત નતી થતી તેની સાથે વાત કરવાની. સદ્ નસીબે એક દિવસ અમે એકજ સીટ મા બેઠા. થયું ચાલને આજે તો હિંમત કરીને વાત કરું. થોડી હિંમત સાથે તેનું નામ પૂછ્યું. ને જવાબ મળ્યો 'અંજલી' ત્યાંથી દોસ્તીની શરૂઆત થાય છે. મિત્રતા એટલી ગાઢ થાય છેેેે કે એ કોલેજ ના આવવાની હોય ત્યારે હું પણ ગુલ્લી મારૂ. હાઈટમાં નાની અને ફાઇટમાં દાદી. કોઈની તેવડ નહીં કે આંગળી પણ ચીંધી શકે. મજાક-મજાકમાં આઇ લવ યુ કહું. અને રીપ્લાય મળે આઇ લવ યુુ ટુ.
ખબર નહોતી આ મજાક મજાક જ રહી જશે. કોલેજ નું પહેલું વર્ષ પૂરૂ થાય છે. અને અંજલી ની મુલાકાત એક પ્રેમ નામના છોકરા જોડે થાય છે. આ વાતની જાણ થોડા સમય પછી અંજલિ મને કરે છે. અને તે છોકરો તેના માટે પરફેક્ટ છે કેેે નહી તે જાણવા નું કહે છે. સાલુ સમજાતું નથી તેનો ઉત્તર શું આપું.
કેવી રીતે તે કહું....
kuch kuch hota hai anjali.......પર તુમ નહિ સમજોગી. બંનેની મુલાકાતો ચાલુ થાય છેે. ધીમે ધીમે અમારી દોસ્તી નું અંતર વધતું જાય છે.હું ને અંજલી સાથે બેઠા હોઈએ. અને વિલન રૂપી પ્રેમ ની એન્ટ્રી થાય. જેવો આવે કે અંજલિ તેની bike પાછળ ગોઠવાઇ જાય. ત્યારે તો સાલુ એવું લાગે, કે કોઈ દિલ છોડીને ધડકન લઇ ગયું હોય. હવે તો આ દરરોજ નું થયું. પ્રેમ એ આપેલી ચોકલેટ એ મને ખવડાવે. પણ એ મારે ગળે થી ઉતરે?
પોતાની જાત કરતા પણ વધારે તેને મારા પર વિશ્વાસ.ક્યાં મળ્યા, કેટલો સમય મળ્યા, શું કર્યું, કંઇ છુપાવે નઈ. મારૅ એક જ પ્રશ્ન રહેતો તું ખુશ છો ને તેની સાથે.
જ્યારે પણ તેના શહેરમાં જાવ.અને તેની ગલી માંથી ના નીકળું એવું બને નઈ. તેનો હસતો ચહેરો જોઈ મને સુકુન મળતું.
તેનો હસતો ચહેરો મારા માટે ઓક્સિજન હતું.સમય જતાં તેનો સંબંધ આગળ વધે છે.
આ પ્રેમનો સંબંધ વિવાહમાં પરિવર્તન થવા જઈ રહ્યો હોય છેે. અને ત્યાં તો અમારી કોલેજ પણ ખતમ થઇ જાય છે. ક્યારે લગ્ન થઈ જાય છે કંઈ ખબર પણ નથી પડતી. ના કાર્ડ ના કંકોત્રી. થોડા સમય પછી ખબર પડે છે તેના મેરેજ થઈ ગયા છે.
સમય જતાં એક દિવસ અચાનક તે સામે મળે છે. તેને જોતાં મારા તો હોશ જ ઉડી જાય છે. જેને મેં ડ્રેસમાં જોઈ આજ સુધી તે આજે સાડીમાં હતી. તેની સેથી મા આજે કોઈના નામનું સિંદુર હતું. જમવા માટે તોો આ બધુંજમવા માટે તો આ બધું જોઈ મારાા ક્ષણવાર તો આ બધું જોઈ મારા પગ નીચે થી જમીન સરકી ગઈ.
ખેર જેવા જેના કિસ્મત. હસતા મોઢે મેં તેને પૂછ્યું કેમ છો.
જવાબ મળ્યો મજામાં. મને લગ્નમાં ન બોલવાનું કારણ પૂછી તેને દુઃખી કરવા નતો માગતો. થોડા થોડા દિવસે તેનો કોલ આવતો. વાતો થતી એકબીજા ના ખબર-અંતર પુછતાં. શરૂઆતમાંં બહુ શરૂઆતમાં બહુ ખુશ દેખાતી.
થોડા સમયમાં તેની ખુશી ને કોઈની નજર લાગી ગઈ.
એકબીજાને ભળે નઈ. સાસુ-વહુ વચ્ચે ઝઘડા. પતિનું અફેર.જયારે કોલ આવે ત્યારે દુઃખ ની વ્યથા મને કહે. સમયની કટિબદ્ધતા તો જુઓ. તેને ખુશ રાખવા મેં કોઈને ગર્લફ્રેન્ડ નતી બનાવી.
આજે તેની આ હાલત જોઈ મને ખૂબ દુઃખ થયું. એક દિવસ તો એવો આવ્યો કે તેને મારો કોન્ટેક પણ બંધ કરવો પડ્યો. તેને પડતી હરેક મુશ્કેલી તેણે મને કહી. તેની વાતો સાંભળી મારા રુવાડા ઉભા થઇ જતા. હું કુદરતને દોષ આપતો. મારી દોસ્ત જોડે આવું કેમ?
આજે ઘણા વર્ષો થઈ ગયા. ખબર નહિ આજે ક્યાં હશે અને કેવી હશે. તુ જ્યાં પણ હોય ખુશ રહે.
નથી કોઈ કોન્ટેક્ટ નથી કોઈ સરનામાં,
પરંતુ તું હજી યાદ છે.
વીત્યાં વર્ષો ઘણા ના કર્યો તે યાદ,
બસ આટલી તને ફરિયાદ છે.
Miss you so much...........padi.
આ મારી એક નાની એવી પહેલ છે. આશા રાખું છું કે તમે બધા વાંચી અને પસંદ કરશો. જો કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી.