Featured Books
શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 5


દરવાજા પાસે બે ઉભા છે મને લાગ્યુ. જાપટ લાગવા ના કારણે મારા કાનમા બરોબર અવાજ નથી સંભળાતો. માંડ થોડુ કાંઇ સંભળાયુ અને જોવા ગયો ત્યાં બીજી બાજુના ગાલ પર જાપટ પડી.

હુ કાંઇ બોલવા જઉ એ પહેલા તો કોઇએ મારો કોર્લર પક્ડયો.

“બે કોણ છે. ડોનગીરી શેના કરો છો. કોર્લર મુક તુ જે હોય તે...” હુ એકદમ લાલઘુમ થઇ ગયો. મને થોડીવાર માટે અંધારા આવી ગયા. મોઢા પર ઘા ન પડયા હોત તો બે જાપટ મે ક્યારની મારી દીધી હોત. મે ધક્કો મારવા માટે પ્રય્ત્ન કર્યો પણ કોઇ ફાયદો થયો નહી.

“અમને કીધા વગર જઇશ એમ....બઉ મોટો થઇ ગયો છે હેં....એક સાઇકલમા ચલાવીને મોટા થયા તને ખબરને તોય આવુ કરવાનુ....” મને અવાજ કાંઇ જાણીતો લાગ્યો. ત્યાં કોઇ એ એકબાજુથી મારો કાન ખેંચ્યો. પછી મને બેય જણ નો ચહેરો દેખાયો.

“બીજીવાર ક્યારેય આવી હરકત કરીશ.” પાછળથી રીયાનો અવાજ સંભળાયો.

“છોડ મ....ને....શ્વાસ નથી લેવાતો....” હુ આટલુ માંડ બોલી શક્યો. “તમે બેય ડફોળો આ શુ ડોનગીરી કરો છો. તુ એય સ્ટેપલર મુક મને નકર એક નાખીશ ફેરવીને...”

“સોરી બોલ પેલા...” મારો કાન વધારે ખેંચ્યો. “તને શુ લાગ્યુ કે આવા દર્દભરેલા મેસેજ અને ચા ના બહાને અમને બેયને મળાવીને પોતે નીકળી જઇશ એમ. એમ કાંઇ તને જવા નહી દઉ. જાનેમન કહે છેને તો જાનેમનની વાત પણ માનવી પડશે.” એની વાત પરથી એનો અણગમો સાફ વર્તાતો હતો.

“એ હા મારા બાપ પેલા શ્વાસ તો લેવો દયો બેય.” હુ માંડ બોલી શક્યો. “ગળુ દબાય છે ડફોળ વધારે શુ ખેંચતો જાય છે. મુક તારી કઉ ઇ...”

“સોરી બોલ પેલા....મને અને આને બેયને....” એણે તરત બીજો કાન ખેંચ્યો. “બોલ જલ્દી...નહી બોલ ત્યાં સુધી વધારે ખેંચીશ.”

“સોરી મારા બાપ....” મને શ્વાસ લેવામા તકલીફ પડે છે.

“આવી રીતે કેવાય...આવી રીતે કેવાય...” મારા માથામા જોરથી ટાપલી મારી. “એય એક ગેમ રમી હાલ આપણે....તારા ઓલા મેડમને બોલાવ. હવે એ જ બચાવશે તને મારાથી...આમેય એની યાદમા આખો દીવસ ચા પીવે છે ને દારુની જેમ....”

“કેફે સ્ટોરીને વચ્ચે નહી લાવ...” મે રાહુલ્યાને ધક્કો માર્યો. “મુકને હોશીયારી...”
“મુક્યો ને તો તારી તો તારો વારો છે.” રાહુલ્યા ને ગુસ્સામા કહ્યુ. રાહુલ્યો આવી રીતે કોઇ છોકરી સાથે પેલી વાર કાંડ કરે છે અને બેય પુરે-પુરી મજા લ્યે છે એ મને બરોબરની ખબર છે.

“ન મુકાય......ન મુકાય....” પોતાના માલીકને કહેતો હોય એમ રાહુલ્યો બોલ્યો. કોઇ એ કાંઈ જવાબ ન આપ્યો એટલે “કેમ મુકાય...મુકાય જ નહી ને....”

“સોરી બોલ ફરીથી....” મારી પર રીયાએ પુરેપુરો હક જમાવી દીધો. આવા સંબંધ જ ન રખાય કોઇ સાથે મને વળતી સેકન્ડે વીચાર આવ્યો. “બરોબર થવુ જોઇએ નહીતર ફરીથી બોલાવીશ.

“સોરી જા...ને....મ...ન....સોરી રાહુ..લ્યા....તમે બન્ને મારા ગુરુ છો. તમારા વીના મારો ઉધાર નથી.” ત્યાં મારુ ધ્યાન ગયુ કે રીયા એ કેમેરો ઓફ કર્યો. “ડીલીટ કર અત્યારે જ....નહીતર મજા નહી આવે. આ શુ જબરદસ્તી છે બધી યાર...”

“કાંઇ ડીલીટ નહી થાય કરી લે જે કરવુ હોય તે....” એણે ચોખ્ખા શબ્દો મા કહ્યુ. હવે આનો મારે શુ જવાબ આપવો એ મને સમજાતુ નથી.

રાહુલ્યા એ હાથ થોડો પાછળ કર્યો ત્યા મે ધક્કો માર્યો. થોડીવાર તો નીરવ શાંતીનો અનુભવ થયો. રોકી રાખેલો વાયરો જાણે કોઇએ એક જ ઘા મા છોડી મુક્યો એવુ લાગ્યુ.

“સેવ થઇ ગયો ફાઇનલી. હવે જો તુ વાંકમા આવ એટલી વાર છે.” મને ધમકી આપતી હોય એવી રીતે હસતા એણે મારી સામે જોયુ. થોડીવાર તો મને થયુ કે જીવન પુરુ થઇ ગયુ. જાનેમન માથી જાની દુશ્મન થઇ ગઇ.

“પ્લીઝ યાર ડીલીટ કરને....” વીનંતી કરતા મે કહ્યુ.

“મને ટેરરીસ્ટની રીત ય આવડે હો.” બુમ પાડીને હાથ ઉપાડયો.

એને ડરાવવા માટે જ મે હાથ ઉપાડયો હતો. મને એમ લાગ્યુ કે ધીમેથી એક ગાલ પર મારી દઉ. મારો હાથ અડધેથી જ આપમેળે ન જાણે કેમ રોકાઇ ગયો. મારા ચહેરા પર થઇ શકે એટલો ગુસ્સો લાવવાની કોશીશ કરી રહ્યો છુ.

“માર....આતંકવાદી છો ને માર....” એણે સામી બુમ પાડી અને હુ ડરીને ધ્રુજી ગયો.

મારા ગુસ્સાનો એના પર સેકન્ડના હજારમા ભાગ પુરતો ય ફેર ન પડયો. એ એમની એમ ઉભી રહી.

“ના હવે....હુ...તો...” મારાથી ખબર નહી કેમ બોલાઇ ગયુ. હુ એનાથી બીક લાગે કે નહી એ કહેવુ અઘરુ છે પણ એની હરકતોથી બઉ બીક લાગે.

આર. જે .રીયા તો રેડીયો પર છે. રીયલ લાઇફમા મારાથી વધારે ભાગ્યે જ એને કોઇ ઓળખતુ હશે.

આ રીલ લાઇફ અને રીયલ લાઇફ વચ્ચેના ફર્ક જેવુ છે. અત્યાર સુધીના મારા કોઇપણ પ્રકારના ગુસ્સાનો એના પર કોઇ ફર્ક પડયો જ નથી.

“શુ...” એણે હાથ પર હાથ બીડાવીને સામે ગુસ્સાથી પુછી લીધુ. થોડી વાર તો મને મારી હરકત પર ગુસ્સો આવ્યો.

અમારા બેયની મગજમારી મા ઓલો ચંપક દાંત કાઢીને ઉંધો વળી ગયો. પોતાનો લંગોટીયો ભાઇબંધ જે બોલતો થયો ત્યારથી આજ દીવસ સુધી એની જાતને સિંહ કહેતો ફર્યો હોય અને એ મોટા ઉપાડે એને પગે લાગતો હોય. એક દીવસ અચાનક આવીને એ જ સિંહને સર્કસના સિંહને રીંગ માસ્ટર થઇને નચાવે તો એ રાજી કેમનો ન થવાનો.

“કાંઇ નહી....” મારાથી કહેવાઇ ગયુ.

“ચા બનાવતા તો આવડતી નથી ને આતંકવાદી થઇને ફરવુ સાયબને બોલો.” ચહેરાની રેખાઓ બદલાવીને મને ચીડવતા કહ્યુ.

“ચેલેન્જ નહી આપવાની હો. ગર્લફ્રેન્ડ છે મારી...” મારો અણગમો બતાવીને કોઇ મહાન કામ કરતો હોય એમ બોલ્યો. “તને જ કઉ છુ સામુ જોવે છે. રીસપેક્ટ આપવાની. ભાઇની ગર્લફ્રેન્ડ છે.”

“ગર્લફ્રેન્ડ અને તારી...” દાંત કાઢતા દીવાલ સાથે અથડાઇને એ બોલી. “રાહુલ્યા આને ચા ની જરુર છે તને નઇ લાગતુ.”

“ના....હા....એકાદ ડોલ જોઇશે.” રીયાને ઇમ્પ્રેસ કરવા ડફોળ શુ બોલે છે એ એને ય ખબર નથી.

“પતી ગયુ....તમારા બધા માટે અત્યારે મારી પાસે ટાઇમ નથી હો....” કહીને મે અંદરનો દરવાજો બંધ કર્યો. “સાહબ અભી બહાર ગયે હે હા...દસ દીન કે બાદ હી વાપસ આયેંગે.સ જય શ્રી ક્રિષ્ના હો....આવજો....”

“એલા એય સાવ આવુ કરવાનુ....” રાહુલ્યો જાળી પકડી ને ઉભો રહ્યો. “ભાઇબંધ હાયરે આવુ કરવાનુ....નમક હરામ....અત્યાર સુધી ચા પીવડાવીને મે મોટો કર્યો છે મે....અને તને કાંઇ પડી નથી. ભાઇબંધીના સમ છે....તારી ચા ના સમ....”

ચા સાંભળીને ક્ષણવાર માટે હુ અચકાયો. મનમાં કાંઇ ખોટુ કર્યાની લાગણી થવા લાગી. સામાન પેક કરવાનો, બસનો ટાઇમ થવા આવ્યો, એટલુ બધુ મારા મગજ મા એક સાથે ચાલતુ હતુ કે શુ થઇ રહ્યુ છે એ હુ બરોબર સમજી નહોતો શકતો.

“કાંઇ વાંધો નહી જવા દે....એના ભાગની ચા.....પણ આપણને બેય ને પીવા મળશે. એમાય આનંદના ભાગની ચા પીવા તો જે નસીબદાર માણસ હોય એને જ મળે ને....” ચા શબ્દ પર ભાર મુકીને એણે દરવાજા પાસે ચહેરો રાખીને કહ્યુ. “અમુક માણસો એવા મતલબી થઇ ગયા છે કે પોતાની ગર્લફ્રેન્ડને ય ભુલી જવા માંગે છે. આપણે તો કોણ હોઇએ. ચાલ-ચાલ ચા......પીએ......”

થોડીવાર કોઇ કાંઇ જ બોલ્યુ નહી. હુ પીઠ દરવાજા બાજુ હતી એટલે એ બેય મારા રીએકશનની રાહ જોઇ રહ્યા છે. રીયાને તો મનથી જ ખબર છે કે ચા નો બેવડો આશીક એને મધદરીયે મુકીને નો જ જાય.

“ખબરદાર....મારી ચા સામે જોયુ છે તો....એના પર ખાલી મારો હક છે.

તરત જ મે દરવાજો ખોલ્યો. બસ, સામાન, ટાઇમ બધુ જ થોડીવાર માટે ભુલાઇ ગયુ. એ બેયને મે અંદર બોલાવ્યા. બધા સોફા પર બેસ્યા. રાહુલ્યા એ ચા ના કપ ભરીને બધાને આપ્યા.

“હવે કે હુ આતંકવાદી....” હસતા-હસતા રીયા એ કેમેરો ચાલુ કરીને કહ્યુ.

“લે કર રેકોર્ડ જાનેમન....આઇ એમ ધી ટેરોરીસ્ટ....વડોદરામા જેટલી ચા છે એને કીડનેપ કરી લઇશ....” ચા નો ઘુટડો ભરીને જ મે કહ્યુ.

“રાહુલ્યા સૌરાષ્ટ્રની ચા બઉ સાંભરે ભાઇ....” હુ ભાવુક થઇને બોલ્યો. “શુ કેવુ એમાય ઓલી ખેતલાઆપા અને વડવાળા....”

“હા એલા હાલને જાતા આવી એક વાર બઉ યાદ આયવી છે હો....” એ પણ ભાવુક થઇ ગયો.

“સાહેબ કથા પછી કરજો પેકીંગનુ શુ થયુ.” રીયાએ અચાનક જ કહ્યુ. “મને ખબર જ છે તમારી....નહી જ કર્યુ હોય. આ તો તોય એકવાર પુછી લઉ.”

હુ જોરથી ઉભો થઇ ગયો. “ઓહ સીટ....”

“હવે શુ થયુ....” રાહુલ્યો બોલ્યો.

“કાંઇ નવુ નથી એનુ રોજનુ છે. કેટલા વાગ્યે નીકળવાનુ છે.” રાહુલ્યાને જવાબ આપીને એણે મારી સામે જોયુ. “હવે સાચુ બોલ જે ડફોળ....નહીતર કોઇ દેવી મદદ કરવા નહી આવે....”

“સ...સા...સાડા-ત્રણ વાગ્યે....” મારાથી ખબર નહી કેમ કહેવાઇ ગયુ. આ વાત હુ કોઇને જણાવવા નહોતો માંગતો પણ હવે ફાઇનલી એ બેયને ખબર છે.

“ઓહ ગોડ બે અને ત્રીસ થઇ.” કહીને માથે હાથ રાખી ઉભી રહી.

“હવે....” હુ પાંચ વર્ષના બાળકની જેમ ઉભો રહ્યો. અત્યાર સુધી વાંચેલુ કે શીખેલુ જાણે કાંઇ જ કામમા ન આવ્યુ. મને મારી જાત પર ગુસ્સો આવ્યો કે હુ બેસી ગયો. “નહી પતે હવે હુ કેન્સલ કરી દઉ છુ.”

“એય હોશીયારી મે તને કેટલી વાર કહ્યુ છે કે હુ હોય ને ત્યારે તારે મગજ નહી વાપરવાનુ....ઇન ફેક્ટ એમ જ સમજ તારે મગજ છે જ નહી.” કોઇની વાત આટલી સરળતાથી હુ માનતો નથી પણ એની પાસે ખબર નહી કયો અધીકાર છે મને ખીજાવાનો. “કાંઇ જ કેન્સલ કરવાની જરુર નથી. જલ્દી થી બેગ લાવ અને હુ કઉ એમ કર....બધુ થઇ જશે....”

મે બેગ લાવી આપી. અડધા કલાક મા તો એ બેય એ થઇને મારો સામાન પેક કરી નાખ્યો.

“અનબીલીવેબલ....મને વીશ્વાસ નથી આવતો કે આ કઇ રીતે શક્ય છે.” એ બેયનો આભાર માનવા માટે હુ શુ બોલી રહ્યો હતો મને પોતાને નહોતી ખબર “તમે બેય ન હોત તો શુ થાત મારુ....”

“ઓ સેન્ટીમાસ્ટર અને બેવડા આશીક જે પણ હોય બધી ફીલોસોફી પછી કરીએ જો અત્યારે જરુરી હોય તો નાઇટડ્રેસ મા જ જવુ પડશે.” કહીને એ બેય હસવા લાગ્યા. “ત્રણ વાગ્યા છે. દસ મીનીટમા તુ બહાર જોઇએ. અમે બેય સામાન ગાડીમા મુકીએ.”

“એ હા હવે....” એ બે ન હોત તો મારુ જવુ શક્ય નહોતુ. આ વીચારના બોજમા હુ ક્યાંય સુધી રહેવાનો છુ.

દસેક મીનીટમાં હુ નાહીને બહાર આવ્યો. મારો સામાન મારા ભાઇબંધો એ ગાડીમા મુકી રાખ્યો હતો. રાહુલ્યો હોર્ન પર હોર્ન વગાડતો હતો.

“એ સુપર મેન સીધો બાલક્ની માથી આવી જા નહી તો બસ નીકળી જશે. પછી ઉડીને દીવ જવુ પડશે.” ગાડીના દરવાજા પાસે એ મારી રાહ જોતી ઉભી છે. એના ચહેરા પર અલગ જ પ્રકારનુ હાસ્ય છે. આટલી ખુશ એ કદાચ જ કોઇ માટે જોવા મળે છે.

હુ ઝડપથી નીચે ગયો.

ગાડી પાસે પહોંચીને “બધુ આવી ગયુ.” મે કહ્યુ.

“ન હોય એ ત્યાંથી લઇ લે જેને....આતંકવાદી....” કહીને મારી સાઇડનો દરવાજો ખોલ્યો. “જઇએ....મીસ્ટર આતંકવાદી....” એ જોરથી હસી પડી. એને જોઇને મને પણ હસવુ આવી જ જાય.

રાહુલ્યા એ ગાડી આગળ ચલાવી. આખા રસ્તામા રીયા મારી સામે જોઇને મારી મજાક કરતી રહી.

ગાડી ચાલતી રહી જયાં સુધી બસ ના દેખાવાની શરુઆત ન થઇ.

ક્રમશ: