Man to Ironman - 2 books and stories free download online pdf in Gujarati

પુરુષ થી લોખંડી પુરુષ - 2

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

વિચાર

ભાગ - 2

જયારે હું 40 વર્ષની ઉંમરનો થયો ત્યારે મારું વજન 92 કિલો હતું, આધુરામાં પૂરું એટલે એક દિવસ ખુબજ બીમાર પડી ગયો, ડોકટરે અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું અને રિપોર્ટ જોયા પછી કહ્યું કે તમને કમળો થઇ ગયો છે. ડોક્ટરની સલાહ મુજબ મારે બહાર જવાનું, બહારનું ખાવા પીવાનું બંધ કરવું જરૂરી હતું, ઘરમાં જ આરામ કરવો અને બિલકુલ સાદું જીવન જીવવાનું જણાવાયું. લગભગ 21 દિવસના અંતે મારું વજન 6-7 કિલોગ્રામ ઘટી ગયું હતું અને મને લાગ્યું આ તો વજન ઘટવાથી ખુબ સારું લાગે છે. માટે ચોક્કસ આ વજન મેઈન્ટેન કરવું જ જોઈએ. તેના માટે મહેનત તો શરુ કરવી પડશે તેવી અંદરથી ઈચ્છા ઉતપન્ન થઇ અને મારામાં આ એક કરંટ લાગ્યો કે હું રોજ કસરત કરીશ જ.

ત્યારની ઘડી ને આજનો દિવસ કે જેમાં લગભગ 15 વર્ષની મહેનત ની સફળતા Podium Finish પર જઈ અટકી. આ સિદ્ધિ મેળવવા ફક્ત બે સુધારા જીવનમાં કર્યા છે.

1 - કસરત કર્યા વગર કામધંધા પર જવાનું નહિ, અને ગમે તેટલું મોડું થાય રોજ સવારે કસરત કરવી.

2 - મારી ફીઝીકલ સ્ટ્રેન્થ ધીરે ધીરે વધારવી. દર વર્ષે ગોલ બનાવવો અને તેને Achieve કરવા તનતોડ પ્રયત્નો કરવા.

આમેય મારા મગજમાં જો કાઈ વાત આવે તો તેને હું મારી જીવનશૈલીમાં સરસ રીતે ગુંથી લેતો હોઉં છું અને તેના પર કાઈપણ બાંધછોડ કર્યા વગર પાલન કરતો હોઉં છું. હું ચોક્કસ માનું છું કે તમે દુનિયાને ઉલ્લુ બનાવી શકો પણ પોતાની જાત ને છેતરી નહિ શકો.

જયારે સફર ચાલુ કરી ત્યારે કાઈ યોજના નહોતી કે “હાલ્ફ આયર્ન મૈન” સ્પર્ધામાં ભાગ લઈશ , આ સ્પર્ધા વિષે જરીકે માહિતી નહોતી. મનમાં એટલું નક્કી કરેલું કે મારું મેદસ્વીપણું (obes-sis) ઘટાડવું છે. 92 Kg થી વજન ઓછું તો કરવું છે. જે 92 માંથી 87-88 થયું છે તેને જાળવી રાખવું છે જો શક્ય હોય તો ઘટાડી 72 Kg ની આસપાસ કરવું છે.

આમેય ઇન્શ્યોરન્સ કંપની વાળા કહેતા કે 5 ફૂટ 10 ઇંચ વાળા માણસોનું વજન લગભગ 72 Kg ની આજુબાજુ રહેવું જોઈએ. અશક્ય લાગતું હતું આ બધું. કોઈપણ મોટો ગોલ એચિવ કરવા તેને બને તેટલા નાના ગોલમાં વિભાજીત કરી નાખવા જોઈએ. મારા પપ્પા સ્વ. શ્રી નવીનભાઈ શાહ (પ્રિન્સીપાલ) જણાવતા કે જો તમે નાનું કામ સરખું ન કરી શકતા હોવ તો કોઈ દિવસ મોટું કામ સરખું નહિ કરી શકો. નાનામાં નાના કામની કાળજી રાખો અને રોજ એને કરો. તેજ વિચાર પર મારો ગોલ નક્કી કર્યો કે ગમે તે થાય રોજ અડધી કલાક મીનીમમ કસરત કરીશ. પોતાની જાત માટે સમય આપીશ. ફીઝીકલ કસરત કરવી તેનાથી સ્વસ્થતા, શારીરિક અને માનસિક સ્ટ્રેન્થ જરૂર વધે છે તે વાંચેલું છે અને અનુભવ્યું છે તો ફીટ રહેવા શારીરિક રીતે મજબૂત રહેવાની શરૂઆત જીવનમાં ડીસીપ્લીન લાવીને કરી છે.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED