કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 24 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 24




કોલેજ ના દિવસો


પ્રેમ ની એક ઝલક ભાગ-24


ત્યાં મનીષા તેના રૂમમાં રડી રહી હતી અને તે નિરાલીને કહ્યું કે નિરાલી તું જેમ સમજે એવું કોઈ નથી તે અનેક પ્રશ્નો કરે છે, ત્યારે નિરાલી કહ્યું તારે જે કહેવું હોય તે પિતાજી ને કહેજે....


પિતાજી હોલમાં ખુરશી પર બેઠા છે ત્યાં સામે મનીષા નીચું માથું કરીને ઉભી હતી. બાજુમાં નિરાલી તેના અનેકો પ્રશ્નો પૂછવા લાગી હતી, અને ત્યારે પિતાજી અને તેની મમ્મી નિરાલીને કહ્યું બસ નિરાલી હવે તું બોલીશ નહિ.


પિતાજી કહ્યું બેટા હું તને જાણું છું તું પરિવારને ખોટું લાગે તેવું કોઈ કામ કરે તેવી નથી. પણ મે આજે મારી નજરે મે તને જોઈ અને તે મને ખોટો જવાબ આપ્યો ત્યારે મને લાગ્યું કે મારી પરવરિશમાં ક્યાં ખામી રહી ગઈ છે ત્યારે આજે તે મને આમ જવાબ આપ્યો અને મને ખૂબ દુઃખ લાગ્યું.


મનીષા કહ્યું હા પપ્પા હું આજે કોલેજ નહિ ગઈ અને તમને મે ખોટું કહ્યું મને ખૂબ પ્રસ્તાવો થાય છે. પણ આજે નિરાલી કહી રહી છે એ બધુ ખોટું છે.


પિતાજી કહ્યું હા તારી વાત સાચી હસે પણ તે આજે જે મારો વિશ્વાસ તોડ્યો છે, મે તને હમેશા આઝાદી આપી તેનું જ આવું પરિણામ આવ્યું, કેવી રીતે તારા પર વિશ્વાસ કરું હવે તને મારી કસમ બેટા જે હોય તે મને સાચું જણાવી દે બસ અને તને યોગ્ય લાગે તો જણાવે જે નહિ તો તેને લાગે તે ઠીક.....


મનીષા કહ્યું એવું ના કહો પિતાજી મને આવું કહીને આમ......(ત્યાં અચાનક નિરાલી કહ્યું)


નિરાલી કહ્યું બસ તારી કોઈ વાત નહિ સાંભળી તું હવે સત્ય જણાવી દે બસ....


ત્યાં મનીષાની માં બોલી કે બસ કર નિરાલી આમ ના બોલ ચાલ તારા રૂમમાં જા બસ, નિરાલી તેના રૂમમાં જવાની ના પાડે છે અને ત્યાં ઊભી રહી જાય છે.


મનીષા રડતાં રડતાં કહ્યું પિતાજી હું અને નિશાંત બન્ને સારા મિત્રો હતા પણ સમયે જતાં એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં બસ. અચાનક નિરાલી કહ્યું ઓહ તો વાત આમ છે મીની મારી બધી મર્યાદાઓ પાર કરી દીધી તે પપ્પા સામે બોલતાં તેને જરાય શર્મ ના આવી..


પિતાજી કહ્યું બસ નિરાલી મને મારો જવાબ મળી ગયો.



મનીષા કહ્યું પિતાજી તમે કહો શું હું મારો નિણર્ય કે ખોટું પગલું લીધું હોય તો મને સજા મંજૂર છે.


પિતાજી કહ્યું બેટા મારે તને એટલું કહેવું છે કે બસ તું હવે જે પણ તે કયું હવે બંદ કરી દે. તું ખુદ નિશાંતને સમજાવ કે તારા અને નિશાંત ના લગ્ન નહિ થઈ શકે. કારણ કે હું નાનકડો કર્મચારી છું અને આપણે નિશાંતની ફેમિલી કરતા નાનું કુટુંબ અને તે બીજી જ્ઞાતિના છે. માટે આગળ વધેશો તો આપણી કુટુંબની આબરૂ અને સમાજની જે મારી ઇજ્જત છે એ તારા હાથ છે. તારી કોઈ વાત કે આજીજી સાંભળવી નથી બસ...


(આટલું કહી બધાં પોતપોતાના રૂમમાં જાય છે, અને મનીષા અને તેની મમ્મી બન્ને હોલમાં બેઠાં છે, અને મનીષા મમ્મીના ખોળામાં માથું મૂકીને ખૂબ રડતી હતી. )


મમ્મી કહ્યું બેટા તું તારા પપ્પાને જાણે છે તને બહુજ લાડ લડાવીને મોટી કરી છે, તારી દરેક જરૂરીયાત પૂરી કરી છે, અને હમેશાં તારા ભલું વિચારનાર પિતાજી આજે પણ તારા સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને આમ વાત કરી હસે. પછી બન્ને પોત-પોતાના રૂમમાં જતાં રહે છે.


સવાર પડી મનીષા રોજની જેમ તૈયાર થઈ કોલેજમાં જવા માટે નીકળી ત્યાં તેના પિતાજી કહ્યું બેટા રાતે હું થોડું વધારે બોલાઈ ગયું હોય તો મને માફ કરજે, પણ હા મને તારી ચિંતા અને તારું જુઠાણું મને આમ વ્યકત કરવા પર મજબૂર કયો હતો, મને તને એટલું કહેવું છે કે તું નિશાંત સાથે દોસ્તી કરી શકે પણ પ્રેમ નહિ અને હા તારી મર્યાદા ના તોડતી બસ જા બેટા તને મોડું થતું હસે બાય.


પિતાજીની વાત એવી કરી કે મનીષાને કોઈ વાત કરવાનો મોકો મળ્યો નહિ, મનીષા કોલેજ પહોંચી તે પહેલાં ભૂમિ તેની ફ્રેન્ડ સાથે બધી વાત કરી, અને તે નિશાંતને મળે છે અને તેને ભેટીને ખૂબ રડે છે. નિશાંત કહ્યું બસ મનીષા આમ કેમ રડે પહેલાં રડવાનું બંધ કર યાર શું થયું મને જણાવીશ, મનીષા રાતે જે થયું બધું જણાવે છે, નિશાંત કહ્યું કે એમાં શું રડે છે, આપણે ફેમિલીને સમજાવીશું બસ આટલી નાની વાતમાં અમૂલ્ય આંસુ વહાવી દીધાં. મનીષા થોડી સ્મિત કરે છે અને રડવાનું બંધ કરે છે, મને તેનો હાથ પકડીને કહે છે નિશાંત આપણે જરૂર આપણી ફેમિલીને જરૂર મનાવી લેશું. નિશાંત કહ્યું હું પણ મારી ફેમિલીને સમયે જોતાં વાત કરી લઈશ.


સમયે જવા લાગ્યો અને બન્ને એવા પ્રણય સંબંધો બાંધવા લાગ્યા કે બન્ને કોલેજના ગાર્ડનમાં બેઠા છે, અને એકબીજા માટે જીવવા માટે બન્યા હોય તેમ બન્ને સ્ટડી પૂરી થતાં તે એકબીજાને લગ્ન કરવા માટે એકબીજાને વચન આપ્યું.


ત્યાં રાજ બધું સાંભળી જાય છે ત્યારે તે.....


વધુ આવતાં અંકે.*..


*to be continued*


*✍🏻મનીષ ઠાકોર*✍🏻