રિયા - the silent girl... part - 8 - છેલ્લો ભાગ Prapti Katariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

રિયા - the silent girl... part - 8 - છેલ્લો ભાગ

નૈતિક કહે છે "ના રિયા હું પણ તારા જેવી બેસ્ટ ફ્રેન્ડ ખોવા નથી માંગતો... પણ તું તારા અા રહસ્ય ને કારણે દુઃખી છે તે હું જોઈ નથી શકતો એટલે ને તને આવું કહ્યું હતું કે તારું રહસ્ય અથવા હું બેમાંથી એક પાસાં કર... પણ તે કહ્યું કે સમય આવ્યે કહીશ એટલે હું તારા પર વિશ્વાસ રાખું છું. તું મને બધું જણાવીશ સમય આવ્યે."

રિયા કહે છે "હા નૈતિક."

" ઠીક છે રિયા હું અત્યારે જાવ છું ફરિયાવિશ તને મળવા ઓકે." નૈતિક બાય કહી ને જાય છે અને રિયા પણ હાથ વડે બાય કહે છે.

હવે રિયા વિચારે છે બસ એક મોકો મળે એટલે મારું કામ પૂરું થાય...

બીજા દિવસે રિયા પોતાના સ્કૂલ ના સમયે એક વિશાળ બંગલા આગળ જઈ ને ઉભી રહે છે અને થોડો સમય વિચાર્યા પાછી બંગલા માં અંદર જાય છે. અને દરવાજા આગળ તેને 2 ચોકીદાર રોકે છે.

" મારે સૂરજ શેઠ ને મળવું છે કૃપા કરી મને અંદર જવા દો." રિયા રડતા રડતા કહે છે.

એટલા માં રિયા ને સૂરજ શેઠ જોઈ જાય છે અને અંદર બોલાવે છે " કોણ છે તું શું કામ છે તારે મારું.?"

રિયા કહે છે " કાકા મારે તમારી સાથે વાત કરવી છે હું મુશ્કેલી માં છું... હું તમારી સાથે એકલા માં વાત કરવા માંગુ છું."

સૂરજ શેઠ પોતાની આજુબાજુ રહેલા તેના સેવકો ને બહાર જવા આદેશ કરે છે અને રિયા અને સૂરજ શેટ બન્ને એકલા હોઈ છે. અને રિયા મોકો ગોતી ને સૂરજ શેઠ ને કહે છે કાકા પાણી હું પાણી લઈ આવું. રિયા ટેબલ પર પાણી લેવા જાય છે ત્યારે પાણી માં કૈક નાખી દે છે અને સૂરજ શેઠ ને કહે છે લો કાકા પાણી પી લો પછી હું વાત કરું. સૂરજ શેઠ પાણી પી લે છે.

અને રિયા બોલે છે " ઓકે કાકા હવે માટે ક્યાં કઈ વાત કરવાની જ છે મારું કામ થઈ ગયું." એટલું બોલી રિયા ભર નીકળી જાય છે અને ફરી પોતાના આશ્રમ ચાલી જાય છે.

આશ્રમ આવી ને વિચારે છે "હાશ... હવે સૂરજ શેઠ ના મૃત્યુ ના સમાચાર અને મારું કામ પૂરું. હવે હું મુક્ત છું... પણ માટે આજે બધું જ નૈતિક ને જણાવી દેવું જોઈએ."

સાંજ નો સમય છે 6 વાગ્યા છે અને નૈતિક અને અરુણા માસી બન્ને આવે છે નૈતિક રિયા ને કહે છે " ચલ રિયા પેલા નદીકિનારે... મારે વાત કરવી છે તારી સાથે."

બન્ને અરુણા માસી ની પરમિશન થી જાય છે અને નદીકિનારે જઈ બન્ને એક બાકડા પર બેસે છે. કઈ જ બોલ્યાં વગર... એકદમ શાંત...

રિયા વાત શરૂ કરે છે " બોલ નૈતિક તું કઈક કહેવા માંગે છે... પહેલા તું કહી દે પછી આજે હું પણ તારી સામે મારું રહસ્ય ખોલવાની છું."

" તો તું પેલા બોલ રિયા હું પછી કહીશ." નૈતિક કહે છે.

" ના પહેલા તું...." રિયા ની જીદ ના કારણે નૈતિક સ્વીકારે છે કે પહેલા હું બસ....

નૈતિક પોતાના જીન્સ ના ખિસ્સામાં થી એક રીંગ કાઢે છે અને ઘૂંટણિયા ભરી રિયા ની સામે બેસી જાય છે " આઈ લવ યુ રિયા... " અને નૈતિક રડી પડે છે.

રિયા કહે છે " શું નૈતિક.... ના આવું ના બની શકે... તું મને પ્રેમ ના કરી શકે... નઈ..." રિયા પાગલ ની જેમ વર્તન કરવા લાગે છે.

" કેમ રિયા હું તને પ્રેમ ના કરી શકું..?"

રિયા કહે છે તે તારી વાત કહી દીધી હવે હું મારું રાજ ખોલું...." નૈતિક હું ખુશી છું... આ જો પેપર અને આમાં આં 3 ખૂન મે કરેલા છે તને વિશ્વાસ નહિ આવે પણ એ સાચું છે..."

" શું કહે છે તું રિયા તું ભાન માં તો છે ને..." નૈતિક ચોંકી જતાં બોલ્યો.

" હા નૈતિક... મે મારા માતા પિતા ના મોત નો બદલો લીધો છે.... અમારો પરિવાર સાવ ગરીબ પરિવાર હતો મારા મમ્મી હોસ્પિટલ માં હતા હું અને પપ્પા મમ્મી ની જાણ બચાવવા મથતા હતા... ઋતું સાવ નાની હતી... મારું સાચું નામ રેશ્મા છે... અને ત્યારે પપ્પા સુરાજશેઠ પાસેથી વ્યાજે પૈસા લાવ્યા હતા અને સમયસર પાછા ન આપી શક્યા હોવાથી તેને મારા પપ્પા ને મારી નાખ્યાં અને હું વચ્ચે પડી ત્યારે મારા પેટ માં પણ છરી નાખી દીધી... ત્યારે ઋતું તો કયાંક બહાર રમતી હતી... અને મારા મમ્મી તો તે દિવસે હોસ્પિટલ માં જ મૃત્યુ પામ્યા હતા... એક મરેલો દેહ મળતા તેમાં હું આત્મા સ્વરૂપે આવી ગઈ અને મારી બદલો પૂરી કર્યો... એ ઋતું પણ મને ના ઓળખી શકી... અને હું જે ફોટો વારે વરે જોતી હતી તે સૂરજ શેઠ નો હતો... મારો ટાર્ગેટ તેના પર હતો... અને આ બન્ને આદમી તેને ત્યાં કામ કરતા અને મારા પપ્પા ને મારનાર હતા. એટલે તેને પણ ભોગવ્યું...."

નૈતિક કહે છે "શું રિયા.... ઋતું તારી બહેન છે... અને તું કહે છે કે તું કોઈ ના શરીર માં છે મતલબ...."

" મતલબ હું એક આત્મા છું અને હવે હું મુક્ત છું... નૈતિક હું પણ તને પ્રેમ કરવા લાગી છું પણ આં અશક્ય છે... માર દેહ ની મુક્તિ નો સમય આવી ગયો છે... હું જાવ છું અને ઋતું ને સંભાળજે..."

એટલું કહી રિયા આત્મા સ્વરૂપે ગાયબ થઈ જાય છે અને નૈતિક બાકડા પર બેસી ને રડતો રહ્યો અને બોલ્યો " કેમ રિયા તું મને એકલો મૂકી ને જતી રહી... આઈ લવ યુ રિયા..." એમ જોરથી રડો પાડવા લાગ્યો.

પણ હવે શું... નૈતિક એ આં બધી વાત આશ્રમ એ જઈ ને ઋતું અને અંજના માસી ને કરી. ઋતું પણ રડી પડી... અને અંજના માસી ની આંખો માં પણ આંસુ આવી ગયા....

પણ ત્રણેય એ ખુશી ખુશી રિયા એટલે કે ઋતું ની બહેન રેશ્મા ના આત્મા ની શાંતિ માટે મંદિર જઈ ને પૂજા કરાવી અને તેના આત્મા ને મુક્ત કર્યો....

અને નૈતિક તો અંદર જાણે સાવ તૂટી જ ગયો. પણ ઋતું તેને સંભાળી લેતી....

thank you... all of you...મારી વાર્તા વાંચવા બદલ.... અને જલ્દી નવી સ્ટોરી લઈ ને આવીશ... આપ સહુ સહકાર આપશો એવી આશા સાથે...

- Prapti katariya