LOST IN THE SKY - 2 books and stories free download online pdf in Gujarati

LOST IN THE SKY - 2

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,


જેઝ મન માં બોલી ઉઠે છે , " નથી હિમ્મત હવે ફરી તને મળવાની આરવ . બહુ હિમ્મતે આગળ વધી છું અને જીવન માં મારા ઘણા મકસદ છે એની વચ્ચે હું મારી મુસીબતો ન લાવી શકું . આરોહી ને ગમે એમ કરી રોકવી પડશે . મને જોઈ તું પણ પોતાને નહિ સાચવી શકે અને હું તો જરાય નહિ સાચવી શકું . મને માફ કરી દેજે આરવ ."

અને એની આંખો ભીની થઇ જાય છે .


હવે આગળ ,

PART - 2. " વરસાદ આશું છુપાવવા સારો સાધક નહિ ?! "


"અરે પ્રેયસી , તને મળી ને સૌથી વધારે ખુશી એને થશે . આજે પણ તને યાદ કરતા ક્યારેક એની આંખો ભરાઈ આવે છે અને તું એને મળવા જ કેમ ના કહે છે અને તું ઇન્ડિયા ક્યારે આવી અને અમને કોઈ ને પણ જણાવ્યા વગર કેમ જતી રહી હતી ત્યારે ? "
જેઝ એ જેને આરોહી નામે સંબોધી હતી તે એકી શ્વાસે બોલી ગઈ .

"પ્રેયસી, હા હું તો પ્રેયસી છું . આજે 4 વર્ષ પછી કોઈક પોતાનાને મળી હું . હા, આજે 4 વર્ષ પછી પ્રેયસી નામે કોઈક એ બોલાવી મને . મારો આરવ હજી મને યાદ કરતા ઢીલો થઇ જાય છે . આરવ હજી તું એવો પહેલા જેવો જ હોઈશ ? આરવ તારી પ્રેયસી પણ તને બહુ યાદ કરે છે . " આમ મન માં ને મન માં પોતાની સાથે વાત કરતા જેઝ ની આંખ માં ઝળઝળિયાં આવી જાય છે .

વળી પોતાને મક્કમ કરતા પોતાને આશ્વાસન આપે છે ,
" તું પ્રેયસી નહિ જેઝ છે હવે જેઝ . તારે મક્કમ રહેવાનું છે . બહુ મંજિલ કાપવાની છે,હજી ધ્યેય પ્રાપ્ત કરવા . તું આમ ઢીલી ન થઇ શકે . "

"પ્રેયસી ઓ પ્રેયસી , ક્યાં કયા વિચારો માં ગૂંચવાઈ ગઈ ?!. ચાલ મારી સાથે મારા ઘરે . હું આરવ ને ફોન કરું એ પણ પહેલી ફ્લાઇટ પકડી તારું નામ સાંભળતા આવી જશે . " આરોહી ઉત્સાહભેર બોલી .

અંધકારમય એવું વાતાવરણ જાણે ગાયબ થઇ રહ્યું હતું અને વાદળ માં છુપાયેલો સુરજ પણ પોતાની રોશની ની જાણ દુનિયા ને ફરી કરવા ઉત્સુક બહાર આવી રહ્યો હતો .
જાણે પ્રેયસી ની જિંદગી નો અંધકાર પણ ન દૂર થઇ રહ્યો હોય અને એની જિંદગી માં આરવ એક સુરજ નું કિરણ બની ને આવવાનો હોય.

"તમે ક્યારેય મને શોધવાની કોશિશ ન કરી , આરોહી ?" સહજતા થી ન પૂછવા ઇચ્છતી પણ , છતાં પ્રેયસી થી પુછાય જ ગયું .

"અઠવાડિયું અમે બંને એ તને ફોન થી સંપર્ક કરવા ઈચ્છ્યો પણ ન થયો એટલે અમે તારા મામા ને મળવા ગયા તો ત્યાં થી ખબર પડી કે તે લગ્ન કરી લીધા છે અને તું US શિફ્ટ થઇ ગઈ છું અને અમારી પાસે તે લગ્ન ગિફ્ટ માં ક્યારેય તારો સંપર્ક ન કરવો એવું માંગ્યું છે . તો પછી અમે પ્રયાસ ન કર્યો . " આરોહી નીચું મોઢું રાખી બોલી .

"મામા .... મારી જિંદગી આમ કેવી રીતે બરબાદ કરી શકે ને એ વ્યક્તિ . કેટલી સારી રીતે સમજાવી દીધું આ લોકો ને પણ જેમ મને હંમેશા સમજાવતા રહ્યા ." પ્રેયસી ઉર્ફ જેઝ મન માં પોતાની સાથે જ વાત કરી રહી હતી .

એટલા માં એનામાં એક ફોન આવે છે ,
"Excuse me “ કહી તે ફોન પર વાત કરવા જાય છે .

“Yes, what happened?” પોતાના બધા ગમ એક પળ માં ખુદ માં સમાવી અને એક બોસ તરીકે વાત કરવા સજ્જ થાય છે જેઝ .

"Ma’am , that Indian client is refusing to delay delivery and saying that if we’ll not able to take that they will give that parcel to another company and we can’t certain that lose now . What should I do now ? “ લંડન ના તેના કર્મચારી એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું .

"Okay . No worries . I’ll talk with that client and postpone that delivery . Don’t bother . “ જરાય ચિંતા માં આવ્યા વિના જેઝ પરિસ્થિતિ સાચવી લે છે .

અને ફોન મૂકી દે છે .

"ઓહ , તો પ્રેયસી આટલી બધી મેચ્યોર થઇ ગઈ અને ક્લાઈન્ટ સાથે ડીલ કરતી થઇ ગઈ એમ ." આરોહી જાણે પહેલા જેવી જ દોસ્તી હોય એમ બોલી .

સામે તરફ પ્રેયસી એ માત્ર એક સ્મિત આપ્યું .

"કેમ સમજાવું પરિસ્થિતિઓ મારી તને
જીવું છું કેવી જિંદગી પરનામે
હારી ને જીતવા કોશિશ કેટલી કરું છું
પોતાના ની યાદ માં એકલી રડી કેટલું લઉં છું
કેમ સમજાવું પરિસ્થિતિઓ મારી તને ...."

પ્રેયસી નું મન જાણે બહુ રડી રહ્યું હતું આજે . પણ છતાં પોતાના પર કાબૂ કરતા એ હવે શીખી ગઈ હતી .

"આરોહી , હવે હું વિદા લઉ તારી પાસે . હું અહીંયા કામે આવી છું એ પુરા કરી મારે પાછું જવું છે ." મક્કમ થઇ જેઝ બોલી .

હા જેઝ બોલી .... કારણકે પ્રેયસી આટલી હિમ્મત વાળી હતી જ નહિ. એ તો ક્યારેય એના આરવ ને મળ્યા વગર રહી શકે એમ હતી જ નહિ, પણ જેઝ હતી જેમાં એને નામ સાથે સ્વભાવ પણ પરિવર્તિત કરી દીધો હતો .

"તારા હસબન્ડ સાથે આવી છું તું અહીંયા ? " આરોહી એ પૂછી જ લીધું .

"હા , એ હોટેલ પર મારો વેઇટ કરતા હશે. મારે મોડું થાય છે ." જેઝ બોલી .

"તો એમને પણ અહીંયા બોલાવી લે . મારા ઘરે જઈએ . આરવ ને પણ બોલવું હું . મજા કરીશુ કોલેજ ની જેમ." આરોહી બોલી.

હા , આરવ , આરોહી અને પ્રેયસી કોલેજ સમય ના પાક્કા મિત્રો .

પ્રેયસી ના માતા - પિતા એની 14 વર્ષ ની ઉંમરે દેહાંત પામ્યા અને ત્યાર બાદ એના મામા એ તેનો ઉછેર કર્યો .
અને મામા એ પોતાની જવાબદારીઓ માંથી મુક્ત થવા 16 વર્ષ ની કાચી ઉંમર એ તેના લગ્ન નક્કી કરી દીધા. અને અચાનક કોલેજ ના ત્રીજા વર્ષ માં તે લગ્ન કરી US જતી રહી . કોઈ ને કઈ પણ જણાવ્યા વિના અને ભણવાનું પણ ત્યાં જ છોડી દીધું તેણે અને આ સાથે તેમની મિત્રતા નો પણ અંત આવ્યો.

"આરોહી, તું તો જાણે છે મારી અને આરવ વચ્ચે ની પરિસ્થિતિઓ . એમાં મારા પતિ સાથે આમ એને મળવું મારા માટે થોડું અઘરું થશે અને મારા લગ્ન જીવન પર પણ એની અસર થશે . તો ફરી ક્યારેક રાખીએ . મને તને મળી ને ખરેખર ખુબ આનંદ થયો. હવે ક્યારેક પરિસ્થિતિ અને હાલત મળાવે તો મળીશુ . બાય એન્ડ ટેક કૅર" કહી જેઝ ત્યાં થી નીકળી જ ગઈ . સામે પ્રત્યુત્તર ની પણ રાહ જોવી એને કદાચ ઠીક ન લાગી .

રોકાવું તો એણે પણ હતું , પરંતુ હજી રોકાય હોત તો આશું નો અંકુશ ખોઈ ચુકી હોત અને પોતે હંમેશા દબાવી રાખેલી પ્રેયસી બહાર આવી ગઈ હોત .

આરોહી પ્રેયસી પ્રેયસી બૂમ પડતી રહી પણ પ્રેયસી તો ક્યાંથી રોકાય . જેઝ જે બની ગઈ હતી .....

ફરી અંધારું છાયું અને મુશળધાર વરસાદ શરુ થયો .

"મારી જિંદગી માં પ્રકાશ આવી જ કઈ રીતે શકે! હું પણ ખોટી આશા માં ત્યાં ઉભી રહી ."
વરસાદ ના એ પાણી ની બૂંદો સાથે પોતાના આશું એમાં છુપાવતી એ ચાલી રહી .

કહેવાયું છે ને , મન મૂકી ને રડવું હોય તો વરસાદ માં ઉભા રહેવું, ન કોઈ આપણા આશું જોઈ શકે, ન એની પાછળ ની વેદના .

આરોહી વરસાદ થી બચવા એક કાફે માં જઈ ને બેસે છે અને ફોન લગાવે છે .

સામે છેડે થી એક ભરાવદાર ઘાટીલો અવાજ ધરાવતો વ્યક્તિ એકદમ મોજીલા સ્વર માં બોલે છે ,
"Hello sweetheart, what’s up ? આજ આપ ને સામને સે પહેલી બાર હમેં યાદ કિયા . દિલ હમારા જોરો સે ચીલ્લાએ..."

"આરુ stop it યાર. ક્યારેક તો લાઈફ માં સિરિયસ થઇ જા " પેલા વ્યક્તિ ની વાત કાપતા આરોહી બોલી.

"ok , sorry આરુ , બોલ આટલી ટેન્શન માં કેમ લાગે છે . કસુ થયું છે ? હું આવું કોલકાત્તા ? " પેલો વ્યક્તિ બોલ્યો .

આ વ્યક્તિ એટલે આરવ .
આરવ અને આરોહી બંને એકબીજા ને પ્રેમ થી આરુ કહી ને બોલાવતા .

અને આરવ આરોહી પ્રત્યે કૈક વધારે જ ચિંતિત રહેતો .
અને એ ચિંતા એના એક વાક્ય પરથી સ્પષ્ટ જણાઈ જ આવે છે .

" આરુ , chill આટલી બધી પણ ચિંતા ના કર્યા કર મારી . મને કઈ નથી થયું . પણ તને હવે હું કહીશ એ પછી જરૂર કૈક થશે . " આરોહી ગંભીર સ્વર માં બોલી .

"એવું તો શું થઇ ગયું ? તારા પણ લગ્ન થાય છે ?" આરવ કૈક મસ્તી ના મૂડ માં બોલ્યો .

"આ જે પણ આવ્યું ને તારા વાક્ય માં .... એ પણ વાળી વ્યક્તિ .... તારી પ્રેયસી મળી મને આજે કોલકાત્તા માં ." આરોહી બોલી .

"વ્હોટ? પ્રેયું ...." અને આશું ઓ સરી પડ્યા અને બંને તરફ મૌન છવાયું .

આજ માટે આટલું ઘણું થયું .

ઘણા પ્રશ્નો રહ્યા ને .....

પ્રેયસી એ એનું નામ કેમ બદલી દીધું ?
એની અને આરવ વચ્ચે એવો તો શું સંબંધ હતો ?
જેઝ ના લગ્ન થઇ ગયા છે ?
એનો પતિ ક્યાં છે તો ?
એનો પતિ તેની સાથે છે એમ જૂઠું કેમ બોલી જેઝ આરોહી સામે ?
જેઝ કેવો ધંધો કરી રહી હોય છે ?
જેઝ કેમ રડી રહી હતી ?
એને મળવું છે આરવ ને તો કેમ ઇન્કાર કરી રહી છે ?
એના મામા એ ભૂતકાળ માં શું કર્યું હતું એની સાથે ?
આરવ હવે શું કરશે ?

અરે આ બધા પ્રશ્નો ના ઉત્તર પણ મળશે ....

તો વાંચતા રહો તમારી વાર્તા "LOST IN THE SKY”


©️parl Mehta

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED