કોલ સેન્ટર (ભાગ-૩૪) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૩૪)


તે હોટલની જ ટેક્સીની અંદર બેઠા અને ગેટની બહાર નીકળ્યા.ધવલે પણ તેની પાછળ જવા માટે ટેક્સી કરાવી.થોડીજવારમાં તે કારની સાથે ટેક્સી થઈ ગઇ.હોટલ કલથન પાસે વિશાલસરની કાર ઉભી રહી અને ત્યાંથી કોઈ સ્ત્રી વિશાલસરની કારમાં બેઠી.કાર થોડી આગળ ચાલી અને મ્યુઝિયમ પાસે આવીને ઉભી રહી ગઇ.

**************************

વિશાલસર અને પહેલી સ્ત્રી બંને મ્યુઝિયમની અંદર ગયા.ધવલ પણ એ બંનેની પાછળ પાછળ એ મ્યુઝિયમની અંદર ગયો.ધવલને લાગતું હતું કે આ સ્ત્રીને મેં કંઇક જોય છે,પણ તે ઘણી દૂર હતી તેને ઓળખી શકતો ન હતો.પણ બ્લ્યુ ડ્રેસ વાળી આ જ છોકરી હતી.હું તેની ચાલ પરથી ઓળખી ગયો હતો.વિશાલસર પાછળ ફરશે તો મને જોઈ જશે એ ડરથી હું તે મ્યુઝિયમની બહાર નીકળી ગયો,અને હોટલ પર આવી ગયો.

હોટલ પર આવીને ધવલ પહેલા માનસીની રૂમમાં ગયો.બોલ શું વિશાલસરના સમાચાર લાવ્યો છે?તને કેમ ખબર હું વિશાલ સરની વાત કરવા અહીં આવ્યો છું.કાલ તો તને કહ્યું હતું કે તું વિશાલ સરનું ઘ્યાન રાખજે તે ક્યાં જાય છે.કોને મળે છે.

હું આજ તેની પાછળ પાછળ એક મ્યુઝિયમમાં ગયો હતો.તેની સાથે એક છોકરી હતી.એ છોકરીને મેં પહેલા ક્યારેક જોઈ હોઈ એવું મને લાગી રહ્યું હતું. પણ તે મારાથી ઘણી દૂર હતી એટલે તેનો ચહેરો સ્પષ્ટ હું જોઇ ન શક્યો.પણ તેને મેં બે દિવસ પહેલા આ જ હોટલમાં આવતી જોઈ હતી.મને ખાતરી છે કે તે જ સ્ત્રી હતી.

હું તને મારા ફોનમાં ચાર છોકરીના ફોટા બતાવું છું.તે છોકરી માંથી કોઈ છે નહીં ને?ધવલે તે ચારેય છોકરીના ફોટા જોયા પણ કહેવું મુશ્કેલ હતું કે આજ છોકરી છે.નહિ માનસી તે છોકરી મારાથી દૂર હતી કહેવું મુશ્કેલ છે કે આજ છોકરી હતી,પણ હું તેની ચાલ પરથી ઓળખી શકુ કે તે આજ છોકરી હતી.

ઓકે ધવલ તો આજ સાંજની પાર્ટીમાં તે આવશે જ વિશાલે તેને આમંત્રણ આપ્યું જ હશે.તે આવ્યા વિના નહિ રહે.તું વિશાલસર પર નજર રાખજે.

ઓકે માનસી..!!!હું માનસીની રૂમમાંથી બહાર નીકળી ગયો.હું શું કરી રહ્યો હતો તે મને પણ ખબર ન હતી.હું તો માનસીને પ્રેમ કરું છું,પણ આ માનસી માટે હું જાસૂસી શા માટે કરી રહ્યો છું.એ છોકરી કોઈ પણ હોઈ મને શું ફરક પડે છે.મારા જીવન સાથે એને શું લેવા દેવા.તે બધા જ સવાલના જવાબ ધવલ પાસે હતા નહિ.

પાર્ટીમાં જવાનો સમય થઇ ગયો હતો.બધા જ પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા હતા.સાજનું ડિનર પણ અમારે એ પાર્ટીમાં જ લેવાનું હતું.એટલે આજે નીચે ડિનર પણ લેવા જવાની જરૂર ન હતી.

માનસીને ડર હતો કે પાયલ જો પાર્ટીમાં આવશે તો મારી સાથે ઝઘડો ન કરે તો સારું.વિશાલસરે મને મેસેજ કરી કહી દીધું હતું કે પાયલ જો પાર્ટીમાં આવે તો તેનાથી દુર રહેજે.નહિ તો પાર્ટીની મજા તે બગાડી દેશે.

આજ પાર્ટીમાં બેંગ્લોર માંથી વિશાલસરના મિત્રો અને બીજા ઘણા બધા ધનિક લોકો આવાના હતા.બિઝનેસની એકબીજાની ઓળખાણ માટે વિશાલસરે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.દરેક વર્ષે તે આવી પાર્ટીનું આયોજન કર્તા હોઈ છે,પણ આ વર્ષે થોડું મોટું આયોજન હોઈ એવું લાગી રહ્યું હતું.

રાત્રે નવ વાગે પાર્ટી શરૂ થવાની હતું.મહેમાનો એક પછી એક આવી રહ્યા હતા.હું એક ખૂણામાં ખુરશી પડી હતી તેની પર બેસીને ચા ની મજા માણી રહ્યો હતો.ત્યાં જ સામેથી મને પલવી અને અનુપમ આવતા દેખાય.આ પહેલા મેં પલવીને આવા ટૂંકા ડ્રેસમાં મેં ક્યારેય જોય ન હતી.એકદમ હોટ લાગી રહી હતી.જાણે વિશાલસરે પાર્ટીનું આયોજન પલવી માટે જ કર્યું હોઈ એવું લાગી રહ્યું હતું.

હાય,ધવલ શું વિચારી રહયો છે?યાર દુઃખી માણસોને આવો સવાલ શા માટે કરે છે તું..!!કેમ દુઃખી?તને તો તારી ગર્લફ્રેન્ડ મળી ગઇ હું તો હજુ તેની પાછળ પાછળ જ ફરું છું,અને એ પણ મળશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

તું ચિંતા ન કર માનસી આવી જ રહી છે.તે અમારી સાથે જ હતી પણ કોઈ વસ્તું ભૂલી ગઇ હતી તો તે લેવા માટે ગઇ છે.સામે જો તે આવી જ રહી છે.

આહ,મારા મોં માંથી શબ્દ નીકળી ગયો.રેડ ડ્રેસમાં માનસી એકદમ ફિલ્મની હિરોહીન જેવી લાગી રહી હતી.તે મારી નજીક આવી બે દિવસ પહેલા અમે ફરવા ગયા હતા તે જ સ્પ્રેની સુગંધ માનસી પાસે આવી રહી હતી.શાયદ વિશાલ સર માનસીને બીજો સ્પ્રે દેવાનું ભૂલી ગયા હશે.


હાય,ધવલ..!!!હાય,માનસી આજ એકદમ મસ્ત લાગે છે તું?બસ બોવ વખાણ ન કર મારા.અહીં મારાથી ઘણી સુંદર છોકરીઓ પાર્ટીમાં દેખાય રહી છે.તું તેની સાથે વાત કરી શકે છે.તારું કંઇક ગોઠવાય પણ જાય.

કેન્ટીનમાં વાત ન થઇ..!!!

શું વાત થઇ ધવલ? (પાછળ મોટા અવાજથી આજ
ઉન્સે પહેલી મૂલાકાત હોગી,આજ શામ હોને આયે ગીત ચાલી રહ્યું હતું.)

હજુ તો હું તને પ્રેમ કરું છું,એટલે મારે કોઈ છોકરી શોધવાની જરૂર નથી.

મજાક ન કર ધવલ..!!હું કોઈ બીજાને પ્રેમ કરું છું.એ હું તને કેન્ટીનમાં કહી ચુકી છું.તું આ ગીતની મજા લઇ શકે છે.(અભીના જાવો છોડ કર દિલ અભી ભરા નહિ,અછા તો હમ ચલતે હૈ.અકલે અકલે ક્યાં જા રહી હો,આયે પ્યાર કા મોસમ મેરી જિંદગી મેં)માનસી ધવલથી થોડી દૂર થઈ ગઇ.ધવલે હાથ ઊંચો કરીને વેઈટર પાસે એક ડ્રિન્ક મગાવ્યું.


***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)