આગળ ના ભાગ માં આપણે જોયું કે,
"ખબર જ હતી તો એ રસ્તા તરફ જ કેમ આવી મારી સાથે. અને બીજું કે છેલ્લા દોઢ વર્ષ થી વાત છુપાવી ને દોસ્તી રાખી તે..." આરવ આગળ કઈ બોલી ન શક્યો ને ત્યાં થી ઉભો થઇ ચાલ્યો ગયો.
હા, બરાબર સમજ્યા તમે. પ્રેયસી અને આરવ એકબીજા ના પ્રેમ માં પડ્યા હતા. કહ્યા વિના બંને એકબીજા ને સમજતા થયા હતા. કદાચ પ્રેમ માં જાણ કરવી જરૂરી નથી હોતી.
હવે આગળ,
PART - 8 "આખરી મુલાકાત?"
આરોહી ને પણ કઈ સમજાયું નહિ પણ તેને પ્રેયસી સાથે બેસવું અને એને સાચવવી વધુ ઠીક લાગી.
પ્રેયસી રડતા રડતા બોલી,
"આરોહી દોસ્તી નો અંત આવો હોય ? શું દોસ્તી નો અંત હોય ખરો?"
આરોહી ને પણ કઈ સમજાતું ન હતું . તેણે બસ એના હાથ પર હાથ મૂકી તેની સાથે હંમેશા હોવાની સહમતી આપી.
******
"દોસ્તી નો શું અંત હોય ?!
એક જૂઠ માં રહેલી દોસ્તી શું દોસ્તી હતી ખરી?
પ્રેયસી ને વિશ્વાસ જ નહિ હોય તો જ નહિ કીધું હોય ને ?!
તો શું વિશ્વાસ વગર દોસ્તી થાય ?!
વિશ્વાસ નથી જે વ્યક્તિ ને પૂરો એની ચાહત માં હું કેમ પડી ગયો?! "
પ્રશ્નો ની માયાજાળ માં ગૂંચવાયેલો આરવ રસ્તા પર ચાલી રહ્યો હતો પણ એકદમ બેધ્યાન પણે . અચાનક ગાડી નો હોર્ન વાગતા તે ભાન માં આવે છે .
વળી પાછો પ્રેયસી વિશે વિચારવા લાગે છે.
અચાનક એના ફોન માં રિંગ વાગે છે. આરોહી નામ સ્ક્રીન પર દેખાય છે. તે ફોન કટ કરી દે છે. એટલા માં મેસેજ આવે છે.
"મારે તારી સાથે વાત કરવી છે. પ્રેયસી ઘરે જતી રહી છે. તારે કોલેજ માં ન મળવું હોય તો બાજુ માં કેફે માં મળીએ "
આરોહી તરફ થી આવો મેસેજ જોતા આરવ વિચાર માં પડે છે.
પોતે પણ મન હલકું કરવા ઈચ્છતો હોવાથી "સારું " એમ મેસેજ નો જવાબ આપે છે.
આરવ કેફે પહોંચ્યો ત્યારે આરોહી ત્યાં બેઠેલી જ હતી. આરવ તેની સામે ગોઠવાય છે.
" કોફી કે કોલ્ડ ડ્રિન્ક? " આરોહી જાણે કઈ બન્યું જ ન હોય તેમ આરવ ને પૂછે છે.
"કોફી" આરવ જવાબ આપે છે.
"Excuse me. One coffee and one coke plz” આરોહી વેઈટર ને બોલાવી કહે છે.
વેઈટર ના જતા જ આરવ ની ધીરજ ખૂટતા તે બોલે છે,
" અહીં કોફી પીવા બોલાવ્યો છે તે મને?"
"અરે શાંત થા. જયારે મન ઉદાસ હોય અને મગજ ગુસ્સે ત્યારે પહેલા એને ઠીક કરવા પડે. બાકી દરેક નિર્ણય ખોટા લેવાય." આરોહી શાંત ચિત્તે ઉત્તર આપે છે.
એટલા માં કોક અને કોફી આવે છે.
આરોહી કોક પીવાની શરુ કરે છે અને આરવ ને પણ કોફી પીવા ઈશારો કરે છે.
આરવ કોફી પીતા પીતા બોલે છે,
"શાંત છે હવે મગજ. બોલો શું ફરમાવશો હવે તમે?"
આરોહી હસતા હસતા બોલી,
"હવે થોડી આરવ જેવી વાત કરી ને તે."
આરવ બોલ્યો,
"હા તો બોલો હવે."
આરોહી કોક બાજુ પર મૂકી ગંભીર રીતે વાત શરુ કરતા બોલી,
"જો આરવ તારી લાગણી અને ગુસ્સા નું હું માન કરું છું. મને પણ થયું કે દોસ્ત હોવા છતાં એણે કેમ વાત છુપાવી. પણ પછી એના દ્રષ્ટિકોણ થી વિચાર્યું તો થયું કે એ બરાબર જ તો છે. જે વાત ને દોસ્તી સાથે કઈ સંબંધ ન હોય તો એ કહી ને ખોટી સહાનુભૂતિ લેવી ઠીક નહિ લાગી હોય એને. અને જેમ એને લાગ્યું કે આ દોસ્તી કરતા આગળ વધી રહ્યું છે તો એણે જાણ કરી દીધી. એ દગો પણ આપી શકી હોત ,પણ તેણે એ ન કર્યું. અને રહી વાત આગળ વધવાની કે તો એને આગળ જ ન વધવું જોઈએ , તો ક્યારેક આપણી લાગણી આપણા કાબૂ માં માંથી રહેતી અને ડગલું વધી જાય. પણ પાછળ થી ભાન થતા ડગલું પાછળ ખસવું જ સમજદારી કહેવાય."
આરવ એ ખુબ ધ્યાન થી આરોહી ની વાત સાંભળી અને એનો સ્વીકાર પણ કર્યો અને બોલ્યો,
"હા, તારી વાત સાચી છે . એક દોસ્ત તરીકે હું એને ન સમજ્યો એ ખોટું કહેવાય. અને આ વાત દોસ્તી પર અસર નહિ કરે અમે હંમેશા આવા જ મિત્રો રહીશુ."
આરોહી એ હસતા ચહેરે ફોન બતાવી પ્રેયસી ને ફોન કરવા ઈશારો કર્યો.
આરવ એ પ્રેયસી ને ફોન કર્યો અને બધું ગેર સમજ દૂર કરી. ક્યારેય ન તૂટે એવી દોસ્તી નો હાથ લંબાવ્યો. પ્રેયસી એ પણ સ્વીકાર કર્યો અને ફોન મુક્યો.
આરોહી ના ફોન માં એક મેસેજ આવ્યો,
"હું જાણું છું, તે જ આરવ ને સમજાવ્યો હશે. અમારી દોસ્તી સાચવી આપવા તારો માનું એટલો આભાર ઓછો છે. હું ક્યારે જતી રહીશ મને પણ ખબર નથી પણ આરવ ને હવે તને જ સોંપ્યો. "
હા, આ મેસેજ પ્રેયસી તરફ થી હતો. દોસ્તી હોય તો કૈક આવી. ન પ્રેયસી એ આરોહી ને કઈ કરવા કહેવું પડ્યું. ને આરોહી ના કાર્ય પછી ન પ્રેયસી ને આરોહી e કહેવું પડ્યું.
"કોણ છે દોસ્ત?!
દુઃખ માં ઢાલ હોય
તે છે દોસ્ત...
કોણ છે દોસ્ત?!
હંમેશા પડખે ઉભો હોય
તે છે દોસ્ત...
કોણ છે દોસ્ત?!
કહ્યા વિના સમજી જાય
તે છે દોસ્ત?!"
આમ કરતા યારો ની આ યારી બીજા 6 મહિના કાઢી અને પરીક્ષા પાસ કરી ત્રીજા વર્ષ માં પ્રવેશ લે છે.
તેના લગભગ 1.5 મહિના માં જ અચાનક એક દિવસ પ્રેયસી નું કોલેજ આવવું બંધ થઇ જાય છે.
અઠવાડિયું ફોન દ્વારા સંપર્ક કરવા છતાં કોઈ માહિતી ન મળતા પ્રેયસી ના મામા ના ઘરે આરવ અને આરોહી જાય છે.
ત્યાં થી માહિતી મળે છે કે પ્રેયસી ના લગ્ન 𝕌𝕊 વાળા છોકરા સાથે થઇ જાય છે અને તે 𝕌𝕊 જતી રહી હોય છે અને લગ્ન ભેટ માં ક્યારેય સંપર્ક ન કરવા જણાવી ગઈ હોય છે.
આજે દોસ્તી, ભરોસો, પ્રેમ બધી લાગણી પ્રત્યે તિરસ્કાર ની ભાવના ઉભી થાય છે .
આરવ અને આરોહી ત્યાં થી પોતાને સાચવી હેમ ખેમ કેફે માં જઈ ને બેસે છે.
શું થશે આગળ?
એના મામા એ શું કર્યું હતું ?
પ્રેયસી શું હંમેશા માટે દૂર ચાલી ગઈ ?
એનો પતિ ક્યાં છે?
આરોહી આરવ ને કેવી રીતે સાચવશે ?
પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો તમારી વાર્તા
"LOST IN THE SKY”
© parl Mehta