દર્દ – 3
આજે અચાનક એનો ફોન આવ્યો એટ્લે એના ઘેર ગયો... લગભગ 11 વાગે પહોચ્યો.. એને મળ્યા પછી એની આંખો અને હાવભાવ જોઈને લાગ્યું કે આજે ડ્રિંક કરેલું છે એને.. જઈને બેઠો એટ્લે પાણી કે ચા નું પૂછવાની જગ્યાએ સીધી બોટલ કાઢી અને પેક બનાવી દીધા.. ચૂપચાપ હતો એટ્લે હું પણ કઈ બોલ્યો નહીં.. મન માં વિચાર આવી ગયો કે આજે કઈક અલગ મૂડ માં છે એ.. બે પેક પછી પછી એને બોલવાનું શરૂ કર્યું.. આજે એની કહાની એના જ મોઢે થી...
યુ નો દોસ્ત..વિચાર એક વ્યક્તિ જિંદગી ના 35 વર્ષ માથી 28 વર્ષ રોજ સવાર સાંજ બટાકા નું શાક ખાઈ ને પણ જીવી રહ્યો છે.. વોટ આ ટેરિબલ.. નથી લાગતું અજુગતું.. કેવી રીતે જીવી શકે માણસ.. પણ એ જીવી રહ્યો છે.. ના એવું નથી કે બાકી ના 7 વર્ષ કઈ બદલાવ હતો પણ ત્યારે કદાચ એને સમજ નહોતી અથવા તો એ શાક ખાતો જ નહોતો ને એટ્લે 28 વર્ષ જ ગણે છે... પણ જવા દે યાર.. હવે તો આદત જ પડી ગઈ છે અને શરીર પણ એને અનુરૂપ થઈ ગયું છે.. બદલાવ થી જ ડરે છે એ .. શું ખબર બદલાવ કરે અને એની ઉલ્ટી અસર થાય તો... ચાલ્યા કરે છે એ જ રીતે અને આગળ ની જિંદગી પણ એને આ રીતે જ ચલાવવાની છે...
એ બોલે જય રહ્યો હતો અને એક પછી એક પેક પેટ માં કે રદય માં ખબર નહીં પણ ઉતારે જય રહ્યો હતો.. હું ચૂપચાપ એને સાથ આપી રહ્યો હતો અને એને સાંભળી રહ્યો હતો.. એ આગળ વધ્યો...
તને ખબર છે દોસ્ત.. માણસ ને જીવવા માટે શું જોઈએ.. પૈસા, દોલત, ધન .. આ બધી તો બાહ્ય વસ્તુ છે.. આ ના હોય ને તો માણસ ભીખ માંગીને પણ જીવી જ શકે.. પણ સહારો.. પ્રેમ.. હુંફ.. જો આ ના મળે ને તો દોસ્ત જીવવું કેટલું દુષ્કર બની જાય છે એને અંદાજ પણ લગાવવો મુશ્કિલ હોય છે અને છતાં એ જીવી રહ્યો છે .. ના હો એ રોતો નથી.. રોવા માટે કારણ જ ક્યાં છે એની પાસે.. એક કારણ થી રોઈને છૂટી શકાય પણ જ્યાં દરેક કારણ રોવા માટે નું હોય ત્યાં રોઈને પણ શું કરે.. એટ્લે જ તો એ હસતાં મોઢે રોઈ રહ્યો છે.. દુનિયા ને એના આંસુ ક્યારેય નહીં દેખાય દોસ્ત.. કારણ કે એને છુપાવતા બહુ સારું આવડે છે.. અજીબ નો અદાકાર છે એ... આમ તો દોસ્ત દરેક ની જિંદગી માં નાની મોટી મુશ્કેલી અને કપરો સમય આવતો જ હોય છે પણ કોઈ કોઈ ના જીવન માં કોઈ એક કે બે પ્રસંગ બહુ જ કપરા આવતા હોય છે અને ત્યારે એને જરૂર પડતી હોય છે હુંફ ની.. બાકી રોજ ક્યાં કોઈ કોઈના ખભે માથું રાખીને રોવા માંગતુ હોય છે.. પણ એ કમનસીબ.. એને જ્યારે સૌથી વધુ જરૂર હતી..ત્યારે પણ કોઈ નહોતું એની પાસે.. એકલો એકલો જ...
અરે યાર લે ને.. આજે માપ માં ના રહીશ ને.. આ માપ માં રહેવાનુ જ જિંદગી માં સૌથી મોટી મુશ્કેલી નું કારણ બને છે.. વચ માં જ મારા તરફ ફરી એને ટકોર કરી અને પછી અચાનક એને હિન્દી માં બોલવાનું ચાલુ કરી દીધું.. ખબર નહીં કેમ પણ કદાચ એને ગુજરાતી માં શબ્દો નહીં મળ્યા હોય અથવા તો એ શોધી નહીં શક્યો હોય...
वो अकेला है , हा बिलकुल अकेला महसूस करता है , नही नही बहोत से रिस्तेदार भी है और दोस्तो की भी कोई कमी नही है लेकिन बस इसी भीड़ में वो अकेला है । किसी के जाने का अफसोस है सायद उसे ओर तब से वो खामोश है, बहुत कुछ कहना है उसे लेकिन किसे सुनाए , कोई भी तो नही है ना , है तो पूरी महफ़िल लेकिन सब अपना अपना सुनाते है उसको लेकिन वो बोल ना चाहे तो भी कोई सुनना ही नही चाहता । बस इसी कारण उसने खामोशी से दोस्ती कर ली है लेकिन इसकी ये खामोशी उसके दिमाग को चूर चूर कर रही है , जी नही दिल नही क्योंकि उसमे अब कुछ बचा ही नही है टूटने के लिए जो बचा है वो दिमाग है और अब तो वो भी टूटकर बिखरने लगा है । वो बहोत रोता है लेकिन एक भी आँशु नही निकाल सकता , कोई होना भी तो चाहिए ना आंसू को पोछने वाला ! वो चिल्लाना चाहता है , रोना चाहता है पर कोई कंधा नसीब ही नही उसको म सायद उसके अंत का इन्तेजार कर रहे है कंधा देनेवाले । वो मर रहा है हर क्षण मर रहा है । लेकिन साला फिर भी हमेशा चहरे पे मुश्कान के साथ ही मिलता है और सायद यही वजह है कि कोई उसकी मुश्कान के पीछे छुपे आंसुओ के समंदर को देख नही पाता है ।
એના એક એક શબ્દ માં દર્દ હતું.. અજીબ દર્દ હતું.. એને મહેસુસ કરવું મારા માટે અઘરું હતું.. એકલતા નું દર્દ.. હું ચૂપ હતો અને કદાચ બોલી શકવાની સ્થિતિ માં જ નહોતો કે પછી હીમત જ નહોતી બોલવાની કઈ નક્કી નહોતો કરી શકતો.. એના ખભે હાથ મૂકી ને એને ઇશારા માં જ ચૂપ રહેવાનુ કહેવું પડ્યું કારણ કે હવે વધુ સભાળવાની શક્તિ મારા માં હતી જ નહીં.. આખી બોટલ પાણી ની જેમ જ વહી ગઈ હતી.. અને જ્યાં દર્દ નો સમુંદર હિલોળા લે તો હોય ત્યાં બોટલ કેટલું ટકી પણ શકે.. એ એકદમ શાંત અને સ્વસ્થ જ હતો આટલું પીધા પછી પણ.. ખબર નથી પડતી..
એક પ્રશ્ન હમેશા મગજ માં ઘૂમરાયા કરે છે કે કેવી રીતે જીવી શકાય . કેવી રીતે જીવી રહ્યો છે એ ? શું કોઈ દિવ્ય શક્તિ એને મદદ કરી રહી છે કે એ ખુદ કોઈ દિવ્ય શક્તિ છે..?? હજુ સુધી એ પ્રશ્ન નો જવાબ નથી મળ્યો મને અને કદાચ મને મળશે પણ નહીં...
તમને જવાબ મળે તો જરૂર કહેજો...