એક ઉમ્મીદ - 2 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ઉમ્મીદ - 2

મનસ્વી એક ઉત્કૃષ્ટ કન્યા લાગી રહી હતી. એનું ધ્યાન આકાશ તરફ પડ્યું ખરી પણ નજર ભોજન તરફ ગઈ. આકાશ હજુ મનસ્વીને એમ જ તાકી રહ્યો હતો અને પોતાની તરફ આવતી જોઈ રહયો હતો.

સામાન્ય પુરુષની જેમ આકાશની નિયત બગડી પણ બધી જ મહેચ્છાઓ ને સમેટી ને જુવાનીને ઉંબરે મૂકી એક સમજદાર મનુષ્યની માફક આકાશે એક ઊંડો શ્વાસ લીધો અને મોઢામાં કઈ જ ન હોવા છતાં પાણી નો ઘૂંટડો અંદર ઉતર્યો હોય એમ પોતાના આવેગો ને શાંત પાડી પેટમાં ઉતારી દીધા બરાબર ત્યારે જ મનસ્વીએ એની પાસે પડેલી પ્લેટ લીધી અને દીવાલ ને ટેકે બેસી ચુપચાપ ખાવા માંડી. આકાશ એ પોતાના બેડને ટેકો આપ્યો ને બરાબર મનસ્વીની સામે બેસી એને જોતો રહ્યો. અંતર માં મંદ મંદ સ્મિત સાથે એ મનસ્વીને નિહાળી રહ્યો જાણે એક નાનું બાળક ભોજન મળતા જ એના પર તૂટી પડે એમ મનસ્વી એક પછી એક કોળિયો મોઢામાં મુકતી જતી હતી. પેટ માં થોડું ઘણું પાણી પડ્યા બાદ મનસ્વીનું ધ્યાન પણ આકાશ તરફ પડ્યું મનસ્વીએ આકાશ ની બાજુમાં પડેલી ભરેલી પ્લેટ તરફ જોઈ વળી આકાશ તરફ જોયુ.

" તારે નથી ખાવું ? " મનસ્વી એ આંખોથી જ સવાલ માંડ્યો.

" હમ્મ..." આકાશ ને ભાન થયું અને બાજુમાં પડેલી પ્લેટ પર નજર ગઈ. ઉત્સાહમાં " ઓહહ હા " બોલાઈ ગયું. ભોજનની પુર્ણાહુતી થઇ હવે શું ? મનસ્વી સાથે કઈ રીતે વાત કરવી એ મથામણ માં આકાશ ગુંચવાયો. હજુ સુધી એને મનસ્વી વિશે કઈ જ જાણ ન હતી છતાં પણ એને સાથે લાવ્યો છે એટલે હવે વાત કરવી જ રહી આ વિચારથી બેડ ના ટેકે બેઠેલા આકાશ એ મનસ્વી ને એનું નામ લઈ પોકાર્યું.

" હં " વિચારો ના પ્રહારથી છૂટી ને મનસ્વી એ ઉત્તર આપ્યો.
" સો....તમે મને...આઈ મીન...મને ...પેલું..." આકાશને સમજાયું નહીં કે વાત શરૂ કઈ રીતે કરવી....

" થેન્ક યૂ " મનસ્વી એ કહ્યું. આકાશ હજુ કઈ સમજે એ પેહલા જ મનસ્વી એ ફરી પોતાની વાત આગળ વધારતા કહ્યું
, " થેન્ક્સ. જો તું ન આવ્યો હોત તો આજે ખબર નહીં શુ થઈ ગયું હોત. અ... ડોંટ માઈન્ડ પ્લીઝ મારાથી આપ કે તમે કહેવાના ડોળ નથી થતા એટલે હું તું જ કહીશ. તારે જેમ કેહવું હોય તને છૂટ છે. "

" હમ્મ...ઇટઝ ઓહકે "

" આકાશ તને મારા વિશે જાણવા માટે ઘણી ઉત્સુકતા હશે હું સમજી શકું છું પણ અત્યારે હું કઈ જ કહેવાની હાલતમાં નથી સોરી. મારે આરામ કરવો છે....કેટલા દિવસોથી સરખી ઊંઘ નથી કરી મેં એટલે પ્લીઝ કેન આઈ સ્લીપ ? "

" ઓફકોર્સ " આકાશ એકદમ બદલાયેલી એ મનસ્વી જોઈ રહ્યો હતો. એને જે હાલત માં મનસ્વી મળી હતી એનાથી તદ્દન વિરુદ્ધ એનો સ્વભાવ ધીમે ધીમે આકાશની સામે આવી રહ્યો હતો હવે તો આકાશને મનસ્વી વિશે જાણવાની ઉત્સુકતા ખૂબ વધી કે આટલી સીધી વાત કરનારી બહાદુર છોકરીની એ હાલત કઈ રીતે થઈ હશે ? છતાં એને ધીરજ રાખી ને વધુ કઈ ન બોલતા એને પોતાના બેડ પર પડેલા કપડાં ઉઠાવી ખુરશી પર મુક્યાં અને મનસ્વીને સુવાની જગ્યા કરી આપી તેમજ ઓઢવા ચાદર તકયો પણ આપ્યો અને પોતે પણ એ બંને વસ્તુ લઈને નીચે સુઈ ગયો......વહેલી સવાર મનસ્વીના જીવનમાં એક નવી સવાર લઈને આવી હતી રૂમમાં રહેલી મોટી બારીમાંથી સૂર્યના કિરણો સીધાંજ મનસ્વીના ચહેરા પર આવીને પડ્યા અને દિવસો પછી મળેલી શાંતિની ઊંઘ ભંગ થઈ ને તરત જ એના ચહેરા પર સ્મિત છવાય ગયું. સંતોષ ની સ્મિત...! પોતાના બને હાથ ચ્હેરા પર ફેરવી એ બેઠી થઈ ને આસપાસ જોયું તો આકાશ ક્યાંય દેખાતો ન હતો, બાથરૂમ તરફ જોયું તો દરવાજો અડધો ખુલો હતો એટલે ત્યાં પણ ન હોય એ સ્વાભાવિક વિચારે ઉભી થઈને એને રૂમનો દરવાજો ચેક કર્યો તો એ બહારથી લોક હતો. અચાનક મનસ્વીને આકાશે સમજાવેલી વાત યાદ આવી ગઈ કે હું ન હોવ ત્યારે અંદર જ રહેવું. મનસ્વી પોતાને અંદર રહીને વધુ સુરક્ષિત માનતી હતી...એટલામાં એનું ધ્યાન પલંગની બાજુમાં રાખેલા સાઈડ ટેબલ પર પડેલા નાઈટ લેમ્પ પર પડ્યું. એ લેમ્પ ની નીચે દબાયેલી એક ચિઠ્ઠી પડી હતી. મનસ્વીએ એને ખોલી...

" સોરી. મુંબઇ જેવા શહેરમાં સમયસર કામ પર પોહચવા વહેલી સવારથી ભગાદોડી કરવી પડે. યુ નો લોકલ ટ્રેનસ....એમાં પીસાતા જવું પડે. તમે કાલે થાકેલા જણાતા હતાં એટલે ઉઠાડયું નહીં. મારા મીની કિચેનમાં સ્ટોક પર બનેલી ચા પડી છે બસ તમારે ગરમ કરવાની છે અને નીચે બે સેન્ડવીચ એક ડીશથી ઢાંકેલી છે. એ તમારો બ્રેકફાસ્ટ છે અને મારી અલમારી માં ઘણા કપડાં છે તમને જે યોગ્ય લાગે એ હાલ પૂરતું પેરી શકો છો બાકી હું જલ્દી જ આ બાબતે કઈક કરીશ અને હા હું લગભગ 7 વાગ્યા સુધી આવી જઈશ ડિનર તો હું લઈ આવીશ પણ લંચનું તમારે કઈક મેળ કરવું પડશે જે કંઈ થોડો ઘણો સામાન છે એમાંથી મેળ કરી લેશો એવી મને ખાતરી છે. બાકી સાંજે મળીએ બાય. ' હેવ ગુડ ડે એન્ડ મકાન માલીક થી દુર રહે '. " અંતનું વાક્ય વાંચીને મનસ્વીને હસવું આવી ગયું. એક ઊંડો શ્વાસ ભર્યો અને એને વિચાર આવ્યો કે દુનિયામાં સારા માણસો પણ છે.....એ સાથે જ આખા રૂમ તરફ એની નજર ફરી રહી..........અહીં ઓફિસે આકાશ કામ કરતા વધુ મનસ્વીની જ ચિંતામાં હતો. બસ ક્યારે 4 વાગે ને છૂટો પડે એટલે મનસ્વી સાથે વાત કરી શકે પણ ઓફિસનું અજગર કોઈને છોડે નહીં એમ કામ તો કરવું જ પડે. માંડ કરતા 4 વાગ્યા ને છૂટો પડ્યો વિલેપારલે થી અન્ય કામો પતાવતાને બોરીવલી પોહચતા દોઢ કલાક થયો. રોજના નિત્યક્રમ પ્રમાણે હોટેલમાં જમીને જ રૂમ પર જતો પણ આજે એકલું જમવા કરતા મનસ્વીની કંપનીમાં જમવું એને વધુ હિતાવહ લાગ્યું એટલે હોટલમાંથી બે શાક , ભાત અને રોટલી નું પાર્સલ બંધાવ્યું અને રૂમ તરફ પ્રયાણ કર્યું. ઘર તરફ જતા એનું ધ્યાન નીચે ઘરના પ્રાંગણમાં આરામ ખુરશી પર બેઠેલા કાકી પર ગયું કાકી તીખી નજરે આકાશ તરફ જોઈ રહ્યા હતા. આકાશ એ બધું જ સામાન્ય છે એમ કહેતું સ્મિત આંટીને આપ્યું.

" કેમ આજે જમી ને ન આવ્યો ? " આંટી એ હોટલનું પેકીંગ દેખાતા પોલીથીન માં રહેલા પાર્સલ જોઈ ને કહ્યું .

" ના કાકી....આજે ભૂખ નહતી એટલે થયું પછી જમી લઈશ. વળી પાછું કોણ જાય...." આકાશે વાત પૂરી કરતા કહ્યું.

અંદરથી કાકા બહાર આવ્યા ને વધારાનું આશીર્વચન ઉમેર્યું , " બેટા ક્યારેક ન ફાવે તો છૂટથી આવી જવું તારા કાકી સરસ ભોજન બનાવે છે " આ સાંભળી પેલા તો કાકી હલ્યા પણ પછી એને પણ હામી ભરી. એટલે આકાશ પણ ખાલીખોટી હા કહેતો ઉપર જતો રહ્યો. આકાશ એ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ને એક નજર કરી ત્યાં તો.....આ શું ? રૂમ માં સ્ટડી ટેબલ પર હંમેશા અસ્તવ્યસ્ત ઉછળતી રેહતી કિતાબો શિસ્તબદ્ધ રીતે એકબીજા પર ગોઠવાયેલી હતી, જે બિસ્તર પર બેફામ કપડાથી ઢાકેલું રહેતું એની ચાદર એકદમ સાફ ને એક પણ કડ વગરની હતી, આકાશનું મીની કિચેન એક દમ સફાઈથી ગોઠવેલું હતું ગમે ત્યાં પડ્યા રહેતા ખાંડ , ચા, કોફી તેમજ મસાલાના ડબ્બા એકદમ વ્યવસ્થિત એક ઉપર એક જરૂરિયાત મૂજબ ગોઠવેલ હતા. કિચેન નો ખૂણો એકદમ સાફ હતો માત્ર હવાની અવરજવર રહે એટલી ખુલી બારી ને એના પર પડદો દીધેલ હતો અને રૂમમાં માત્ર એક નાઈટલેપ ચાલુ હતો છતાં પણ એનો પ્રકાશ ચંદ્રના પ્રકાશને બાજુમાં મૂકે એટલો સારો હતો. કુતુહલવશ આકાશ એ અલમારી ખોલી તો બધું જ વ્યવસ્થિત ગોઠવેલું બધા જ ખાનામાં આવશ્યકતા મુજબ સમાન ગોઠવેલ હતો એક બાજુ એક મોટા ખાનામાં એક બાજુ ઓફિસના ફોર્મલ્સ અને બીજી બાજુ સાદા સીધા જીંઝ પેન્ટ, ઉપર કોટ અને ટાઈઓ લટકતી હતી. નીચેના ખાનામાં નાઈટડ્રેસ તેમજ અન્ય શોર્ટ્સ વગેરે કોમ્ફર્ટેબલ કપડાં તેમજ સૌથી ઉપરના ખાનામાં ટોવેલ, ચાદરો વગેરે અને ઓફીસ ફોર્મલ્સ તેમજ અન્ય કપડાં જ્યાં પડ્યા હતા એ મોટા ખાનાની બાજુમાં એક નાની કહી શકાય એવી જગ્યા હતી ત્યાં બોડિસ્પ્રે, ડિયો ,ઘડિયાળ, રૂમાલ, પાવડર વગેરે અન્ય નાની નાની ચીજો ગોઠવાયેલ હતી. આકાશ આ બધું જોઈને ચકરાયો એને એક હાથે પાર્સલ પકડેલ હતું અને બીજા હાથે માથું ખંજવાડ્યું....આ પોતાનો જ રૂમ છે એ ખાતરી કરવા એ નીચે તરફ જોવા અર્થે બહાર નીકળો ત્યાં પાછળથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને ધીમા અવાજે મનસ્વી એ કહ્યું , " આકાશ...." અવાજ સાંભળતા આકાશને મનસ્વીના હોવાનો અહેસાસ થયો ને પોતે ફટાફટ અંદર આવ્યો......
To be continued