“બાની”- એક શૂટર - 15 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 15

“બાની”- એક શૂટર

ભાગ : ૧૫


“જસ્ટ રિલેક્સ બાની. મારો ગુસ્સો એહાન પર નહીં કાઢ. આ વધારે થાય છે. એનું મૂડ હશે ત્યારે વાત કરશે.” જાસ્મીને સમજાવતાં કહ્યું. કેમ કે જાસ્મીન જાણતી હતી બાનીના ગુસ્સાનો ફુગ્ગો ફૂટીને જ રહેશે...!!

થોડી જ મિનિટોમાં બાનીએ માર્કેટમાં ગાડી પાર્ક કરી. એહાન ગાડીની બહાર ઉતર્યો. બંનેને થેંક યુ કહીને બાઈક ભણી ગયો. બાની જ્યાં સુધી એ બાઈક લઈને ઓઝલ ન થયો ત્યાં સુધી જોતી રહી.

"ચાલ એ ગયો. હવે તું બકવા માંડ." જાસ્મીન તરફ ફરતાં બાનીએ ઝડપથી કીધું.

જાસ્મીન ચૂપ રહી.

બાનીએ ગંભીરતાથી કહ્યું, “જેસ્સ શાંતિથી સાંભળ વાત. તું ક્યાં સુધી આવા આદમી સાથે રહેશે. અવિનાશ સાથે ડિવોર્સનો મામલો પતાવી દે.”

“બાની આ બધી વાત આપણે પછી કરીશું. પહેલા મારું સાંભળ...” જાસ્મીને ખુબ જ સ્વસ્થતાથી કહ્યું. પરંતુ બાનીએ સાંભળ્યું નહિ. એને વાત ચાલું જ રાખી.

“આજે જોયું નહીં એની હિમ્મત કેટલી વધી ગઈ હતી કે એ સરેઆમ માર્કેટમાં પણ તારી બેઈજ્જતી કરી રહ્યો હતો.” એટલું કહીને બાનીએ અવિનાશને ગાળો લીધી અને ફરી કહ્યું, “ના તો તું એને જેલની હવા ખાવા દેતી છે?? ના તો તું એણે બે ચાર લાફા મારીને કોઈ પાઠ ભણાવતી છે..!! ના તું મને એવું કંઈક કરવાં દેતી નથી..બટ જેસ્સ હું તને કહી દઉં છું, ક્યાંક કોઈ દિવસ ફરી મારી સામે એવા નાટકચાળા એણે કર્યાં તો હું એણે છોડીશ નહીં. એણે તમાચા મારવા વગર હું રહીશ નહીં.”

"બાની..બાની ..બાની..તું મારું તો સાંભળ??" જાસ્મીને ચહેરા પર થોડું હાસ્ય લાવતાં કહ્યું.

"કમાલ છે છોકરી..!! આટલા ગંભીર માહોલમાં તારા ચહેરા પર હાસ્ય..!!" આશ્ચર્ય થઈને બાનીએ પૂછ્યું.

"હા. આજે જે થયું એ સારું જ થયું. કેમ કે હું મારા ફાઈનલ ડિસીજન પર આવી ચૂકી છું. હવે મને મારા નિર્ણય પર અફસોસ નહીં થઈ શકે!!" જાસ્મીને મક્કમતાથી કહ્યું.

"અરે જેસ્સ તું સરખી વાત કર." અકળાઈ જતાં બાનીએ કહ્યું.

"તને ખબર જ છે હું મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવા માગું છું. મને ડર એ વાતનો હતો કે આ સાલો અવિનાશ ડિવોર્સ ન આપે તે જ ચક્કર માં કેસ ફાઈલ થાય તો લડવા જવાનું કે પછી મારા કરિયરમાં ધ્યાન આપવાનું...!! હું ચાહતી હતી કે અમારી બંનેની સહમતીથી ડીવોર્સ થઈ જાય જેથી આ મામલો લાંબો ખેંચાય નહીં અને હું મારા મોડેલિંગમાં ધ્યાન આપું." જાસ્મીને વાત સમજાવી.

"અચ્છા આજના બનાવથી ડિવોર્સ થઈ જશે? કે પછી અવિનાશ સામેથી આપશે.?" બાનીએ પૂછ્યું.

"એવું જ સમજ. હવે તું મારુ ટેન્સ લેવાનું છોડ. મને અત્યારથી જ આઝાદ જિંદગી જેવી લાગી રહી છે બાની. હું ઝૂમવા માંગુ છું. મારી આઝાદ જિંદગીને માણવા માગું છું." જાસ્મીન બધી રીતે અવિનાશથી છૂટી થઈ ગઈ હોય તેમ બંને હાથ પહોળા કરીને કહેવા લાગી. બાની પણ જેસ્સીને ખૂશ જોઈને ગેલમાં આવી ગઈ.

"તો બોલ તારી શું ખ્વાઈશ છે? લોન્ગ ડ્રાઈ મારુ?" બાનીએ કારને સ્ટાર્ટ કરતાં કહ્યું.

પરંતુ કમાલની છોકરી જાસ્મીન હતી. બાની પણ ક્યારેક સમજી સકતી ન હતી કે જાસ્મીન શું કહેવા માંગે છે.

"સરસ્વતી લઈ લઉં છું. ફ્રેશ થશું પછી વિચારીએ..??"બાનીએ પૂછ્યું.

"હા...." "બાની હું આજે ખૂબ ખૂશ છું." "એમ લાગે છે કે હું આઝાદ છું... આઝાદ..." જાસ્મીન એકસાથે બોલી ગઈ.

"અરે તું ખુશી મનાવ. ના કોઈ નથી પાડતું. પણ એનાથી ડબ્બલ ખુશ ત્યારે થજે જ્યારે અવિનાશ સાથે ડિવોર્સ પતે..!!" બાનીએ કાર ચલાવતાં કહ્યું.

"થઈ જશે બાની. પણ હવે તું મારા માટે ચિંતીત ના થા. તું આરામથી જા હવે એબ્રોડ." જાસ્મીને કહ્યું.

"પાક્કું??" બાનીએ હસીને પૂછ્યું.

"હા બાની હા." જાસ્મીને કહ્યું. બાનીએ કાર સાઈડ પર લઈ લીધી. તરત જ જેસ્સીની આંખમાં આંખ નાખતાં આતુરતાથી કહ્યું, “ અરે જાસ્મીન કુછ કરના યાર. આય લવ ધીઝ મેન યાર.”

"કોણ..?? પાગલ તો નથી થઈ ગઈ ને.. ??" અકારણ કારને પાર્ક કરી લેતાં તેમ જ અચાનક બદલાયેલો બાનીનો સ્વભાવ જોઈને જાસ્મીને પૂછી પાડ્યું.

"એહાન..!!" બાનીએ કહ્યું.

“અરે બાની આ તું કહી રહી છે. આર યુ મેડ.” જાસ્મીને આશ્ચર્યથી કહ્યું.

“અરે એહાન મને પસંદ છે યાર. ફર્સ્ટ ડે થી જ્યારથી એણે પ્રેન્ક વિડીઓ કર્યો હતો આપણી સાથે.” બાનીએ ઘણી નિર્દોષતાથી કહ્યું.

“અરે તારું દિમાગ ઠેકાણે છે ને? તારા મોમ ડેડ ઓલરેડી એ બંને બિસનેઝ બાબુઓમાંથી કોઈ એક સાથે પરણાવા ઈચ્છે છે તો કરી લે ને. એશોઆરામની જિંદગી હરવા ફરવાનું બીજું શું જોય?” જાસ્મીને કહ્યું.

“ બે બાબુ ક્યાંથી આવ્યાં?? હવે તો ફક્ત ઈવાન...ઈવાન સાથે. શું જેસ્સ તું પણ ભૂલી જાય છે. એબ્રોડ પછી આવીને મેરેજ કરવાનું પ્રોમિસ આપેલું છે ડેડ ને..!! યાદ છે ને..!! પણ યાર જે દિલમાં મરકમરક થાય એ ફક્ત આ એહાન માટે થઈ રહ્યું છે. અબ મેં ક્યાં કરું..?? ઈવાન માટે મને કોઈ દિલથી ફીલિંગ હજું સુધી નથી આવી.” બાનીએ ચોખવટ કરી.

“હજું સુધી ફીલિંગ નથી આવી તો આવી જશે. ઈવાન જ તારી માટે ફીટ છે..રાઈટ..!! "

"પ્રોમિસ બાની યાદ કર પ્રોમિસ ને..!!” જેસીએ ઊંચા ડોળા દેખાડતાં કહ્યું.

“ફીટ છે. પણ અમે બંને લવમાં પડીને હીટ નથી થયા.” બાનીએ ગુસ્સે થઈને કહ્યું અને થોડી સમજદારીથી ફરી કહેવાં લાગી. “ યાર સમજ ને મને કોઈ પ્રેમ લવ ચાહત જેવું નથી લાગતું. બટ એહાન માટે આ બધું જ થઈ રહ્યું છે.”

“અબે ચૂપ કર. ગાડી લઈ લે મારા ઘર તરફ. મારે ઘણું કામ પડ્યું છે. તારી લવવાળી નોટંકી બંધ કર.” જેસીએ બાનીના ગાલમાં ચીમટો ભરતા કહ્યું.

“ઓહ મેડમ આય એમ સિરિયસ યાર.” જાસ્મીન બાનીની આંખોમાં સચ્ચાઈ જોઈ શકતી હતી.

“અચ્છા મેડમ તો સાંભળ. જેવી તને ઈવાન અને લકી માટે કોઈ ફીલિંગ ન હતી. એવું જ એહાનનું પણ તારા માટે એના દિલમાં કોઈ મરકમરક પેદા નથી થયું અને ક્યારેક એવું થશે પણ નહીં. એનું એટીટ્યુડ જોયું ને??" જાસ્મીને બાનીને સમજાવ્યું.

બાનીયે નિસાસો નાખતાં ડોકું ધુણાવ્યું.

" સરસ્વતીએ લઉં છું યાર. આજે રોકાઇ જા. આજની પાર્ટી મનાવીશું." બાનીએ કહ્યું પરંતુ બાનીને રહી રહીને એક જ વિચાર આવી રહ્યો હતો કે કોઈ બીજો છોકરો એના જગ્યે હોત તો પોતાની એક ઝલક નજદીકથી જોવા માટે આ ચાન્સ કોઈ પણ ભોગે જતો કરતો નહીં જે એહાને સ્કાફથી ચહેરા તથા નાકને સાફ કરવાં માટેનો મોકો ખુબસુરત બાની જેવી છોકરી માટે ઠુકરાવ્યો હતો.

મનોમન એ કહેવાં લાગી, “ બાની તારું દિલ દિમાગ નજર આ બધું જ એહાન પર જ કેમ આવીને અટક્યા છે?”

****

“એહાન, એટલી વાર ?” ઘરમાં પગ મુકતાં જ એહાનની મોમના સવાલો કિચનમાંથી ચાલુ થઈ ગયા.

“અરે મોમ કોઈક વાર લેટ પણ થાય.” એહાને કંટાળતા કહ્યું.

“એહાન.... આ શું થયું દીકરા.” કિચનથી બહાર આવતાં જ એહાનની મોમે જોતાં જ પૂછ્યું.

“અરે મોમ કશું નથી. નાનું અમથું એક્સીડેન્ટ. સમજો ને..” એહાને મોમ વધારે ચિંતા ન કરે એટલે ટુંકમાં કહ્યું.

“અરે તું અત્યારે જ તો માર્કેટમાં હતો. ઓલી ફટાકડીઓ સાથે. અને આમ અચાનક.” મોમ નજદીક આવીને એહાનનો ચહેરો જોતાં પૂછ્યું.

“ઓહ્હ મોમ. તને ખબર છે ને માર્કેટનો રસ્તો આપણા તરફ આવતાં કેટલો સાંકડો થતો જાય છે. ત્યાં જ હું કોઈ બીજાને બચાવા જતા મારું બાઈકનું બેલેન્સ ગુમાવ્યું અને હું પડયો. એટલે નાકમાં વાગ્યું છે યાર.” વાતને છુપાવતાં એહાને કહ્યું.

“અરે પણ આ બધું તારી સાથે જ કેમ થાય છે. બતાવ કેટલું વાગ્યું છે?” એહાનની મોમ ચિંતા દર્શાવતા પૂછ્યું.

“અરે મોમ મને ભૂખ લાગી છે યાર પહેલા જમવાનું આપ.” એહાને વાતને પતાવા માટે કહ્યું.

એહાનની મોમ બડબડ કરતાં કિચન તરફ જતા રહ્યાં.

****

“હેલ્લો. એહાન. બાની બોલું.” બાનીને આજે ઊંઘ જ આવતી ન હતી. એણે ઈવાન પાસેથી એહાનનો નંબર લીધો અને આખરે રાતના અગ્યાર વાગ્યે કોલ કરી જ દીધો.

“હા બોલો.” એહાને શાંતિથી કહ્યું.

“સોરી યાર અમારે કારણ તને પણ ઝેલવું પડ્યું. હોપ તને હમણાં સારું હશે.” બાનીને ખબર પડતું ન હતું કે વાતને કેવી રીતે આગળ વધારવી. એણે મુઝાતાં સ્વરમાં કીધું.

“હા હમણાં તો સારું છે.” એહાન એટલું જ બોલ્યો.

“કમબ્ક્ત કેવો છે ને. જરા પણ ઉત્સાહ નામની ચીજ નથી. છોકરીઓ સાથે શું વાત કરવી એ પણ નથી ખબર.” બાની મનમાં જ બબડી. ફોન પર થોડી સેકેંડો શાંતિ છવાઈ ગઈ.

“તમારું પ્રેન્ક શૂટનું કામ કેવું ચાલે છે અત્યારે..?” બાનીને યાદ આવતાં જ ટોપિક પર વાત કરવાં લાગી.

“હાં બહોત બઢિયા.” ટુંકમાં એહાને કહ્યું.

“તું પ્રેન્ક વિડીઓમાં તો ઘણો મસ્તીખોર અને ખુશમિજાજ આદમી દેખાય છે. રિઅલ લાઈફમાં એવું નથી લાગતું મને?” બાનીએ પ્રશ્ન પૂછ્યો.

“ઓહ્હ..બટ એવું નથી.” એહાને એનો ઉત્તર એટલો જ આપ્યો. પછી કહ્યું, “ હા અમને આગલા પ્રોજેક્ટ માટે એટલે કે પ્રેન્ક વિડિઓ શૂટ જ છે એના માટે એક ફિમેલ કેરેક્ટર જોઈએ છે. જો તમે થોડું ઘણી એક્ટિંગ અને સારું એવું બોલી સકતા હોય તો અમારી સાથે તમે જોડાઈ શકો છો.” એહાન લાબું બોલ્યો અને બાની સમજી ગઈ કે એણે ફક્ત આ જ બધી બાબતોમાં ઈન્ટરેસ્ટ છે. એહાનના નજદીક જવાનું હોય તો આ જ મોકો છે. બાનીએ પણ થોડું વિચાર્યું અને કહ્યું, “ હા બોલો ક્યારે હું આવું?”

“મારા પાર્ટનર સાથે વાત કરીને હું તમને જણાવું.”એહાને કહ્યું. “ જાસ્મીન તમારી ફ્રેન્ડ કેમ છે અત્યારે?” એહાને પૂછ્યું.

“ઓહ્હ. જેસ્સી !! જેસ્સ તો તારી જબરી ફેન છે. એ તો તારું જ ચેનેલ યુટ્યુબ પર જોતી હોય છે." બાનીએ ફેંક્યું.

" અત્યારે એ મારી સાથે જ છે મારા બેડરૂમમાં?” બાનીએ કહ્યું.

“ઓકે ટેક કેર." એહાન એટલું કહીને ફોન મુકતો હતો પણ ત્યાં જ બાનીએ ચાલુ કરી દીધું, જાસ્મીન પણ પાગલ છોકરી. આજે જે થયું એ ના થતે. એણે કહું છું અને કહેતી આવી છું કે હબી ને છોડ. આ રોજની માથાકૂટમાંથી બચીને એક નવી લાઈફ જીવ. પણ એણે માનવું નથી મારું.” બાની એવી રીતે વાત કરવાં લાગી જાણે એહાન પોતાનો જ હોય અને બધું જ જાણતો હોય.

“સોરી પણ મને એના પર્સનલ લાઈફ વિષે વધારે નથી ખબર. ના મને કશું જાણવું છે.” એહાને કહ્યું.

“તો શું થયું એની પર્સનલ લાઈફ વિષે મારી પાસેથી જાણી લે. બાની એટલે જેસ્સી. જેસ્સી એટલે બાની.” બાની એમ કહેવાં માંગતી હતી કે જેસ્સીની પર્સનલ લાઈફની કહાની બાની પોતે પણ કહેશે તો પણ જેસ્સીને ખરાબ નહીં લાગે બીકોઝ બંને દિલોજાન ફ્રેન્ડ હતાં અને એહાન કોઈની પર્સનલ લાઈફ વિશેની વાત બહાર પાડી ન શકે એવું એનું વ્યક્તિત્વ જણાતું જ હતું.

“ના મને કોઈની પણ નીજી જિંદગી વિષે જાણવાનો શોક નથી.ઓકે. ગૂડ નાઈટ.” એહાને કહ્યું.

"અરે એહાન રુકો." બાનીએ જાતભાતની લાંબી વાતો કરીને એહાનનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન તો કરી જોયો પણ બધું વ્યર્થ..!! એ આગળ વાત કરવા જ માગતો ન હતો. બાનીએ ફરી ટ્રાઈ કરતાં ઝટથી કહ્યું, “ ઓકે ઠીક છે. તું પ્રેન્ક વિડિઓમાં ઘણો હેન્ડસમ લાગે છે. પ્રેન્ક શૂટ વિષે થોડું જણાવોને?” બંડાશ ઠોકતા કહ્યું.

બાની એટલું તો જાણતી હતી કે કોઈ પણ વ્યક્તિ વિષે લાંબી જો વાત કરવી હોય તો એનો ઈન્ટરેસ્ટીંગ સબ્જેક્ટ ટોપિકને લઈને વાતની શુરૂઆત કરવી. બસ બાની હવે એ જ ટોપિક પર ફરી આવી. કેમ કે એહાન એને એવો તો પસંદ આવી ગયો હતો કે એ એની સાથે કેવી રીતે દોસ્તી કરી શકે એની સાથે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરી શકે એની જ પળોજણ વિષે વિચારીને જ કોલ લગાવ્યો હતો.

“હા હું તને મળીને બધું કહું છું. કાલે જલ્દી ઊઠીને વિડિઓ એડીટીંગનું પણ કામ છે. એટલે ફોન મુકું છું.” એહાનને રિઝવાનું કામ મુશ્કેલ હતું.

“ બડો શાણો છોકરો છે.” બાનીએ ફોનમાં જ બડબડ કર્યું પણ એહાન સાંભળી શક્યો નહીં. “ ઓકે ગૂડ નાઈટ. લવ યુ.” બાનીથી બોલાઈ ગયું અને ફોન ઝટથી કટ કર્યો.

“શું...” એહાન બોલ્યો અને પછી થોડો હસ્યો.

સામે બાનીએ પોતે જ કપાળ પર ટપલી મારતા કહ્યું, “ઓહ્હ હું શું બોલી ગઈ પાગલ છોકરી.”

" એ તને જરા પણ લાઈન નથી આપી રહ્યો અને તું બેવુકફી જેવી બોરિંગ વાતો ચાલુ કરીને લાંબુ ખેંચીને એને હેરાન કરી રહી છે." સૂતેલી જાસ્મીન બળબડી.

"તું સુઈ જા." જાસ્મીન પર ટેડી ફેંકતા બાનીએ કહ્યું.

એહાન વિચારવા લાગ્યો અને મનમાં જ કહ્યું, “ બાની લાઈન આપી રહી છે. બટ અત્યારે નો લવ નો ગર્લ ફ્રેન્ડ.” એણે પોતાના મન ને સમજાવ્યું. એણે સૂવાની કોશિશ કરી. પડખું ફેરવતો ગયો. પણ કમબ્ક્ત દિલ..!! આ દિલ..!! ઘણો સમય લીધા બાદ એણે ઊંઘ આવી ગઈ.

બાનીએ એહાનને ફોન કરીને જાણે હાશકારો મેળવ્યો હોય તેમ એ નીંદરમાં સરી પડી.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)