પુરુષ થી લોખંડી પુરુષ - 8 Nilesh N. Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

પુરુષ થી લોખંડી પુરુષ - 8

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

લોખંડી પુરુષ ની તૈયારી

ભાગ - 8

મારી જીંદગી ઘણી રેગ્યુલર થઇ ગઈ હતી. રોજ ગમે તે થાય 18,000 સ્ટેપ્સ નો ટાર્ગેટ 2019 માં રાખ્યો હતો. હું મલ્ટીપલ એક્ટીવીટી કરતો. એક વખત રાજપથ કલબમાં સ્વિમિંગ કરતો હતો Olympics Triathlonની ઈચ્છા 2020 માં પાછી ગાંધીનગર ખાતે કરવાની થઇ. માટે પ્રેક્ટીસ ચાલુ કરી. રાજપથ માં સ્વિમિંગ કરું તો 108 લેન્થ લગભગ 1 કલાક 10 મિનીટ માં કરી કાઢતો. એક દિવસ ત્યાં પ્રેકટીશ કરતા સંદીપભાઈ પટેલ સાથે ઓળખાણ થઇ. મારી સ્પીડ અને પ્રેક્ટીસ જોઈ તેમણે પૂછ્યું કે શું હું HALF IRON MAN ની તૈયારી કરી રહ્યો છું. મેં કહ્યું ના ભાઈ ના અને મારો Olympics Triathlonનો વિચાર વ્યક્ત કર્યો. તેમણે મને સલાહ આપી કે ચોક્કસ તમે HALF IRON MAN કરી શકો અને તેવું કરું જ જોઈએ. મને પાનો ચઢાવ્યો અને પ્રોત્સાહન આપ્યું અને HALF IRON MAN કરવા પુશ કર્યો. 2020 માં 56 વર્ષનો થઈશ અને જો તે વખતે ન થાય તો પાછળથી વધુ તકલીફ પડે. વિચાર કરી મગજ માં મુક્યો કે HALF IRON MAN કરવું જ છે.

મારી જાણીતી વ્યક્તિમાં કોઈ હતું જ નહિ અને યાદ કરવાથી અનુજ શેરદલાલ, મિત્ર અવીશીનો પતિ યાદ આવ્યો એમનો કોન્ટેક્ટ કર્યો અને જણાવ્યું કે ઈચ્છા છે તો કરી શકાય કે કેમ ? તેમણે જણાવ્યું કે ચોક્કસ કરી શકાશે. એમણે મને ઈંગિત આનંદને મળવાનું કહ્યું. એમની સલાહ માની હું અને અનુજ આનંદ ને ડિસેમ્બર 2019 માં મળ્યા. મારી સાથે વ્યવસ્થિત વાત કરી. મારી ઇન્ફોર્મેશન માંગી કે જેમાં મારી બધી મેરાથોન પૂરી કરવાનો સમય માંગ્યો. અત્યારે કેટલું કરી રહ્યો છું તેની તપાસ કરી. તેમણે મને જણાવ્યું કે ચોક્કસ થઇ શકશે. 12 અઠવાડિયા ટ્રેનીગ કરવાથી કરી શકાશે. જોવા જઇએ તો મારી પાસે 9 અઠવાડિયાજ બાકી હતા. તેમણે જણાવ્યું કે થઇ જશે. થોડા ડીસીપ્લીનથી ચાલવું પડશે. Yoska નામની એપમાં રજીસ્ટર કરવા જણાવ્યું. હું 12 અઠવાડિયા માટે કે જે મીનીમમ સમય હતો તેમાં Rs. 12,000 આપી રજીસ્ટર થયો.

મારી ટ્રેનીંગ ચાલુ થઇ Yoska માં દીપક રાજ માલિક હતો અને તે ટ્રેઈન કરતો. Yoska માં અઠવાડિયાનો કાર્યક્રમ આવી જતો. મારા અઠવાડિયાના કાર્યક્રમમાં લગભગ 10-12 કલાક કાર્ડીઓ કરવાનું હતું. નોર્મલ સોમવારે રજા રાખતા અને બાકીના 6 દિવસોમાં 12 કલાકની આસપાસ ટ્રેનીંગ કરવી પડતી. રોજના 2 કલાક કાર્ડીઓ અને બાકીના સ્ટ્રેચીસ થઇ 2.5 કલાક થઇ જતા. ટ્રેનીંગ ધીરે ધીરે ચાલુ થઇ. પહેલા 45 મિનીટ કાર્ડીઓ કે જે પણ જુદી જુદી રીતે કરવું. દોડવાનું, સાઈકલ, સ્વિમિંગ કરાવતા 45 મિનીટ પછી લગભગ 1 કલાક કાર્ડીઓ પર આવતા અને અઠવાડિયામાં 2 કલાક થઇ જતું. ઓવરઓલ કાર્ડીઓ સાથે ન્યુટ્રીશનનું ઘણું ધ્યાન રાખવું પડતું. અઠવાડિયામાં 1 થી 2 કલાક નોન-સ્ટોપ કાર્ડીઓ અને બાકીનો સમય સ્ટ્રેચિંગ માં જવા લાગ્યો મારી Endurance કેપીસીટી ઘણી હતી માટે વાંધો ન આવતો. થોડું વધુ થઇ જાય તો શરીર અને પગ દુઃખવા લગતા.

મારી ટ્રેનીંગ માં ઘૂંટણ અને પંજા માં થોડો દુખાવો આવતો હું મારો ટ્રેનીંગ કોચ કે જે 4-5 વાર FULL IRON MAN અને ઘણી વખત HALF IRON MAN કરી ચુક્યો છે તે મને ફોર્મલી અને ઇનફોર્મલી ઘણા સવાલ પૂછતો મને ઘણી મદદ કરતા ઓવરઓલ 9 અઠવાડિયામાં ઘણું શીખ્યો. સૌથી પહેલું તો Right Gear is Very Very Important હોય છે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવું પડે. અહિયાં થોડી ટીપ્સ કે જે હું 9 અઠવાડિયામાં શીખ્યો તે લખવાનો પ્રયત્ન કરું છું.

1 - સૌથી મહત્વનું લાઈફ ડીસીપ્લીન કરવી જરૂરી છે. અમારે ડીસેમ્બર અને જાન્યુઆરી માં ઘણા સોશીઅલ ફંક્શન હોવા છતાં મારી પ્રેક્ટીસ ને લીધે થોડું વહેલા ઘરે આવવું જરૂરી હતું. અમુક વખતે કંટાળો આવતો પણ ફેમીલી સપોર્ટથી ઘણો ફરક પડતો. જેમાં મારી ધર્મપત્ની નીતા નો ખુબજ સાથ છે. તે પછી મારા પાર્ટનર મહેન્દ્ર શર્મા અને દર્શન જાની નો ઘણો મોટો ફાળો છે. સપોર્ટ સિવાય કશું શક્ય નથી.

2 - સપોર્ટની સાથે સાથે Right Gear જરૂરી છે . મારા બંને દીકરા નકુલ અને નંદીશ USA માં છે. અને નકુલ તેની પત્ની પેશલ અને નંદીશ તેની ગર્લફ્રેન્ડ સોમ્ય નો ઘણો સપોર્ટ હતો. Gears સારા અને સાચા જોઈએ. ભારતમાં બધા મોંઘા પડતા અને છોકરા ને જણાવ્યું તો દોડવા માટે Oncloud/Cloud Flow બ્રાંડ નામના બુટ કે જે સૌથી Fastest Iron Man In the Word છે તેનો ઉપયોગ કરે છે તે મોકલાયા. આટલો સમય કસરત કરવા અને સમય પસાર કરવા સારા. સ્પોર્ટ્સ હેડફોન Bose Company ના તો તેમણે મોકલી આપ્યા સારા ગોગલ્સ અને જીણી જીણી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

3 - સૌથી પહેલા સ્વિમિંગ કરવાનું તો તેના Gear માં સરસ ફિટ સ્વીમ શોર્ટ અને સારા ચશ્માં કે જે એકવાર ફીટ કર્યા પછી તેવી જ રીતે રહે તે જરૂરી છે. મારી પ્રેક્ટીસ દરમ્યાન 600 મીટર થી લઇ 1800 મીટર સુધીની ટ્રેનીંગ હતી. સ્વિમિંગ મારા માટે ઘણું સહેલું હતું માટે આરામથી 1 કલાકમાં 1800 મીટર કરતો હતો. મારું ચીન (દાઢી) છાતીને અડવું જોઈએ. જેનાથી સ્પીડ વધતી અને થાક ઓછો લાગતો.

4 - સ્વિમિંગ પછી સાઇકલ આવે મારી ટ્રેક 1.2 સાઈકલ કે જે મે U.S.A. માં Olympics Triathlon માં વાપરી હતી તેનો ઉપયોગ કરવાનો હતો Ingit Anand અને અનુજ ઘણી ટીપ્સ આપતા. તેમણે કહ્યું કે બાઈક સારી છે પણ બોડી ફીટ કરાવવી પડશે. જેનો મતલબ જ મને ખબર ન હતી. મારી બોડી તે અનુરૂપ સાઈકલ ખોલીને કરી ફીટ કરશે. હું માસ્ટર માઈન્ડ નામની દુકાનમાં બોપલ પાસે ગયો. અને ત્યાં પંકજ ને મળ્યો. તેને સાઈકલ સ્ટેશનરી બનાવી પોઝીશન ચેક કરી સુધારા વધારા સાથે લગભગ રૂપિયા 36,000 નો એસ્ટીમેટ આપ્યો. મારી છાતી જરા બેસી ગઈ કેમ કે 1,00,000 ની સાઈકલ લીધા પછી પાછો આટલો ખર્ચ. મેં જણાવ્યું કે જે મીનીમમ હોય તે જ ખર્ચ કરવો છે. મારા પગની મુવમેન્ટ અને હાથનું પોઝીશન જોઈ. રૂપિયા 15,000 માં કામ પતિ ગયું. તે કરાવવાથી મને થાક ઘણો ઓછો લાગતો. ઘૂંટણ પાસે દુખવાનું પણ બંધ થયું. લાગ્યું પૈસા તો ઘણા હતા પણ વર્થ હતું. પ્રેક્ટીસ માં હું 50 કિલોમીટર 2 કલાક ની અંદર પતાવી દેતો.

5 - સાઈકલ પછી દોડવાનું આવતું તે મારા માટે ઘણું અઘરું હતુ. કેમકે તેમાજ સૌથી વધુ પગ દુખતા હતા. મેં Ingit અને અનુજ ને જણાવ્યું કે એમના કહ્યા મુજબ On Cloud નામના બુટ લીધા. ખરેખર મારા ઘૂંટણ અને પગના પંજામાં દુખાવો ઓછો થયો છતાં મારું મન ગભરાતું કે હું કશું ડેમેઝ ન કરી લઉં. મારે Dr. હિરેન પટેલ ને મળવા ગયો. મારું બોડી ચેક કર્યું અને મને જણાવ્યું કે બધા અંગ બરોબર છે. ઘૂંટણ, તળિયા, પંજા કે પગની ઘૂંટી માં કોઈ તકલીફ નથી. મારી વધારે પડતી કસરત ને લીધે થોડો દુખાવો છે. તે માટે જયારે જયારે સમય મળે ત્યારે બરફ ઘસવો. ઓછામાં ઓછું બે વાર તો બરફ ઘસવો. હું ડીસેમ્બર ની ઠંડી માં દિવસમાં 2-3 વાર બરફ ઘસવા લાગ્યો. દોડવાના કપડા પણ ફીટ હોવા જોઈએ જેથી હવા ભરાઈ ન જાય. Knee Pad અને સારા શુઝની મદદ થી 1 કલાક થી શરૂઆત કરી. 2.45 કલાક સુધી નોન-સ્ટોપ દોડવાનું હતું. ઘણી મહેનત કરતો અઘરું પડતું પણ ધીરે ધીરે કરતા 21.1 કિલોમીટર દોડતો થયો.

6 - સ્વિમિંગ (1.9 KM), સાઈકલ (90 KM) અને દોડવાનું (21.1 KM) પતાવવાનું હતું. તે પણ 8 કલાક ના સમયગાળામાં. જે પહેલા તો અઘરું અશક્ય લાગતું. નોન-સ્ટોપ કાર્ડીઓ ત્રણેય ફોરમેટમાં (સ્વિમિંગ, સાઈકલ, દોડવાનું) 8 કલાક માં કેમના થાય. ચાલુ કર્યા પછી ધીરે ધીરે માઈન્ડ સેટ થવા લાગ્યું. અને સૌથી મહત્વનું Nutation હતું. કોચ ના કહેવા મુજબ Nutation is Most Important વસ્તુ હતી. અત્યાર સુધી હું તેમાં ધ્યાન આપતો ન હતો. અને મગજમાં એવું હતું કે તે લેવાથી મારાથી ધીરા પડી જવાય અને પેટ ભારે થાય છે. જે ખોટી માન્યતા હતી. તેઓના કહ્યા મુજબ દર 45 મીનીટમાં કઈક લેવું પડે. એનર્જી ડ્રીંક થી પણ મને મનમાં બીક લાગતી માટે હું અંજીર, બદામ અને ખજુર ખાતો. લગભગ 4-5 અઠવાડિયા પછી એનરજી જેલ - ચોકલેટ લેવાના શરુ કર્યા અને મને ખુબજ ફરક પાડવા લાગ્યો. મારી સ્પીડ વધવા લાગી અને દર 45 મીનીટે ખાવાથી સ્ફૂર્તિ પણ લાગવા લાગી. મજા પણ આવવા લાગી. હું જે કાર્ડીઓ 2 કલાક માં થાકી જતો તે ધીરે ધીરે 3-4-5-6 કલાક સુધી કરવા લાગ્યો. ઘણો મોટો ફરક હતો.

7 - મારી ટ્રેનીંગ Yoska માં બરોબર ચાલુ થઇ. Right Gear આવ્યા પછી તેનો ઉપયોગ કર્યા પછી બોડીને બરોબર ટ્રેઈન કરવી જરૂરી હતું. ટ્રેઈનીંગ માં પહેલા ખાલી 1 એક્ટીવીટી કરાવતા અડધી કલાકથી લઇ 2-3 કલાક સુધી 1 એક્ટીવીટી પર લઇ ગયા. સ્વિમિંગ લગભગ દોઢ કલાક સુધી 1.9 કિલોમીટર નોન-સ્ટોપ કરાવતા થયા. સાઈકલ લગભગ 90 કિલોમીટર 3 થી 4 કલાક કરાવતા થયા. અને દોડવાનું પણ 21.1 કિલોમીટર 2:45 કલાક કરાવતા થયા. આમ અલગ-અલગ કાર્ડીઓ સ્ટેમિના વધારવા લાગ્યા. આમ જોવા જાઓ તો હાફ મેરાથોન, હાફ સાઇકલ્થોન, સ્વિમિંગ ઢગલો વાર કરતો થયો. મજા પડવા લાગી. Yoska માં આપેલી નાની નાની ટીપ્સ ઘણી ઉપયોગી હતી.

8 - મારી બોડી 2-3 કલાક માટે તૈયાર થઇ ગઈ. 1 એક્ટીવીટી માટે તૈયાર. લગભગ 3-4 અઠવાડિયા પછી બધી ભેગી પ્રેક્ટીસ ચાલુ કરી. ભેગી પ્રેક્ટીસમાં સાઈકલ કર્યા પછી દોડવાનું સ્વિમિંગ કર્યા પછી સાઈકલ અને તે પણ લગભગ 5-6 અઠવાડિયામાં ફાવી ગયું. તે કરતા કરતા બોડી ટ્રેઈન થઇ Nutation 45 મિનીટ માં લેવું અને પાણી દર અડધો કલાકે લેવું. આમ ટોટલ કાર્ડીઓ રોજ 2 કલાક અને વિકેન્ડમાં 3-4 કલાક નોન-સ્ટોપ સુધી આવી ગયો. આત્મવિશ્વાસ વધતો ગયો.

9 - Yoska ની ટ્રેઈનીંગ માં જણાવતા કે ઇવેન્ટ માં જેટલું કરવાનું છે તેના લગભગ 70%સુધી પહોંચી જવું. માટે સ્વિમિંગ લગભગ 1.5 KM, સાઈકલ 45 KM, દોડવાનું 12-16 કિલોમીટર સુધી પહોચ્યું. હું મારી ટ્રેનીંગ માં તે લગભગ 7 માં વીકમાં 70 % સુધી પહોંચી ગયો તે પતાવતા લગભગ મને 6 કલાક થયા. આમ મારા ઇવેન્ટ ના 70% કલાક સુધી પહોંચતા 6 કલાક થયા આમ તો ત્યાં સ્ટોપ થવાનું હતું. પણ લગભગ 8 માં અઠવાડિયે 26 જાન્યુઆરી ના હું 1.9 KM સ્વિમિંગ, 75 KM સાઈકલ અને 18 KM દોડવાનું લગભગ 6.15કલાક માં પતાવી દીધું. આમ મારું 80 % ની ઉપર પતિ ગયું. કોન્ફીડન્સ આવી ગયો કે 7 કલાક માં હું પતાવી શકીશ. મારે આવું કરવાનું ન હતું છતાં પોતાના કોન્ફીડન્સ માટે કરી કાઢ્યું. અને હવે ઇવેન્ટ ના દિવસે (9 ફેબ્રુઆરી) ની રાહ જોઈ 100% ત્યારે પતાવીશ કહી શાંત થયો.

******