આગળ ના ભાગ માં આપણે જોયું કે,
"પ્રેયસી પહેલા દિવસે શું કરવા મગજમારી માં પડે છે અને સીધો છોકરો હતો તે ખોટી વાત વધારી . હવે સોરી કહી દે. " આરોહી પ્રેયસી ને સમજાવતા બોલી .
"હું સીધું નહિ કહું. મેસેજ કરી દઇસ ." પ્રેયસી બોલી .
"અચ્છા સારું." આરોહી પણ તેની સાથે સહમત થઇ .
હવે આગળ,
PART - 7 "દોસ્તીનો અંત?"
આધુનિક એવી આ સોશ્યિલ મીડિયા ની જિંદગી માં કોઈ વ્યક્તિ નો સંપર્ક કરવો એટલો પણ મુશ્કેલ ન હતો. ક્લાસ નું બધા વિધાર્થીઓ નું એક વૉટ્સઅપ ગ્રુપ બન્યું હતું . એમાંથી આરવ નો નંબર લઇ પ્રેયસી એ આરવ ને ટેક્સ્ટ મેસેજ કર્યો ,
"Hey. Preyashi here. Sorry for misbehave.”
સામે છેડે થી કલાક થઇ ગયો પણ કઈ જવાબ ન આવતા પ્રેયસી એ આરોહી ને બોલી,
"એટ્ટીટ્યૂડ તો જો રાવ સાહેબ નો. ખોટો મેસજ કરાવ્યો તે મારી પાસે. એ એને લાયક જ નહોતો. આટલો બધો ભાવ કોણ ખાય. એક ઓકે નો મેસેજ કરવાનો સમય તો મળ્યો જ હશે એને."
આરોહી કઈ બોલે તે પહેલા જ આરવ ત્યાં આવ્યો ને બોલ્યો,
"એટલે તારું નામ પ્રેયસી છે એમ ? તે મને તારા વિશે કીધું નહતું તો મેસેજ જોઈ ને ખબર ન પડે ને કે આ એ જ છોકરી છે એમ. ઘણા વ્યક્તિ ને પૂછવું પડ્યું ત્યારે ખબર પડી કે તું પ્રેયસી છે એમ. તો થયું તને ઓકે ફેસ ટુ ફેસ કહું. હું એમ નજરો મિલાવી ને વાત કરવામાં માનું છું નહિ કે ચેટિંગ ની દુનિયામાં."
આરોહી અને પ્રેયસી એની આવી સ્પષ્ટ વાત થી અવાક રહી ગયા. પ્રેયસી આરવ સામે કઈ બોલી જ ન શકી અને આરવ ત્યાં થી ચાલ્યો ગયો.
આજે પ્રથમ દિવસ હોવાથી કોલેજ 3 વાગે જ છોડી દેવામાં આવી. કોલેજ થી ઘરે જવા પ્રેયસી અને આરોહી એ એક જ બસ પકડવાની હતી. જે કોલેજ ના સમય મુજબ 5:30 એ આવવાની હતી. તેથી તે બંને એ કોલેજ માં જ થોડી વાર ફરવાનું વિચાર્યું.
ફરતા ફરતા એક બગીચો દેખાતા બંને બહેનપણીઓ ત્યાં બેસવાનું વિચારે છે.
પ્રેયસી એનો ફોન કાઢી કેમેરા માં દરેક પળ કેદ કરવા માંગતી હતી ત્યાં બીજી તરફ આરોહી તેની ડાયરી કાઢી ને દરેક પળ કાગળ પર ઉતારવા માંગતી હતી.
"તો તું જિંદગી ની બધી જ વાત ડાયરી માં લખે છે ?" પ્રેયસી એ ઉત્સુકતા થી પૂછ્યું.
"ના , ખાલી ખાસ પળો ને કૈક કવિતા , શાયરી કે શીખ રૂપે લખવું ગમે છે." આરોહી એ ઉત્તર આપ્યો.
"એટલે તું કવિયત્રી છે એમ ?" પ્રેયસી બોલી .
"ના, માત્ર દિલ ની વાત લખવી ગમે છે." આરોહી એ શાંત ચિત્તે લખતા લખતા જવાબ આપ્યો.
ડાયરી ખેંચતા પ્રેયસી બોલી,
"મને તારી ડાયરી વાંચવી છે "
"ફરી ક્યારેક અત્યારે લખી લેવા દે." આરોહી બોલી.
ત્યાં જ પ્રેયસીના ફોન માં એક મેસેજ આવે છે. એ મેસેજ જોતા જ પ્રેયસી અવાક થઇ જાય છે.
"ફોટોગ્રાફી અને પોએટ્રી પ્રોગ્રામ પત્યો હોય તો નજરો મેળવી વાતો કરવી મને ગમશે. કેન્ટીન અત્યારે ?"
હા, આ મેસેજ આરવ તરફ થી હતો.
પ્રેયસી એ મેસેજ આરોહી ને બતાવ્યો અને આજુબાજુ જોવા લાગી.
"પ્રેયસી તું માફી પણ સરખી રીતે માંગી લેજે. તો પછી કઈ મોટું ન થાય . ચાલ મળી લઈએ." આરોહી એ ચિંતા બતાવતા કહ્યું.
"માફી નું એના તેવર જોઈ ને વિચારીશ. પણ મળી લઈએ ચાલ." પ્રેયસી બોલી.
બંને ઉભા થઇ અને કેન્ટીન માં ગયા અને બેસ્યા. પાછળ થી એક છોકરો આવી તેમની સાથે બેઠો. એ છોકરો એટલે આરવ.
"નજરો મેળવી વાત કરવી એટલી જ ગમતી હતી તો સામે આવી ને પૂછવું હતું ને. " પ્રેયસી કટાક્ષ માં બોલી.
આરોહી એ એની સામે આંખ કાઢી.
"આરોહી, તારી ફ્રેન્ડ ને બોલવા દે. ઈશારા થી ચૂપ ન કરાવીશ." આરવ આ જોતા બોલ્યો.
આરોહી શરમ ના માર્યે નીચું જોઈ ગઈ.
થોડી આવી મીઠી તકરાર પછી ત્રણેવ એ દોસ્તી તરફ હાથ લંબાવ્યો.
આરવ એ પોતાનો પરિચય આપતા કહ્યું,
"હું અહીં અમદાવાદ નો જ છું. પણ મારી અને મારા માતા પિતા ની ઈંચ હતી કે હું હોસ્ટેલ માં રહું તેથી મને હોસ્ટેલ માં મુક્યો છે. પણ હું અહીં સેટ થઇ શકીશ એમ મને લાગતું નથી. કાલે રાતે હોસ્ટેલ આવ્યા પછી ના તો મેં કોઈ ફ્રેન્ડ બનાવ્યા છે કે ના કોઈ સાથે વાત. ખબર નહિ કઈ ગમતું નથી. વાત કરવા હિમ્મત કરી તો પણ ઝગડો. પછી હિમ્મત કરી ફરી એક દોસ્તી માટે હાથ વધારવા મેસેજ કર્યો. "
આરવ ની વાતો થી પ્રેયસી અને આરોહી પણ તેની સાથે ભળી રહ્યા હતા.
સમય થતા બંને બસ પકડી અને પોતાના ઘરે ગયા અને આરવ હોસ્ટેલ.
ત્રણેવ ની દોસ્તી ઘણી ગાઢ થઇ રહી હતી. એમાં પણ ખાસ કરી ને પ્રેયસી અને આરવ ની.
સામ-સામે નહિ તો ચેટિંગ માં પણ વાત હંમેશા ચાલુ રહેતી. આરોહી થોડી દૂર થઇ રહી હતી. પણ છતાં ત્રિપુટી હંમેશા સાથે જ મળતી.
આમ કરતા કોલેજ ના 16 મહિના વીતી ગયા. પહેલા 2 સેમેસ્ટર ત્રણેવ એ સારા માર્ક્સ સાથે પાસ કાર્ય અને ત્રીજા સેમેસ્ટર ની પરીક્ષા ની તૈયારી હતી.
પ્રેયસી એ બંને ને સાથે બોલાવ્યા અને કહ્યું,
"મારી જિંદગી ની ઘણી મહત્વ ની વાત આજે તમને બંને ને કહેવા જઈ રહી છું. તમારા બંને પર વિશ્વાસ કરું છું એટલે કહું છું અને આશા રાખીશ કે આ વાત થી આપણી દોસ્તી પર કઈ અસર નહિ થાય."
આરવ અને આરોહી એ મૂક હામી ભરી.
પ્રેયસી વાત આગળ ધપાવતા બોલી,
"મારી 14 વર્ષ ની ઉંમર એ એટલે કે જયારે હું 10માં ધોરણ માં હતી. ત્યારે મારા મમ્મી પપ્પા આ દુનિયા માંથી ચાલ્યા ગયા. અને ત્યાર થી હું અહીં મારા મામા સાથે જ રહું છું . હું જયારે 12માં ધોરણ માં આવી એટલે કે 16 વર્ષ ની થઇ એની સાથે મારા લગ્ન 𝕌𝕊 રહેતા એક છોકરા સાથે નક્કી કરાયા અને હવે ક્યારે લગ્ન કરાવી મને 𝕌𝕊 મોકલી દેવામાં આવે એ પણ કઈ નક્કી નથી કદાચ 18 સુધી રાહ જોવે એમ મારુ માનવું છે. હવે એને પણ વાર નથી. મારા મામા મારી જવાબદારી માંથી ભાગવા આમ કરી રહ્યા છે અને મારાથી પણ એમની સામે કઈ બોલાય એમ નથી. મને કદાચ ભણાવવામાં પણ ન આવી હોત , પણ 𝕌𝕊 વાળા છોકરા ના પરિવાર ની ઈચ્છા હતી કે છોકરી ભણે એટલા માટે મને ભણાવવામાં આવે છે."
પ્રેયસી આટલું બોલી ત્યાં એની આંખો ભીની થઇ ગઈ. આરોહી એ તેના હાથ પર હાથ મૂકી આશ્વાશન આપ્યું. શું બોલવું એ આરોહી ને પણ સમજાતું નહતું. આરવ તો એમ જ સ્તબ્ધ બેસી રહ્યો. એના ચહેરા ના એક પણ હાવ ભાવ ન બદલાયા . આ જોઈ પ્રેયસી અને આરોહી બંને ને ચિંતા થઇ.
પ્રેયસી આરવ ના હાથ પર હાથ મૂકી બોલવા જતી હતી પણ આરવ એ ગુસ્સા માં હાથ પાછો ખેંચી લીધો. આરોહી અને પ્રેયસી સમજી ચુક્યા હતા કે આરવ હવે કઈ જ નહિ સાંભળે પણ છતાં કે પ્રયત્ન રૂપે પ્રેયસી બોલી,
"આરવ, તું મારો best friend છે અને હંમેશા રહીશ. મને ખબર છે આપણે કાયા માર્ગ પર વધી રહ્યા હતા એટલે જ આજે મેં આ વાત કરી. પણ એનાથી આપણી દોસ્તી પર તો કઈ અસર ન જ થવી જોઈએ."
"ખબર જ હતી તો એ રસ્તા તરફ જ કેમ આવી મારી સાથે. અને બીજું કે છેલ્લા દોઢ વર્ષ થી વાત છુપાવી ને દોસ્તી રાખી તે..." આરવ આગળ કઈ બોલી ન શક્યો ને ત્યાં થી ઉભો થઇ ચાલ્યો ગયો.
હા, બરાબર સમજ્યા તમે. પ્રેયસી અને આરવ એકબીજા ના પ્રેમ માં પડ્યા હતા. કહ્યા વિના બંને એકબીજા ને સમજતા થયા હતા. કદાચ પ્રેમ માં જાણ કરવી જરૂરી નથી હોતી.
તો શું લાગે છે હવે ?
પ્રેયસી અને આરવ ની કહાની પુરી?
પ્રેયસી ના લગ્ન ક્યારે થયા ?
શું ફરી પ્રેયસી અને આરવ ની ક્યારેય વાત ન થઇ ?
આરોહી હવે બંને મિત્ર માં કોને પસંદ કરશે ?
પ્રેયસી ના લગ્ન થયા તો વર્તમાન માં એના પતિ સાથે એની શું મુંજવણ ચાલે છે ?
પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો તમારી વાર્તા " LOST IN THE SKY”
© parl mehta