anant mara kavyo books and stories free download online pdf in Gujarati

અનંત મારા કાવ્યો

નમસ્કાર મિત્રો, આ હું મારા લખેલા પહેલા કાવ્યો તમારી સમક્ષ રજૂ કરવા માગું છું આશા છે કે તમને પસંદ આવશે

1) શબ્દો
2) પગરણ
3)એકબીજા ને
4 ) સાવજ
5 ) મને બહું ગમે

*************************************************
શબ્દો



છું નવી આ શબ્દો ની માયાજાળ માં
ધારદાર શબ્દો હું ક્યાંથી લાવું?

કરી શકે નવીન નીરુપણ તમારું કાવ્ય મા
રંગીન બે ચાર એવા શબ્દો હું ક્યાંથી લાવું?

મંત્રમુગ્ધ કરી નાખે છે
અલૌકિક મુખ તમારું

લઈ ને બેસી તો ગઈ છું લખવા!

પણ તમારા હ્રદય સુધી પહોંચે એવા

શબ્દો હું ક્યાંથી લાવું?


પગરણ


જાદુ હવા નું નહીં એની આંખો નું હતું.
જાખ્યુ જો‌ માહ્યલુ તો નામ એનું હતું
અભણ જેવું પ્રેમ ની લાગણી માં આ દિલ હતું
ખંખોરી ને જોયું તો
પગરણ એના પ્રેમ નું હતું.....
નજર થંભાવી દે એવું એ નયનરમ્ય દ્રશ્ય હતું
જ્યારે પાછળ ફરી ને એને મારી સામે જોયું હતું
ઝાંઝર ના એ રવ માટે હૈયું મારું તરસતું હતું
અણધાર્યા વરસાદ ની માફક એ વરસતું હતું
સમી સાંજ ના ઝાલર જેમ મન મારું થનગનતું હતું .
કાન દઈને ને સાંભળ્યું તો ,
પગરણ એના પ્રેમ નું હતું....
મન મરજીવા એ અથાગ પરિશ્રમે જાણે શોધ્યું હતું
સૌથી મોંઘુ એવું એ હૈયકેરું એક રતન હતું
આધાર લઈ જાણે વેલ ની જેમ એ વીંટળાયેલું હતું
ફૂલો થી પણ નાજુક એનું પ્રેમાળ એ હાસ્ય હતું
નયન ઘા એના જીલવા જાણે ડીલ આ સાવધ હતું
ધબકારો એક ચૂકી ને જોયું તો ..
પગરણ એના પ્રેમ નું હતું...

*************************************************

એકબીજા ને


જિંદગી એક જ છે અને એક જ છે તું
એક જ છું હું અને એક જ છે પ્રેમ
ચાલ ને એકબીજા ને થોડા સંભાળી લઈએ
ચાલ ને એકબીજા ને થોડા શીખી લઈએ
ચાલ ને એકબીજા ને થોડા અનુભવી લઈએ
ચાલ ને એકબીજા ને થોડા સ્વીકારી લઈએ
છે સમય તો જીવી લઈએ
સાથ એકબીજા નો માણી લઈએ
ચાલ ને એકબીજા ને થોડા સમજી લઈએ
ચાલ ને એકબીજા ને થોડા પામી લઈએ
વાત નથી તારી કે વાત નથી મારી
વાત છે આપણી
વાત છે સંબંધ ની
વાત છે હૂંફ ની
વાત છે વિશ્વાસ ની
ચાલ ને એકબીજા ને થોડા મળી લઈએ
ચાલ ને એકબીજાને થોડા લડી લઈએ
છે બધું માત્ર સ્વપ્ન
ખરું છે તો પ્રેમ
ખરું છે તો સાથ
ખરું છે તો તું અને હું
ચાલ ને એકબીજા ને થોડા સમજાવી લઈએ
ચાલ ને એકબીજા ને થોડા મનાવી લઈએ
છે સમય તો જીવી લઈએ
સાથ એક બીજાં નો માણી લઈએ

*************************************************

સાવજ

દિલ પણ શું કરે આ બાબત માં
શરૂઆત એની આંખો થી થઈ
બેહોશી જેવી હાલત
શરારતી એ પાંપણ થી થઈ
કોરી ધાકોર મારી લાગણીઓ
ભીની એના એક હાસ્ય થી થઈ

છે કોઈ આ હૃદય નુ પણ માલિક
જાણ એવી એની એ અદા થી થઈ

કેટલી બાચાવુ જાત એના થી
સંગત જ એવા ઝહેર થી થઈ

સાવજ જેશું હૃદય લઈ ને ફરવાની મજા નથી રહી હવે
મુલાકાત જ એવી શિકારી થી થઈ

*************************************************

મને બહું ગમે


કહ્યા વિના ઘણું બોલી જવાની તારી એ ટેવ
મને બહુ ગમે....
તારો ગુસ્સા વાળો એ પ્રેમાળ ચહેરો
મને બહુ ગમે ...
આંખો તારી એ અમી થી ભરેલી
એમાં ખોવાઈ જવાનું
મને બહુ ગમે ....
ભીડ માં તું ક્યાંક ખોવાઈ ના જાય
તરો હાથ પકડી ને ચાલવું
મને બહુ ગમે ....
ખુદ ને ભૂલી ને મારામય થવાની તારી એ આદત
મને બહુ ગમે ...
કશું માગ્યા વિના ઘણું બધું લઈ લેવાની તારી એ અદા
મને બહુ ગમે ....
હવા માં વિખરાયેલા વાળ મારા
નાજુક તારી આંગળીઓ થી સહેલાવે
મને બહુ ગમે ...
સૌની પ્રેમ ની અલગ રીત હોય છે
પણ તારી એ હુંફાળી હરકતો
મને બહુ ગમે ...
ખબર છે તું મારો જ છે
પણ રોજ સવારે પ્રાથના માં તને માંગવો
મને બહુ ગમે ....

*************************************************

બીજા રસપ્રદ વિકલ્પો