લાલની રાણીનું આધારકાર્ડ - 3 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલની રાણીનું આધારકાર્ડ - 3

પ્રકરણ ત્રીજું /૩

હજુ રણજીત જવાબ આપવા જાય ત્યાં જ ભાનુપ્રતાપનો કોલ આવતાં બોલ્યા
‘ક્યાં છો તું?’
ભાનુપ્રતાપના ટોન પરથી લાગ્યું કે તે કંઈક ગુસ્સામાં છે. એટલે સ્હેજ ગભરાતાં રણજીત બોલ્યો,
‘આ.. આ.. રીયો અહીં જ બેઠો છું. એ મારી સાથે જ છે. પેલી વાત કરી હતીને..’ રણજીતનું વાક્ય કાપતાં ભાનુપ્રતાપ અકળાઈને બોલ્યા,
‘તું એને લઈને જલ્દી આવ અહીં મારી ઓફિસમાં ફટાફટ.’
‘હા.. હા.. બસ આઘડીએ આયવો. કેમ કંઈ થયું સાહેબ?
ચિંતા કરતાં રણજીતએ પૂછ્યું.
‘હા, ફોન આવ્યો હમણાં એ તરુણા માટે.’ ભાનુપ્રતાપે જવાબ આપ્યો.
‘કોનો?’ થોડા ગભરાઈને રણજીતે પૂછ્યું.
‘એના બાપનો.’

ભાનુપ્રતાપે કોલ કટ કર્યા પછી રણજીતે બીડીનો ઘા કરી, તરુણાની સામે જોઈને ખંધુ હસતાં હસતાં રણજીત બોલ્યો.

‘ઈ મેં ભાનુપ્રતાપને તારાં કામ માટેની વાત કઇરી’તી. તે ઈ એમ કે છે ઝટ આવો ઓફિસમાં, એમ. હાલ ઝટ પુગીયે નઈં તો ઈ પાછો મગજનો ફાટેલ ધગી જાહે ક્યાંક.’

‘પણ તમે તો મને કેતા’તા ને... બધું સેટિંગ તમે જ કરો છો. ને વળી પાછા એ કામે રાખવાની ના પડી દેહે તો?’ તરુણાએ પૂછ્યું.
‘ઈ તું હમણાં કઈ ચિંતા કર મા. ને ઝટ પે'લા પગ ઉપાડ.’ મોટા ડગલાં ભરતાં રણજીતે તેનું વાક્ય પૂરું કર્યું, ત્યાં તરુણાના મોબાઈલની રીંગ વાગી. અનનોન નંબર પરથી કોલ હતો. રીસીવ કરતાં તરુણા બોલી.
‘હેલો’
‘રાઘવ બોલું છું. હવે ધ્યાનથી સાંભળો. હવે ત્યાં તમારે કોઈ બીજાને મળવાની જરૂર નથી. મારી ભાનુપ્રતાપ જોડે હમણાં જ વાત થઇ છે. એમને મળી લો, પછી એ તમને શું કહે છે, એ મને નિરાંતે કહેજો. અને મેં તમને આ કોલ કર્યો છે તેનો ઉલ્લેખ તેમને ન કરતાં. હું તમને સાંજે કોલ કરીશ. અને હું તમને ઓળખું છું, એવી જાણ પણ કોઈને ન કરતાં’
‘જી’ આટલું તરુણા બોલી એટલે રાઘવે કોલ કટ કર્યો.
તરુણાની સામે જોઈને રણજીતે પૂછ્યું,
‘કોનો ફોન હતો?’
‘ઈ તો અમારા બાજુવાળા ભાઈ પાસે મેં મા ની દવા મંગાવી હતી, તો કહેતાં હતા કે તે દવા ઘરે આપી દીધી છે. બસ એ જ.’
ઈન્સ્ટન્ટ વિચારીને તરુણાએ જવાબ આપી દીધો.
એ પછી ઉતાવળથી ચાલતાં ચાલતાં પહોચ્યાં ભાનુપ્રતાપની ચેમ્બર પાસે.
રણજીત અને તેની પાછળ તરુણા બન્ને અંદર દાખલ થયાં.
રૂમની દીવાલની ફરતે રાષ્ટ્રીય નેતાઓની તસ્વીરો લટકતી હતી. રૂમની મધ્યમાં એક મોટી સાઈઝનાં ટેબલ ફરતે ખુરશીઓની સામેના છેડે એક આરામ દાયક પુશ બેક ચેર પર રાજકારણીઓના ખાદીના રાષ્ટ્રીય ગણવેશમાં આશરે ૫૫ વર્ષના એક આધેડ કે જેના માથા પર ગણી શકાય એટલી સંખ્યામાં વાળ હતા; તે ટેબલ પર થોડા આડા અવળાં વિખરાયેલા કાગળો વચ્ચેના એક કાગળમાં પેનથી કંઇક ટપકાવી રહ્યા હતાં. ત્યાં રણજીત બોલ્યો,

‘આ લ્યો, હું આવી ગ્યો સાહેબ, અને આ તરુણાબેન. જેમની મેં તમને વાત કરી’તી ઈવડા ઈ.’
તરુણા બે હાથ જોડીને વિનમ્રતાથી સ્હેજ ઝુકીને બોલી,
‘નમસ્કાર.’
‘અને આ છે અમારા અન્નદાતા શ્રી ભાનુપ્રતાપ. રણજીતે તરુણાને કહ્યું.
‘આવ આવ, બેસ.’ ભાનુપ્રતાપ બોલ્યા.
‘રણજીત આપણે ગઈકાલે વાત થઈ હતી, એ પેમેન્ટ હમણાં જ પહોંચતું કરવાનું છે. એટલે તાત્કાલિક તું જેમ બને તેમ જલ્દી નીકળ ચાલ.’
‘જી સાહેબ આ નીકળ્યો. આ બેન કંઈ વાત... રણજીતનું વાક્ય કાપતાં ભાનુપ્રતાપ બોલ્યા,
‘પહેલાં તને જે કામ સોપ્યું છે એ પતાવ. પછી વાત કરીએ. અને બહારથી કોઈને જલ્દી મોકલ અંદર. અને બહારે કહી દે કે હું મીટીંગમાં છું. હું ન કહું ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દે.'
‘જી’ કહીને રણજીત બહાર આવીને મનોમન બબડ્યો. હવાર હવારમાં ડોહાની ડગરી ખસકી ગઈ લાગે છે. પણ હું એને શીશામાં ઉતાયરેજ છુટકો કરીશ.

કારમાં બેસીને ચુનિયાને કીધું.
‘હાલ, પે'લા મારી કિડનીની દવાનો મેળ કરીએ. પછી મગજ ઠેકાણે પડશે. આ ડોહાએ તો મારો દિ' બગાડ્યો.’
‘કેમ ઓલો રાણી સિક્કો નથી જડતો?’ આશ્ચર્યથી ચુનીલાલે પૂછ્યું.
‘સિક્કો તો મારી મુઠ્ઠીમાં જ છે ચુનિયા, પણ હવે તેને ક્યાં, ક્યારે, કેમ અને કોની પાસે, કેટલામાં વટાવવો, હું તેની વેતરણમાં છું.’ દાંત કચકચાવતા રણજીત બોલ્યો.
‘પણ મારું કાંક કરજો હોં બાપલા ! બાકી અડધી જિંદગી તો આ બરેક અને લીવરીયા મારી મારીને તળિયાં ઘસવામાં નીકળી ગઈ છે.’
‘થોડો વખત ખમી ખા ચુનિયા. હું એક ઝાટકે આ હંધાયના તળિયાં જાટક કરી દઈશ.’
હવે તું ઉતાવળે ગાડી ધોળાવ.’ બીડી સળગાવતાં રણજીત બોલ્યો.

બહારથી એક કર્મચારી અંદર આવ્યો એટલે ભાનુપ્રતાપે તરુણાને પૂછ્યું.
‘શું લઈશ દીકરા, ચા, કોફી કે કઈ સોફ્ટ ડ્રીંક?’

‘અંકલ, તમે જે મંગાવો, એ હું શેર કરીશ.’ તરુણાએ જવાબ આપ્યો.
પેલા કર્મચારીને ઈશારાથી કહ્યું, અને તે જતો રહ્યો. એટલે તરુણા બોલી,
‘તમે માણસો પણ તમારી લેવલના જ રાખ્યા છે, હોં અંકલ.’
‘શેના પરથી એવું લાગ્યું?’ ભાનુપ્રતાપે ડાયરીમાં કૈંક ટપકાવતાં પૂછ્યું.
‘આ તમે હમણાં જે સમય અને શબ્દોનો બચાવ કર્યો એના પરથી.’
'હમમમ..' રાઘવની વાત અને આ છોકરી બન્નેમાં દમ છે. એવું ભાનુપ્રતાપ મનોમન બોલ્યા. પછી તરુણા સામે જોઇને પૂછ્યું.
‘તો તને હવે ખ્યાલ આવી ગયો જ હશે કે તારો પરિચય કઈ રીતે મને આપવાનો છે. સમજી ગઈ?’

‘હા પણ મને વચ્ચે ટોકતાં કે અટકાવતાં નહી. મારી ભાષા કડવી છે. એટલે તમારે મને ગાળો દેવાની છૂટ છે, પણ હું બોલી લઉં પછી. અંકલ મેં દુનિયા નથી જોઈ પણ દુનિયાદારીના દાવપેચ સારી રીતે સમજી શકું છું.
મારી માથે ઉછીની છત, ચાર જોડી કપડાં, મારી મા નો આશિર્વાદ અને ભરપુર આત્મવિશ્વાસ સિવાય કશું જ નથી. એક ટંકના બે કોળિયા ખાવા માટે જમાનાની ઘણી ઠોકરો ખાધી છે. મીંઢાના મૌનનો અને જરૂર કરતાં વધુ બફાટ કરતાં માણસની મનોવૃત્તિનો અનુવાદ કરતાં મને આવડે છે. અને ખાસ કરીને તમારી નાતનાં... સોરી.. રાજકારણીઓનાં... ગદ્દાર અને વિશ્વાસઘાતીને હું ક્યારેય માફ નથી કરતી. મારું જીગર જ મારી જાગીર છે. કોઈનો વિશ્વાસ હાંસિલ કરવાં માથાની સામે માથું મુકવું પડે. ત્યાં રૂપિયાનો પનો ટૂંકો પડે. પાંચ આંકડાની નોકરડી કરતાં આ દેશનાં સુરક્ષાકર્મી, તેનાં નેતાની સુરક્ષા ખાતર આત્મઘાતી હુમલામાં, તેનો દેહ ટુકડા ટુકડામાં વહેંચાઇ જાય. જયારે એ જ નેતાને બે બદામની રાંડના પ્રલોભનમાં, દેશની અતિ ગુપ્ત માહિતી વેચી નાખતાં તેનું રૂંવાડું પણ ફરકતું નથી. અને તમારા આ ધંધામાં.. સોરી... રાજનીતિમાં, કોઈપણ વિશ્વાસુની આવરદા સીઝનલ હોય છે. જે ઈશ્ક અને ઈમાન ખરીદી ન શકે એ જ તમારાં. સત્ય બોલવા માટે નહી પણ સત્ય સાંભળવા માટે પણ ૩૬"ની નહીં ૫૬"ની છાતી જોઈએ.’
તરુણાના આત્મવિશ્વાસની શેરબજારના ઈન્ડેક્સનો ઉછાળો રાઘવના કોલને આભારી હતો. એટલે એકીશ્વાસે આટલું બોલ્યા પછી ટેબલ પર પડેલી બોટલ ઉઠાવીને પાણી પીધાં પછી, એક ઊંડો શ્વાસ લીધો ત્યાં જ ટેબલ પર બે કોફીના કપ ગોઠવાયાં.

તરુણાની અસ્ખલિત આકરી પણ લક્ષ્યવેધ જેવી વાણી સાંભળીને થોડીવાર તો ભાનુપ્રતાપને એમ થયું, કે રાજકારણ અને રાજકારણીઓનું જનતાના દિમાગમાં જડાઈ ગયેલુ સાર્વજનિક ચિત્રનું પરફેક્ટ પોસ્ટમોર્ટમ કરીને આ આજકાલની ઉગીને ઊભી થતી છોકરીએ તો તેના ચીંથરાં ઉડાડી દીધા.
એટલે ભાનુપ્રતાપ હસતાં એટલું જ બોલ્યા.
‘કોફી તમારા વિચારો જેવી જ ગરમ છે. પહેલાં એ પી લઈએ.’
કોફીનો કપ હાથમાં લેતા ભાનુપ્રતાપ પૂછ્યું ,
‘તારો અંગત પરિચય આપીશ?’
‘બાપને ને મેં જોયો નથી. અભણ મા ની હું એક માત્ર સંતાન. બસ થોડા દિવસો પહેલાં ગામડેથી અહી શહેરમાં આવ્યા. હું કામની શોધમાં હતી અને બે દિવસ પહેલાં અચાનક રસ્તામાં આ રણજીત કાકાનો ભેટો થઇ ગયો. નિશાળમાં દાખલા હંમેશા ખોટા પડતાં. પણ સ્વાર્થી, બેઈમાન અને ગણતરીબાજ દુનિયાની લુચ્ચાઈનાં માળખાને સમજવામાં ક્યારેય ભૂલ નથી કરી.’
‘રણજીત વિષે તારું શું માનવું છે?’
‘પણ એ તો તમારો પડછાયો છે. તેમના વિષે હું શું કહી શકું? અને મારી એવી કઈ હેસિયત? કે હું તમારાં જેવાં દિગ્ગજ રાજકારણીને તેના પડછાયાનો પરિચય આપું. અને અમથું પણ રાજકારણની પૃષ્ઠભૂમિનું એક કડવું સત્ય છે કે અહી કશું જ સ્થાઈ નથી.પેલું ઈંગ્લીશમાં કંઈક સારું કહેવાય છે, મને બોલતાં ન આવડે કે..અહી લોકોને રીઝલ્ટમાં રસ છે રીઝનમાં નહી. એવું કંઈક છે.’ કોફી ખત્મ કરતાં તરુણા બોલી.

‘રાજકારણ અને રાજકરણીઓનો શું અનુભવ? ભાનુપ્રતાપએ પૂછ્યું.
‘ઝીરો. મારી જિંદગીમાં પહેલીવાર કોઈ રાજકારણી જોડે વાત કરું છું.’
નવાઈ સાથે ભાનુપ્રતાપએ પૂછ્યું.
‘તો પછી આ ક્ષેત્ર માટેની આટલી ઝીણવટભરી જાણકારીનું રહસ્ય ક્યાંથી અને કઈ રીતે મેળવ્યું?’
‘એ તો મને ખબર નથી અંકલ. પણ, કદાચ તમને મારી વાતો સાંભળીને હસવું આવતું હશે કે કેવી ગાંડપણ જેવી વાતો કરે છે !! પણ આ આક્રોશ મારો અંગત નથી. ભ્રષ્ટ અને નાગાઈની ચરમસીમા પાર કરી ચુકેલા પ્રશાસનની વ્યવસ્થા સામે છે.’
રાજકારણના રોટલાં શેકવા તાપણાંની અગનજ્વાળા જયારે મંદ પડે, ત્યારે નિર્દોષની લાશો ઢાળીને મડદાંનો ખડકલો કરે, ત્યારે જાતને પૂછવાનું મન થાય કે રગોમાં રક્ત દોડે છે કે પાણી?' તરુણાએ તીખો તમતમતો જવાબ આપ્યો.

‘હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તને રાજકારણના ક ખ ગ ની ખબર નથી છતાં તું આ શહેરના રાજકારણના પાયાના રાજકારણી સામે જે રીતે બેબાક થઈને બોલે છે ને એ તારી હેસિયત છે સમજી. તું બહારે નીકળીને જરા જો જે. મને મળવાં માટે કેટલાં લોકો તપસ્યા કરે છે.’
ડ્રોઅરમાંથી તેનો સાઈલેંટ મોડ પર મુકેલો ફોન કાઢીને તરુણાને બતાવતાં કહ્યું.
‘આ જો ૩૨ મિસ્ડકોલ્સ છે. આમાં વીઆઈપીના પણ કોલ્સ છે. એ બધાને મેં ઇગ્નોર કર્યા છે છોકરી. હવે તું સમજી લે તારી શું હેસિયત હશે. હવે તું થોડીવાર બહાર બેસ. હું તને બોલવું થોડીવારમાં.’

એટલે જેવું તરુણાએ બહાર આવીને જોયું તો આશરે પચાસેક માણસોનું જે ટોળું ઊભું હતું તેઓ તરુણાને ઘૂરી ઘુરીને જોવા લાગ્યાં. સૌને એ જ નહતું સમજાતું કે અંદર એવી તે કઈ હસ્તી છે કે ભાનુપ્રતાપ કોઈને જવાબ નથી આપતાં. ત્યાં બહાર બેસેલાં કર્મચારીને અંદર બોલાવીને તરુણાને તેની પસર્નલ કેબીનમાં બેસાડવાનું સુચન આપ્યું.
તરુણા ભાનુપ્રતાપની જે આલીશાન કેબીનમાં દાખલ થઈને સોફા પર બેઠી તેવો નજરો, આજ દિવસ સુધી તરુણાએ માત્ર ટી.વી. કે ફિલ્મોમાં જ જોયો હતો. કોર્નરમાં ગોઠવેલાં ફ્રીઝમાંથી એકદમ ઠંડી પાણીની બોટલ કાઢીને પાણી પીધાં પછી, અત્યાધુનિક રાચરચીલાંથી સજ્જ ઓફિસને જોયા જ કરી.

આ તરફ રણજીતના જીવને કયાંય જપ નહતો. તેના દિમાગમાં ક્યારનો તરુણાને લઈને કીડો સળવળતો હતો કે બન્ને વચ્ચે શું ચર્ચા થઇ હશે?’ આ છોડીએ દેશી ભાષામાં કઈ બાફી તો નહી માર્યું હોયને? અને તરુણા માટે કોનો કોલ આવ્યો હશે? તરુણાને ઓળખવામાં ક્યાંય તેણે કોઈ ઉતાવળ તો નથી કરી નાખીને? હવે એ બન્નેને મારે કઈ રીતે અલગ અલગ કરીને શીશામાં ઉતારવા? કયાંક મારાં પાસાં ઊંધાં તો નહી પડે ને? રણજીત તેના શાતિર અને શૈતાની દિમાગમાં, આગામી દિવસોને ધ્યાનમાં રાખીને શતરંજના પ્યાદાઓની ગોઠવણી કરવાં લાગ્યો.

તરુણા ટીપોઈ પર પડેલાં ન્યુઝપેપર ઉઠાવીને પાના ફેરવતી હતી ત્યાં અચાનક એક વિચાર આવ્યો, એટલે તેણે રાઘવને કોલ લગાવ્યો.

‘હેલ્લો તરુણા બોલો.’ રાઘવએ કોલ ઉપાડતાં પૂછ્યું.
‘જી, રાઘવભાઈ તમે કોઈ કામમાં હોવ તો પછી વાત કરીએ.’ તરુણા બોલી.
‘ના ના બોલો. ભાનુપ્રતાપ સાથે મુલાકાત થઈ?’
‘હા, મુલાકાત પણ થઈ અને ખાસ્સી વાતો પણ થઈ. મને તો ખુબ નવાઈ લાગી કે આટલાં મોટા માણસે આટલી વિનમ્રતાથી મારી જોડે આટલી વાત કરી.’ તરુણાએ કહ્યું.
રાઘવ મનોમન હસતાં બોલ્યો.’ મારા વિષે કંઈ પૂછ્યું? તમે રાઘવને કઈ રીતે અને કેમ ઓળખો છો, એવું કઈ પૂછ્યું?'
‘ના, તમારી કોઈ ચર્ચા નથી થઈ. તમારો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો.’ તરુણાએ જવાબ આપ્યો.
એ સાંભળીને રાઘવ હસતાં હસતાં બોલ્યો
‘હવે એ મારો ઉલ્લેખ નહીં કરે.’
‘કેમ તમે હસ્યાં? અને કેમ ઉલ્લેખ નહી કરે? એ ન સમજ્યું.’ નવાઇ સાથે તરુણાએ પૂછ્યું.
‘પહેલું કારણ એ કે, તે રાજકારણી છે. મેં તમારાં વિષે તેને જે વાત કરી તેની તેણે તમારી જોડેની વાતચીતમાં ખરાઈ કરી લીધી. એટલે હવે એ મારાં વિષે તમને પૂછીને, મારા પ્રત્યે તેનો વિશ્વાસ નહીં ગુમાવે. અને હવે રહી બીજી વાત એ કે, એ સંબંધમાં મારા દૂરના મામા થાય. અને તેની હું રગે રગ જાણું છું. પણ મારી જોડે કયારેય રાજકારણીના ટોનમાં કે ગર્ભિત ભાષામાં વાત ન કરે અને મારી કોઈ વાત પર શંકા પણ ન કરે. સમજ્યા?'

‘ઓહહ! .. તો આ બધી તમારાં કોલની મહેરબાની છે એમ.’ તરુણાએ પૂછ્યું.
‘ના, તમારી કાબેલિયતની. તમે મારી એક વાત લખી રાખજો, જો તેમણે તમને આટલો ટાઈમ આપીને સાંભળ્યા છે, તો એ હવે તમને નહી છોડે. હવે તમે તમારી સુઝબુઝથી તેના સામ્રાજ્યમાં કેમ અને કેવી રીતે જગ્યા બનાવી શકો છો, એ તમારાં પર નિર્ભર છે. મેં તેમને એટલું જ કહ્યું હતું કે, ફક્ત એકવાર એ તમને સાંભળી લે, બસ.’

‘સાચ્ચે જ ભાઈ, તમે મારાં માટે આજે ભગવાન બનીને આવ્યા અને મારી જિંદગીની ગાડીની પાટે ચડાવી. તમારો જેટલો પાડ માનું એટલો ઓછો છે.’ તરુણા બોલી.

‘અરે, હું તો નિમિત માત્ર છું. અને તમે જિંદગીની ગાડીને પાટે ચડાવવાની વાત કરો છો. તમે શું છો, એ તમને ખબર નથી. તમે પારસમણી છો. તમને જે અડકશે એ સોનું થઇ જશે. મારા આ શબ્દો યાદ રાખજો. અને પછી મને ભૂલી ન જતાં, હોં’
બોલીને રાઘવ હસવાં લાગ્યો.
‘અરે, ભાઈ આવું કેમ બોલો છો, તમારી સામે તો હું કંઈ જ નથી. અને રહી વાત ભૂલવાની, તો તેનો જવાબ રૂબરૂ મળીશું ત્યારે આપીશ. અને હા, પણ મને એક વાત તો કહો કે તમારી પાસે મારો નંબર આવ્યો કયાંથી? મેં તો મારો નંબર તમને આપ્યો જ નથી, તો પછી?’ તરુણાએ પૂછ્યું.
‘અરે, આટલું દિમાગ ન ચાલે તો આ પોલીસ ડીપાર્ટમેન્ટ સાંજે વર્દી ઉતારી નાખે.
ઇટ્સ સો સિમ્પલ. ધારા પાસેથી.’ એમ બોલીને રાઘવે હસતાં હસતાં કહ્યું કે, ચલો પછી વાત કરીએ.’ એમ કહીને કોલ કટ કર્યો.

કાર્યાલય પરત ફરતાં, રસ્તામાં એક ખુલ્લાં મેદાનનાં એક કોર્નરમાં આવેલાં, એક મોટાં ઝાડ નીચેના છાંયડામાં કાર પાર્ક કરીને અડધો કલાકથી બેસેલાં રણજીતને ચુનીલાલે કહ્યું,
‘અલ્યા, આ હું? કયારનો તું લમણે હાથ દઈને કોઈની કાણમાં આવ્યો હોય બેઠો છે?’
‘મને આ છોડી કે આ ડોહો, બેયમાંથી કો'ક એક રમત રમતું હોય એવું લાગે છે.’
રણજીત બોલ્યો.
‘કેમ?’ ચુનીલાલે પૂછ્યું.
‘ઈનું કારણ છે ચુનિયા, કે સવારે જયારે આપણે બેય એના બંગલે મળવા ગ્યા તંઈ ડોહો ડાઈ ડાઈ વાતું કરતો’તો. અને ઓફિસે આવીને ડગરી કેમ છટકી ગઈ?'
રણજીતે વાક્ય પૂરું કર્યું, ત્યાં જ ભાનુપ્રતાપનો કોલ આવ્યો.
‘તું કેટલાં ટાઈમમાં પોહંચે છે ઓફીસ?' શાંતિથી ભાનુપ્રતાપે પૂછ્યું.

‘એ... સાહેબ ૧૦ મીનીટમાં આવ્યો.’ રણજીતે જવાબ આપ્યો, એટલે તરત જ ભાનુપ્રતાપે કોલ કટ કર્યો. અને તેની ચેમ્બરમાંથી નીકળીને તેની પર્સનલ કેબીનમાં દાખલ થતાં તરુણાને કહ્યું,

‘આવ અહીં. આ ટેબલ નજીકની ચેર પર બેસ. હવે બોલ રણજીત સાથેની તારી મુલાકાતમાં તમારે શું વાતચીત થઈ?’

‘તેમણે મને કહ્યું કે, તને અમારી પાર્ટીમાં જોડાવામાં રસ હોય તો આ એડ્રેસ પર આવી જજે. અને હું આવી ગઈ.’ તરુણાએ જવાબ આપ્યો.
‘રણજીત વિષે તારો શું અભિપ્રાય છે?’ ભાનુપ્રતાપે પૂછ્યું.
તરુણાને હવે ખ્યાલ આવી ગયો, કે હવે આ રાજકારણીને એના અસલી મિજાજનો પરચો બતાવવો જ પડશે. નોકરી ગઈ તેલ લેવા એવું મનોમન બોલીને જવાબ આપતાં કહ્યું.

‘જુઓ અંકલ અમારા બન્નેમાંથી તમે નિશાન કોઈને પણ બનાવો, પણ એ પહેલાં ખભો કોઈ એકનો નક્કી કરી લ્યો. હું રણજીત નથી અને રણજીત દસ જન્મે પણ તરુણા નહીં બની શકે. હવે તમે નક્કી કરી લ્યો કે તમને કોની જરૂર છે?’ ભાનુપ્રતાપની સ્હેજ પણ શરમ રાખ્યા વગર તરુણાએ બેધડક બોલ્યાં પછી પગ પર પગ ચડાવ્યો.

થોડીવાર ભાનુપ્રતાપ તરુણાને જોઈ જ રહ્યા. મનોમન બોલ્યા કોને દાદ આપું આ છોકરીની બુદ્ધિમતાને કે તેની હિંમતને ! જો આ જીવતો બોમ્બ લાલસિંગની પડખે ચડી ગયો, તો મારે તો હંમેશ માટે આ શહેર છોડ્યે જ છુટકો.

‘છોકરી તારી વાત સાંભળીને હવે મને મારી ખુરશી જોખમમાં હોય એવું લાગે છે.’
ચાલ હવે તારી શરતો બોલ,’ ભાનુપ્રતાપે તરુણાને તેના કોન્ટેક્ટ નંબર વાળા કાર્ડની સાથે ઓફર આપતાં પૂછ્યું.

‘હું તમારી જોડે કામ કરવા આવી છું અંકલ. જરૂર પડી તો હું તમારાં માટે મારો જીવ આપતાં નહીં અચકાઉં. પણ.. મારી જોડેની વાત કે વ્યહવારમાં ભૂલે ચુકે પણ જો ... રાજકારણની સ્હેજ પણ ગંધ આવી, તે ઘડીએ હું ભૂલી જઈશ કે તમે મારા અંકલ છો.
હું ગાળ સહન કરીશ, ગદ્દારી નહીં. તરુણાની ઈમાનદારીને ખરીદવા માટે તમારો પૈસો ટૂંકો પડશે અને પ્રેમ વધી પડશે.’
આટલું બોલીને તરુણાએ ભાનુપ્રતાપને બે હાથ જોડતાં તેની આંખોની કોર ભીની થઇ ગઈ.
‘આજથી તારા માટે રાજકારણી ભાનુપ્રતાપ મટી ગયો, બસ.’ ભાનુપ્રતાપના આ પ્રતિભાવનો જવાબ આપતાં તરુણાએ કહ્યું કે.
‘મને બે-ચાર વાક્યોમાં રણજીતે તમારો પરિચય આપ્યો, એના પરથી હું એટલું અનુમાન લગાવી શકું કે, આટલાં વર્ષો પછી પણ તમારી રાજકીય કારકિર્દીનું પરિણામ શૂન્ય રહેવાનું એક જ કારણ છે. તમારાં અહમને પોષવા, વર્ષોથી જે ઢબે તમે તમારી જાતને છેતરી રહ્યા છો, તેનાથી રણજીત ખુબ સારી રીતે વાકેફ છે. એટલે તે એ જ ઢબે તમને છેતરે છે. એક વાત કહું અંકલ, કોઈ વ્યક્તિ સૂતો હોય તેને ઉઠાડી શકાય, પણ જે સુવાનો ઢોંગ કરતો હોય તેને ઉઠાડવો અઘરો છે. રણજીત તમને સુંકુ ઘાસ નાખે છે અને લીલા રંગના ચશ્માં પહેરાવે છે બસ.’
ચીરી નાખે એવું નગ્ન સાંભળીને ભાનુપ્રતાપ તરુણાની સામે જોઈ રહ્યા. થોડીવાર તો શું બોલવું એ ખ્યાલ ન રહ્યો.

‘આટલો વર્ષોમાં રણજીતે આજે એક કામ એકે હજારા જેવું કર્યું.’ ખુશખુશાલ ભાનુપ્રતાપ બોલ્યા.
‘કયું કામ.’ તરુણાએ પૂછ્યું.
‘કોલસાની ખાણમાંથી હીરો શોધી લાવ્યો, એ.’ ભાનુપ્રતાપે જવાબ આપ્યો.
આ સાંભળીને તરુણા હસવાં લાગી. એટલે ભાનુપ્રતાપને નવાઈ લાગતાં પૂછ્યું
‘કેમ હસે છે?’
‘તમને શું લાગે છે? એ મને મારાં કે તમારાં ફાયદા માટે મને અહીં લાવ્યો છે?”
તરુણાએ પૂછ્યું.
‘હાસ્તો, તું મારું કામ કરે એ મારો ફાયદો, તને બે પૈસા મળે એ તારો ફાયદો અને રણજીતને તેનું કમીશન મળે એ તેનો ફાયદો.’
‘ના, અંકલ. એ જે રીતે પૈસાની લાલચ આપીને મને અહીં લાવ્યો છે. હું એ રહસ્ય જાણવા જ આવી છું.’
તરુણના જવાબ પરથી તરત જ ભાનુપ્રતાપને રણજીતે, સવારે બંગલે આવીને કરેલી વાતનું અનુસંધાન મળી ગયું. હજુ એ કૈક બોલવા જાય ત્યાં જ રણજીત બારણે ટકોરા મારીને અંદર આવ્યો. એટલે ભાનુપ્રતાપે એક જ ક્ષણમાં તરુણાને ઈશારાથી સમજાવી દીધી.

‘આવ, શું થયું, કામ પત્યું?’ ભાનુપ્રતાપે રણજીતને પૂછ્યું.
‘હો, સાહેબ. આજ દિ' લગી તમારું કોઈ કામ નો થાય એવું થ્યું છે? શું કહો છો આ છોડી માટે? મને તો લાગે છે કે આપણી પારટી માટે મે'નતથી કામ કરશે.’
રણજીત તેની ફિતરત મુજબ મધલાળ ટપકાવતી ભાષામાં બોલ્યો.
એ સાંભળીને તરુણાને મનોમન આવતું હસવું માંડ માંડ રોકી શકી.

‘એ આપણે પછી વિચારીએ તેનું. પહેલાં તું મારાં ડ્રાઈવરને કહે કે આમને તેના ઘરે મૂકી આવે.’ રણજીતને જવાબ આપતાં ભાનુપ્રતાપે કહ્યું.
‘તને મારો ડ્રાઈવર મૂકી જાય છે ઘરે. અને તારું કામ પડે ત્યારે હું તને બોલાવીશ.’
ભાનુપ્રતાપએ કહ્યું એટલે તરુણા સમજી ગઈ અને ઉભાં થઈને બે હાથ જોડતાં બોલી.
‘જી અંકલ. આપનો આભાર.’ એટલું બોલીને તરુણા બહાર આવી.

એટલે ભાનુપ્રતાપે રણજીતને પૂછ્યું,
‘બોલ હવે. સવારે જયારે બંગલે આવીને જે વાત કરી તે વાત અને આ છોકરીને શું લાગે વળગે? અને એવી કઈ વાત છે જેના કારણે તું એમ બોલ્યો હતો કે આ ચૂંટણીમાં તો તમે જ સાંસદ બનશો?’
‘સાહેબ, આ છોડી જ તમને ખુરશી પર બેહાડશે. આ છોડી આપણા હાટુ ઓલા અલાદીનના જીન જેવું કામ કરશે. વરસોથી તમારાં બંધ નસીબના તાળાની કુંચી છે આ છોડી. આ બસ એટલું સમજી લ્યો.’
‘પણ લ્યા આ ગોળ ગોળ બોલવાં કરતાં કંઈ સમજાઈ એવું બોલને.’ અધીરાઈથી અકળાઈને ભાનુપ્રતાપ બોલ્યા.

‘હવે સાહેબ, ઈના હાટુ તો થોડી ધીરજ ધરવી પડશે. તમારે તો ઓલી વાર્તાની ઘોણે એક જ દિ' માં હંધાય ઈંડા ખાય લેવા છે. ઈમ નો થાય ને સાહેબ. પણ જો મારી વાત ખોટી પડે તો મારું માથું વાઢી લેવાની છૂટ તમને. લ્યો.’

‘એલા પણ ત્યાં સુધી કરવાનું શું?’ ઉભાં થતાં ભાનુપ્રતાપ બોલ્યા.
‘બસ કય નઈ. હું કવ એમ કયરે જાવ. એટલે તમારો બેડો પાર.’
વધુ આવતાં રવિવારે...

© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.પ્રકરણ ત્રીજું /૩

ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.