જોકર – સ્ટૉરી એક લુઝરની – 49 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર – સ્ટૉરી એક લુઝરની – 49

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 49
લેખક – મેર મેહુલ
મેં લાલજી પટેલને અંજામ સુધી પહોંચાડી દીધો હતો.તેણે મને વિક્રમ દેસાઈ સુધી પહોંચવાનો રસ્તો બતાવી દીધો હતો.હું સુલોચનાને મળવા રેડ એરિયામાં જઈ ચડ્યો હતો.એ મારી સામે ઉભી હતી.મારો મનસૂબો સાફ હતો.સુરું પાસેથી રેંગાની બાતમી મેળવી,રેંગાને શિકન્જામાં લઇ વિક્રમ દેસાઈની માહિતી મેળવવી.
“ના ગમી એ?”સુરુંએ મજલીની ઓરડી તરફ જોઈ પૂછ્યું.સુરું દેખાવડી હતી.શરીરે વ્યવસ્થિત બાંધાની.રેંગો શા માટે તેના પર મોહી ગયો હતો એ મને સમજાય ગયું હતું.
“હું તારાં માટે જ આવ્યો છું”મેં કહ્યું, “એની પાસે તારું એડ્રેસ પૂછતો હતો”
“મારો ભાવ એના કરતાં ઊંચો “સુરુંએ કહ્યું, “હું એક રાતના ચાર હજાર અને એક કલાકના હજાર રૂપિયા લઉં છું”
મેં પોકેટમાંથી દસ હજારનું બંડલ કાઢી ધર્યું.સુરુએ મને અંદર આવવા ઈશારો કર્યો.અંદર ઓરડી શરૂ થતાં જ પુરી થઈ જતી હતી.ખાલીખમ દેખાતી ઓરડીમાં માત્ર એક ત્રાંસો પલંગ હતો અને ખૂણામાં એક નાનો કબાટ હતો.કબાટની બાજુમાં એક માટલું હતી અને તેની બાજુમાં લાકડાનાં પાટિયાં પર શણગારનો સમાન હતો.
“એક કલાક માટે કે રાત માટે?” સુરુએ પોતાની સાડીનો પલ્લું ઉતારતાં પૂછ્યું.
“એક મિનિટ”મેં આંખો આડા હાથ રાખી દીધા, “કોણે કહ્યું હું એ માટે જ આવ્યો છું?”
સુરું હસી પડી, “કોઈ રાખડી બંધાવવા અહીં નહિ આવતું બકા”
“પણ હું આવ્યો છું”મેં કહ્યું, “અને તું આ સાડી પહેરી લે પહેલાં”
સુલોચના ભોંઠી પડી.તેણે સંકોચ સાથે સાડીનો પલ્લું ખભા પર રાખ્યો.
“એક ગ્લાસ પાણી મળશે?”મેં પૂછ્યું.મારું ગળું સુકાય રહ્યું હતું.વાત ક્યાંથી શરૂ કરવી એ મને નહોતું સમજાતું.તેણે માટલામાંથી એક ગ્લાસ ભરી આપ્યો.
“તારું અહીં આવવાનું કારણ?”એ મારી સામે શંકાસ્પદ નજરે જોઈ રહી હતી.
મેં તેની આંખોમાં આંખ પરોવી.મારે એને કોન્ફિડન્સમાં લેવી હતી.
“તું આ કામથી ખુશ છે?”મેં પૂછ્યું.
સુલોચનાએ આંખો નાની કરી.તેનાં ચહેરા પર ન સમજી શકાય એવા હાવભાવ હતા.
“કોણ ખુશ હોય આ કામથી?”તેણે અણગમા સાથે કહ્યું, “મજબૂરી જ ન કરાવવાના કામ કરાવે છે”
હું સમજી ગયો.સુલોચના આ લોકો સાથે મળેલી નહોતી. કદાચ એ જુઠ્ઠું બોલી રહી હશે પણ મારી પાસે તેનાં પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
મેં ઊંડો શ્વાસ લીધો અને વાત શરૂ કરી.શરૂઆતથી બનેલી બધી ઘટના મેં તેને કહી.મને કેવી રીતે આ કાંડ વિશે ખબર પડી અને મેં શું શું પગલાં લીધાં એ બધી વાત મેં તેને કહી.
“મને લાલજી પટેલે તારી માહિતી આપી હતી એટલે હું તારી પાસે આવ્યો છું”છેલ્લે મેં કહ્યું, “મારે ગમેતેમ કરીને તેની ચેનલમાં ઘૂસવું છે”
“તું બરોબર જગ્યાએ આવ્યો છે ભાઈ”સુલોચનાએ કહ્યું, “હું જ રેંગાની કમજોરી છું. એ મને જોઈ બાવળો બની જાય છે”
“તો એ તારી સાથે બધી વાતો શેર કરતો હશેને?”મેં પૂછ્યું.
“બધી વાત તો નહીં પણ જ્યારે ખુશ હોય ત્યારે એ વાતો કરે”સુલોચનાએ કહ્યું.બીજી જ ક્ષણે એણે હસીને કહ્યું, “મારી સાથે લગ્ન કરવાના સપનાં જુએ છે”
“તો કેમ નહી કરી લેતી?”મેં કહ્યું, “આ કામથી તો છુટકારો મળે તને”
“કેમ કરું?”તેણે ખંભા ઉછાળ્યાં, “ખોટા સપનાં બતાવીને કામ કઢાવી લે છે.કામ રખેલનું કરાવે છે અને નામ પત્નીનું આપવા માંગે છે”
“આપણે આ બધી મુસીબતમાંથી નીકળી શકીશું”મેં કહ્યું, “બસ તેનાં વિશે જે ખબર હોય એ મને કહી દે”
સુલોચના વાત શરૂ કરવા જઈ રહી હતી એટલામાં કોઈ દરવાજો ખખડાવ્યો.
***
રેંગો વિક્રમ દેસાઈના ફાર્મ હાઉસે નીકળી વેલેન્જાથી ઘલુડી તરફ જતાં રોડ પર આવેલા ફાર્મ હાઉસ પર આવ્યો હતો.આ ફાર્મ હાઉસ વિક્રમ દેસાઈનું જ હતું.રેંગાને બધા કામ કરવા માટે આ જગ્યા આપવામાં આવી હતી.
ફાર્મ હાઉસ પર જઈ રેંગાએ પોતાનાં પંટરોને ફોન કરવાનું શરૂ કર્યું.રેંગાએ બે-ત્રણ પોલીસકર્મીઓને પણ ફોન જોડ્યા અને ચિઠ્ઠી બાબતે વાત કરી.રેંગો હજી જૈનીતને હલકામાં લઈ રહ્યો હતો.તેનાં મન જૈનીતને મસળવો ડાબા હાથનો ખેલ હતો અને એટલે જ એ નિશ્ચિત થઈને પોતાનાં બીજા કામોમાં વ્યસ્ત થઈ ગયો.
સાંજ સુધીમાં કોઈની ખબર ના મળી એટલે રેંગો અકળાયો.મોડી રાત્રે દારૂ પીને એ પોતાની માશૂકાને મળવા નીકળી ગયો.એ જ રેડ એરિયો.ત્યાં ચાલતો દેહ વ્યાપાર અને પોતાની હવસ છીપાવતાં હવસખોરોની વચ્ચે રેંગો સુરુની ઓરડી પાસે જઈ ઉભો રહ્યો અને દરવાજો ખખડાવ્યો.
એ જ સમયે જૈનીત સુરુની ઓરડીમાં હતો.દરવાજો ખખડ્યો એટલે સુરુને ખબર પડી ગઈ કોણ હશે.તેણે જૈનીતને શર્ટ કાઢીને પલંગ પાસે ઊભાં રહેવા કહ્યું.જૈનીત શર્ટ કાઢી ઉભો રહ્યો એટલે સુરુએ દરવાજો ખોલ્યો.
“કસ્ટમર છે”સુરુએ રેંગાને જોઈને કહ્યું.
“ભગાવી મુક એને અને ઉપરના રૂમમાં આવી જા”કહેતાં રેંગો બાજુમાં રહેલો દાદરો ચડવા લાગ્યો.રેંગાના ગયાં પછી સુરુએ જૈનીતને અંદર છુપાઈને રહેવા કહ્યું અને બહારથી તાળું વાસી સુરું ઉપરના રૂમમાં ચડી ગઈ.
ઉપર હોટેલના રૂમ જેવો આલીશાન રૂમ હતો.અહીં રેંગા સિવાય કોઈ પુરુષને આવવાની મંજુરી નહોતી.રેંગો પોતાની હવસ શમાવવા ગણિકાઓને અહીં લઈ આવતો.સુરું રેંગા પાસે જઈ બેઠી.રેંગાએ તેને બાહોપાશમાં જકડી લીધી.
“રોજ તો કૉલ કરીને આવે છે,આજે કેમ અચાનક?”સુરુએ રેંગાની છાતીએ વળગતા પૂછ્યું.
“કોણ આવું કરી શકે,સાલું એ જ ખબર નથી પડતી”રેંગાએ ઊંડો શ્વાસ છાતીમાં ઠાલવીને કહ્યું, “બધાને દબાવીને બેઠો છું તો પણ કોઈક રહી જાય છે”
“પણ થયું શું એ તો કહે”સુરુને જાણ હોવા છતાં એ નાટક કરતી હતી.
“અરે કોઈએ માલિકને ધમકી આપી છે”રેંગાએ કહ્યું, “માલિકે એને પકડવાની જવાબદારી મને આપી છે.આખો દિવસ ગયો હજી સુધી કોઈને એનાં વિશે ખબર નથી મળી.”
“મળી જશે”સુરુએ ફૂલ ચડાવ્યાં, “તારાં હાથમાંથી આજદિન સુધી કોઈ બચ્યું છે ખરું?”
“એ તો છે કે”રેંગાએ હસીને કહ્યું.
“તું ક્યારે લગ્ન કરીશ મારી સાથે?”સુરુએ પૂછ્યું, “આ જેલમાં મને નથી ગમતું હવે”
“આ ડિલ પુરી થાય એટલે આપણે લગ્ન કરી લેશું બસ”રેંગાએ હંમેશાની માફક સુરુને ચોકલેટ આપતાં કહ્યું.
“આવું તો તું હંમેશા કહે છે”સુરુએ મોં બગાડ્યું.
“આ વખતે મોટી ડિલ છે.જો આ ડિલ થઈ ગઈ તો સમજી લે આપણે કરોડોમાં રમીશું”
“એવું તો શું કરવાનો છે તું?”સુરુએ પૂછ્યું.
“એ હું કરીશ ત્યારે ખબર પડી “રેંગાએ વાત ટાળતાં કહ્યું.
“હું તારી પત્ની બનવા જઈ રહી છું”સુરુએ રેંગાની દુઃખતી રગ પર હાથ રાખ્યો, “મને તો તું જણાવી શકે છે”
“આપણો ધંધો શું છે?”રેંગાએ કહ્યું, “આવતાં રવિવારે સો છોકરીઓ મોકલવાની છે.મોટો ઓર્ડર છે.”
“ક્યાં મોકલશો અને આટલી બધી છોકરીઓ કેવી રીતે મોકલશો?”
“હજીરાથી દરિયાના રસ્તે દુબઈ મોકલવાની છે.”રેંગાએ કહ્યું.
“સારું, એ કામ પૂરું થાય પછી લગ્ન કરી લેશું” સુરુએ કહ્યું.
“સુહાગરાત તો અત્યારે કરી લઈએ”રેંગાએ આંખ મારીને કહ્યું.સુરુએ હસીને રેંગાના શર્ટમાં હાથ નાંખ્યો. હંમેશની જેમ એ ચાર દીવાલ વચ્ચે ફરી એકવાર સુલોચનાનું જોબન ચોળાઈ રહ્યું હતું.
(ક્રમશઃ)
જૈનીત વિક્રમ દેસાઈ સુધી પહોંચી શકશે?,રેંગાના શું હાલ થશે?,નિધિ ક્યાં ગઈ?,કોઇ જૈનીતને મદદ કરશે કે એકલો જ જંગમાં પડશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Shantilal Thakor

Shantilal Thakor 2 વર્ષ પહેલા

વષૉ અમીત

વષૉ અમીત 2 વર્ષ પહેલા

Chintan Gajera

Chintan Gajera 2 વર્ષ પહેલા