કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 26 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 26

કોલેજના દિવસો
પ્રેમની એક ઝલક ભાગ 26

ત્યારે તેનાં પિતાજી તને બોલાવે છે, અને કહે છે કે . બેટા મનીષા આજે તે બધી હદ વટાવી દીધી છે કેમ તને તારા પિતા પ્રત્યેની ચિંતા નથી તે આજે તારા અંકલ મને જે કહ્યું બધું સાચું છે, કે તું અને નિશાંત બન્ને બસ્ટેન્ડમાં ફરતાં હતાં, હવે શું કહેવું છે બોલ તે દિવસે આપણે વાત કરી હતી અને હું તારા પક્ષે રહીને નિરાલીને ખોટી માની હતી તે મારી ભૂલ થઈ. આટલું કહેતાં પિતાજીની આંખમાંથી આંસુ વહી રહ્યાં છે.
મનીષ કહ્યું પિતાજી મને માફ કરજો પણ હું કોઈ એવું કામ નહિ કયું જેથી તમારું અપમાન થાય માટે તમે આમ કહીને રડો નહિ. નિરાલી કહ્યું એક તો પિતાજીને દુઃખી કરી રહી છે અને સામે પ્રશ્ન કરે છે.
મનીષાની માં કહ્યું નિરાલી તું આજે તારાં રૂમમાં જા બસ. અને મનીષા આજે તું તારા પિતાજીને પ્રશ્ર્ન કરવાનું બંદ કર અને જે હોય એ અમને જણાવી દઈએ બસ. (નિરાલી તેના રૂમમાં જાય છે.)
મનીષા કહ્યું પિતાજી હું અને નિશાંત લગ્ન કરીએ તો વાંધો શું છે. તમે સમાજ વિશે કહો છો મારે તમારી જરૂર છે સમાજ ની નહિ, આજે સમાજ પ્રગતિ કરી રહ્યા છે, તો સમાજ પણ સ્વીકાર કરે છે, તમે શરૂઆત તો કરો. અને નિશાંત અને અમારી ભુલ શું બસ એકબીજાને પ્રેમ કયો તે કે નિશાંતની કોઈ ખરાબ વ્યક્તિ નથી તો વાંધો શું છે.
ત્યાં મનીષાની માં કહ્યું બસ હવે અમારે તારી કોઈ વાત સાંભળવી નથી બસ એટલું કહેવું છે, કે તારા અને રાજના લગ્નની વાત હું અને તારા પિતાજી કરીને આવ્યાં છીએ બસ તારો અભ્યાસ પૂરો થાય અને રાજને પણ તેનું કામ 2 વર્ષે પછી પૂરું થશે પછી લગ્ન કરવાના નક્કી કરવામાં આવશે તો તું અને નિશાંત બન્ને એકબીજાને ભુલી અને જીવનમાં આગળ વધે તેવી આશા રાખું છુ અને તું નિશાંત જરૂર સમજાવીશ કે તમારાં બન્ને લગ્ન થવાં અશક્ય છે.

મનીષા પિતાજી કહ્યું બસ હવે બહુ થયું જે થયું. હજુ પણ જો તને મારી વાત સાંભળી બહુજ દુઃખ થયું હસે પણ એક પિતાની મજબુરીને તું સમજ અને હવે જો મને તારી કોઈ એવી વાત મળી તો મારું મરેલુ મો જોઈશ.
મનીષા રડતાં રડતાં કહ્યું બસ પિતાજી બસ કરો હવે હું નિશાંતને ભૂલી નહિ શકાય અને તમને છોડી પણ નહિ શકાય મારા માટે બન્ને મારી જિંદગીના ભાગ છો. નિશાંત પહેલાં હમેશાં મારા પિતાજી નું સ્થાન છે, અને રહેશે અને હું નિશાંત ભુલી જવું એ પણ શક્ય નથી.
મનીષા બોલે તે પહેલાં તેના પિતાજી તેમના રૂમમાં જાય છે.

સવારનો સમય છે, પક્ષીઓ આગમન ઉડી રહ્યાં છે. ત્યાં બાજુમાં મનીષાના પિતાજી પક્ષીઓને દાણા નાખી રહ્યા હતા. ત્યારે મનીષા પિતાજી પાસે જાય છે અને વાત કરે છે પણ તેના પિતાજી તેની સામે વાત કરતા નથી અને તેમનું કામ કરી આગળ વધી રહ્યાં છે. મનીષા તેના પિતાજીનો હાથ પકડે છે અને તેમને બોલવાં માટે કહે છે અને તે કાલ રાતના વર્તન કરતા માટે તે મનીષા માફી માગી રહી હતી.

મનીષા કહ્યું પિતાજી માફ કરજો હું રાતે મારાથી કોઈ ભુલ થઈ હોય તો પણ આમ વર્તન ના કારો હું ફરી માફી માગું છું. ત્યાં મનીષાના પિતાજી કંઈપણ બોલ્યા વગર ચાલ્યાં જાય છે. મનીષા તેના રૂમમાં જઈ રહી હતી ત્યારે તેની સહેલી પૂજા આવે છે, પૂજા મનીષા મનીષા બૂમ પાડીને બોલાવે છે પણ મનીષા ચૂપચાપ તેનાં રૂમમાં જતી રહે છે. પૂજા મનીષાના રૂમમાં જાય છે અને તે સમયે મનીષા પૂજાને ભેટી પડે છે અને ખૂબ રડવા લાગે છે. પૂજા તેણે રડવાનું કારણ પૂછ્યું ત્યારે મનીષા બધું જણાવે છે. આ સાંભળીને પૂજા કહ્યું બસ આટલી નાની વાતમાં તું થઈ ગઈ.
મનીષા રડતાં રડતાં કહ્યું મતલબ પૂજા........
પૂજા કહ્યું તારા થી મોટું દુઃખ નિશાંત ભોગવી રહ્યો છે...
મનીષા ગભરાટ સાથે કહ્યું નિશાંત....... એટલે શું થયું જલ્દી બોલ પૂજા

પૂજા કહ્યું કે નિશાંત.........

વધું આવતાં અંકે
tu be continued
✍️*મનીષ ઠાકોર પ્રણય*