love trejedy - 12 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 12

હવે આગળ,
દેવ હવે રોજ સવારે વહેલો જાગીને અમરેલી જવા માટે નીકળે છે તેના ક્લાસ સર બહુ જ સ્ટ્રિક છે. હવે તે રોજ સવારે જે બસ માં ઉપડાઉન કરે છે તેમા તેના જ ગામના બીજા ઘણા છોકરા અને છોકરીઓ પણ ઉપડાઉન કરે છે . બસમાં સવારમાં તે જાય છે તેમાં તેને નવા મિત્ર મળે છે નવા મિત્રમાં ભાવેશ ,વિપુલ ,હિરેન, પ્રિયા, પ્રીતિ, કિંજલ, દિપક, વિશાલ, જેવા મિત્ર તેને બસમાં મળે છે તે રોજ સાથે સફર કરે છે અને રોજ સવારે વહેલો નાસ્તો પણ એકબીજા બસમાં લઈને આવે છે ને પાછળની સીટ પાર બેસીને આ આખું ગ્રુપ રોજ નાસ્તો કરવા લાગે છે . બીજી બાજુ દેવ જે કલાસસમાં ભણે છે ત્યાં પણ તેને 10 થી 12 જેટલા મિત્રો મળી જાય છે. તે પણ એક બસમાં ઉપડાઉન કરવાની મજા અલગ જ હોય છે એકબીજાનો નાસ્તો એકબીજા જુટાવીને ખાઈ લે અને જે મજા આવે તે વાત જ કંઈક અલગ હોય છે તે બસમાં એકબીજા મિત્ર સાથે હસી મજાક કરવાની મજા કૈક અલગ જ હોય છે તે દિવસ હજી યાદ કરીને એમ થાય છે કે તે મિત્ર મળીને ફરી તે જ બસમાં મુસાફરી કરીયે તે રીતે જ ફરી મિત્ર બની જિંદગી જીવીએ પણ તેવું શક્ય નથી બધા પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને હું પણ .હવે રોજ સવારે જાગીને તે વહેલી બસમાં તેના મિત્ર સાથે નાસ્તો કરે છે તો ક્યારેક બધા એક સાથે નાસ્તો લઈ નથી આવતા અને ત્યાં એક ફરસાણની દુકાને બધા બસ સ્ટેશન સામે એક સાથે નાસ્તો કરવા જાય છે .આવી રીતે દેવના દિવસો પસાર થતા હતા .હવે આઈટીઆઈ માં પણ બનેલા મિત્ર જોડે સવારે 9 30 એ ત્યાંના મિત્ર સાથે પણ નાસ્તો કરવા જતો રહેતો .દેવ હવે થોડા ઘણા રૂપિયા કમાતો હતો ઘરેથી કોઈ દિવસ તેને રૂપિયાની માગણી કરેલ ના હતી તેને જે વસ્તુ જોતી તે લઈને રહેતો ના મળે તો થોડા દિવસ રાહ જોઈ ને રૂપિયા ભેગા કરીને લઇ લેતો. આમ તેના એક મહિનો નીકળી ગયો.ધીમે ધીમે તે બધા સાથે વધુને વધુ ખુલીને વાત કરવા લાગ્યો .તેમાં પણ તેના ગ્રૂપમાં બે કપલ હતા એક કપલ વિપુલ અને પ્રિયા અને બીજું કપલ પ્રીતિ અને વિશાલ હતું.આ વાત વર્ષ 2008 ની છે .હવે દેવ ને પણ થયું કે મને પણ કોઈ ચાહે પણ કૌણ ? તે વાત તેના દિમાગ માં હંમેશા ભમ્યા કરતી હતી. આમ તે એક દિવસ બસ ચુકી જાય છે અને બીજી બસમાં આવે છે ત્યાં તેને એક કાજલ નામની છોકરી મળે છે તે બસમાં આજે એકલો હોવાથી બાજુની સીટ પર બેગ રાખી સુઈ ગયો હતો પણ બસ એક સ્ટોપ પર ઉભી રહી અને ત્યાંથી એક છોકરી બસમાં ચડી દેવ તો હજી સૂતો જ હતો તે છોકરીએ આવીને દેવ ને જગાડીને કીધું કે અહીં કોઈની જગ્યા ના હોય તો બેસી શકું દેવ તો બસ તેને થોડીવાર જોતો જ રહયો ફરી વાર તે છોકરી બોલી અને દેવની તંદ્રા તૂટી તેને બેગ લઇ પોતાના ખોળામાં રાખ્યું ને તે છોકરીને પોતાની બાજુમાં બેસવા દીધી .અત્યાર સુધી કોઈ છોકરી આવી રીતે બાજુમાં બેસી ના હતી હા તેની મિત્ર હતી તેની સાથે કોઈ ખચકાટ વગર બેસી શકતો હતો પણ દેવ થોડો બારી બાજુ ખસી જાય છે અને છોકરીથી થોડી દુરી બનાવી બેસે છે પણ તે છોકરીને ત્રાસી નજરે થોડી થોડી વારે જોઈ લે છે છોકરી પણ દેવ ને જોઈ લે છે દેવ તે સામે જોતા જ પોતાની નજર ફેરવી લે છે .આમ એકબીજાની સામે જોતા જોતા જ અમરેલી આવી જાય છે અને તે છોકરી પણ બસ સ્ટોપ પાર જ ઉત્તરે છે .દેવ આજે એકલો હોવાથી તેના ક્લાસ ના બીજા મિત્ર તેને બસ સ્ટોપ પર મળી જાય છે તેની સાથે ચાલવા લાગે છે જ્યારે દેવની બાજુમાં જે છોકરી કાજલ નામની બેઠી હતી તે પણ તેની સહેલીની સાથે સાથે કોલેજ રસ્તે આગળ વધે છે .આજે દેવ પણ તેના મિત્ર જોડે આજે કાજલની પાછળ પાછળ ચાલે છે .દેવ તેના મિત્ર ને ખબર પાડવા દેતો નથી. કાજલ કોમર્સ કોલેજ આવતા તેમાં જતી રહે છે જ્યારે દેવ તે કૉલેજ સર્કલ પાસેથી આઇટીઆઈમાં પ્રવેશ મેળવે છે .આજે બસ તે કાજલ વિશે જ વિચારે છે તે ફરીવાર આજે 9 30 ની રિસેશ પડતા કોમર્સ કૉલેજની સામે જાય છે ત્યાં એક બે ચક્કર લગાવે છે તેને કાજલ જોવા મળતી નથી રિશેષ પુરી થતા જ તે ફરી કલાસમાં જાય છે અને બેસે છે પણ તેને આજે ભણવામાં કોઈ રસ હોય તેવું લાગતું નથી તેને આજે બસમાં થયેલી મુલાકાત જ યાદ આવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED