એક ઉમ્મીદ - 7 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ઉમ્મીદ - 7


" હા....એમજ બારી ખોલતા જણાયું કે હું પેહલા માળે છું એટલે પાઇપ ઉતરીને નીચે પોહચી ગઈ......."

મનસ્વી નીચે ઉતરીને આગળની તરફ ત્યાંથી નીકળવા માટે પ્રયત્નશીલ હતી. ત્યાં જ તેની નજરમાં આવ્યું કે એ જે જુના મકાન પરથી નીચે ઉતરી હતી એના દરવાજા પર બે જણ પેહરેદારી કરીને બેઠા હતા....એક તો એ જ હતો જેને મનસ્વીને પકડીને વાનમાં ધકેલ્યું હતું. બંને વાતચીતમાં મશગુલ હતા. પોતાની સાથે આ બધું શા માટે થઈ રહ્યું છે એ કારણ જાણવા મનસ્વી એ એમની વાતો સાંભળવા પ્રયાસ કર્યો.....

" અરે....તને કઈ ભાનબિન પડે છે કે નહીં પેલા ગામના ગંડુંરામ ને તું એક લાખ આપી આવ્યો....." એમાંનો એક જણ બબડયો.

" અરે....આઈટમ જ એવી છે ને કંઈ....તે હજુ જોઈ નથી એને આ તો બાઇસાહેબનો હુકમ નહીં આવ્યો એટલે અહીં રાખી છે....ભઈ થોડો ફાયદો અમે એ લઈએ....તને એ મોકલીશ એકવાર મજા પડી જશે એક લાખ તો બાઇસહેબ આમ વસૂલી લેશે એની પાસેથી " જેને મનસ્વીને પકડ્યું હતું એ માણસ એ જવાબ આપ્યો.

" ઓહહ....ફાયદા સાચવીને લેજો સિંહણ છે સિંહણ આજે એક ઘરાક મોકલ્યો તો માથું ફોડી નાખ્યું એનું ને હવે દરવાજો એ નથ ઉઘાડતી....." અંદરથી એક ત્રીજો માણસ આવીને બોલ્યો.

" ગંડુંરામ એટલે દુષ્યંત ના પપ્પા આકાશ....એને મને વહેચી નાખી હતી. એ સાંભળતા જ મને મમ્મી ની ચિંતા થઈ આવી.....ત્યાં તો એમને શંકા ગઈ કે હું ભાગી છૂટી છું. એટલે વધુ ત્યાં ન રોકાતા હું ત્યાંથી નીકળી ગઈ. બે ત્રણ કિલોમીટર દોડી પણ ખાધા - પીધા વગરનું શરીર ક્યાં સુધી સાથ આપે એટલે ધીમે ધીમે ચાલવા લાગી આસપાસનો વિસ્તાર મને જાણીતો લાગ્યો એટલે એ નક્કી હતું કે મને ક્યાંક આસપાસ જ રાખવામાં આવી છે પણ હજુ હું સુરક્ષિત નહતી બસ ચાલતી જતી હતી.....એ શોધમાં કે જવુ તો જવું ક્યાં ? એવામાં અચાનક મારી સામે પેલા બે માણસો આવી ગયા ને ફરી મારા હાથ પગ બંધાઈ ગયા.....આ વખતે કોઈ પણ રીતે છુટકારો શક્ય નહતો મને મજબૂત સાંકળોથી બાંધી રાખવામાં હતી ને ફરી પાછું બેહોશ કરી મુકવામાં આવી હતી. એક ટ્રકમાં મને ક્યાંક લઈ જવામાં આવતી હતી. મને કંઈ જ ખ્યાલ નથી કે પછી શું થયું. લગભગ પંજાબ થી મુંબઈ હું ત્યારે જ આવી હોઈશ. આકાશ.... મને મને એક એવી જગ્યા પર લાવવામાં આવી હતી જ્યાં કોઈ સ્ત્રી રહેવાનું ક્યારેય પસંદ ન કરે......." મનસ્વીનું છેલ્લું વાક્ય સાંભળતા મનસ્વીના હાથમાંથી આકાશનો હાથ છૂટતો ગયો....મનસ્વી જાણે પહેલેથી જ આ પરિસ્થિતિથી વાકેફ હોય એમ પોતે જરા પણ ડગ્યા વગર એને પોતાની વાત આગળ વધારી.

" બાઇસહેબ એટલે કે એ કોઠાની મલિક. એને ન જાણે કેટલી છોકરીઓ ને આ દુનિયામાં ધકેલી હતી. કેટલીક તો પોતાની મરજીથી આવી હતી. બાઇસાહેબ એ ઘણા પ્રયાસો કર્યા કે હું એની વાત માની પોતાનું દેહ સમર્પણ કરી એની માટે પૈસા કમાવું પણ હું કોઈ રીતે માનવા ત્યાર નહતી. ભાગવાના પ્રયાસો તો ત્યાં પણ કર્યા પણ ત્યાંની પેહરેદારી એટલી કડક હતી કે દર વખતે પકડાઈ જતી. ત્યાં એક બે થોડી મોટી ઉંમરની સ્ત્રીઓ હતી એને મને ઘણી વાર કહ્યું કે તું સીધી રીતે માની જા આ લોકો નહીં સમજે. અહીંથી બહાર નીકળવું શક્ય જ નથી હવે આ જ તારી જિંદગી છે એમ સમજી લે અને જેટલું જલ્દી સ્વીકારીશ એટલી ભલાઈ થશે પણ હું મક્કમ હતી. મારી આ હદ સુધીની જીદ જોઈને પછી મને રોજ રોજ ઈન્જેકશનસ આપવામાં આવતા અને અર્ધબેભાંન અવસ્થામાં મારી સાથે રોજ કુકર્મ કરવામાં આવતું. મહિના ના ચાર - પાંચ દિવસ સિવાય કયારેય આરામ ન મળતો....ધીરે ધીરે હું હાલતી ચાલતી મૃત સ્ત્રી બની ગઈ હતી જિંદગીથી થાકી હતી. એક વાર જાતે જ પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો પણ તરત જ મા નો ખ્યાલ આવ્યો.....એટલે એ પણ ન થઈ શક્યું મારાથી " મનસ્વી દર્દ ને વહાવતી વહાવતી કહેતી જતી હતી. હવે આકાશની આંખો પણ ભીની થવા આવી હતી. ધીરે ધીરે એને પણ સમજાય રહ્યું હતું કે મનસ્વીની જે હાલત થઈ હતી એ કુદરતના ખેલનો સામનો કરી કરી ને થઈ હતી.

" ઈશ્વરને એટલું ઓછું નહતું પડતું કોણ જાણે.....એટલે એક દિવસ મારી તબિયત બગડી ડોક્ટર એ કહ્યું કે હું....હું મા બનવાની છું......" કેહતાની સાથે જ મનસ્વી પીડામાં સંડોવાય....એટલે પલંગ પર બેઠા બેઠા એનું માથું જોરથી દીવાલ ને અથડાઈ ગયું.

" મનસ્વી...." આકાશ મનસ્વીની હાલત જોઈ એને સાચવવા ગયો .....મનસ્વી એ સામો હાથ ધરી આકાશને રોક્યો....

" બાઇસહેબ અને બીજી બે છોકરીઓ મને દવાખાને લઈ ગયા. 18 વર્ષની ઉંમરે મારો ગર્ભપાત કરાવવામાં આવ્યો....." મનસ્વી ના ખુલસાઓથી ધીમે ધીમે આકાશનું માથું ફરતું જતું હતું પોતે માથે હાથ દઈને આગળની વાત સાંભળવા તૈયાર થતો હતો.

" અત્યાર સુધી તો હું પુરુષોથી થાકી હતી પણ બાઇસાહેબના કોઠા પર જઈને ખબર પડી કે એક સ્ત્રી પણ સ્ત્રીની દુશ્મન હોય શકે છે....મારી સાથે સોના રોકાઈ હતી મારુ ધ્યાન રાખવા. સોના મારા કરતાં બે એક વર્ષ જ મોટી હતી. એ પણ નાનપણથી જ આ દલદલમાં ધકેલાઈ હતી. એ પણ એક સમયની મનસ્વી હતી એવું મને કહેતી પણ એને ધીરે ધીરે આ જીવન સ્વીકાર્યું હતું. અત્યંત દુખાવાને કારણે હું પીડામાં હતી પણ શરીરની પીડા મનની પીડા સામે ચપટી ભર પણ નહતી એ વાત કદાચ સોના સમજી ગઈ હશે.....એટલે એને મને હોસ્પિટલમાંથી ભગાવા પુરી તૈયારીઓ કરી આપી હતી. રોજ બાઇસહેબ સાંજે આટો મારવા આવતા અને ટિફિન આપીને જતા રહેતા. એ દિવસે સોના એ મને ટિફિન સોંપી દીધું ને રાત પડતા જ પોતે બધુંજ સંભાળી લેશે એમ કહીને મને ત્યાંથી બહાર કાઢ્યું. હું એની વિદાય લઈ નીકળી ગઈ. હવે રાતનો તો કોઈ ભય રહ્યો નહતો એટલે હું ત્યાંથી નિકળીને બસ ભટકતી હતી. એક મંદિરની સીડીએ બેસીને જમી. દુખાવાને કારણે આખી રાત ત્યાં જ નીકળી ગઈ. "

" પછી ? " આકાશે કુતુહલવશ પૂછ્યું...

" હજુ બાઇસહેબની કેદ માંથી છૂટી હતી એટલે કોઈ ઠેકાણું હતું નહીં ક્યાં જવું શુ કરવું ને ફરી પકડાઈ જવાની બીક.... સવારથી સાંજ ભટકતી ભટકતી દરિયા કાંઠે પોહચી હતી. અંતરથી અવાજ આવતો હતો કે બસ....હવે બહુ થયું પણ જળસમાધી લેવા પગ ઉપડ્યા જ નહીં ને.....એટલે તો પારી પર ચાલતી હતી કે કદાચ મારી પર થોડી દયા ખાઈને ભગવાન મને એમની શરણમાં લઈ લે...માંડ કરીને જતી હતી ત્યાં તે રોકી લીધી મને...." મનસ્વીએ પોતાના આંસુ સાફ કરી આકાશની આંખોમાં જોઈને કહ્યું.

" જીવનમાં હું પેહલા એવા પુરુષને મળી કે જેને મારુ શરીર સંભોગની વસ્તુ ન દેખાતા એના પર પડેલા ઘાવ દેખાયા, પીડા દેખાઈ.......માત્ર હારેલી જ નહીં પણ હાલતી ચાલતી મૃત થયેલી મનસ્વીને તારા રૂપમાં જીવવાની એક ઉમ્મીદ મળી છે આકાશ....." મનસ્વીએ પોતાની વ્યથા સંપૂર્ણ કરી. આકાશની આંખો ભીંજાયને તૂટવા ઇચ્છતી હતી પણ એ ત્યાંથી ઉભો થઇ ગયો અને મનસ્વી પેહલા દિવસે જે બારી પર બેઠી હતી ત્યાં જઈને બેસી ગયો....કલાકો સુધી બને તરફ મૌન જ રહ્યું. આ બાજુ મનસ્વીને હ્ર્દય હળવું કર્યાની શાંતિ હતી એટલે બેઠા બેઠા નિંદ્રાધીન થઈ ગઈ. આકાશ હજુ ત્યાં જ બેઠો હતો. સાંજના 6 વાગ્યા સામાન્ય વાતચીત પછી બપોરનું બનાવેલું ભોજન ગરમ કરીને બંને સાંજે જમવા બેઠા. ચુપચાપ જમીને આકાશ ખુરશીએ બેસી મોબાઈલ મચડવા લાગ્યો. મનસ્વી ફ્રેશ થઈને નીકળી એટલે એનું ધ્યાન આકાશ પર પડ્યું. આકાશ બે દિવસથી નીચે સૂતો હતો એટલે ખુરશી પર બેઠા બેઠા પોતાની કમર અને ડોક પર વારાફરથી હાથ મૂકી સીધી કરતો હતો. મનસ્વી કઈ જ કહ્યા વગર પોતાનો જરૂરી સમાન લઈ નીચે સુવા ગઈ....

" મનસ્વી આ બધું શુ છે ? " નવાઈ લાગતા આકાશે પૂછ્યું.

" તું ઉપર સુઈ જા આકાશ. બે દિવસ તું નીચે સુયોને...એટલે હવે મારો વારો...." કેટલા સમય પછી આકાશ કઈક બોલ્યો એટલે ખુશ થઈ મનસ્વીએ જવાબ વાળ્યો.

" એની જરૂર નહીં " આકાશે કહ્યું.

" કહ્યું ને આકાશ...." મનસ્વી આગળ કઈ જ કહે એ પેહલા આકાશને ટીખળ સુજી.

" અ... જો આમ તું ઉપર મારી બાજુમાં જ સુવા ઈચ્છે તો મને કશો વાંધો નથી." નિર્દોષ સ્વર સાથે વાતાવરણ હળવું કરવા આકાશે ટીખળ કરી. એ સાથે જ મનસ્વીએ આકાશ તરફ તીખી નજર કરી.....

" અરે મજાક કરું છું મારી મા " હસતા હસતા મનસ્વી તરફ ગયો...." જો પેહલા હું તારી પરિસ્થિતિ વિશે અજાણ હતો હવે બધું જ જાણતો હોવા છતાં હું તને નીચે સુવાની પરવાનગી ન જ આપી શકું સમજાય છે......" આકાશે મનસ્વીના માથા પર હાથ મૂકી થાપ મારી ને કહ્યું.

" ચલ ઉભી થા ને પોતાની જગ્યા પકડ નહિ તો...." આકાશ મનસ્વીને હુકમ કર્યો.

" નહીં તો....? " રડમસ થઈ ગયેલી મનસ્વીએ આકાશને પૂછ્યું....

" અરે નહિ તો મને સ્ત્રીનું અપમાન કર્યા નો ઘોર પાપ લાગશે...... અહા ! નર્ક માં પણ સ્થાન નહીં મળે....શિવ...શિવ...શિવ " આકાશે નખરા કર્યા ને બંને ખળખળાટ હસ્યા મનસ્વીને કેટલા સમય પછી હસીને આનંદ મળ્યો.

"અત્યારે આરામ કરી લે હવે શુ કરવું છે એ વિશે સવારે વાત કરીએ....ઠીક છે....." આકાશે મનસ્વીને આશ્વાસન આપ્યું.

To be Continued