Visamo books and stories free download online pdf in Gujarati

વિસામો

"ગાંડી આવી, ગાંડી આવી, મારો મારો એને!"
"મને કોઈ એ હાથ લગાડયો છે તો ભસ્મ કરી નાંખીશ"
"કરી નાખ લે ગાંડી આવી ,ગાંડી આવી "
નાના બાળકો નું ટોળું ગામ માં અવેલી ડોસી ને હેરાન પરેશાન કરવા લાગ્યું હતું
પણ એ ડોસી પર ગામના કોઈ નુ ધ્યાન નહતું ગયું
ગામ એટલે જાણે સ્વર્ગ જ સમજી લો.
પર્વતો ની વચ્ચે ઘેરાયેલ એક અંતરિયાળ ગામ,
શહેરના રસ્તાઓ થી દૂર ખેતી પર નભનારું ગામ,
ચોતરફ માત્ર હરિયાળી જ હરિયાળી.
ગામ ને પાદરમાં એક પૌરાણિક દેરી.
કોઈ ને ખબર જ નહતી કે કયું દેવ છે, પણ બધા એને માનતાનi દેવી કહેતા.
કારણ કે ત્યાં બધી જ માનતા પુરી થતી. ગામ ના લોકો અહીં ચાંદી નું છત્તર ચડાવતા. ગામ ના પેલે છેડે એક સુંદર તળાવ અને એના કિનારે એક સુંદર શિવાલય.

"એય દૂર રે મારા થી "
" ગંદી ,ગાંડી ...ગાંડી..."
બાળકો થી કંટાળી ને ડોસી એ એના થેલા માંથી રમકડા નો સાપ કાઢયો, બધા બાળકો અસલી સમજી ને ભાગી ગયા.
ડોસી જાણે બહુરુપી સમજી લો. વિખરયેલ વાળ જાણે વરસો થી ઓળવ્યા જ ના હોય! મેલો ઘેલો ઘાઘરો અને ઉપર ફાટેલી ઓઢની, ગળા મા છૂંદણાં છુંન્દયેલા, હાથ મા લાકડી અને બગલ મા થેલો. ડોસી થોડું ચાલી અને દેરા પાસે બેઠી.
થેલા માંથી પાણી ની બોટલ કાઢી પાણી પીવા લાગી.

સામે થી એને એક સ્ત્રી આવતી દેખાઈ. નજીક આવતા ડોસી એ કહ્યું, "ભૂખ લાગી છે ખાવાનું આપ"
"હું તો એંથવાડ નાખવા આવી છું ખાવાનું કઈ નથી મારી પાસે "
"ચાલશે લાવ " ડોસી
"એંથવાડ છે "
ડોસી એ સ્ત્રી ના હાથ મા રહેલ વાસણ પર તરાપ મારી ને રોટલી લઈ લીધી. સ્ત્રી એક્દમ હેબતાઈ ગઈ અને ડર ની મારી ઘર તરફ દોટ મુકી. ડોસી રોટલી ખાવા મા ખોવાયેલી હતી અને એની સામે ભસતું ભસતું એક કૂતરું આવ્યું. ડોસી કૂતરા ની સામું જોઈ રહી અને કૂતરું ચૂપ થઈ ગયું કદાચ ડોસી ને કૂતરા ની ભાષા આવડતી હોઈ એમ કૂતરું નીચે બેસી ગયું. ડોસી એ એની અડધી રોટલી કૂતરા ને આપી.


પેલી સ્ત્રી તો થોડી વાર મા ગામ ના બીજા બે ચાર સ્ત્રી ને લઈ ને ડોસી જ્યાં બેઠી હતી ત્યાં આવી.
"આ જ છે એ ડોસી" સ્ત્રી
" કોણ છે તું? કેમ આવી છે અહીં જતી રે અહીં થી " ટોળા મા ના એક ડોસી બોલ્યા.
ડોસી એ અવાજ ની દિશા માં જોયું અને જાણે કાંઈ યાદ કરતી હોય એવા હાવભાવ એના મોઢા પર ઉભરાઈ આવ્યાં.
" બહેરી છે?" ટોળા માંથી અવાજ આવ્યો.
"ગંગામા મને ભૂખ લાગી છે કાંઇ ખાવાનું નહી આપો?" ડોસી બોલી.
આખું ટોળું આશ્ચર્ય મા કે આ ડોસી ગંગામા ને કઈ રીતે ઓળખી ગઈ!
" મારું નામ કેમની ખબર છે તને?" ગંગામા
"બધા ને ઓળખે છે આ ગાંડી ડોસી, દલાભા, રેવાભા , હેટાભા, ત્રીજી ગલી મા પહેલું ઘર સવાભા, છેલ્લું ઘર ગાંડાભા અને....." આટલું બોલતા ડોસી અટકી ગઈ.
"છે કોણ તું?" ગંગામા
"ગામ ના મુખી ને બોલાવો , કહીશ બધું જ" ડોસી
"ખેમી વહુ, બોલાવી લાવ બધા ને અહીં." ગંગામા
જોત જોતામાં આખું ગામ ડોસી ને જોવા ઉમટી પડયું.
ટોળા મા ઉભેલા રેવાભા એ ડોસી ને ઓળખી ગયા, " જસલી ,તું?"
" હા, હું જસલી." પોતાની ઓળખાણ આપતા ડોસી એ કહ્યું
બધા આશ્ચર્ય થી એ ડોસી સામે જોઈ રહેલા અને ગામ ના મુખી નું મોઢું તો ખુલ્લું રહી ગયું.
" ભા, આ જસલી કોણ છે?" ટોળા માના એક નવયુવાન એ આતુરતાથી પૂછ્યું.
"હું જસલી , આ ગામ ની વહુ." આટલું બોલી ને ડોસી રડવા લાગી.
" મગરમછ ના આંસુ છે આ . નાટક કરે છે બધા, મુખી ના ભાઈ ની વહુ છે અને એના જ ઘરમાં ચોરી કરતા પકડાઈ તો કાઢી મુકી હતી આને" ટોળા મા ના એક દાદી એ કહ્યું.
"તારો છોકરો ક્યાં છે? વેચી આવી એને પણ?" રેવાભા
જસલી જોર જોરથી રડવા લાગી.
" મુખી, ચૂપ કેમ છો? તગેડી મૂકો આને, ગામ માં આવા ચોર જોઈએ જ નહીં " ગંગામા
" જોઈ શું રહી છે? નીકળ અહીં થી." મુખી એ રોફ જમાવ્યો.
" જઈશ , પણ તને ઉઘાડો પાડી ને જઈશ" જસલી
" ચાલ ચાલ હવે, તારી વાતો કોઈ સાંભળવા નું નથી. જા અહીં થી." મુખી ઉશ્કેરાઈ ને બોલ્યો.
" સાંભળવું છે!" ટોળા મા ના એક નવયુવાન એ કહ્યું.
મુખી નો તો પરસેવો છૂટી ગયો.
ડોસી થોડી સ્વસ્થ થઈ અને માંડી ને વાત કરી.
" 18 વર્ષ ની ઉમર મા પોતાનું ગુજરાન ચલાવવાં હું એક હોટેલ મા રસોઇ કરતી હતી, ત્યાં મુખી ના ભાઈ જોઈતા જોડે મારી મુલાકાત થઈ અને એ મુલાકાત ક્યારે પ્રેમ માં પરિણમી ખબર જ ના રહી, મેં અને જોઇતા એ ભાગી ને પ્રેમ લગ્ન કરી દીધા. મુખી એ અમને ઘર માંથી કાઢી મૂક્યા. મેં અને જોઇતા એ શહેર મા અમારી નવી દુનિયા વસાવી. જોતજોતામાં મારે સારા
દિવસો રહ્યા, મારી ના છતાં જોઈતા એ આ વાવડ મુખી ને મોકલાવ્યા. મુખી એ અમને રહેવા ઘરે પાછા બોલાવી દીધા. નવ મહિના ના અધૂરા માસે મેં એક સુંદર પુત્ર ને જનમ આપ્યો.
પણ કપરો કાળ મારો, થોડા દિવસ પછી જોઈતા નું અકસ્માતમાં મૃત્યુ થયું. મુખી એ ખેતર અને ઘર ના ઢોર ને રાખવાની શરત એ ઘર મા રહેવાની પરવાનગી આપી."
" અને તે નામકહરામી કરી, જે ઘર મા તને આશરો મળ્યો, એજ ઘર મા ચોરી કરી ને તારી જાત બતાવી દીધી." મુખી એ ગુસ્સામાં આવી ને જસલી ને વચ્ચે રોકી.
જસલી એક દમ ક્રોધ મા ડેરા ના ઓટલા પરથી ઉભી થઈ ગઈ
ડેરા પરનું કંકુ વાળુ ત્રીસુંલ લઈ ને ક્રોધ મા લાલ લાલ થઈ ગઈ.
ગામ ના લોકો જાણે કે સાક્ષાત માનતા ની દેવી એમની સામે ઊભી હોય એમ બે હાથ જોડી ડર ના માર્યા છુટા છૂટા થઈ ગયા.
"મુખી! હજુ મારી વાત પતી નથી, તારા કરતૂત નોં ભાંડો ફોડવા જ અહીં આવી છું." અત્યંત ક્રોધ મા આવેલી જસલી એ કહ્યું
" શું બોલે છે? કઈ ભાનબાન છે? " મુખી
"ભૂલી નથી હું કાંઈ પણ મુખી, તે જે મારા દેવા ના પ્રાણ ની ધમકી આપી હતી એના અંતિમસંસ્કાર કરીને જ આવી છું" થોડી ઢીલી થઈ ને જસલી એ કહ્યું.
" શું થયું દેવા ને? રેવાભા
" ક્ષય નો રોગ હતો.. મારો દેવો જતો રહ્યો."જસલી ની આંખો ફરી રડવા લાગી
" હવે બહુ થયું તારું આ નાટક, જતી રે અહીં થી..." મુખી
"શિવરાત્રી ની વાત કર્યા વગર નહીં જવ હું મુખી." જસલી
" શું થયું હતું??" ટોળા માંથી અવાજ આવ્યો.
" શું બોલે છે? મગજ ખવાઈ ગયું છે તારું?" મુખી
" મગજ તો તારું ખવાઈ ગયું હતું શિવરાત્રી ની એ રાતે " જસલી
" જસલી ... શું થયું હતું? " રેવાભા
" ગામ ના રિવાજ મુજબ શિવરાત્રી એ ગામ ના મુખી ના ઘર નું પાણી શિવલિંગ ને અર્પણ થાય... હું કૂવા માંથી પાણી લેવા ગઈ અને આ નરાધમ એ મારો છેડો પકડયો. મેં ભાગવાની કોશિશ કરી પણ મુખી એ મને ઘસેડી ની ઓરડીમાં લઈ ગયો અને પછી એને મારી પર બળાત્કાર ગુજાર્યો... આ પાપી એ મને મારા દેવા ના પ્રાણ ની ધમકી આપી ને ચૂપ કરાવી દીધી. અને બીજા દિવસે ચાંદી નું છત્તર ચોરવા નો આક્ષેપ મૂકી મને ગામ ની બહાર તગેડી મૂકી.."
આખું ગામ અચંબામાં પડી ગયું સહુ મૌન થઈ ગયા.
"મને તો સમજાતું નથી તમે લોકો આની વાતો શું સાંભળો છો?
એ દિવસે એને ચાંદી નું છત્તર ચોર્યું હતું " મુખી
"કેવું હતું તારું ચાંદી નું છત્તર?" જસલી
" વકીલ ના બનીશ, બોલ તારા જોડે શું સાબૂત છે?" મુખી
"સબૂત છે આ દેરી" જસલી
" દેરી? કઈ રીતે? જસલી તે આરોપ મોટો મુક્યો છે સત ના પારખા તો કરવા જ પડશે." રેવાભા
"રેવાભા, માતા ના દીવડા પર કોનું સૌથી મોટું છત્તર લટકે છે?"જસલી
"સાબિત શું કરવા માગે છે તું? આ એ છત્તર નથી.. બીજું છે." મુખી
"આ એજ છત્તર છે મુખી " ટોળા માંથી અવાજ આવ્યો
બધા એ અવાજ ની દિશા તરફ જોયું તો અવાજ ગામ ના સોની નો હતો.
"આજ છત્તર તું લઈ ગયો હતો શિવરાત્રી ના આગલા દિવસે અને મને યાદ છે આજ છત્તર હતું." સોની
"મુખી કબૂલી લે હવે તારો પાપ નો ઘડો છલકાય છે." જસલી
"મુખી, તું માણસ ના લાયક નથી હવે તારી ખેર નહી." ગંગામા
અને આખું ટોળું ફરી વળ્યું મુખી પર એને મારી મારી ને પોલિસ ના હવાલે કરી દીધો. મુખી એ અખરે પોતાનો ગુનો કબૂલી લીધો
ગામ ના લોકો એ જસલી ની માફી માંગી. એને ગામ માં એક ઓરડી બાંધી આપી
દેરા ની આજુબાજુ સરસ ઊંચો ઓટલો બનાવ્યો
અને નામ આપ્યું "વિસામો"
વિસામો સત્ય નો...
વિસામો સ્ત્રી ના સન્માન નો
વિસામો સ્ત્રી પૂજન નો
વિસામો સ્ત્રી ના ગૌરવ નો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED