Richa - the silent girl - 4 books and stories free download online pdf in Gujarati

રિયા - the silent girl... part - 4

જ્યારે પેલો આદમી રિયા ને પૂછે છે કે તું કોણ છે અને કેમ મને અહીંયા બાંધ્યો છે ત્યારે રિયા જવાબ આપતા કહે છે " હું તને સમય આવ્યે બધી વાત કરીશ પણ ત્યાં સુધી તું મારા જ કબ્જા માં રહીશ અને જે હું પૂછું તેનો જવાબ આપીશ અને ત્યાં સુધી તને હું નહિ છોડીશ."

" તું જે કહીશ એ કરવા તૈયાર છું બોલ શું જવાબ આપું." પેલો આદમી ગભરાઈ ને બોલ્યો.

" તું ગામ ના સુરજશેઠ જે ગામ ના પૈસાદાર, ધનિક શેઠ ને ત્યાં જ કામ કરે છે ને?" રિયા એ પૂછ્યું.

" હા..." પેલો થોથરાતા સવારે બોલ્યો.

" તારી સાથે કામ કરતાં પેલો આદમી જે હમેશા ક્યાંય પણ તારી સાથે હોઈ છે તેનું ઘર નું એડ્રેસ આપ મને." રિયા કહે છે.

પેલો આદમી પોતાની જાન બચાવવા મટે રિયા ને એડ્રેસ આપી દેછે. અને રિયા ફરી તે આદમી ને તે પેટી માં બંધ કરી ને ચાલી જાય છે.

"તું અહીંયા જ પેટીમાં બંધ રહે કાલે એક ગુડ ન્યુઝ આપીશ તને ઓકે..." એટલું કહી રિયા ત્યાંથી ચાલી જાય છે.

અને ફરી દરરોજ ના જેમ સ્કૂલ જઈ બધા બાળકો સાથે અનાથાશ્રમ ચાલી જાય છે. અને ત્યાં જઈ એકદમ સાઈલેન્ટ દરરોજ ની જેમ. અને પોતાની બુક કાઢી અને પેલા 1 નંબર આપી ને જે નામ લખ્યું હતું તે પેલા હટ્ટાકટ્ટા આદમી નું નામ હતું તેની નીચે 2 નંબર આપી ને અા એડ્રેસ લખે છે. અને એકલી બેસી ને વિચારો કરે છે એટલા માં ઋતું દોડી ને આવે છે "દીદી દીદી અંજના માસી અને નૈતિક ભાઈ આવ્યા છે ચલ ને બહાર તું ક્યારેય કોઈ સાથે બોલતી નથી, રમતી નથી, આજે તો ચલ." એટલું બોલી ઋતું બહાર ચાલી જાય છે.

આજે ફરી અંજના માસી અને તેનો દીકરો નૈતિક અહીંયા આવ્યા બધા બાળકો સાથે રમતા હતા. નૈતિક અને ઋતું ની જાણે પાક્કી દોસ્તી હોઈ તેમ બન્ને મજાક મસ્તી કરતા હતા. અને હમેશા ઉદાસ મુખે રહેતી રિયા નૈતિક અને ઋતું ને જોઈ ને હસતી... અને જાણે તેના દુઃખો ભરેલા દિલ ઉપર કોઈક હાશકારો આપી રહ્યું હોઈ તેવું તેને લાગતું. એકલતામાં આંસુ વહાવતી આંખો માં આજે એક ચમક દેખાઈ રહી હતી, અામ આજે રિયા ને એકલતામાં હસતાં જોઈ ને ઋતું એ નૈતિક ને કહ્યું " નૈતિક ભાઈ રિયા દીદી આજે પહેલી વાર આમ ખુલી ને હસે છે બાકી તે આવ્યા તે દિવસ ના બસ એકલા જ બેસતાં... કોઈ સાથે બોલતા પણ નહિ."

નૈતિક રિયા સામે જોઈ રહ્યો અને રિયા આગળ ગયો અને મજાક કરતા બોલ્યો " હાઈ... રિયા. આજે અા દુઃખી આત્મા ના ચહેરા પર મુસ્કાન શેની છે?"

રિયા કહે છે " કઈ નહિ એમ જ... અા બધા બાળકો ને હસતાં જોઈ ને..."

" ના રિયા જૂઠું નાં બોલ બાળકો તો રોજ હસે છે આજે તો તારા ચહેરા પર સાચી મુસ્કાન છે દરરોજ ની જેમ ફેક નથી... રિયા હું તને સારી રીતે ઓળખી ગયો છું મારી સામે જૂઠું બોલવાની કોશિશ ન કર." નૈતિક કહે છે.

રિયા કહે છે " હા નૈતિક આ ખુશી સાચી છે અને એ સાચી ખુશી આજે ઘણા સમય પછી તારા અને ઋતું ના કારણે પછી આવી છે... ખરેખર તું ખૂબ સારો છે નૈતિક."

રિયા અને નૈતિક બન્ને ફ્રેન્ડ બની જાય છે અને નૈતિક રિયા ને પૂછે છે " પણ રિયા તું આમ હંમેશા એકલી જ કેમ રહે છે... કેમ તું હંમેશા ઉદાસ રહે છે... અને ઋતું વાત કરતી હતી તારી પેલી બુક નું જેમાં તું નંબર આપી ને નામ લખે છે કઈક એડ્રેસ લખે છે એ બધું શું છે હું જાણવા માંગુ છું રિયા."

રિયા કહે છે...

be continued

( ખરેખર શું હશે અા બધા પાછળ નું કારણ... શું રિયા નૈતિક ને જણાવશે... જાણવા માટે વાંચો મારી સ્ટોરી... )




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED