LOST IN THE SKY - 6 books and stories free download online pdf in Gujarati

LOST IN THE SKY - 6

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,

આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ .

આરોહી બંને માટે પાણી લઇ આવી .

હવે આગળ ....

Part - 6 તકરાર ભરી ઓળખાણ

"ભૂતકાળ"

" આજ થી 6 વર્ષ પહેલા "

બારમું ધોરણ પતાવી અને કોલેજ માં આવેલા આ 60 વિદ્યાર્થીઓ .

ધગધગતું ચાલતું આ અમદાવાદ શહેર અને એની શોભા વધારતી એન્જીનીરીંગ કોલેજ.

આટલો સમય શાળા ની કેદ માં રહેલા નાના - મોટા શહેર ના છોકરા છોકરી ઓ અચાનક જોવા મળેલી આ નવીનતમ અને આઝાદ દુનિયા ને જાણે માણી રહ્યા હતા ને આજ પછી ના 4 વર્ષ અહીંયા આમ જ આઝાદી થી કાઢવાના સપના જોઈ રહ્યા હતા .

આ કોલેજ એટલે એન્જીનરીંગ ની ટોપ 10 ગુજરાત ની કોલેજ માં ની એક અને અહીંયા ભણવું એ ઘણા વિદ્યાર્થી ઓ નું સપનું . જેમાં થી માત્ર 60 વિદ્યાર્થી ઓ અહીં ભણી શકતા અને ઘણા વિદ્યાર્થીઓ ના દિલ એમ જ તૂટી જતા .

કોલેજ નો આજે પહેલો દિવસ . દરેક વિદ્યાર્થી મોટા ભાગે ગઈ કાલે અમદાવાદ આવી અને પોતાની હોસ્ટેલ માં સ્થાયી થઇ ચુક્યા હતા . ઘણા ના પોતાના સર્કલ પણ બની ચુક્યા હતા .

આવામાં એક છોકરી ત્યાં આવી . જે હોસ્ટેલ ની તો નહોતી લાગતી. દરેક દિલ ની ધડકન થંભાવી દે એવી પ્રતિભા .
છૂટા રાખેલા એના વાળ . કાળી કાજળ ચહેરા ની રોનક વધારતી અને એકદમ એટ્ટીટ્યૂડ ભરી એની ચાલ સાથે એ IT ડીપાર્ટમેન્ટ ના ક્લાસ માં ગઈ . જે લોકો ના દિલો ની ધડકન થંભાવી દે તેની ધડકન જરા થંભી રહી હતી. આ છોકરી ના વિચારો વેગવંતી બની રહ્યા હતા ,

"અરે યાર, અહીંયા તો બધા નું સર્કલ છે અને કોઈ મારી સાથે વાત પણ કરશે એમ લાગતું નથી . છેલ્લી બેન્ચ પર તો બધા બેસી ચુક્યા છે . મારે પહેલી બેન્ચ પર !? અરે આ ક્યાં ફસાઈ ગઈ !"

એમ પોતાની જ સાથે વાતો કરી રહી હતી આ છોકરી અને જઈ ને પહેલી બેન્ચ પર બેસી ગઈ .

નોટ અને પેન કાઢી જાણે માત્ર ભણવા જ આવી હોય એમ તે બેઠી અને કોઈ વાત કરવા ન આવ્યું તેથી ફોન ની દુનિયા માં જતી રહી.

દરેક છોકરો એની તરફ જોઈ રહ્યો હતો. રૂપ તો અપ્સરા સમું . દરેક વ્યક્તિ ની પામવાની જંખના . પણ કહેવાય છે ને ફોન ની દુનિયા માં વ્યક્તિ ચાલ્યું જાય પછી બીજું કઈ ભાન તેને નથી રહેતું. આવું જ કૈક આ છોકરી સાથે પણ થયું.

ત્યાં અચાનક એની બાજુ માં કૈક અવાજ થયો . એને ઉંચુ થઇ જોયું તો એક છોકરી તેની બાજુ માં બેઠી હતી. પોતાનો ફોન બાજુ પર મૂકી અને એની સાથે દોસ્તી નો હાથ લંબાવતા આ છોકરી બોલી ,

" હેલો , હું પ્રેયસી . અમદાવાદ ની જ છું . મારા મામા ના ઘરે થી હું રોજ અહીંયા આવીશ. હોસ્ટેલ માં નથી રહેવાની હું. થોડું ભારે પડે એમ છે તો ઘરે રહેવાનું જ વિચાર્યું છે મેં . અને તું ? "

પહેલી મુલાકાત માં જ આટલું બધું બોલતા જાણી એટલું તો ખબર પડી ગઈ કે આ પ્રેયસી ખુબ જ મળતાવળી અને બોલકી છે .

સામે ની બાજુ એ થોડો શ્યામ વર્ણ પણ દેખાવડો અને તેજ ભર્યો ચહેરો જે કોઈક આકર્ષક અને મોહ થી ઓછો તો ન હતો. ઘણા રહસ્યો વાળો અને કૈક વિચારો માં રહેતો એવો લાગતો હતો.

એ શ્યામ વર્ણી છોકરી બોલી ,

"હું... હું... આરોહી." એ જાણે ગભરાઈ રહી હોય અને ચિંતિત હોય એમ લાગતું હતું.

પ્રેયસી થી એકદમ અલગ વ્યક્તિત્વ .

પ્રેયસી બહિર્મુખી અને આરોહી અંતર્મુખી .

પ્રેયસી આરોહી ના ખભા પર હાથ મુકતા બોલી ,
"મારુ પણ અહીંયા કોઈ મિત્ર નથી હજી . અને હું પણ થોડી ચિંતિત તો છું જ પણ આપણે બંને મિત્ર થઇ જઈએ અને સાથે રહીશુ . તું ચિંતા ના કરીશ "

"આટલી જલ્દી આવી મોટી ઊંચી કોલેજ માં આવું સરળ મિત્ર મને મળશે મેં ક્યારેય નહતું વિચાર્યું." આરોહી જરા સ્વસ્થ થઇ ને બોલી.

"અરે બઘી મન ની રમત છે . તું વધારે ચિંતા ન કર કોઈ બીજું મિત્ર નહિ બને તો પણ શું? આપણે બંને પણ સારા જ છીએ. " પ્રેયસી દોસ્તી નો હાથ વધારતા બોલી .

સામે આરોહી એ મીઠી મુસ્કાન કરી.

"હવે તારા વિષે તો કહે કૈક " પ્રેયસી હસતા હસતા બોલી.

"હું ગાંધીનગર ની છું અને હું પણ હોસ્ટેલ માં નથી રહેવાની. હું રોજ આવ-જા કરીશ બસ થી. " આરોહી બોલી .

"તો તો સારું. પણ તને શું લાગે આપણે આ હોસ્ટેલ વાળા જોડે બનશે ? " પ્રેયસી બોલી .

"મેં સાભળ્યું છે આ કોલેજ માં એક વાર સર્કલ થઇ જાય પછી કોઈ બીજા સર્કલ માં વાતચીત ન કરે . તો કઈ કહી શકાય નહિ." આરોહી ચિંતિત થતા બોલી .

"અરે બ્રો , તું બૌ ચિંતા કરે છે . બધા કે એ સાચું ન હોય . છોડ જે થશે એ જોયું જશે . " પ્રેયસી એકદમ શાંતિ થી બોલી .

આરોહી એ માત્ર મંદ મુસ્કાન કરી.

ત્યાં જ પ્રોફેસર ક્લાસ માં આવ્યા. અને પહેલા દિવસ મુજબ નું સંબોધન ચાલી રહ્યું હતું .

"may i come in sir ? " એક હાંફતો ગભરાતો ભરાવદાર ઘાટીલો અવાજ સૌ ને કાને પડ્યો .

"પહેલા દિવસ એ જ મોડા . શું નામ છે તારું ? " પ્રોફેસર એ જરા કડકાઈ ભર્યા સ્વર માં પૂછ્યું .

"આ..આરવ " ગભરાતા ગભરાતા એ છોકરો બોલ્યો .

"તો આરવ કેમ મોડું થયું ? હોસ્ટેલ માં રહો છો ? " પ્રોફેસર સખ્ત અવાજ માં જ પૂછી રહ્યા હતા .

"સર, પહેલી વાર ઘર થી દૂર આમ હોસ્ટેલ માં રહેવા આવ્યો છું . જાતે ઉઠવાની ટેવ નથી . હંમેશા મમ્મી મારા દરેક કામ કરતી અને મને કોઈ આવી ટેવ નહોતી તો આજે સવારે જાતે ન ઉઠાયું અને આવતા મોડું થઇ ગયું . સોરી સર . ફરી આવું ન થાય ." સ્પષ્ટ રીતે પોતાની વાત આરવ એ પ્રોફેસર સામે મૂકી .

પ્રોફેસર પણ તેના આ સ્પષ્ટ વક્તાપણા થી પ્રભાવિત થયા અને ઘણો ખરો ક્લાસ પણ.

પહેલો દિવસ હોવાથી પ્રોફેસર એ કોઈ કચકચ વિના ફરી ધ્યાન રાખવા કહી પહેલી બેન્ચ પર તેને બેસવા કહ્યું.

"શ....શ .... "

"આ લેટ કમર મને બોલાવે છે ? " પ્રેયસી એ પ્રશ્નાર્થ નજરે આરોહી સામે જોયું .

"હા કદાચ ." આરોહી બોલી .

"શ ... શ .... "

"હા બોલ શું છે ? " ગુસ્સા માં પ્રેયસી એ એ અવાજ કરનાર આરવ તરફ જોયું .

"હજી સુધી કઈ ભણાવ્યું તો નથી ને ? " આરવ બોલ્યો .

"લેક્ચર પછી કહું." પ્રેયસી એ જવાબ આપ્યો.

45 મિનિટ થઇ અને આજે પ્રથમ લેક્ચર હોવાથી વહેલા છોડી દેવામાં આવ્યા .

બીજા લેક્ચર ને હજી 15 મિનિટ ની વાર હતી.

"હાય , હું આરવ . તમે કીધું લેક્ચર પછી કહીશ. લેક્ચર પતી ગયો . Plz brief me” આરવ પ્રેયસી તરફ જોઈ ને બોલ્યો .

"હા તો આરવ , તારા ઓળખાણ આખા ક્લાસ ને થઇ ગઈ છે અને વાત રહી ભણવાની તો ક્લાસ માં ઘણા છોકરાઓ પણ છે ." પ્રેયસી નખરાળા અંદાજ માં બોલી .

"સોરી આરવ, તમે આવ્યા ત્યાં સુધી કઈ ભણાવ્યું નથી માત્ર કોલેજ વિશે કહેતા હતા . તમારું કઈ બગડ્યું નથી ભણવાનું ." આરોહી વાત સાચવતા બોલી .

"thank you. Ms.....? " નામ પૂછતાં આરવ બોલ્યો.

"આરોહી " આરોહી એ પ્રત્યુત્તર આપ્યો .

"આરોહી , તમારી આ મિત્ર ને સમજાવી દેજો કે મને એમની સાથે કઈ નિસ્બત નથી. બાજુ માં હતી એટલે પૂછ્યું હતું માત્ર and once again thanks “ આરવ આટલું બોલી ત્યાં થી ચાલ્યો ગયો.

"પ્રેયસી પહેલા દિવસે શું કરવા મગજમારી માં પડે છે અને સીધો છોકરો હતો તે ખોટી વાત વધારી . હવે સોરી કહી દે. " આરોહી પ્રેયસી ને સમજાવતા બોલી .

"હું સીધું નહિ કહું. મેસેજ કરી દઇસ ." પ્રેયસી બોલી .

"અચ્છા સારું." આરોહી પણ તેની સાથે સહમત થઇ .

આ થઇ તકરાર ભરી ઓળખાણ .

હવે આ તકરાર થી મિત્રતા સુધી ની સફર જાણવા

વાંચતા રહો તમારી પ્યારી વાર્તા "LOST IN THE SKY”

© parl mehta

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED