કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 27 - છેલ્લો ભાગ મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 27 - છેલ્લો ભાગ

કોલેજના દિવસો
પ્રેમની એક ઝલક ભાગ 27

પૂજા કહ્યું કે નિશાંતના ફેમિલીને તમારાં સબંધ વિશે ખબર ગઈ છે. માટે નિશાંતના પિતાજી નિશાંતને તેના કાકાના જોડે બીજા શહેરમાં આગળના અભ્યાસ માટે વાત કરી રહ્યા હતા. તે સમયે નિશાંત કહ્યું હું તો અહી જ રહીશ ને અહિયાં અભ્યાસ પુરો કરીશ અને નિશાંતના પિતાજી કોઈપણ વાત માનતા નથી.
(પૂજાની ચાલુ સંવાદમાં મનીષા બોલી)
રડતા રડતા મનીષા કહ્યું પૂજા મને હાલ નિશાંત સાથે વાત કરવી છે.
પૂજા કહ્યું મનીષા નિશાંત નો ફોન તેના ફેમિલી લઈ લીધો છે માટે તે વાત નહિ કરી શકે.
(આમ બન્ને સહેલીની વાતચીત ચાલી રહી હતી ત્યારે પૂજાને ઘરે જવા માટે ફોન આવે છે, અને તે ચાલી જાય છે)

આ બાજુ નિશાંત તેના પિતાજીને તેના પ્રેમલગ્ન માટે કહ્યું ત્યારે નિશાંત પિતાજી તેણે થપ્પડ મારી ને કહે છે કે આવું શક્ય નથી જો તું આમ પ્રેમલગ્ન કર્યા તો સમાજ મારું માન અને બહિષ્કાર કરશે અને સમાજમાં કોઈ તારી બહેન સાથે લગ્ન નહિ કરે અને તો તું જવાબદાર રહીશ.
નિશાંત કહ્યું ના પપ્પા આમ ના કહો સમાજ મને નહિ ઘડ્યો મારે તમારી મરજી જોઈએ છે ના કે સમાજની.
એવો સમાજ શું કામનો જે લોકોને કામ ના આવે, સમાજ એટલે એકબીજાની સમસ્યા દૂર કરે ના કે સમસ્યા વધારે .....
નિશાંત પિતાજી કહ્યું બસ નિશાંત મારે તને કહેવું હતું મે કહી દીધું હવે તારી બહેન સામે જોઈને તું જે નિર્ણય લેવો હોય તે લેજે.
આમ કહીને નિશાંત પિતાજી નિશાંતનો ફોન લઈને તેમના રૂમમાં જતા રહ્યા હતા.

આમ કરતાં કરતાં સમયે વીતવા લાગ્યો. મનીષાને ઘરેથી નીકળવાનું બંદ કરી દીધું. નિશાંતને પણ તેનાં મોટાં ભાઈ સાથે ઓફિસ લઈ જતો, માટે બન્ને યુગલ એકબીજાને મળવા અને વાત કરવા તડપી વિરહની વેદના સહન કરી રહ્યાં હતાં. છતાં તેમની પાસે કોઈપણ પ્રકારની મિત્રોની મદદ ના હોવાથી તે મળી પણ શકતા હતા.

થોડા દિવસો પછી કોલેજમાં પરિણામ જાહેર થયા ત્યારે પૂજા મનીષાના ઘરે જાય છે, અને મનીષાને ફેમિલી પૂજા કહ્યું કે મનીષાને કાલે મારી સાથે કોલેજ મોકલો પરિણામ લેવા જવાનું છે.
મનીષા પિતાજી કહ્યું ઠીક છે જજો બેટા.
ત્યારબાદ પૂજા ઘરે આવીને નિશાંતના મિત્રો સાથે ફોન કરીને નિશાંત અને મનીષા વિશે બધું સમજાવે અને બન્ને યુગલને મળવાં માટે એક પ્લાન તૈયાર કરે છે, અને સમજાવે છે.
પૂજાના કહ્યા પ્રમાણે નિશાંત મિત્રો વિજય, સમીર. પ્રીતમ વગરે સવારે વહેલા નિશાંતના ઘરે જાય છે.
વિજય કહ્યું કાકા આજે કોલેજમાં પરિણામ આપવાના છે, માટે નિશાંત અમારી સાથે આવી શકે તો સારું કેમ કે તે હવે તેનાં કાકાની પાસે અભ્યાસ પુરો કરવા બીજા શહેરમાં જાય છે.પણ આજનો દિવસ અમે નિશાંતને અમારી સાથે કોલેજમાં લઈએ છીએ.

નિશાંત અને વિજય, સમીર શહેરમાં જાય છે. ત્યાં શહેર પહોંચી નિશાંતને તેના મિત્રો એક ગાર્ડનમાં લઈ જાય છે, નિશાંત કોઈ પૂછે તે પહેલા તેની સામે એક બે છોકરી ચાલી આવી રહી હતી. જેમાં એકનું મો દુપટ્ટાથી મો ઢકાયેલું હતું. નિશાંત મનીષાને ઓળખી જાય છે, અને તેની તરફ દોડતો જાય ત્યારે મનીષા પણ નિશાંતને તેની સામે દોડતી જાય છે. ત્યારબાદ બન્ને એકબીજાને ભેટી પડ્યાને ખૂબ રડ્યાં. એમને જે ફેમિલીના જે કહેર વર્તાવ્યો હતો, તેનાં વિશે બન્ને એકબીજાની વાતચીત કરતાં હોય છે, અને એકબીજાની આંખમાંથી આંસુ વહાવી રહ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને પૂજાને વિજય અને સમીરની આંખોમાં પણ ભીનાશ જોવા મળતી હતી.
ત્યાં પૂજા કહ્યું તમે બન્ને ભાગી જાઓ તો સારું નહિ તો સમાજ તેમણે અહી નહિ સ્વીકારે, તે સમયે વિજય અને સમીર કહ્યું હા ભાઈ તું મનીષાને લઈને ભાગી જવામાં ભલાઈ છે.
મનીષા અને નિશાંત આ વિચાર પર ના પાડે છે, નિશાંત કહ્યું મિત્રો મારે મનીષાને સાથે એકાંન્તમાં વાતચીત કરવી છે.
ત્યાં વિજય, સમીર અને પૂજા જુદાં થઈને બીજી જગ્યા જતાં રહે છે.
મનીષા અને નિશાંત વાતો શરૂ કરે છે. તે સમયે નિશાંત કહ્યું મારા પિતાજી કહ્યું કે મારાં અભ્યાસ માટે શહેર છોડીને જવાની વાત કરે છે. મનીષા કહ્યું કે મારા પિતાજી મારી કોલેજ બંદ કરવી દેવાની વાત કરી છે. બાજુ મનીષા તેનાં પિતાજીના સ્વભિમાન ઠેસ ના પહોંચે તે માટે નિશાંતને કોઈ રસ્તો કાઢવાનું કહે છે,ત્યારે નિશાંત વિચારે કરે ત્યારે તેની બહેનો યાદ આવે છે અને મનીષ વિશે પણ મનમાં વિચાર કરે છે, કે જો પિતાજીને દુઃખ પહોંચાડીને મનીષા ખુશ નહિ થાય પણ દુઃખી થશે અને મનીષા જો દુઃખી થશે તો હું કયાંથી ખુશ રહેવાનો છું પણ મને મારી મનીષા ખુશ રહે બસ. મનીષ પણ નિશાંતની ખુશી અને તેનાં સારા ભવિષ્ય વિશે વિચાચાર કરી રહી તે પણ નિશાંત તેનાં ફેમિલી વિરુદ્ધ ના જાય તો સારું નહિ તો તેની બહેનો આ સજા ભોગવી પડશે જેવી જવાબદાર હું બનીશ.(આમ બન્ને મનમાં અનેકો વિચાર ચાલી રહ્યાં હતાં)

છેલ્લે નિશાંતને મનીષા એ અલગ થવાનો નિર્ણય કરે છે. આ શબ્દો બોલવાં માટે નિશાંતની હિંમત ના હતી, (પણ કેવાય છે, ને આંખેને પણ વાચા હોય છે, બસ એને વાંચતા માટે પ્રેમ જોઈએ.)
મનીષા નિશાંતની આંખમાં જોઇને સમજી જાય છે
ત્યાં મનીષા અને નિશાંત એકસાથે બોલ્યાં આપણે અલગ થવું પડે છે.

આમ એકબીજાને કહ્યા પછી છેલ્લી ઘડીએ ભેટી પડ્યાને ખૂબ રડ્યાં, તે સમયે પૂજા અને વિજય સમીર આવી પહોંચે છે. તેમનાં નિર્ણય વિશે પૂછે છે, ત્યારે મનીષા અને નિશાંત બંને કહે છે, કે અમે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. આટલું સાંભળતા જ પૂજા રડી પડે છે, તો નિશાંતના મિત્રો નિશાંતને સમજવાની કોશિશ કરે છે, પછી નિશાંત માનતો નથી.

મનીષાને નિશાંત અલગ થાય છે. તે સમયે મનીષા પૂજા સાથે ઘરે જવા માટે પાછાં ફર્યા છે. તે સમયે નિશાંત મનીષાને છેલ્લી ઘડીએ જોઈ રહ્યો હતો. આ બાજુ મનીષા પણ રડતી આંખે પાછળ નજર કરતી જઈ રહી હતી. આ બાજુ નિશાંત ખૂબ રડે છે, તેનાં મિત્રો ભેટી પડ્યાને અને તે પણ રડવાં લાગ્યા. સમીર કહ્યું કે હે ભગવાન સાચો પ્રેમ કેમ અધુરો રહી જાય છે, ત્યારે નિશાંત કહ્યું કે સમીર સાચો પ્રેમ એ નથી કે કોઈને પામી લેવું પણ સાચો પ્રેમ એ છે. જેમાં સમર્પણ હોય ત્યાગ પ્રેમ છે, પ્રેમની પહેલી સરત એ છે કે પ્રેમમાં મેળવવા કરતાં જતું કરવું પડે છે, તે જ્યાં પણ રહે બસ ખુશ રહે. તેની આઝાદી હોવી જોઇએ તેની ખુશી મારી તમન્નામાં છે બસ............

સમાપ્ત

✍️મનીષ ઠાકોર.(પ્રણય)✍️

મિત્રો તમારો પ્રતિભાવ જરૂર આપજો.
અને ફરથી બધાનો આભાર સહ બધાનો.

ટૂંક સમયમાં નવીન આવી જ રોચક અને પ્રેમની વાત લઈને આવી રહી છે ટૂંકી વાર્તા જેની શીર્ષક છે

📝બદલાતા સબંધો 📝