Dard - 2 books and stories free download online pdf in Gujarati

દર્દ - 2

દર્દ – 2

આજે રસ્તા માં અચાનક જ મળી ગયો એ... હું મારા કામ થી જતો હતો ત્યાં જ રસ્તા થી થોડો દૂર એક ઝાડ ની નીચે બેઠેલો કોઈ વ્યક્તિ દેખાયો.. જગ્યા સૂમસામ હતી એટ્લે અચાનક જ નજર ગઈ.. પણ જોતાંવેત ઓળખી ગયો.. થોડીવાર ઊભો રહ્યો અને વિચારતો રહ્યો શું કરું.. એની પાસે જાઉં કે નહીં.. સાચું કહું ને તો ભીંજાવાનો ડર લાગ્યા કરે ક્યારેક તો.. થોડો નજીક જઇ ને જોયું તો એકલો એકલો કઈક બોલી રહ્યો હતો.. ઉપર જોઈને જાણે ફરિયાદ કરી રહ્યો હોય એવું લાગે... આમ તો એને કહ્યું હતું કે શું ફરિયાદ કરું.. કેટલી ફરિયાદ કરું ઉપરવાળા ને.. ક્યારેય સાંભળતો જ નથી ને... ઉપરથી હસ્યા કરે છે મારી હાલત જોઈને ને.. મજાક ઉડાવ્યા કરે છે મારી ફરિયાદ સાંભળીને.. જો કે સાવ એવુય નથી કે બિલકુલ નથી સાંભળતો.. પણ એ તો.. છોડો એ વાતો.. મે હિમ્મત કરીને ગયો એની પાસે.. વિચાર્યું કે સરપ્રાઇસ આપું અને એનું ટેન્શન દૂર કરું.. તમને એમ કે મને કઈ રીતે ખબર પડી કે એ ટેન્શન માં છે... સાવ સામાન્ય વાત છે યાર.. કોઈ સૂમસામ જગ્યા પર એકલા બેસીને એકલા એકલા બોલતો હોય તો અંદાજ તો આવી જ શકે ને.. અને આ તો ખાસ છે.. તમને કહ્યું તું ને આગળ એટ્લે પછી તો કોઈ શક ના કરાય યાર તમારે ભી...

હજુ તો પાછળ જઈને સરપ્રાઇસ આપું એ પહેલા જ એને મને આવાજ લગાવી દીધો.. હુય થોડો શોભીલો પડી ગયો પરંતુ તરત જ પાછું યાદ આવ્યું કે એ તો જેને એકવાર મિત્ર માની લે ને એના કિલોમીટર દૂર થી દેખાતા ઓછાયા થી પણ ઓળખી જાય અને હું તો સાવ નજદીક જ હતો...મૃદુ હાસ્ય સાથે એ મારી તરફ ફર્યો અને હાથ મિલાવી બેસાડયો... આંખો કઈક કહી રહી હતી.. અજીબ લાગતી હતી આંખો.. પહેલા કેટલીય વાર મળેલો પણ ધ્યાન ના ગયેલું ક્યારેય.. પણ આજે ખબર નહીં કેમ અચાનક આંખો તરફ આંખ મળી ના મળી ત્યાં તો મે આંખો ને નીચી નમાવી ફેરવી નાખી.. એને પણ પલવાર માં આંખો ની હાલત ને બદલી નાખી.. એ ય અજીબ છે.. પલવાર માં સમજી જાય છે કે સામેવાળો શું વિચારી રહ્યો છે અને એટ્લે જ ફિલ્મો ના ગીત માં અદાકાર ના કપડાં બદલાય એના કરતાં ઓછા સમય માં એ હાવભાવ બદલી નાખે છે.. બહુ ગજબ નો કલાકાર છે... જો કે મારી નજર પણ હવે કઈ એમ ઉપરછલ્લું જોવે એવી નથી રહી .. એના થોડા સાથ માં પણ ઘણું શીખી ગયો છું એટ્લે એ ગમે તેટલા આંખો ના ભાવ બદલે કે હસે.. સમજી શકું છું અને એટ્લે જ તો એની આંખો માં આંખો મિલાવવી શક્ય નહોતી આજે.. જાણે કે દર્દ નો સમુદ્ર રમતે ચડ્યો હોય અને મોજા ઊછળતા હોય એવું દ્રશ્ય એની આંખો ની પેલેપાર થી મહેસુસ થઈ રહ્યું હતું.. શું હતું.. કેમ હતું.. એ પૂછવાની હીમત તો ચાલે જ શેની.. હજુ અરે નહીં એના જેવા બનવા તો હવે આ જનમ માં તો શક્ય જ નથી ને... થોડાક ટેન્શન માં દેવદાસ બનીને ફરવાવાળા આપણી તાકાત નથી એના જેવી ધીરતા પામવાની.... અને પ્રયત્ન પણ નથી કરવો...

બેઠો .. થોડીવાર ચૂપ રહ્યા પછી થોડીક વાતો કરી.. બહુ સ્વસ્થતા જાળવીને વાતો કરી રહ્યો હતો.. બહુ જ છુપાવવાનો પ્રયત્ન કરી ને બોલી રહ્યો હતો અને બોલતા બોલતા પણ મોઢા પર મૃદુ હાસ્ય તો ખરું જ .. અરે એ જ તો એની ખાસિયત છે ને દુનિયા થી પોતાને છુપાવવાની... કારણ પણ અજીબ આપ્યું એને ત્યાં એકલા બેસવાનું... કહે છે કે સંસાર ની આ ભીડભાડ થી દૂર કુદરત ની વચ્ચે થોડું જીવતર શોધવાનો પ્રયત્ન કરું છું અને એટ્લે જ તો અહી સૂમસામ જગ્યાએ આવી ને બેઠો છું... ચારેબાજુ થી આવતા ડરામણા આવજો થી દૂર.. માણસ ને સતત ડરવતા રહેતા સામાજિક વ્યવહારો થી દૂર.. અરે જેન જોઈને દુખી દુખી થઈ જવાય એવા રીતિ રિવાજો અને બંધનો થી દૂર.. નોકરી ધંધા ની માયાજાળ થી દૂર... આ બધી જંજાળ થી છૂટવાનો એક પ્રયત્ન જ માણસ ને અહી સૂમસામ જગ્યાએ ખેચી લાવે ને યાર... બસ એટ્લે જ અહી બેઠો છું.. જો ને કેટલી નીરવ શાંતિ છે.. પક્ષીઓ નો કલરવ પણ સ્પષ્ટ સંભળાય છે ને દૂર સુધી .. બહુ દૂર સુધી દુનિયા થી અલગ બે ઘડી ની આ બેઠક જ જિંદગી હોય એવું લાગે છે ..

સાચું કહું ને એ ખાલી હાવભાવ થી જ બધુ છુપાવે છે એવું નથી.. શબ્દો તો જાણે એનું સૌથી મોટું હથિયાર છે.. ગજબ ની રમત રમે છે એ શબ્દો સાથે....અત્યારે પણ એ જ કરી રહ્યો હતો એ .. મારી સાથે શાંતિ ની ભાગવત કથા કહીને હકીકત માં તો એ રદય ના એ ભીના થયેલા ભાગ ને છુપાવવાનો જ પ્રયત્ન કરી રહ્યો હતો..કોણ પકડી શકે એને.. ના ભાઈ એમ તો એ પકડાઈ એવો જ નથી.. એ જાદુગર છે.. સાવ અંદર પહોચી જાવ ને તોય રસ્તો ફેરવી નાખવાની કળા છે એનામાં અને એના શબ્દો માં.... એને જો જાણવો જ હોય ને તો ભૂસકો મારવો પડે એના હિલોળા લેતા રદય માં ...ભીંજાવું પડે એની લાગણીઓ ના ધોધ માં.. ઓતપ્રોત થઈ જાઓ ને એના માં તો જ કદાચ થોડોઘણો સમજાય.. આંખો માં ઉછાળા લેતા દર્દ ના મોજા ને પર કરી શકો ને તો જ કદાચ અંદર પણ ઉતઋ શકો... ચહેરા પર ના એ મૃદુ હાસ્ય ની પાછળ થી રેલાતા દર્દ ના પ્રવાહ ને સ્પર્શ કરી શકો ને તો કદાચ થોડો સમજાય...બાકી તો એ તમારા ને મારા જેવો જ છે.. સાવ સામાન્ય.. હસતો , વાતો કરો.. ફરતો... કઈ એ અલગ નથી પણ છતાં અલગ તો છે જ...

હું ઊભો થયો અને ચાલતો થયો.. અરે કામ થી જવાનું હતું ને.. હા એને એકલો મૂકીને જ નીકળ્યો હું.. એને સાથે લેવો.. ના એટલી હીમત ક્યાથી.. એને તો બેસવા જ દેવો પડે.... ખબર નહીં ક્યાં સુધી બેઠો હશે… સમય ને તો એ ભૂલી જ જાય છે આવા સમયે એટ્લે કઈ કહવું મુશ્કિલ છે.. પરંતુ વળતાં નીકળ્યો ત્યારે ત્યાં નહોતો.. એ ખાલી જગ્યા જોઈને એના પર દયા આવી .. આજે તો એ જગ્યા પણ શાંતિ થી સૂઈ નહીં શકે ને.. બસ એક હાશકારો હતો.. એ ગયો એનો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED