કોલ સેન્ટર (ભાગ-૩૫) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૩૫)

મજાક ન કર ધવલ..!!હું કોઈ બીજાને પ્રેમ કરું છું.એ હું તને કેન્ટીનમાં કહી ચુકી છું.તું આ ગીતની મજા લઇ શકે છે.(અભીના જાવો છોડ કર દિલ અભી ભરા નહિ,અછા તો હમ ચલતે હૈ.અકલે અકલે ક્યાં જા રહી હો,આયે પ્યાર કા મોસમ મેરી જિંદગી મેં)માનસી ધવલથી થોડી દૂર થઈ ગઇ.ધવલે હાથ ઊંચો કરીને વેઈટર પાસે એક ડ્રિન્ક મગાવ્યું.

*******************************
ડાબી બાજુ નજર કરી તો વિશાલસરની વાઈફ પાયલ આવી રહી હતી.વિશાલસરે બધાને ભેગા તો કર્યા છે પણ અહીં આ બધા યુદ્ધ ન કરે તો સારું.થોડીવારમાં વિશાલસર આવ્યા અને મેડીકોલ કોલસેન્ટરના થોડા વખાણ કર્યા અને પાર્ટીની શરૂવાત કરી.

મારી પાસે માનસી એ આવીને મને સવાલ કર્યો.પેહલી છોકરી તને દેખાય રહી છે કે નહીં?મેં હજુ જોવાની કોશિશ કરી નથી.શા માટે?શાયદ તેના પ્રત્યે મને પ્રેમ પણ થઈ જાય.

આજ ધવલ તે થોડો વધારે પીધો હોઈ એવું મને લાગી રહ્યું છે?નહીં માનસી હજુ તો મેં પીવાની શરૂવાત જ નથી કરી.હું પીવાની શરૂવાત કરીશ તો મને બધી બાજુ એ મ્યુઝિયમ વાળી છોકરી જ દેખાશે.એટલે તું મારી પાસે આવીને પીવા માટે મને દબાણ ન કર.

રાત્રીના અગિયાર વાગી ગયા હતા.મારી નજર વિશાલ સર સાથે વાત કરતી ચાર છોકરી પર પડી.હું થોડો નજીક ગયો.શાયદ તેમાંથી કોઈ પહેલી મ્યુઝીયમ વાળી છોકરી હોઈ.પણ કહેવું મુશ્કેલ હતું.

હાય,ધવલ તું કોને અહીં જોય રહ્યો છે?

વિશાલ સરને..!!!એ તો તારા પ્રેમનો વેરી છે.એટલે જ તો હું તેની સામે જોઇ રહ્યો છું.પણ વેર વાળવાનો સમય સુકાય જશે એવું મને લાગી રહ્યું છે.સાંભળ એ બધું તું છોડી દે અને હવે પાર્ટી હમણાં પુરી થવાની છે.

હું અને પલવી મારી રૂમમાં ઉપર જઈ રહ્યા છીએ.વિશાલ સર બોલાવે તો મને ફોન કરજે અમે બંને આવી જશું.

ઓકે પણ તારા પાકિટમાં છે ને?

હા,તારે જોયે તો તારા માટે પણ છે.ઓકે તો બેસ્ટ ઓફ લક.કઈ કામ હશે તો હું તને ફોન કરીશ.અનુપમ અને પલવી બંને તેની રૂમમાં ઉપર ગયા.આ બાજુ પાયલ મારી તરફ આવી રહી હતી.તું બેંગ્લોરમાં વિશાલસરની ઓફિસમાં કામ કરે છે તે જ ધવલ છે ને?હા,હું વિશાલસરની વાઈફ છું.

માનસી મારી સામે ત્રાસી નજરે જોય રહી હતી.શાયદ હું પાયલ સાથે વાત કરતો હતો તેને ગમતું ન હતું.તારો ફોન નંબર મને આપીશ?મારે તારું થોડું ઘણું કામ છે.હા,અફકોસ કેમ નહિ..!!મેં પાયલને મારો ફોન નંબર આપ્યો.હું કાલે તને કોલ કરીશ.

ધવલ તો મુંજાય ગયો બધી બાજુથી તે ઘેરાય રહ્યો હતો.આ માનસી અને પાયલ શા માટે તેના પ્રેમમાં મને બંધક બનાવી રહ્યા છે તે મને સમજાતું ન હતું.પાયલ શા માટે મારો ફોન નંબર માગ્યો તે પણ કહેવું મુશ્કેલ હતું.

પાયલ મારાથી દૂર ગઇ એટલે તરત જ માનસી મારી પાસે આવી.પાયલને તારી જોડે પ્રેમ નથી થઈ ગયો ને?શાયદ થઇ પણ જાય.જમાનો બદલી રહ્યો છે.આજકાલ તું મારી તરફ શોર્ટ મસ્ત મારી રહ્યો છે કોઈ કારણ? વિશાલ સર..!!!તે જ્યારથી મને કહ્યું કે હું વિશાલસરને પ્રેમ કરી રહી છું ત્યારથી તારા પ્રયતે મને નફરત પેદા થઇ છે.

તો કરને નફરત મારે અને તારે શું લેવા દેવા.હું તો તને પૂછવા માટે જ આવી હતી કે પાયલ તને શું કહી રહી હતી?પાયલ મારો ફોન નંબર લીધો છે તે શું કહેવા માંગે છે તે મને પણ ખબર નથી.એનો ફોન આવશે ત્યારે હું તને જણાવીશ કે પાયલ મને આ કહેવા માંગતી હતી.ઓકે બાય.

પલવી તારો હાથ આપ,મારે જોવું છે તારા ભાગ્યમાં શું છે?તું કોઈનું ભાગ્ય જોય શકે છે.'હા' તો કે મને, મેં હાથ લાંબો કરીને તેની બાજુ કર્યો.અનુપમે હાથ મારો જોવાની બદલે તેની તરફ મને ખેંચી.હું અનુપમની ઉપર થોડી સરકી,મેં થોડી હળવેથી ચીસ નાખી.

'ઓય'.

અનુપમે મને ચુપ રહેવાનું કહ્યું.તેણે મારા મોં પર એક આંગળી મેકી દીધી.હજી હું અનુપમની ઉપર જ હતી,મને પણ તેના શરીર પરથી નીચે જવાનું મન થતું ન હતું.જેમ કોઈ પુરુષના પહોળા ખભા સ્ત્રીને સૌથી વધારે એમની તરફ આકર્ષિત કરે છે.જ્યારે પુરૂષ એમની બાહુપાશમાં સ્ત્રીઓને આલિંગન કરે છે.ત્યારે તે સ્ત્રી પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે.તે જ રીતે આજ પલવી ઉત્તેજિત થઈ રહી હતી.

તે મારા વાળમાં હાથ ફેરવી રહ્યો હતો.મને તેનાં હાથનાં સ્પર્શ ગમી રહ્યા હતા.મેં અનુપમના મોં તરફ માંથું ઊંચુ કર્યું.તેણે પણ મારી બાજુ સહેજ માથું ઝુકાવ્યું.મને અનુપમનાં ગુલાબી હોઠ પર ચુંબન કરવાનું મન થયું પણ,તેણે તેના હોઠ મારા હોઠથી થોડા દુર કરી નાખ્યા.

પણ,હું તેનાથી વધુ નજીક ગઇ.અનુપમ મને ઈનકાર ન કરી શકે.મેં ફરીવાર અનુપમ તરફ જવાનો પ્રયત્ન કર્યો.આ વખતે અનુપમે મારી નજીક આવી મારા હોઠ પર તેના હોઠ મેકી દીધા.કોઈ બે પ્રેમી ઘણા સમયથી મળ્યા ન હોય,અને મળ્યાનો આનંદ હોય,તેમ અનુપમ અને પલવી એ ચુંબનો આનંદ લીધો.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)