દરરોજ ની જેમ રિયા આજે પણ સ્કૂલ ના દરવાજા સુધી આવી અને કોઈનું ધ્યાન ના દોરાય તેમ ત્યાંથી છટકી ને નીકળી ગઈ. ચાલતી ચાલતી એક નાના અમથા ઘર આગળ પહોંચી. સવાર નો સમય હતો. 8 વાગ્યા હતા અને ઘર નો માલિક જાણે તૈયાર થઈ પોતાના કામ પર જતો હતો અને રિયા અહીંયા ઘર ની બહાર કોઈ ની રાહ જોઈને ઉભી હોઈ તેમ ઉભી રહી.
એટલામાં દરવાજો ખૂલ્યો અને એક હટોકટ્ટો , 6 ફૂટ ઊંચો અને વિશાળ કદ ધરાવતો, એકદમ ફિટ અને તંદુરસ્ત બોડી ધરાવતો આદમી બહાર નીકળ્યો. રિયા તેની પાછળ પાછળ ગઈ. અને થોડે જ આગળ જતાં તેણે તે આદમી ને રોક્યો અને રડતા રડતા કહ્યું "અંકલ મારી મમ્મી આ જંગલ માં છે તેને સાપ કરડ્યો છે પ્લીઝ મારી મદદ કરશો... મારી મમ્મીને હોસ્પિટલ લઈ જવી છે... પ્લીઝ..."
પેલો આદમી રિયા સામે જોઈ રહ્યો... પણ રિયા ને રડતી જોઈ ને હેલ્પ કરવા માટે ગયો. થોડું ચાલ્યા બાદ તેણે પૂછ્યું " કેટલી દૂર છે બેટા તારી મમ્મી?"
" બસ અંકલ અહીંયા જ છે... પેલી જૂપડી માં હું અંદર જાવ મારી પાછળ આવો તમે."
રિયા ઝૂંપડી માં ગઈ.... પાછળ પેલો આદમી જેવો અંદર આવ્યો કે રિયા એ તેને નાક આગળ કઈક રૂમાલ તરત જ રાખી દીધો. પેલા ને કઈ ભાન ના રહી અને તે બેભાન થઈ ગયો. રિયા એ તેને ત્યાં ઝૂંપડી માં બંધ કરી દિધો. અને ચાલવા લાગી.
પણ થોડે દૂર જતાં રિયાને વિચાર આવ્યો " અા એટલો મજબૂત માણસ અા ઝૂંપડી તો તોડી ને બહાર નીકળી જશે. તેથી પાછી ત્યાં આવી અને અંદર રહેલ એક મોટી પેટી ખોલી. પેટી ખોલતા જ રિયા ની આંખો માં આંસુ આવી ગયા. રિયા એ પેટી માંથી ફાટેલા તૂટેલા કપડાં, જૂની વસ્તુઓ કાઢ્યું... અને વિચારોમાં પડી ગઈ. પણ તરત જ યાદ આવી ગયું પેલો માણસ ભાન માં આવશે તો! એટલે તેને તરત જ પેટી ખાલી કરી અને જેમ તેમ કરી તેને પેટી માં નાખ્યો અને તાળું લગાવી દીધું.
હવે બપોર નો સમય થયો બધા બાળકો ને સ્કૂલ થી છૂટવાનો સમય થયો. રિયા તરત જ સ્કૂલ આગળ જઈ ને ઉભી રહી ગઈ જેવા બધા બાળકો આવ્યા તરત જ તેની સાથે આશ્રમમાં પાછી ચાલી ગઈ. અને દરરોજ ની જેમ જમી ને પોતાની પલંગ પર એકલી વિચારો કરતી બેસી ગઈ. અને પેલી બુક કાઢી જેમાં તેણે 1 નંબર આપી ને કોઈનું નામ લખ્યું હતું. તેને જોતી રહી.
વિચારો વિચારો માં સાંજ પડી ગઈ રિયા ને જમ્યા વગર જ નીંદર આવી ગઈ અને તે સુઈ ગઈ. રાત્રે એક ભયાનક સપનું આવ્યું અને રિયા એક જોરથી રાડ પાડી ને જાગી ગઈ " નઈ... પપ્પા... પપ્પા..."
એટલા માં પૂનમબહેન આવ્યા "શું થયું દીકરી?"
પણ રિયા કઈ બોલ્યાં વગર પાછી સુઈ ગઈ... અને સવારે ફરી સ્કૂલ ના સમયે બધા સાથે સ્કૂલ જવા નીકળી અને ત્યાંથી ફરી પાછી પેલી ઝૂંપડી માં ગઈ અને પેટી ખોલી. પેલા આદમી ના હાથ પગ બાંધી દીધા અને ત્યાર બાદ તેને પાણી નાખી હોશ માં લાવવાની કોશિશ કરી રહી હતી.
થોડા સમય માં તે હોશ માં આવ્યો... અને બોલ્યો " કોણ છે તું તે મને કેમ બાંધી ને રાખ્યો છે?"
રિયા કહે છે...
be continued...
( ખરેખર તે આદમી કોણ છે? કેમ રિયા એ તેને પકડ્યો છે? શું સંબંધ હશે રિયાને? જાણવા માટે વાંચો મારી સ્ટોરી... અને આપનો કીમતી પ્રતિભાવ જરૂરથી આપજો જેથી મને આગળ લખવાની પ્રેરણા મળી રહે...)