Ek Umeed - 3 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 3

આ પોતાનો જ રૂમ છે એ ખાતરી કરવા એ નીચે તરફ જોવા અર્થે બહાર નીકળો ત્યાં પાછળથી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને ધીમા અવાજે મનસ્વી એ કહ્યું , " આકાશ...." અવાજ સાંભળતા આકાશને મનસ્વીના હોવાનો અહેસાસ થયો ને પોતે ફટાફટ અંદર આવ્યો......

ફૂલ ગ્રે નાઈટશૂટમાં સજ્જ થયેલી મનસ્વીને જોઈ આકાશે પ્રશ્નોના પ્રહાર કર્યા, " મનસ્વી આ બધું શુ છે ? તને કોણે કહ્યું આ બધું કરવાનું ? કોઈને ખબર પડી ગઈ હોત તો ? "

" અ.. અમ.. સોરી ન ગમ્યું હું કાલે પાછું જેવુ હતું એવું કરી નાખીશ. બેઠા બેઠા માથું દુખતું હતું, તું પણ હતો નહીં ને એકલા એકલા શુ કરવું એટલે....આઈ આઈ એમ સોરી...." મનસ્વી વધુ કઈ બોલે એ પેહલા જ....

" અરે ના ના એવું નથી સારું લાગે છે પણ કોઈ અવાજ થયો હોયને તો કાકીને ખ્યાલ પડી જાયને માત્ર એટલે કહ્યું બીજું કંઈ નહીં ને આમ જ રહેવા દેજે સારું લાગે છે " આકાશે મનસ્વીને શાંત પાડતા કહ્યું....

" ઓહકે. ચિંતા નહીં કર મેં બહુજ શાંતિ થી કર્યું છે બધુજ " મનસ્વીએ આકાશની ચિંતા દૂર કરતા કહ્યું.

" ઓહકે ચાલો જમીએ ? " આકાશે પૂછ્યું. મનસ્વીએ હામી ભરી. ફરી આકાશ પલંગ ના ટેકે અને મનસ્વી દિવાલના ટેકે એમ સામસામે ગોઠવાઈ ગયા.બંને શાંતિથી જમતા હતા પણ આકાશનું અંતર શાંત ન હતું. એને બસ એક જ વાત ની રાહ હતી કે મનસ્વી ક્યારે એને બધું જણાવે ને આગળ શું કરવું એ ખબર પડે....આખરે કેટલા દિવસ એ મનસ્વીને છુપાવીને રાખી શકે...! જમવાનું પત્યું એટલે હાથ - પગ ધોઈ મનસ્વી ખુરશી લઈને એના પર ગોઠવાઈ. આકાશ ચા નો કપ મનસ્વીની સામે ધરતા બેડ પર ગોઠવાયો.

" મનસ્વી ગોવર્ધનરામ વર્મા. મારુ આખું નામ " મનસ્વી એ ચા ની એક સિપ લઈને આકાશને કહ્યું. મનસ્વીના આકસ્મિક સંવાદથી આકાશને શાંતિ થઈ કે ચાલો વાત શરૂ તો થઈ.

" હમ્મ...." આકાશ એ ઉત્તર આપ્યો.

" હું , મમ્મી અને પપ્પા અમારો બહુ જ ખૂબ જ ખુશ અને સુખી પરિવાર હતો. હું 2 વર્ષની હતી ત્યારે જ પંજાબના એક નાના ગામથી મારા પપ્પા એક સારા ભવિષ્ય માટે બિઝનેસના હેતુથી દિલ્લી આવી પહોંચ્યા હતા. લગભગ 10 એક વર્ષોમાં વર્મા ઇન્ડસ્ટ્રીઝ નામે એમની જુદી જુદી કંપનીઓ ઓળખાતી જે ફક્ત દેખાડાની હતી. હું ત્યારે 12 વર્ષની હતી. મને બહુ યાદ નથી પણ કોઈ સારી જગ્યા પર અમારું બહુ મોટું ઘર હતું. 3 માળમાં ફર્સ્ટ ફ્લોર પર મોટો હોલ, કિચેન, અને બે રૂમ હતા. હોલમાં એક ખૂણામાં મોટું મંદિર હતું અને એની જમણી તરફથી બહાર નીકળવાનો એક દરવાજો હતો જે મેઈન ડોર સિવાયનો બીજો દરવાજો હતો. ત્યાંથી બહાર નીકળતા એક બેઠક જેવી વ્યવસ્થા હતી એ જગ્યા કુદરતી વાતાવરણથી ભરપૂર હતી એટલે પપ્પા મોસ્ટલી એમની બિઝનેસ મિટિંગ્સ ત્યાં જ કરતા એવું એ અમને કેહતા પણ હકીકતે ઘરની અંદર બિઝનેઝની વાતો કરવી ને કોઈ કલાઇન્ટ્સને બોલવા પપ્પાને બિલકુલ ન ગમતા. બાકીના બે ફ્લોર પર જુદા જુદા રૂમસ, લાઈબ્રેરી, ગાર્ડન, મિનીથીયેટર બધું જ હતું. એટલું ખૂટે ત્યાં 50 એક નોકરો પણ હતા. સૌથી છેલ્લા માળે મારો એક વિશાળ રૂમ હતો જેમાં મારી પર્સનલ લાઈબ્રેરી હતી.મને ભણવાનો બહુ જ શોખ હતો." મનસ્વીએ ચા નો ખાલી કપ ખુરશી નીચે મૂકીને વાત પર કાપ મુક્યો. સીધી થઈને એક નિસાસો નાખ્યો. ને વાત આગળ વધારી....
" એ સમય દરમિયાન જ અચાનક એક દિવસ પપ્પા એ મને અને મમ્મીને બધો જ જરૂરી સામાન લઈને પાછા ગામડે જવા માટે હુકમ કરી આપ્યો. કાદચ મમ્મીને વાજીફ કારણની ખબર હશે એટલે મને લઈને સીધા રવાના થયા. મારુ લાખ પૂછવા પછી મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે કોઈ બિઝનેસ ઇશ્યૂસ છે એટલે થોડા સમય માટે શહેર છોડવું પડશે.ઈમેજીન એક હાઇફાઈ ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં ભણતી હું ગામડાની શાળા નં - 36 માં ભણવા લાગી એશોઆરામની એ દુનિયાનો મને રંગ લાગે એ પેહલા તો જીવન સંઘર્ષ પર ઉતરી આવ્યું અત્યારે સુધી મને બધું હાથમાં જ અપાતું હતું ને હવે ગામડાના એ જીવનમાં એડજસ્ટ થવાનું હતું બધું જ શીખવાનું હતું. હું ત્યાં પણ ખુશ હતી કેમકે મેહનત કોને કહેવાય એની સમજ ત્યાં જ પડી હતી. થોડા સમય માટે ગામમાં રહેવાનું કહેતી મમ્મીને હું વારંવાર પૂછતી કે ઘરે ક્યારે જશું તો બસ એક જ જવાબ આપતી કે પપ્પા આવે પછી જઈશું. " બોલતા બોલતા મનસ્વીની આંખો ભરાઈ આવી આકાશ એને શાંતિથી સાંભળતો હતો એવામાં મનસ્વીની આંખો માંથી જે અશ્રુધારા શરૂ થઈ એ તેની ધ્યાન બહાર રહી નહિ એટલે ઉઠી ને પાણી નો ગ્લાસ ભરી મનસ્વીને આપતા કહ્યું, " વાંધો નહીં કાલે શનિવાર છે બે દિવસ આમ પણ રજા છે. તમે થાકી ગયા હોવ તો આરામ કરી લો કાલે વાત કરીશું."

" થાકી તો હું ત્યારે પણ નહતી. ગામના એ ઘરમાં મારા અને મમ્મી સિવાય પપ્પા ના ગામડાના એક મિત્ર પણ રહેતા હતા. પપ્પા જ્યારે દિલ્લી શિફ્ટ થયા ત્યારે એમને ઘર સાચવવા આપી ગયા હતા. એનો પરિવાર પણ ત્યાં જ રહેતો એક પત્ની અને સંતાન. એનો દીકરો દુષ્યંત મારાથી 7-8 વર્ષ મોટો હતો. એ બહુજ નીચી કૃતિઓ કરતો. મને ગમે ત્યાં અડતો ને હું ચિડાતી. ઘણી વખત મેં કાકા ને સ્પષ્ટ કહી આપ્યું હતું કે એના દીકરાને સમજાવી લે નહિતર મારાથી કઈક ન બનવાનું બની જશે. મમ્મીને પણ વાત કરી હતી પણ અફસોસ મને નાની છોકરી સમજીને મારી વાતને સૌ કોઈ અવગણતાં. મમ્મી પણ. કોઈ ન સમજ્યું એટલે દુષ્યંતને તો મોકો મળી ગયો હતો એક વખત મને અગાસી પર પકડીને લઈ આવ્યો ને મારી સાથે વધુ પડતી અવળચંડાઈ કરવા લાગ્યો મારુ લોહી બરાબરનું તપ્યું મારી જાતને બચાવતા બચાવતા મેં એને છત પરથી ધક્કો મારી દીધો. સાલો પછી કોઈને અડવા લાયક ન બચ્યો. થોડા દિવસ પછી માટીથી બનેલા એ ગામડાના ઘરમાં હું મારા મિત્રો સાથે રમતી હતી દોડા દોડી કરતા મારુ ધ્યાન આંગણે હીંચકમાં બેઠેલી એકધારું રોતી મારી મમ્મી પર ગયું. સામે બેઠેલો એ સમાજ નો દુશ્મન બબડતો હતો કે આવા ધંધા કરે ત્યાં આવું ઝ થાય ને....હવે બોલ તારે સુ કરવું સ ? મારે પડખે આવીસ તો રાણીની માફક રાખી ત્યાં અત્યારે હુધી પેલો જીવતો ત્યાં કેટલી વાર બોલાવી પણ આવી નઇ તે નઈ જ. હવે ગયો એ. હવે સેનો વાંધો પડેસ ? 15 વર્ષની થઈ હતી દુષ્યંત સાથે બનેલી ઘટના પછી એ ભાષા નો અર્થ એકદમ બરાબર કળી લીધો હતો મેં એ આખી વાતચિત પરથી મને સમજાઈ ગયું કે પપ્પાનું ખૂન થયું છે ને એનું કારણ એમનો ડ્રગ્સ અને દારૂનો ઇલલીગલ બિઝનેસ હતો ને હવે અહીંયા હું અને મમ્મી જરા પણ સુરક્ષિત નથી." મનસ્વી એ એકધારે વહેતા આંસુ ને સાફ કરતી બોલતી જતી હતી. આકાશ જાણે એના દુઃખને સમજતો હોય એમ શાંતવના આપતો ખુરશીની બાજુમાં ઘૂંટણના ટેકે નીચે બેઠો હતો. એકવાર પીડાનો અનુભવ કર્યા પછી એને વાગોળતા હોઈએ ત્યારે પણ એટલા જ કે એથી વધુ દર્દનો એહસાસ સંકળાયેલી યાદો તેમજ આંખ સામે ભજવાતા દ્રશ્યો ખૂબ કરાવે છે.....! મનસ્વીના ગળે ડૂમો ભરાયો. આ બાજુ આકાશને વધુને વધુ પેહલા દિવસે જોયેલી ડરેલી મનસ્વી આંખ સામે આવતી હતી અને એ બરાબર જાણતો હતો કે એનો જેટલો વિચાર પણ નહીં પોહચે એ થી વધુ મનસ્વી પીડાય હશે બાકી એની હાલત આવી ન થઈ હોત. આગળની વાત સાંભળવા આકાશ ઉત્સુક કરતા હવે ચિંતાતુર વધુ બન્યો હતો.એટલામાં એનું ધ્યાન પિતાની યાદોમાં સંડોવાયને વલોપાત કરતી મનસ્વી પર પડ્યું...જાણે માંડ આક્રંદનો સમય મળ્યો હોય એમ મનસ્વી ટૂટી પડી હતી એના રુદનમાં એટલી તે પીડા હતી કે રોવાનો અવાજ તક ગળે અટક્યો હતો...લાલ થયેલી મનસ્વીને આકશ જોઈ ન શક્યો એટલે ઉભો થઇ એને શાંતવાના આપવા ગયો ત્યાં અચાનક પોતાનું આપેલું વચન " હું તમને અડીશ પણ નહીં " યાદ આવ્યું. હવે શુ કરે ? કઇ રીતે મનસ્વીને શાંત પાડે આવી રીતે તો એને જોઈ શકાતી ન હતી....વાતાવરણ કરુણ બન્યું હતું ઉપરથી આકાશના મનમાં ઉભી થતી સમસ્યાઓથી બધું જ ભેગું થયું એટલે આકાશની આંખે પણ બુંદો ચમકી. એટલા માં મનસ્વી રોતા રોતા આકસ્મિકપણે ખુરશીની સામે ઉભેલા આકાશને વળગી પડી.આકાશ થોડો હલ્યો ખરી પણ અત્યારે મનસ્વીને સાચવવું આવશ્યક હતું. શાયદ મનસ્વીને મા ના ખોળાની આવશ્યકતા પડી હશે એ વિચારે આકાશે એને એમજ રહેવા દઈ એના માથા પર હાથ મૂકી એના વાળ સેહલાવતો રહ્યો.......
To be continued

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED