રિયા - the silent girl... part - 7 Prapti Katariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

રિયા - the silent girl... part - 7

આપણે આગળ જોયું કે નૈતિક રિયા ને તેની દોસ્તી અથવા તેનું રાજ બન્ને મથી એક પસંદ કરવા કહે છે તો ચાલો જોઈએ રિયા શું પસંદ કરશે....

નૈતિક ના આવા કહેવાથી રિયા ખૂબ વિચારો માં પડી... મન માં વિચારો ના વાયરા ઉડવા લાગ્યા... હું રહસ્ય નહિ કહું તો નૈતિક જેવો એક બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દઈશ અને જો કઈ દઈશ તો હું જે કામ માટે આવી છું એ પૂરું નહિ કરી શકું...

એટલા માં નૈતિક ને બહારથી તેના મમ્મી બોલાવે છે " ચાલ બેટા ઘરે જઈએ... થોડી વાતો બીજી વાર મળો તે માટે રહેવા દેજો હો તું અને રિયા..."

" હા આવ્યો મમ્મી..." અને રિયા ને કહે છે " રિયા કાલે પાછો આવીશ હું તને આવી રીતે દુઃખી ના જોઈ શકું પ્લીઝ તું કહે ને શું કારણ છે તારા આં દુઃખ પાછળ...'

" નૈતિક કાલે નક્કી કરી લઈશ."

" ઠીક છે રિયા બાય..." કહી નૈતિક ચાલ્યો જાય છે.

અહીંયા આખી રાત રિયા નું મગજ જાણે કામ કરતું બંધ થઈ ગયું કે હું શું કરું... રિયા ને સરખી રીતે ઊંઘ પણ નથી આવતી તે દરરોજ વિચારો માં જ હોઈ છે પણ આજે... આજે તો નૈતિક ના વિચારો માં પડેલી હતી. એક તરફ એ નૈતિક ની દોસ્તી પસંદ કરે છે અને બીજી તરફ પોતે જે કામ માટે આવી છે એ પૂરું કરવા માંગે છે. વિચારો ચાલતા રહ્યા અને રિયા ને નીંદર આવી ગઈ. ઋતું કેટલા સમયથી બેસી ને રિયા ને જોઈ રહી હતી. રિયા સુઈ ગઈ અને ઋતું રિયા ને ચાદર ઓઢાડી પોતે પણ સુઈ ગઈ. ઋતું ને પણ રિયા સાથે લાગણી બંધાઈ ગઈ હતી.

બેલ વાગ્યો બધા બાળકો જગ્યા અને નાસ્તો કરી સ્કૂલ જવા નીકળ્યા. દરરોજ ની જેમ રિયા આજે પણ સ્કૂલ સુધી જઈ અને ત્યાંથી પેલા બંધ મકાન માં ગઈ. પેલા આદમી ને પેટી ખોલી હાથ પગ દોરડા વડે બાંધી ભાન માં ભાન માં લાવે છે. પેલો જેવો ભાન માં આવે છે કે તરત બોલે છે " તું કોણ છે અને તું શું કરવા માંગે છે મને બહાર કાઢ અહીંથી..."

રિયા બોલે છે " શાંતિ રાખ શાંતિ... જો હું તને એક ગુડ ન્યૂઝ આપુ છું સાંભળ પેલો તારો સાથીદાર જેનું તે મને એડ્રેસ આપ્યું હતું તે ભગવાન ને પ્રિય થઈ ગયો છે. ઓહ સોરી મે એને ભગવાન પાસે પહોંચાડી દીધો છે."

પેલો આદમી ચોંકી જાય છે અને બોલે છે " ખોટું ના બોલ... તું અા કામ કરી જ ના શકે!"

રિયા પોતાના બેગ માંથી ન્યૂઝ પેપર કાઢે છે અને પેલા ની મૃત્યુ ની નોંધ બતાવે છે. તેના તો રુવાંટા ઊભા થઈ ગયા આં જોઈ ને અને બોલ્યો " તું કોણ છે અને શું કરવા માંગે છે?"

રિયા જોર જોરથી હસવા માંડે છે અને બોલે છે " હું શું કરવા માંગુ છું એમ?"

" બોલ ને શું છે આ બધું ." પેલો આદમી ડરતા ડરતા પૂછે છે.

રિયા કહે છે " તે ગયો ભગવાન આગળ હવે તારો વારો છે તૈયાર થઈ જા ઉપર જવા માટે."

" પણ મે શું કર્યું. મે તારું શું બગાડ્યું. તું અન્યાય કરે છે મારી સાથે, તું મને ના માર પ્લીઝ, મે કઈ નથી કર્યું." પેલો રડતા રડતા બોલ્યો.

" શું? ન્યાય અન્યાય ની વાતો તું કરે છે! અજીબ લાગે છે. તારા મુખે અા શોભા ના દેય. તે શું કર્યું તે તને ભગવાન જણાવશે તું જા ભગવાન પાસે." એટલું કહી રિયા તેના પેટ માં છરી નાખી દે છે. પેલો આદમી જીવન બચાવવા માટે ભીખ માંગી રહ્યો છે પણ રિયા કઈ સાંભળ્યા વગર 3- 4 વાર છરી ઘુસાડી દે છે અને તે ત્યાં જ મરી જાય છે.

રિયા તેની લાશ જંગલ માં જ નાખી ને ત્યાંથી ચાલી જાય છે પણ પોતાના કપડાં પર લાગેલા દાગ જોઈને ડરી જાય છે...વિચારે છે " મને કોઈ આવી હાલત માં જોઈ જશે અને સવાલો કરશે તો હું શું જવાબ આપીશ... શું કરું હું શું કરું."

એટલા માં ત્યાં પાણી નું કુંડ જોવે છે અને પાણી વડે પોતાનાં કપડાં પર લાગેલા દાગ કાઢી નાખે છે. પછી ફરી સ્કૂલ જાય છે અને બધા બાળકો સાથે આશ્રમ ચાલી જાય છે.

આજે તો દરરોજ કરતા વધુ જ ગહેરા અને ઊંડા વિચારોમાં પડી છે. કે આજે નૈતિક ને શું જવાબ આપીશ તેની દોસ્તી કે મારું રહસ્ય અને કપડાં બદલ્યા વગર જ પોતાના બેડ પર બેસી જાય છે.

એટલા માં નૈતિક આવે છે અને રિયા ને આવી હાલત માં જોવે છે અને કહે છે " અા શું રિયા હજુ ચેન્જ પણ નઈ કર્યું... શું વિચારે છે ."

રિયા બોલે છે " પોતે જ વિચારો માં ચડાવી ચાલ્યો ગયો કાલે અને હવે પૂછે છે કે શું વિચારે છે."

નૈતિક કહે છે "ચલ રિયા હું તને એક મસ્ત જગ્યા પર લઈ જાવ ત્યાં જઈ બન્ને શાંતિ થી વાતો કરીએ."

નૈતિક પોતાના મમ્મી એટલે કે આશ્રમ ના બાળકો ના અરુણા માસી ની પરવાનગી લઈ રિયા ને પોતાની સાથે એક નદી કિનારે લઈ જાય છે. " રિયા અા એ જગ્યા છે જ્યાં હું દુઃખી હોવ ત્યારે આવું છું... અને જ્યારે શું કરવું એ સમજ ના પડતી હોઈ ત્યારે હું અહીંયા બેસી ને નદી ને જોવ છું ત્યારે દિલ જે કહે છે એ જ કરું છું.... તું પણ અા નદી ની વહેણ ને પૂછે અને તારા દિલ ને પૂછ શું કરવું છે તારે એ."

રિયા થોડી વાર શાંત થઈ ને નૈતિક સાથે બાકડા પર બેસે છે અને નદી ને જોઈ રહે છે. પછી બોલે છે " નૈતિક હું જવાબ આપું છું પછી તું નક્કી કરી લે તારે શું કરવું છે એમ."

" ઓકે રિયા બોલ."

રિયા કહે છે " નૈતિક હું મારું રહસ્ય પસંદ કરું છું અને તને ખોવા પણ નથી માંગતી તું મારા માટે બેસ્ટ વ્યક્તિ છે. તને પણ નહિ છોડી શકું... પણ હું તને સમય આવ્યે બધું કહી દઈશ તું મારા પર વિશ્વાસ રાખ... હવે તું આમ અધવચ્ચે મને મૂકી ને જવા માંગે છે તો ઠીક છે તું જા તારી જિંદગી હું કોણ બોલવા વાળી."

be continued...

( નૈતિક શું રિયા ની દોસ્તી છોડી દેશે... અને રિયા નું એવું તો શું રહસ્ય છે જે નૈતિક જે દિલ ની સૌથી નજીક નું વ્યક્તિ છે તેને પણ નહિ કહી શકે... જાણવા માટે આગળ વાંચો....)