પુરુષ થી લોખંડી પુરુષ - 6 Nilesh N. Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષ થી લોખંડી પુરુષ - 6

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

ઓલમ્પિક ટ્રાયથ્લોન

ભાગ - 6

Triathlon એટલે પહેલા સ્વિમિંગ પછી સાઈકલ અને પછી દોડવાનું હોય. અમદાવાદ માં સ્પોર્ટ ક્લબ ખાતે Sprint Triathlonની યોજના થઇ અમને ખબર પણ ન હતી કે કેવી રીતે થાય અને શું કરવાનું હોય. અમેરિકાથી કોઈ લેડી આવી અને અમને સમજણ આપી. મેં અને નંદીશ કે જે મારા જેવો એથ્લેટિક હતો અમે તેમાં નામ નોધાયું. નંદીશે મારી સાથે ઘણી મેરાથોન અને સાઇકલ્થોનમાં ભાગ લીધો. અમે બંને સાથે સમય પસાર કરતા. ફાધર અને સન માં બોન્ડીંગ વધ્યું. 2014 માં Sprint Triathlon કે જેમાં સ્વિમિંગ, સાઈકલ અને રનીંગ હતું તે સાથે કર્યું. મેં તે 45 મિનીટ માં પતાવ્યું અને મારો 5મો નંબર આવ્યો.

મારું જીવન એકદમ ફીટ થઇ ગયું હતું. રેગુલર ડીસીપ્લીનમાં જીવનની મજા હતી. કસરત કરવાથી મારો કોન્ફીડન્સ વધતો ગયો. 2015 માં Olympics Triathlon કરવાનો વિચાર કર્યો. આમ તો મેં Triathlon વિષે કશું સાંભળ્યું ન હતું. કશી ખબર ન હતી. શું કરવું તે પણ ખબર ન હતી. છતાં કરવાનું નક્કી કર્યું. Olympics Triathlon એટલે 1.5 KM સ્વિમિંગ, 45 કિલોમીટર સાયકલ અને 10.1 કિલોમીટર રનીંગ હોય. તે કરવા માટે સ્ટેમિના અને મનની તૈયારી ગણી જરૂરી છે. કોઇપણ વસ્તુ શરુ કરતા પહેલા મનમાં વિશ્વાસ અને મનની તૈયારી સૌથી જરૂરી છે. માટે મનમાં નક્કી કરી લીધું કે Olympics Triathlon કરવી તે પણ મારા નાના દીકરા નંદીશ સાથે કરવી છે. તે ઘણો એથ્લેટિક હતો.

નંદીશ સાથે Sprint Triathlon, મેરાથોન, સાઇકલ્થોન અને સ્વિમિંગ કોમ્પિટિશન કરી હતી માટે Olympics Triathlonનો વિચાર મુક્યો. ફેસબુક ઘણું પોપ્યુલર હતું. તો નક્કી કર્યું કે ફેસબુક છોડી ફેસ ટુ ફેસ સમય પસાર કરવો. 2014 માં Sprint Triathlon પછી 2015 માંOlympics Triathlon માટે રજીસ્ટર કરાવ્યું. ભારત માં આ સ્પર્ધા ક્યાં થાય છે એ ખ્યાલ નહોતું. અમે U.S.A. જવાના હતા માટે અમે U.S.A. ના N.J Triathlon માં જુલાઈ 2015 માટે રજીસ્ટર કર્યું. તૈયારી ચાલુ કરી. નંદીશ એના સમયે પ્રેકટીશ કરવા લાગ્યો અને હું મારા સમયે પ્રેકટીશ કરવા લાગ્યો. અમારો પ્રેકટીશ નો સમય 4 કલાક નો થવો જોઈએ તે નક્કી કર્યું. અમે ફૂલ સાઇકલ્થોન અને ફૂલ મેરાથોન કરેલી હતી માટે તૈયારી શરુ કરી અમે કોઈ દિવસ કોચ રાખ્યો નથી. ચોપડી માં વાંચી ઓનલાઈન તપાસ કરી મહેનત ચાલુ કરી મહિનામાં 1 વાર આવી પ્રેકટીશ કરતા. 3-4 મહિનામાં અમારો ટાર્ગેટ પતાવવાનો હતો. માટે દર મહીને 25% ટાર્ગેટ તો પતાવવો.

ફેબ્રુઆરી મહિના માં 25%, માર્ચ મહિના માં 50%, અપ્રિલ મહિનામાં 75% અને મે મહિનામાં 90% પતાવી દીધું.

અમને ટાર્ગેટ પતાવતા લગભગ 4 કલાક થતા. રેસ નો Clock Time (આટલા સમયમાં પતાવવું) 4:30 કલાક નો હતો માટે વાંધો નહિ આવે તે નક્કી થયું. જુન મહિનામાં અમે અમેરિકા ફરવા-ધંધો કરવા Triathlon કરવા નીકળી પડ્યા.

અમેરિકા માં N.J. માં ન્યુ જર્સી સ્ટેટ Triathlon કરવાનું હતું. ઓપન વોટર સ્વિમિંગ 1.5 કિલોમીટર, 45 કિલોમીટર સાઈકલ અને 10.1 કિલોમીટર દોડવાનું હતું. અમે કોઈ દિવસ ઓપન વોટર ( તળાવમાં કે દરિયામાં ) માં સ્વિમિંગ કર્યું ન હતું. તેની પ્રેકટીશ કરવા મે અને નંદીશ ફૂલ વેટશૂટ ખરીદ્યો. વેટશૂટ નો મતલબ આખા હાથ પગ ગળાની નીચેનો ભાગ કવર થઇ જાય. તે પહેરી અમે પ્રેકટીશ કરી. પ્રેકટીશ કરતા ઘણું જુદું લાગે બીક પણ લાગે કેમ કે સામાન્યરીતે તમને તળિયું દેખાય પણ આમાં માટી અને બીજી પાણી માં રહેતી જીવાત અને માછલીઓ ના લીધે તળિયું ન દેખાય. માંડમાંડ અમે પતાવ્યું. ડર દુર કરવો જરૂરી હતો. આમ પ્રેકટીશ કરી.

અમે 19 જુલાઈ 2015 Marcer Country માં Olympics Triathlon માટે તૈયાર થયા ત્યાં રહેવાની સગવડ અમારા મિત્ર સૂર્યકાંત પટેલ ને ત્યાં કરી. એક સાઈકલ નવી ખરીદી અને એક ભાડે લીધી. સવારના 5 વાગે પહોચી જવાનું હોય. હું, નીતા, નકુલ અને નંદીશ ત્યાં પહોચી ગયા. બીક લાગતી પણ ડર કે આગે જીત હૈ. Triathlon માં હું અને નંદીશ જુદા જુદા ગ્રુપ માં આવ્યા Triathlon ની શરૂઆત થઇ પહેલા 1.5 કિલોમીટર સ્વિમિંગ ઓપન વોટર માં કર્યું પછી T1 (Transits One) માંથી સાઈકલ લેવાની અને જ્યાંથી સાઈકલનો ટ્રેક શરુ થાય ત્યાં સુધી દોડતા જઈ 45 કિલોમીટર સાઈકલ ચલાવી પાછા આવી T2 (Transitst Two) મતલબ સાઈકલ મૂકી દોડવાની શરૂઆત કરવાની 10.1 કિલોમીટર દોડ્યો આમ થાકી જવાનું. સાઈકલની શરૂઆત કરી ત્યાં સુધી અમારા વેલ વિશર્સ - ફેમીલી મેમ્બર ચીઅર્સ કરવા આવી ગયા મજા પડી મેં સ્વિમિંગ માં 36 મિનીટ, સાઈકલ માં 1:35 મિનીટ, દોડવામાં 1:20 મિનીટમાં પતાવ્યું. ટોટલ 3 કલાક 35 મીનીટમાં પત્યું.

ઘણો આનંદ થયો મારા દીકરા નંદીશે 4:05 કલાક માં પતાવ્યું. મને ઘણો આનંદ થયો કે અમે સાથે કર્યું. મેં તેને જણાવ્યું કે મારો ટાઈમિંગ બીટ કરજે અને તેથી તેણે બીજી Olympics Triathlon Boston માં કરી 3.30 માં પતાવી ઘણો આનંદ થયો. ચિત્રલેખામાં કેતન મિસ્ત્રી દ્વારા 4 પાનાનો આર્ટીકલ છપાયો. મનમાં ઘણો સંતોષ થયો. નીતા મારી ધર્મપત્નીએ અમને ખુબ મદદ કરી તે પણ અમારી સાથે દોડતી રહી ફેમીલી સપોર્ટ સિવાય આ બધું કરવું અશક્ય છે. હું તેનો આભારી છું.

****