LOST IN THE SKY - 1 books and stories free download online pdf in Gujarati

LOST IN THE SKY - 1
PART-1 “ ये दुनिया कुछ ज़्यादा हीं छोटी नहीं है ....

યે શામ મસ્તાની મદહોશ કિયે જા - લંડન ની રાત હા, આવી જ કૈક ....

રાત ના 2 વાગ્યા નું શિયાળા નું આ લંડન ....

ધીમો ધીમો પડતો આ બરફ અને એમાં વળી લંડન ની લાઈટ ની રોનક . ક્યારેય થંભતું નહિ એવું લંડન ને ત્યાં નો કોકટેઇલ કાફે .

એક છોકરી દેખાવે લગભગ 24-25 વર્ષ ની ઉંમર ધરાવતી . ભરાવદાર ઘાટીલી છબી . આંખો માં જોવો તો ગમ ના સમુદ્ર . નમણો એવો ચહેરો ને એમાં એણે ખુલ્લી મુકેલી એની ઝુલ્ફ . જોતા જ મન મોહી જાય એવી .....

કાફે માંથી બહાર નિકળતા ઓવરડ્રિંક ના લીધે લથડિયા ખાતી ને મોટે મોટે થી બોલતી જતી . મનની વાત કહેવી પણ ક્યાં આજ ની તણાવ ભરેલી જિંદગી માં કોઈ સામે કહી શકાય.... ક્યારેક દારૂ રાહત આપી જાય છે આવી હાલત માં , ને મન નું બહાર નીકળતા મન પણ હળવું કરી જાય છે .

આમ જ કૈક અર્ધજાગરિત હાલત માં લંડન ની ગલિઓ માં ચાલતા ને લથડીયા ખાતા આ છોકરી ની કોઈક ગાડી સાથે તેની અથડામણ થઇ જાય છે . અથડાતા ની સાથે જ ગાડી ચલાવનાર વ્યક્તિ કદાચ આ છોકરી ને ઓળખી જાય છે અને ગાડી ઉભી રાખી એ છોકરી તરફ આગળ વધે છે.

પહેલવાન સમાન શરીર નો ઢાંચો અને મક્કમ લાગતો આ અવાજ . ચાલ ની છટા પણ એકદમ કોઈ મોટા નામાંકિત વ્યક્તિ સમી .

અને એ એક બૂમ પાડે છે,
" hey jazz ma’am , what are you doing here ? Are you okay ?”


હા, આ છોકરી એટલે જેઝ અને આ વ્યક્તિ જે એની મદદ માટે આવી ચઢ્યો છે તે એની નીચે કામ કરતો એનો કર્મચારી .


સામે છેડે થી અવાજ આવે છે,
"Who is jazz ? Me ? Me ? Oh yes ! yes ! I m jazz . How could I forgot that I am jazz .”

પેલો વ્યક્તિ ફરી પેલી તરફ વધી એને પોતાની ગાડી માં બેસાડી અને બોલે છે ,
"I think you are too much drunk . I’ll drop you at you home . Sit here please .”

પેલી છોકરી એટલે કે જેઝ પ્રત્યુત્તર માં બોલે છે ,
" oh dear thank you so much “

અને પેલો માણસ જેઝ ને તેના ઘરે મૂકી અને ચાલ્યો જાય છે . પણ જેઝ પોતાના ઘર ની અંદર જવાના બદલે લંડન ની ગલીઓ માં ફરતી થઇ જાય છે અને કોઈક ના ઘર ના કાચ તોડે તો કોઈક ની ગાડી ને ખરાબ કરે એમ નુકસાન કરતી જાય છે અને સાથે વળી બોલતી જાય છે ,

"ये कैसी ज़िंदगी जी रही हूँ मैं जहाँ मेरे नाम पे मेरा हक़ नहीं
ये कैसी ज़िंदगी जी रही हुँ मैं जहाँ अपना कह शकू ऐसा कोई नहीं
ये कैसी ज़िंदगी जी रही हूँ मैं जहाँ ख़ुद से ही हर पल दूर हो रही हूँ मैं
ये ज़िंदगी , हाँ ये ज़िंदगी ही क्यू जी रही हूँ मैं..... “

એમ એની વાત પરથી લાગતું હતું કે પોતાના થી નાસીપાસ થયેલી કોઈક છોકરી જીવન ટૂંકાવવા ઈચ્છતી હોય .

પણ તરત જ પોતાને પાછી સાચવી લઇ અને બોલે છે ,

" ના , ના , તું આમ હારી નહી શકે . બહુ મોટી જંગ લડે છે તું અને તારે એ જંગ જીતવાની છે . તારા વચન યાદ કર . તારી જિંદગી નું મકસદ યાદ કર . તને જીવન આપનાર ને યાદ કર . ઉભી થા પ્રે...."

આગળ કઈ તે બોલે એ પહેલા જ લંડન પોલિસ ત્યાં આવી પહોંચે છે અને ઘણું નુકશાન કરવા બદલે તેને ગિરફ્તાર કરે છે.

તેના ડોક્યુમેન્ટ જોતા માલુમ પડે છે કે તે અહીંયા ઇનલિગલ રીતે રહી હોય છે અને એને તાત્કાલિક ઇન્ડિયા મોકલવાનો નિર્ણય કરાય છે . એની એક માંગ પર એક વ્યક્તિ ને મળવા ની છૂટ મળે છે .

"Listen , my this step spoil our whole plan. Now I have to go to India and now it’s your duty to manage my whole stuff and business . And thanks for saving me last night . Please get me updated with every news. Never text me anything about this business . We will talk it via phone call .” નાસીપાસ દેખાતી એ છોકરી ફરી હિમ્મત સાથે તેના કર્મચારી ને હુકમ સંભળાવી દીધા .

એની આ પ્રતિભા જોયેલા લોકો તો ક્યારેય વિચારી પણ ન શકે કે એ અંદર થી કેટલી તૂટેલી છે .

"Ok jazz I will update you every detail . So now we have to stop tomorrow’s delivery right ? Without you we couldn’t fix anything . “
એના કર્મચારી એ પ્રશ્નાર્થ નજરે જેઝ તરફ જોયું .

“Ya please talk with that Indian client and postpone the date . I will try my best to come soon here .” એક મક્કમતા સાથે જેઝ બોલી .

"Ma’am last night you are talking something like you didn’t pretend to be a jazz . If there was any problem we can solve it .” કર્મચારી એ ઉત્સુકતા સાથે પૂછ્યું .

"There is nothing like that . I was drunk that’s why . Don’t interfere in my personal matters And concentrate on work .” જેઝ એ કડકાઈ ભર્યા શબ્દો માં સંભળાવી દીધું .

"Okay sorry ma’am . I try my best to back you at londan again . Stay safe ma’am “ કર્મચારી માથું નીચું રાખી બોલ્યો.

લંડન થી પ્લેન માં બેસાડી જેઝ ને ઇન્ડિયા પરત મોકલવામાં આવી .
પોતે ગુજરાત ની હોવા છતાં ગુજરાત ન જઈ તેણે કોલકાત્તા જવા નો નિર્ણય લીધો .

કોલકાત્તા ઉતારતા ની સાથે જ રેસ્ટોરન્ટ માં બપોર નું જમવા બેઠી .

ત્યાં જ સામે એક જાણીતી વ્યક્તિ દેખાય આવે છે .

કૈક 5'3 ની ઉંચાઈ ધરાવતી . જરા શ્યામ , પણ ચહેરો એટલો જ દેખાવડો . પાતળી એવી એની કમર . આંખો માં કાજલ જાણે એના ચહેરા નું તેજ વધારી રહી હોય તેમ અને ખુલ્લા વાળ જે એના હાથ વડે મહાલતી આવતી એક 24-25 વર્ષ ની છોકરી .

આ છોકરી ને જોઈ અને જેઝ એકદમ થી જ બોલી ઉઠે છે "ઓહ , આરોહી અહીંયા ...."

તેને જોઈ અને એ પોતે છુપાવવાના ઘણા જ પ્રયત્નો કરે છે પણ તે વ્યક્તિ તેની તરફ જ આવી રહી હોય છે અને જેઝ ને જોતા તેની ગતિ 4 ગણી વધી જાય છે . ચહેરો એકદમ જ ખીલી ઉઠે છે અને એની બેગ માંથી એક સેલફોન કાઢી તે કોલ કરવા જ જતી હોય છે કે જેઝ દોડતી તેની તરફ જઈ અને તેનો હાથ પકડી લે છે અને બોલે છે ,

" સાચે આ દુનિયા બહુ નાની છે ......
આરોહી એ વ્યક્તિ ને પછી જણાવજે જેને તું કોલ કરવા જઈ રહી છે ."અને મન માં બોલી ઉઠે છે , " નથી હિમ્મત હવે ફરી તને મળવાની આરવ . બહુ હિમ્મતે આગળ વધી છું અને જીવન માં મારા ઘણા મકસદ છે એની વચ્ચે હું મારી મુસીબતો ન લાવી શકું . આરોહી ને ગમે એમ કરી રોકવી પડશે . મને જોઈ તું પણ પોતાને નહિ સાચવી શકે અને હું તો જરાય નહિ સાચવી શકું . મને માફ કરી દેજે આરવ ."

અને એની આંખો ભીની થઇ જાય છે .


બસ હવે આજ ના માટે આટલું ઘણું થયું ....
ઘણા પ્રશ્નો ઉભા રહ્યા ને ....


શું જેઝ એ જેઝ નથી ?
એ શું કઈ ઇનલિગલ કામ કરી રહી છે લંડન માં ?
જો એ જેઝ નથી તો કોણ છે ?
અને પોતાની ઓળખ કેમ છુપાવે છે ?
શું કોઈ પોતાનું નથી જેઝ માટે ?
આવતી કાલે શાની ડિલિવરી આવવાની હોય છે ?
ઇન્ડિયા આવી એ પોતાના ઘરે કેમ નથી જતી ?
અને કોઈક પોતાનું દેખાતા એને ખુશી કેમ નથી થતી અને એ છુપાવવા કેમ પ્રયત્ન કરે છે ?
આરોહી કોણ છે ?
એને જેઝ સાથે શું સંબંધ ?
વળી આરવ કોણ છે ?
એને જેઝ સાથે શું સંબંધ ?
જેઝ આરવ ને કેમ મળવા નથી માંગતી ?
આરોહી અને આરવ ને પાછો શું સંબંધ ?

અરે રે ... વિચારો ને જરા થંભાવો .

પ્રશ્નો ના જવાબ જલ્દી થી મળી જશે .

જવાબ માટે વાંચતા રહો આપની વાર્તા
"Lost in the sky “

© parl mehta

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED