Dard - 5 books and stories free download online pdf in Gujarati

દર્દ - 5

દર્દ – 4

દુનિયા માં સૌથી ભારે વસ્તુ શું છે જેના બોજ તળે દબાયેલો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી... ? એને અચાનક પ્રશ્ન કર્યો..
હું વિમાસણ માં પડી ગયો.. આવા પ્રશ્ન ની અપેક્ષા જ નહોતી.. શું જવાબ આપવો એ સૂઝતું નહોતું.. મારી મુઝવણ એ સમજી ગયો અને એને જ બોલવાનું શરૂ કર્યું...

કોઈ વ્યક્તિ ઉપર માટી કે સિમેન્ટ ની દીવાલ પડે ને તો એ એ ભાગેલી દીવાલ વચ્ચે રહેલી જગ્યા માથી મહેનત કરી બહાર નીકળી શકે છે.. લોખંડ કે પતરા પડે, ગાડી પડે તો એને ચીરી ને એ બહાર નીકળી શકે છે.. દોસ્ત.. હાથી કે વહેલ જેવા વિશાળકાય પ્રાણી નીચે દબાયેલો વ્યક્તિ એમની ચામડી અને માંસ ચીરી ને બહાર નીકળી શકે છે પરંતુ.....

પ્રેમ.. હા પ્રેમ ના દબાણ નીચે દબાયેલો વ્યક્તિ બહાર નીકળવા અસમર્થ છે.. એ ગમે તેટલી મહેનત કરે બહાર નથી નીકળી શકતો... પ્રેમ નો જ્યારે અતિરેક્ત થાય છે ને ત્યારે માણસ એમાં દબાઈ ને મૂંઝાઇ જાય છે અને એ ગૂંગળામણ માં પણ એને જીવવું પડે છે.. પ્રેમ નો જ્યારે અતિરેક્ત થાય ને ત્યારે એમાંથી અસુરક્ષા નો ભાવ જન્મે છે અને એ અસુરક્ષા નો ભાવ માણસ ને બાંધી રાખે છે.. જીવન ને બાંધી રાખે છે.. જીવન ના પ્રવાહ ને રોકી રાખે છે.. એ બંધન ને તોડવા માટે માણસ અસમર્થ બને છે ત્યારે જ એનું જીવન પૂરું થઈ જાય છે અને એ એક જીવતી લાશ બની જાય છે...

એવું નહોતું કે એને કોઈ પ્રેમ નહોતું કરતું..કોઈ હતું જે એને જીવ થી પણ વધુ ચાહતું હતું અને એ પ્રેમ માથી જ અસુરક્ષા નો ભાવ પેદા થયો હતો.. બસ એ પ્રેમ ના કારણે એ દબાઈ ગયો હતો..સાચે તો એ પણ એ પ્રેમ માથી નીકળવા જ નહોતો માંગતો.. એ દબાણ એને શક્તિ પૂરી પાડતું હતું.. એને જીવવાની સતત પ્રેરણા પૂરી પાડતું હતું.. જ્યારે તમે કોઈ ના માટે ખાસ બની જાઓ છો ને ત્યારે પ્રેમ નો અતિરેક્ત થાય છે અને એની સાથે પણ એવું જ થયું હતું.. એની એક એક ક્ષણે ચિંતા કરતાં હતા કોઈ અને એટ્લે જ એ દબાઈ ને જીવી રહ્યો હતો.. જીવી રહ્યો છે કારણ કે હવે એ જેના તળે દબાયેલો છે એમાથી બહાર નીકળવાનું કોઈ જ કારણ પણ નથી અને ઉપાય પણ નથી..

થોડા સમય પહેલા મે એક પોસ્ટ મૂકી હતી .. સાચા મિત્ર ને પોતાના મિત્ર ની પ્રગતિ થી ઈર્ષા આવે છે.. હકીકત માં આ એના વિચાર હતા અને એટ્લે જ હું જવાબ નહોતો આપી શક્યો ઘણા ના પ્રશ્ન નો.. પણ આજે એને જવાબ આપી દીધો.. એ કહેતો હતો.. જ્યારે પ્રેમ વધી જાય છે ને ત્યારે અસુરક્ષા ઊભી થાય છે અને એ અસુરક્ષા માથી જ ઈર્ષા નો જન્મ થાય છે.. એ ઈર્ષા પવિત્ર હોય છે.. મિત્ર ની પ્રગતિ ને કારણે નહીં પરંતુ એની પ્રગતિ ના કારણે મિત્રતા ની વચ્ચે દૂરી વધી જવાનો ભય માણસ માં ઈર્ષા જન્માવે છે.. સાચા મિત્ર ને પોતાનો મિત્ર દૂર ચાલ્યો જશે.. પોતાને ભૂલી જશે.. વિખૂતો પડી જશે.. ખોવાઈ જશે એ અસુરક્ષિત ભાવના જ ઈર્ષા ને જન્મ આપે છે... ગામડા ના એકસમાન બે મિત્રો માથી એક મિત્ર શહેર માં જાય છે અને ખૂબ કમાય છે ક્યારે બીજો મિત્ર ગામડા માં રહીને એ જ પરિસ્થિતી માં રહે છે ત્યારે જરૂર એ ગામડા ના મિત્ર માં અસુરક્ષા નો ભાવ પેદા થાય છે.. એને ડર રહે છે કે શહેર ની જાહોજલાલી.. શહેર નું વૈભવી જીવન અને જીવનશૈલી.. શહેર ની ભાવનહીન જીવનશૈલી પોતાના મિત્ર ને ભરખી જશે... એ ડર સતત સતાવતો રહે છે અને એ ડર માથી જ પવિત્ર, નિર્મળ ઈર્ષા નો જન્મ થાય છે... ત્યાં પ્રેમ કારણભૂત છે ઈર્ષા નું.. સાચી મિત્રતા કારણભૂત છે ઈર્ષા ના જન્મ માટે...

એ બોલે જતો હતો અને હું ચૂપચાપ ચા પીવા માં મશગુલ હતો.. એની ચા ઠંડી થઈ ગઈ હતી એટ્લે એને ઢોળી દીધી.. શું છે ને કે એને ઠંડી ચા પસંદ નથી.. એ ગરમ ચા નો જ શોખીન છે.. એ કહે છે ચા તો ગરમ જ હોવી જોઈએ.. ઠંડી હોય એને ચા ના કહેવાય.. અને જો ઠંડી જ પીવી હોય તો પછી દૂધ જ શું ખોટું છે.. એટલી જ એના માટે બીજી ચા આવી ગઈ અને એ સટાછટ પી ગયો... સિગારેટ સળગાવી ને ક્યાય સુધી ચૂપ રહ્યો.. હું એને ચહેરા ના ભાવ ને સમજવાની કોશિશ કરતો બેસી રહ્યો.. ક્યાય સુધી.. ખબર નહીં કેટલો સમય વીતી ગયો.. હું પણ કદાચ એ પ્રેમ ના ભાર નીચે દબાઈ ના જાઉં એની તકેદારી રાખવી હતી અને એટ્લે જ ત્યથી એને બાય કહી વિદાય લીધી.. ખબર નહીં એ ક્યાં સુધી બેસી રહ્યો હશે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED