આધારકાર્ડ Jaimini prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આધારકાર્ડ

"દાદા..જલ્દી..પછી મોડુ થઇ જશે અને ભીડ પણ"
આ મસ્તી ખોર અવજ દાદા ની લાડકી પૌત્રી નો હતો .
દાદા એ ફટાફટ બુટ પહરતા કહ્યુ "હા બેટા ... લે હુ તો તૈયાર..બોલ ક્યા જાવાનુ છે ?"
"લો દાદા .... તમાને નઈ ખબર! ગામમાં આધરકાર્ડ કઢાવા વાળા આયા છે... ને તમારુ બનાવવાનું છે."
"ઓહ ..! ક્યા જવાનુ આપડે?"
"દાદા ... ભુલ્લકs છો સાવ.... કહ્યું કે ગામ મા જ આયા છે , ગામ ની સ્કૂલ માં આપડી ."
"હા બેટા ... 85 વર્ષા થાયા હવે મગજ બિચારુ થાકી ગયુ છે" આમ કહી દાદા એ સેજ ખોંખારો ખાધો.
"ચલો બેટા જઈ આપડે" આમ કહા દાદા એ ઝંપા પાસે પડેલ એમેની લાકડી લીધી .
"દાદા ... હુ છું જોડે ટેકો આપવા... લાકડી કેમ લિધી?"
"આદત પડી ગઈ છે બેટા ."
"સારુ ચાલો ત્યારે."
"બેટા ... 85 વર્ષ તો થાઇ ગયા ... કેટલુ જીવવા નું છે મારે... શું જરુર છે આધારકાર્ડ ની મારે!"
"આવું ના બોલો દાદા ... હજુ તો તમરે ગણુ જીવવા નુ છે."
"શું ખબર મારુ આધકાર્ડ જોવા બી હુ રહું કે નહી !"
"દાદા ....!"
"સારુ સારુ હુ તો એમ જ કવ છું , લે આવી ગઈ સ્કૂલ બોલ શું શું કરવાનુ ?"
"દાદા તમે પેલી ખુર્શી મા બેસો હુ ઉભી રવ છું લાઈન મા , બોલાવુ એટલે અવજો ."
"એ સારુ ..." કહિ દાદા ખુર્શી માં બેસ્યા.
ને એમેની લાડકવાયી પૌત્રી લાઈન મા ઉભી રહી .
3 કલાક ની મથામણ પછી બધી કાર્યવાહી પુરી થઈ .
"તમારુ આધારકાર્ડ આવશે હવે પોસ્ટ મા દાદા "
"એ સારુ બેટા ...!" કહિ ને દાદા ને પૌત્રી અલકમાલક ની વાતો કરતા કરતા ઘરે આવ્યા.
કદાચ ભગવને ને દાદાની એક વાત સાંભળી ના લિધી હોય , "કોને ખબર કેટલુ બાકી રહ્યુ છે .?"
બીજા જ દિવસે દાદા ની તબિયત સાવ લથડઈ, હોસ્પિટલ મા એડમિટ કરાવ્યા પડ્યા .
"લગભાગ આજ 7 દિવસ થઈ ગયા દાદા ને હોસ્પીટલ માં લઈ ગયે ... પણ હજુ સરખું થયું નથી , ડૉ શું કે છે?"
રસોડા માંથી મમ્મી નો અવાજ આવ્યો.
બેઠક રૂમ મા બેઠા બેઠા પપ્પા રડતા હતા ,અચનાક આ રડવા નો અવજ મોટો થાઇ ગયો .
ઘર ના બધા લોકો હેબતાઈ ગયા કે શું થયું.
પપ્પા થોડા સ્વાસ્થ થઈ ને બોલ્યા "ડૉક્ટરે કહ્યુ છે કે સેવા થાય એટલી કરો "
ઘર મા એક દમ સન્નાટો ....
નાની લાડકી થી રેવાયુ નહી ને ઉપાડી ગઇ દાદા ને મળવા હોસ્પિટલ ....
"દાદા..દાદા .."
સુજી ગયાલા આંખો ના પોપચા ... માંડ આંખો ખોલી દાદા એ એમની લાડકી સામું આનંદ થી જોયું.
"આવી બેટા તું ..."
"હા દાદા ... કેવુ છે તમને સારુ છે ને ?"
"હા બેટા માને તો સારુ જ છે."
"ખોટુ બોલો છો દાદા ..!"
"ઘર માં બધા ની સેવા કરજે હો ને ...!" દાદા થી માંડ એટલા શબ્દો બોલાયા...
બસ એજ રાત્રે દાદા સ્વર્ગલોક પામી ગયા ...
આખું ઘર જાણે સુનુ ...
દાદા ની લાકડી ...
એમની દવાઓ ..
એમનો પલંગ..
એમના બુટ ...
જાણે કે દાદા હમણા આવશે ....
દાદા તો નહી આવે પણ હા ....
બીજા જ દિવસે ટપાલી જરુર આવ્યો હતો...
એમનું આધારકાર્ડ લઈ ને...
બસ એ સમયે દાદા ની એક જ વાત નો પડઘો કાન મા ક્યાય સુધી પછડાયા કર્યો,
"શું ખબર મારુ આધારકાર્ડ જોવા પણ હુ રહું છું કે નહી ..!"