એક અનામી વાત - 11 Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનામી વાત - 11

એક અનામી વાત ભાગ ૧૧

ભૂતકાળની યાદો. ...

પુરપાટ દોડતી કારની સાથે સાથે દરેકના મન પણ જાણે તિવ્ર ગતિ સાથે દોડી રહ્યાં હતા. દરેક એ દિવસને યાદ કરી રહ્યું હતું જ્યારે પ્રાશાએ પહેલીવાર કોલેજમાં પગ મુકેલો. પગ મુકતા જ ભૂકંપ આવેલો . અમસ્તાજ આ વાત યાદ આવતા હેલી અને પ્રિયંકાના હોઠ મલકી ઉઠ્યા જે સહેજેય મેક્સ અને રવિથી અછાનું ના રહ્યું.

મેક્સ બોલ્યો પ્રાષાના પરાક્રમો યાદ કરે છેને?

હા.. એકસાથે પ્રીંકા અને હેલી બોલ્યા.

હું પણ. મેક્સ અને રવિ પણ અજાણતાજ એક સાથે બોલ્યા અને દરેકના મોપર એક હાસ્યની લહેરખી પ્રસરી ગઈ. જોયું ખાલી તેની યાદ પણ આપણને આટલા સમયે કેવી હસાવી ગઈ. પ્રીન્કા બોલી.

હા યાર તેની વાતોને યાદ કરીને તો હું આજે પણ રીલેક્સ થઇ જાઉં છુ. જો કોલેજના બોરિંગ દિવસોને કોઈએ હળવા કર્યા હોયને તો તે પ્રાષા હતી. હેલી બોલી.

તમે બધા એ ખુશીની પળો યાદ કરવામાં પડ્યા છો પણ મને આજે પણ જો કોઈ વાત યાદ રહી હોય તો તે હતી પ્રાષાની આંખોમાં રહેલી શૂન્યતા. આજે પણ આંખો બંધ કરુછું તો તે શૂન્યતા જ મને યાદ આવે છે. રવિ બોલ્યો.

રવિની વાત સાંભળતાજ મેક્સે તિરસ્કાર પૂર્વક શ્રીમતી સત્યા મેહતા સામે જોયું અને બોલ્યો કોઈ-કોઈ લોકોતો દુનિયામાં ફક્ત દુઃખ વહેચવા જન્મ્યા હોયછે. જેઓ બધાને ફક્ત દુઃખજ આપી શકેછે. ખબર નહિ કેમ પણ કર્મના સિધ્ધાંતને ભૂલી જાયછે અને પછી...પછી દયામણું મો કરીને બીજા પાસે દયાની ભીખ માંગવા જાયછે. પણ એ ભૂલી જાયછે કે તેમણે બાવળ વાવ્યાછે તે કાંટા જ મળશે. દુઃખ આપ્યાછે તો દુઃખ અને દર્દજ મળશે. મેક્સના આ વાક્યો સાંભળતાજ સત્યાને જાણે કોઈએ તલવારનો ઘા માર્યો હોય તેટલો જટકો લાગ્યો. પણ તેઓ કઇ બોલી શક્યા નહિ. માત્ર નીચી નજર કરીને રસ્તાની બાજુથી પસાર થતા વ્રુક્ષોનિ હારમાળાને જતા જોઈ રહ્યાં. અને વિચારી રહ્યાં કે જ્યારે માણસ જાણેછે કે તેણે આ દુનિયાના પથ પર બસ થોડોક સમય જ વસવાનું છે છતાં પણ તે આ અસ્થાયી સ્થિતિને વિસરીને જાણે પોતે સ્થાયી જ છે તેમ વિચારીને અહી ઘણું એવું કાર્ય કરી જાય છેકે પછીથી એ કાર્ય માટે તે પછતાઈ પણ નથી શકતો. તેમના પતિની એ એક ભૂલમાં પોતે સહયોગ આપ્યો ત્યારે તેમને એ વાતનું પણ ધ્યાન નહોતું કે તેનું પરિણામ એટલું ભયંકર આવશે કે પોતે પોતાના દિકરાથી પણ દુર જશે, એ તો ઠીક પણ પોતે પોતાની નજરમાજ એટલા ઉતરી જશે કેતેમનો પોતાનો ચહેરો તેમને ગુનેગાર હોવાનો સતત એહસાસ કરાવશે.

મેક્સની વાત પછી વાતાવરણ એટલું ગંભીર થઇ ગયું કે થોડીવાર સુધી કોઈ કઇજ બોલી નાં શક્યું. ગાડી પોતાની રીતે રસ્તો કાપી રહી હતી અને દરેકનું મન પણ એ તીવ્ર ગતિની સાથે ગતિ કરી રહ્યું હતું. આ ભારે ચુપકીદી લાંબા સમય સુધી સહન ના થતા આખરે હેલી બોલી,

એ પીંકુ તને યાદછે જ્યારે આપણે ઇન્સ્ટીટયુટમાં હતા ત્યારે આ મેક્સને શું કહી બોલાવતા હતા?

લે એમાં યાદ શું કરવાનું, મેં તો આજેય એનો નંબર મંજુ નામેજ સેવ કર્યોછે. હસતા-હસતા હેલી બોલી. મંજુ ડાર્લિંગ. કહી પ્રિયંકાએ મેક્સના કમરે નાની ચૂંટીભરી.

આઉચ, ઓચિંતાના હમલાથી ડઘાયેલા મેક્સે કહ્યું, જો પ્રીન્કું માપમાં રેજે નઈતો...

નઈતો શું કરીશ ડાર્લિંગ? આંખો નચાવતા હેલી બોલી અને સાથે રવિ પણ અને એટલું સાંભળતાજ દરેક વ્યક્તિ ખડખડાટ હસી પડી.

અચ્છા તો જો તમે લોકો મારું નામ યાદ કરાવશો તો હું પણ તમને એજ જુના નામે બોલાવીશ.તો સ્ટાર્ટ કરતેહે......પી ફોર પીંકુ સે..જેનું નામ હતું.. ચીબડી.

લે એમાં નવું શું કીધું એ તો બધાને ખબર છે. પ્રિન્કા બોલી. નામ યાદ કરવું હોયતો આ હેલીનું બોલ. આંખ મિચકારતા તે બોલી.

હમ.. હા હેલીનું નામ તો પેલા પક્ષી પર હતુંને જે નાનું હોય છે અને ચી..ચી..કરેછે.ચકી...હસતા-હસતા મેક્સ બોલ્યો.

યાર મને હજી એ લોજીક નથી સમજાતું કે મારું નામ ચકલી કેમ પાડ્યું? યાર હું કઈ ચકલી છુ? ચીડ સાથે હેલી બોલી.

ના ચકલો ...કહીને પ્રીન્કા અને મેક્સે એકબીજાને હસતા-હસતા હાયફાઈવ આપ્યા.

અરે કોલેજમાં સૌથી વધારે જો કોઈ ઉડાઉડ કરતુ હતું તો તે તું હતી બેટા, એટલે ફોઈબા એ તારું નામ ચકલી પાડેલું. મેક્સ બોલ્યો.

હા એ ફોઈ એટલે પેલી પ્રાશુડી, મળી જાયને ત્યારે ગણી-ગણીને બદલો લઈશ. હેલી બોલી.

અને આપણા શ્રી શ્રી રવિ મહારાજને તો ભુલાય જ કેમ?

આપણો પોપટ.. પ્રિયંકા બોલી. અને પલાશ એટલે મોરલો...

ના યાર કૂકડો હેલી બોલી..

ના કીધુને મેં મોરલો.. એજ નામ હતું તેનું સત્તાવાહી સ્વરે પ્રીન્કા બોલી.

ના કૂકડો. મેક્સ અને હેલી બંને બોલ્યા જોતી નહોતી સવારના પહોરમાં વહેલા ઉઠવાનું હોય ત્યારે આપણને બધાને કોણ જગાડતું?

પલાશ. પ્રિન્કા બોલી.

તો પછી એટલે એનું નામ કૂકડો જ હતું.

અને પ્રાષાનું નામ હતું.... એય પ્રાષાનું ક્યા કોઈ નામ હતું જ? મેક્સ બોલ્યા.

હતુંને એનું નામ ફોઈબા. રવિ બોલ્યો. સાચેજ ફોઈ હતી તે આપડા બધાની, આપણું બધાનું કેટલું ધ્યાન રાખતી હતી. અને મારા માટે તો મારી સગ્ગી બેન કરતા પણ વધુ હતી . હંમેશા બધાને હસાવતી, આપણી બધીજ પ્રોબ્લેમ્સ સોલ્વ કરતી પણ શું આપણને ખબરછે કે તે ખુદ એક જિંદગીની પ્રોબ્લેમનો નાનપણથી અનુભવ કરી હતી. તે એ પ્રોબ્લેમ્સને ક્યારેય કોઈની પણ સાથે શેર કર્યા વગર બધુજ પોતાના અંદર સમાવીને જીવતી હતી. કારણકે તેના નાનુએ તેને શીખવેલું કે જિંદગી જીવાવાનીછે. હસતા, રમતા, ગાતા તેની પ્રત્યેક પળને ઉજવીને જીવવાની, બસ એટલું યાદ રાખીને કે ખુશી વહેચો ખુશી મેળવો. અને બસ ત્યારથીતે ખુશી વહેચતી હતી અને મેળવતી પણ હતી.

અરે રવિ તને યાદછે તે દિવસે જ્યારે તે કોલેજમાં આવેલી ત્યારે તેણે શું કરેલું? હેલી બોલી.

હા તેણે આવતાજ લખાભાઈનું બી.પી. હાઈ કરેલું. ધીમા હાસ્ય સાથે રવિ બોલ્યો.

એ કેવી રીતે? ઉત્સુકતા સાથે સત્યા મેહતા બોલ્યા.

મેક્સ થોડીવાર સુધી તેમની તરફ અણગમા સાથે જોઈ રહ્યો પછી કઈક યાદ કરતો હોય તેમ બોલ્યો,

તે દિવસ હતો જ્યારે અમે માસ્ટર્સ માટે પહેલા દિવસના શુભેચ્છા સંદેશ માટે હોલમાં બેઠેલા ત્યાં હોલમાં અમારું બોરિંગ લેકચર સાથે યુધ્દ્ધ ચાલતું હતું તો બહાર લાખાભાઈનું પ્રાષા સાથે.

બનેલું એવું કે પ્રાષા કોલેજના નિયમ પ્રમાણે પુરા એક કલાક લેટ હતી.અને કોલેજના નિયમ મુજબ ગેટ તેના નિયત સમય મુજબ બંધ અને ત્યાં ડેરો નાખીને બેઠેલા લાખાભાઈ.

સવારના લગભગ નવ વાગ્યા હશે એસ.આર.ડી. ઇન્સ્ટીટયુટનો ગેટ નંબર ૭ જે ફાઈન આર્ટસની કોલેજનો ગેટપણ કહેવાતો. ત્યાં એક મોટી ઓડી ગાડી આવીને ઉભી રહી જેમાંથી એક યુવતી ઉતાવળમાં ઉતરીને સીધી ગેટ ને ખોલવા લાગી. તેને જોતાંજ ત્યાં બેઠેલો લાખો ખુરશીમાંથી સફાળો બેઠો થઇ ગયો અને એ પહેલા કે એ છોકરી ગેટને ખોલે લાખો સીધો લાકડી લઈને કુદ્યો., અને બોલ્યો,

એય છોડી..... હું છે? ગેટ બંધ છે. ભળાતું નથી. !

સોરી. તે છોકરી બોલી.

સોરી. હવ સોરી. બોલેછ. તો પેલા નોતું ભળાતું? લાય તારો પરમીશન લેટર લાય.

સો સોરી બટ હું ગુજરાતી થોડું ઓછુ સમજુછુ. તો પ્લીસ થોડું સરખું બોલશો. પ્રાષા બોલી.

હે..ભગવાન આ વિદેશી કબુતરું આયુ તો આયુ પણ ભાષા શીખ્યા વિના આયુ. આજતો પત્યું. પછી થોડો માથું ખન્જવાડીને લાખો બોલ્યો,

દેખો મેડમ એ કોલેજ ચાલુ હોએ એક ઘંટા હો ગયા. તો ગેટ અબ બંધ હો ગયા. તો અબ તુમેરેકો જાના હોવે તો પરમીશન લેના પડે યા અભિજ પાછા જાના પડે.

ઓકે સો આઈ એમ ગેત્તિંગ લેટ રાઈટ. પ્રાષા બોલી

હા. લાખો થોડી ચીડ સાથે બોલ્યો.

તો યહાસે જાનેકા કોઈ ઓર ગેટ હે? પ્રાષાએ પૂછ્યું.

હે બહુત હે પણ સભી બંધ હોવેગે. તો અભી વાપસ જાનેકા ઠીક.

બટ આજે કોલેજમાં ફર્સ્ટડે છે મારો. નાનું વેઇટ કરતા હશે. હું... શી...ટ...how could I be.

હેં... કોણ? જો અત્યારે હાલ પરમિશન બતાવો યા વયા જાઓ.

લિસન સર.

સર શબ્દ સાંભળતાજ લાખો સાવધ થઇ ગયો કારણકે આવું કહીને બોલાવવા વાળા મોટા ભાગે તેને લાંચ આપતા હતા. તેણે ધારદાર નજરે તે છોકરી તરફ જોયું અને બોલ્યો,

હું...લોન્ચ આલવી છે? પણ આ લાખો વેચાય એવો નથી સમજ્યા.

નો..નો.. હું જસ્ટ કેવી રીતે જવાશે તેની ગોઠવણ કરતી હતી. પ્લીસ જવાદોને.

જો તમે સીધી રીતે નહિ જવાદો તો ...

તો..હુ?..લાખો કડકાઈથી બોલ્યો.

તો મારે બીજા રસ્તા શોધવા પડશે.પ્રાષા માર્મિક અર્થ સાથે આજુબાજુ જોઈ બોલી.અને લાખાના દેખતાજ બાજુની દીવાલપર નજર કરીને બોલી આ દીવાલ અંદાજે કેટલા ફૂટ ઊંચી હશે? પછી જાતેજ જાણે તેનો ક્યાસ કાઢતી હોય તેમ તેને જોઈ રહી અને હજી લાખો કઈ વધુ સમજે તે પહેલા તેણે પોતાની બેગને તે દીવાલની પેલી તરફ કુદાવી અને પોતે પણ તે કુદવાનો પ્રયત્ન કરવા લાગી. જો સમય સુચકતા વાપરી લાખાએ તેને પકડી ના હોત તો તે કદાચ તે દીવાલને કુદી પણ ગઈ હોત.

લાખાએ તેને બાવડાથી પકડીને ખેંચી અને બોલ્યો, “ એય છોકરી મગજ વેચી આવીછેકે શું?” આ પંદર ફૂટ ઉન્ચી દીવાલ કુદવા નીકળી છે તે....

સર મેં તમને કહ્યુંને કે મારે અંદર જવું છે હવે જો તમે જાવા નઈદો તો હું બીજું શું કરું? અને આમે અહી ક્યાં તમારા મેડમ જોવા આવવાના છે? પ્લિઝ.. સર મને જવાદો...મને જવાદો..કહીને તે રીતસર ગેટ આગળ નાના બાળકની જેમ પગ પછાડવા લાગી અને જોરથી રડવા લાગી.

લાખો આછોકરીને દંગ થઈને જોઈ રહ્યો. અને એ પહેલા તે કઈ સમજે, પ્રાષા રડતી રડતી ગેટ તરફ પહોચી અને અજબ ત્વરાથી ગેટ ખોલીને ભાગી.

પછી ....સત્યામેહતા બોલ્યા...

પછી શું, પ્રાષા આગળ આગળ અને લાખો એની પાછળ .અને પછી પ્રાષા થઇ ગઈ ગાયબ અને નીકળી સીધી હોલની ગેલેરીમાં અને જઈને અથડાઈ સીધી શિખા મેમને . અને પછી એસ.આર.ડી. ઇન્સ્ટીટયુટના ઇતિહાસમાં પહેલાજ દિવસે નોટીસ સાથે એક અઠવાડીયાનું રસ્તીગેશન મેળવવા વાળી એકમાત્ર વિદ્યાર્થીની તરીકે મેડમની ગણના થવા લાગી. હસતા હસતા પ્રિયંકા બોલી. અને એ સાથેજ દરેકના મો પર ભૂતકાળની યાદોની છાપ ઉપસી આવી.

પલક પારેખ ગાંધીનગર.