“બાની”- એક શૂટર - 16 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 16

“બાની”- એક શૂટર

ભાગ : ૧૬


સવાર પડતાં જ એના આલિશાન બંગલાની પાછળ બનાવેલું સ્વિમિંગ પૂલમાં એન્જોય કરવા માટે બાની જાસ્મીન સાથે આવી. બંનેએ ટુ પીસ પહેર્યું હતું. એક પછી એક કૂદકો મારીને બંને પાણીમાં તરવા લાગી. સ્વિમીંગ પૂલમાં માછલીની જેમ ઉછળથી તરતી બંને દેખાઈ રહી હતી. જાસ્મીન બાની કરતાં વધારે હોટ દેખાતી હતી. કારણકે મોડેલિંગ ક્ષેત્રમાં ઝપલાવાં માટે પોતાની કાયાને એને એવી રીતે મેનેજ કરી રાખ્યું હતું. જાસ્મીન દેખાવે સાવલી છ ફૂટ ઊંચી પાતળા પગ તથા લીસી ચામડી ધરાવતી હતી જ્યારે બાની પણ છ ફૂટથી થોડું કમી કદ ધરાવતી હતી પરંતુ એકદમ ફોરેનરની જેમ ગોરી ચળકતી ત્વચા હતી.

"તું એહાનને નકામો હેરાન કરી રહી છે." જાસ્મીન પૂલના કિનારે આવીને બેસતાં કહ્યું.

"એ હેરાન તો મારા દિલને કરી ગયો છે. એને હેરાન ન કરું તો કોણે કરું?" બંને હાથેથી ભીંજાયેલા વાળ સરખા કરતી બાનીએ કહ્યું.

જાસ્મીને એક ભૂસકો માર્યો.

"છોકરીને જોતાવેંત જ લઠું થનાર એ છોકરો નથી." બાનીની નજદીક આવતાં જાસ્મીને કહ્યું.

" હું એને જોઈ લઈશ. પણ જેસ્સ તારે અવિનાશ સાથે હવે બધું ક્લિયર કરી દેવું જોઈએ. કેમ કે હું પણ હવે સાથ આપવા માટે રહીશ નહિ. જલ્દી ડિવોર્સ લઈને તારે જેમાં આગળ વધવું હોય એમાં વધજે. બસ તું ખૂશ રહે એ જ મારી ઈચ્છા છે. હું જલ્દથી જલ્દ એબ્રોડ જવા ઈચ્છું છું." બાનીએ કહ્યું.

સ્વિમીંગ પૂલનાં વચ્ચે જ જાસ્મીને બાનીને કસીને હગ કરી લેતાં કહ્યું," તું તો એવી રીતે કહી રહી છે જાણે કાયમ માટે વસવાટ તું એબ્રોડ જ કરવાની હોય. અરે ચીલ યાર. કેટલી વાર કીધું મારી ચિંતા છોડ."

બાનીએ પણ જાસ્મીનને પ્રેમપૂર્વક છાતીએ લગાવી દીધી. પરંતુ બાનીને ક્યાં ખબર હતું કે એની લાઈફમાં હવે કેવા દિવસો આવવાના હતાં...!! ભવિષ્યનું પહેલા જ જાણ હોય તો એ ઘટના થતીને રોકી ના શકે..!!

મેસેજ આપવા આવેલી ધનાબાઈ બંનેને હગ કરતાં જોઈને નવાઈમાં પડી ગયા. એને ગાલ પર હાથ રાખી દીધો અને મોઢું ખુલ્લું કરીને વિચારમાં પડી ગયાં. ત્યાં જ બાનીનું ધ્યાન પડી ગયું. એને બૂમ મારતાં કહ્યું," ધનાબાઈ શું થયું??"

જાણે એનું ધ્યાન ભગ્ન કરી નાખ્યું હોય તેમ એ થોડા સંકોચાઈ ગયા.

"અરે ધનાબાઈ શું છે? પૂરું પિક્ચર જોવાનાં છો આમ ઊભા રહીને?" ટોકતા બાનીએ કહ્યું. ઘરની જૂની નોકરાણી ધનાબાઈને બાની પણ આ જ નામથી પૂકારતી.

"શું છે બકો??" બાનીએ મોટેથી કહ્યું કેમ કે ધનાબાઈ હજું બાની જાસ્મીનનાં હગ સીનમાંથી બહાર નીકળ્યા ન હતાં. એ થોથવાતા સ્વરે કહેવા લાગી," ઈ..વાન....." ત્યાં જ પાછળથી અવાજ આવ્યો," ઈવાન આવ્યો છે." ઈવાને આવતાં જ વાક્ય પૂરું કર્યું.

ધનાબાઈ જવા લાગ્યાં. પરંતુ એમણે કશુંક યાદ આવતાં ફરી ફર્યા," છોટી મેડમ."

"હા બોલને." અકળાઈ જતાં બાનીએ કહ્યું. ઈવાનની નજર ફક્ત જાસ્મીન પર જઈને ઠરી ગઈ. એની ખૂબસૂરતીને હવે તે વધારે ધ્યાનથી નિહાળવા લાગ્યો.

"શભૂં ભાઈ એક અઠવાડિયાથી આવતાં નથી. જાણવા મળ્યું છે કે એની તબિયત સારી નથી." ધનાબાઈએ એકસાથે કહી દીધું.

"હા તો તું આજે કહેવા આવી?? ઠીક તું જા. હું ખબર કાઢું." શભૂંકાકાની વાત આવતાં જ એ એટલી ધ્યાનમાં પડી ગઈ ધનાબાઈ સાથે કે ઈવાને ક્યારે સ્વિમીંગ પૂલમાં ઝંપલાવી દીધું એ પણ મહેસૂસ કર્યું નહિ. ફરીને જોયું ત્યારે ઈવાન જાસ્મીનની નજદીક જઈને વાત કરવાની ટ્રાઈ કરતો હતો. બાની તરત જ ઈવાન પાસે તરતી જતી રહી, " ઓય્ય લસ્ટ..!! તું ક્યારે પહોંચી ગયે રે?? જા નીકળ." એને કોલરમાં પકડતાં કહ્યું.

"અરે અરે બાની સંભાળીને. હું મરી જઈશ યાર." ગળું દબાવ્યું હોય તેમ એક્ટ કરતાં ઈવાન કહેવા લાગ્યો.

"અરે યાર. શું છે ઈવાન. એવી રીતે વગર પરમિશને નહિં આવવાનું." બાની ગાળ આપતા પોતાની જબાનને રોકી રહી હતી." જાસ્મીન ચાલ નીકળ. આ આદમી જીવવા નહિ દે. સ્વિમીંગમાં આપણું એન્જોય કરવું તો દૂરની વાત." બાની પૂલમાંથી બહાર નીકળી ગઈ. જાસ્મીન પણ બહાર નીકળી અને ફટથી પોતાનાં શરીરે ટુવાલ વીંટાળી દીધો.

ઈવાન જાસ્મીનને અનહદ પ્રેમથી નિહાળતો રહ્યો. બાની અને ઈવાન ગ્રુપે કેટલી વાર આવી સ્વિમીંગ પૂલ પાર્ટી પણ મનાવી હતી. બાનીને આવા સ્વિમીંગ કોસ્ચ્યુમમાં એને કેટલી વાર પણ નિહાળી હતી. એના આવા અર્ધ ખુલ્લા દેહથી એને એટલી નવાઈ ન હતી જેટલી આજે જાસ્મીનને જોઈને થઈ રહી હતી.

"તું ના અકેલા એન્જોય કરતે રહેના યે સ્વિમીંગ પૂલ મેં. તેરી તરહ હમલોગ ફ્રી નહીં હૈ કીધર ભી કહાઁ ભી ટપક જાને કા. તું છે ને મૅનર્સ ભૂલી ગયો છે. એટલીસ્ટ જાસ્મીન સામે તો સીધો રહેવાની કોશિશ કર." બાની ઈવાનને સમજાવીને થાકી હતી.

ઈવાન બાનીનો બચપણનો ફ્રેન્ડ હતો. બાળપણથી જ એકદમ મસ્તીખોર. ઈવાન ચંચળ હતો. એનામાં સ્થિરતા નામની કોઈ ચીજ હતી નહીં. ઈવાનનાં મોમ ડેડ ચાહતા હતાં કે બાનીના લગ્ન લકી સાથે થાય. પરંતુ લકીનું દિયા સાથે ફિક્સ થતાં બાની અને ઈવાન લગ્ન કરી લે એવી ઈચ્છા ઈવાનનાં મોમ ડેડની તો હતી જ પરંતુ બાનીના ડેડે પણ બાની પાસેથી વચન લઈ લીધું હતું કે બાની તું લગ્ન કરશે તો ફક્ત ઈવાન સાથે...!!

બાની આવા ઈવાનનાં નાચ જોતા મનમાં બળબડી, " વાહ વાહ ડેડ શું જમાઈ શોધી રાખ્યો છે..!!" એ થોડું હસી.

"બાની હું એને લવ કરું છું.." પાણીમાં ઉછળીને ઈવાને કહ્યું. પણ ત્યાં સુધી બાની જાસ્મીન જતાં રહ્યાં હતાં.

બાથ લઈને બંને તૈયાર થઈને નાસ્તાનાં ટેબલ પર ગોઠવાયા.

"તું ફ્રી જ છે ને." બાનીએ મોઢામાં બટર લગાવેલું બ્રેડ મૂકતા કહ્યું.

"ના. હવે હું જઈશ." બ્રેડ પર જામ લગાડતાં જાસ્મીને કહ્યું.

"પ્લીઝ એક કામ માટે રોકાઈ જા. આય પ્રોમિસ. એના પછી તને જ્યાં જવું હોય ત્યાં છોડીને આવીશ." બાનીએ મનાવતા કહ્યું.

"અરે બાની...!!" ડોળા કાઢતાં જાસ્મીને કહ્યું.

"એ શભૂં ડોહાની તબિયત સારી નથી. એની ખબર કાઢવા બસ્તીમાં જવું પડશે. પ્લીઝ..!!" બાનીએ રિકવેસ્ટ કરતાં કહ્યું.

"તો સ્વિમીંગપૂલમાં પડ્યો છે એને લઈ જા..." જાસ્મીને કહ્યું અને બાની ખડખડાટ હસી પડી.

"ઈવાન ને..!! ગયો હશે...!! એ ક્યાં પણ સ્થિર નથી રહેતો." આ વખતે જાસ્મીન જોરથી હસી અને બંનેએ એકમેકને તાળી આપી.

****

બાની પૂરપાટ વેગે કાર ચલાવી રહી હતી. શહેરની એકધારે આવેલી શભૂં કાકાની બસ્તીમાં એ જાસ્મીન સાથે જઈ રહી હતી. એ ઘણા સમય બાદ એ બસ્તીમાં જઈ રહી હતી. એને પોતાની પુરાની યાદો યાદ આવી ગઈ.

"જાસ્મીન..!! મેં એ ડોહા શભૂં કાકાની બસ્તીમાં ઘણો સમય વિતાવ્યો હતો. એ ડોહાનાં ત્યાં એક ખાલી ખંડર સાથે બંજર જમીન એમ જ પડી હતી. ત્યાં મેં અસલી પિસ્તોલથી નિશાનો સાધવા ઘણી પ્રેક્ટિસ કરી હતી. એ સાલો ડોહો મારા જીવનમાં બનેલી કેટલીક ઘટનાનો સાક્ષી છે. એટલે જ હું એને ઘણી માનતી આવી છું. એ પણ મને એટલો જ લાડ લડાવે. પણ સાલો એનો દીકરો બરાબર નીકળ્યો નહીં...!!" કાર ચલાવતાં જ બાની એની યાદો સમેટતી જાસ્મીનને કહી રહી હતી. પરંતુ અચાનક એને કારને સાઈડ પર લઈ લેતાં કહ્યું, " જેસ્સ..!! આપણી કારને ક્યારનો કોઈ તો પીછો કરી રહ્યું છે..!!"


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)