Dard books and stories free download online pdf in Gujarati

દર્દ

અજીબ કિસ્મત લઈને આવ્યો હતો એ આ દુનિયા માં.. ખબર નહીં પણ કેમ જાણે કે વિધાતા ને એની સાથે કોઈ પૂર્વ જન્મ ની દુશ્મની હતી કે શું... ભગવાન નો પણ કદાચ એ અપ્રિય જ હશે ને .. એટ્લે જ આવું ભાગ્ય લખાય.. બાકી તો જુઓ ને દુનિયા ના લોકો ને.. દુખ તો બધા ને હોય જ છે થોડુ ઘણું એની ક્યાં ના છે પણ સાથે થોડી ખુશી, થોડું સુખ પણ લખવાનું ક્યાં ભૂલે છે વિધાતા... પણ અહી ખબર નહીં કોઈ ભૂલ થઈ હશે વિધાતા ની કે પછી જાણી જોઈને જ એનું ભાગ્ય આવું લખ્યું હશે...કેટલું દર્દ, કેટલું દુખ, કેટલું ટેન્શન.. કેટલી એકલતા, .. જો આ બધા ના માપ ના સાધન વિજ્ઞાન બનાવે ને તોય કદાચ એનું માપ તો ના જ કાઢી શકે એ તો નક્કી જ છે... માણસ જ્યારે ચારે બાજુ દુખ થી ઘેરાય ને ત્યારે પણ એની પાસે એક ઓપ્શન તો હોય જ છે.. મૃત્યુ નો.. પણ આ અભાગિયો તો એ પણ કરી શકે એમ નહોતો... જીવવાનું જ હતું એને અને એ પણ મરી મરી ને.... તમે કદાચ કોઈ લાશ ને ચાલતા કે હસતાં નહીં જ જોઈ હોય... અરે તમે કદાચ એમ પણ કહેશો કે લાશ તે કદી વળી હસે ખરી.. પણ સાચું કહું છું જ્યાં સુધી તમે એને મળીને એના રદય ને હચમચાવશો નહીં ને ત્યાં સુધી જ તમે સાચા હશો.. જે દિવસ એના રદય માથી નીકળતી દર્દ ની નદીના ના પ્રવાહ ની એક બુંદ પણ તમને સ્પર્શી જશે ને તે દિવસે તમારો આ ભ્રમ જરૂર ભાગી જશે કે લાશ હસતી નથી.... માણસ ના જીવન માં ક્યાક એક બાજુનું સુખ તો લખાયેલું જ હોય છે.. કા તો માં બાપ તરફ થી અને કા તો દોસ્ત એવા મળે કે માણસ દુખ ભૂલી જાય અને આ કદાચ ના મળે ને તો જીવનસથી નો સથવારો જરૂર દુખ ભુલાવી દે છે.. પણ આ તો નસીબ જ એવા લઈને આવ્યો હતો ને કે જાણે દુનિયાભર ના દુખો ની એજન્સી એને લઈ રાખી હોય...

ઓહ.. યાર નામ પુછો છો તમે... પણ માફ કરજો ને નામ તો નહીં આપી શકું હું.. નામ આપીશ ને તો દાસ્તાન નહીં કહી શકું કારણ કે એ કહેતો હતો કે દોસ્ત દુનિયા ને તમારા હસતાં ચહેરા માં જ રસ હોય છે તમારા આંસુઓ માં નહીં એટ્લે આંસુઓ ને પી ને હસતો ચહેરો રાખતા શીખવું જ પડે છે... અરે અરે પાછો તમને એ પ્રશ્ન થયો ને કે તો મને કેવી રીતે ખબર પડી.. બન્યું એવું ને કે એક દિવસ ભૂલ થી એના રદય પર હાથ મુકાઇ ગયો અને પછી તો ના જાણે કેમ કોઈ બંધિયાર પાણી ની પાળ તૂટે અને જેટલા વેગ થી પાણી નો પ્રવાહ વહે એમ જ એની લાગણીઓ નો ધોધ વહેવા માંડ્યો.. અને એકવાર ધોધ જ્યારે ધસમસતો વહેવા માંડે ને પછી પાળ ના બાંધી શકાય.. મારૂ પણ એવું જ થયું.. હાથ રદય પર મુક્તા તો મુકાઇ ગયો પણ પછી પાછું વળવું અશક્ય બની ગયું અને એના પ્રવાહ માં તણાઇ ગયો... એને દર્દ ની એ દાસ્તાન તો ધોધ સ્વરૂપે વહાવી દીધી પણ છતાય આંખો માં હાસ્ય ના ઓછાયા તળે આંસુઓ ને છુપાવી રાખ્યા.. એવું હોય છે ને કે નદી ક્યારેક ધોધ વાહવે પણ છતાય પોતાના કિનારા ને સાચવી રાખતી હોય છે કારણ કે જો કિનારા તૂટે ને તો વિનાશ જ સર્જાય.. કદાચ એને પણ લાગતું હતું કે મારો ખભો એટલો મજબૂત નથી કે એના આંસુઓ ને સહન કરી શકે.. અરે એને જ નહીં મને પણ એવું જ લાગે કે મારો ખભો એના આંસુઓ ને સહન કરવા જેટલો સમર્થ નથી જ... એના રદય માથી નીકળતા દર્દ ના પ્રવાહ ની એક એક લહેર માં મારી શક્તિ હણાઈ રહી હતી.. એ પહેલા કે હું પડી જાઉં.. એને એક રમૂજી ટુચકા સાથે જ પોતાના રદય ને પોતાના માં સંકેલી લીધું...

ખબર નથી કેવી રીતે જીવે છે એ.. કેવી રીતે ... આટલા દર્દ સાથે પણ કોઈ વ્યક્તિ હસીને જીવી શકે એ અનુભવ કદાચ પહેલો અને આખરી હશે.. નાની નાની વાતો માં ભગવાન ને દોષ દેવાવાળો હું એને મળ્યા પછી ક્યારેય ભગવાન પાસે શિકાયત લઈને જવાની હિમ્મત નથી કરી શક્યો... સાચું કહું યાર એ એટલો જિંદાદિલ માણસ છે ને કે મિત્રો સામે આવી ને ત્યારે હમેશા હસતું જ મોઢું હોય.. જાણે કે કેટલો સુખી હશે એ જીવન માં.. એની બીજી એક ખાસિયત છે.. એ છે ને પોતાના દોસ્ત નો ચહેરો જોઈને કે ફોન પર ખાલી અવાજ સાંભળીને પણ એની હાલત વિષે જાની જાય છે.. એના દોસ્ત ની નિરાશા ને ઓળખવાની એની આ ખાસિયત કદાચ ભગવાને જાની જોઈને જ આપી હશે એન વધુ દુખી કરવા... એ તો એના દોસ્તો ની નિરાશા ને મહેસુસ કરી શકે છે પણ અફસોસ કે એના મિત્રો એ ક્યારેય એના દર્દ ને મહેસુસ કર્યું હોય એવું લાગ્યું નહીં... નહિતર બહુ ઓછી મુલાકાત માં જ એ મારી પાસે દિલ ના ખોલી શક્યો હોત.. એવું નથી કે એના મિત્રો નથી પરંતું.. અરે એમાં એના મિત્રો પણ શું કરે એ જ એવો છે ને કે ક્યારેય કોઈને અહેસાસ નથી થવા દેતો.. બીજા ના દુખ માં ભાગીદાર થવાની આદત જ એની એના દુખ ને સંતાડી રાખે છે અને સાચું કહું ને તો કદાચ દોસ્તો એ પણ ક્યારેય એના રદય સુધી પહોચવાનો પ્રયત્ન જ નહીં કર્યો હોય.. કદાચ એના આંસુઓ ને ઝીલી શકે એવો ખભો એને મળ્યો જ નહીં હોય ને નહિતર યાર આજ ના જમાના માં કોણ આ રીતે જીવે છે.. ફિલ્મો અને વાર્તાઓ ની વાત અલગ છે.. એ તો સીમિત હોય છે.. પણ વાસ્તવિક જિંદગી માં... વધુ શું કહું યાર...

એ ચાલ્યો જાય છે પોતાના રસ્તે.. એકલો જ... થોડીવાર ચાલ્યા પછી ઊભો રહે છે.. આજુબાજુ જોવે છે.. ફરી ચાલે છે.. ફરી ઊભો રહે છે.. જોવે છે ને પાછો ચાલ્યા જ કરે છે... એકલો જ તો.. નથી કોઈ સાથે ચાલવાવાળું... અરે યાર ફિસિકલી નહીં.. એવા તો ઘણાય મળી જાય ને... એ તો શોધી રહ્યો છે કોઈ એવા ખભા ને જેની માથે માથું ઢાળીને રોઈ શકે.. એને રોવું છે પણ... એ શોધી રહ્યો છે એવા રદય ને જેના તાર એના રદય થી જોડાય અને ઝણઝણાટી થાય.. અરે કોઈ હાથ જે એના ખભા પર મૂકીને કહે.. હું છુ ને... ક્યાથી મળે યાર.. સમય તો જુઓ.. કોઈને પોતાની જિંદગી માં જ નવરાશ નથી ત્યાં એને કોણ મળવાનું... ખબર નથી ક્યાં સુધી આમ જ ચાલ્યા કરશે.. ગજબ છે એ થાકતો પણ નથી અને અટકતો પણ નથી... મને તો ક્યારેક એવું લાગે છે કે ખુદ ઈશ્વરે આવવું પડશે એના ખભે હાથ મૂકવા પણ શું ખબર એ પણ ડરતો હોય... કારણ કે લાગણીઓ નો ધોધ જ્યારે દર્દ બનીને વહે છે ને ત્યારે ભગવાન ને પણ વહમુ લાગે છે...મળે છે ક્યારેક રસ્તા માં પણ સાચું કહું ને હવે એના રદય ઉપર હાથ મૂકવાની હિમ્મત જ નથી થતી બસ બેસું છું સાથે.. ચા પીવું છુ.. કેમ છે એવું પૂછવાની તો જરૂર જ નથી હોતી ને એના મોઢા પર ના એ મૃદુ હાસ્ય થી જ જાણી લઉં છું...

©વીર વાઘેલા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED