લવ ની ભવાઈ - 11 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 11

મિસ્ટી સાથેની પહેલીવાર ફોનમાં કરેલી વાત હજી યાદ છે ધોરણ 10 પછી મને સાયન્સ કરવાનું પણ કહેલ મેં તેને ના પાડેલી .હવે હું મારા ભાઈની શોપ પાર જાવ છું અને કામ સીખું છું તે પણ મને રોજ 10 10 રૂપિયા વાપરવાના આપે છે .હું તે ભેગા કરું છું હું પહેલેથી જ રૂપિયા વાપરતો ના હતો એટલે ભેગા કરતો હતો .મારે એક વર્ષ પૂરું થવા આવ્યું હું કામ શીખી ગયો તહેવારમાં ભાઈ રૂપિયા આપતો તેમાંથી જ બધી મારી ખરીદી કરી લેતો ઘરે રૂપિયા માગવાની જરૂર ના રહેતી. આમ આગળ વધતો ગયો. દિવાળી પર મારા મામા મારી ઘરે આવ્યા અને તેને મને સમજાવ્યો અને ફરી ભણવા માટે કહ્યું. તેને મને આઈટીઆઈ કરવાનું કીધું અને હું પણ માની ગયો મકરસંક્રાંતિ આવી તે મારો ફેવરિટ તહેવાર હતો હવે હું રૂપિયા કમાતો હતો એટલે ઈચ્છા પડે તેટલા તે માટે ખર્ચી શકતો હતો . મને આ એક જ તહેવાર પ્રિય હતો .આમ મકરસંક્રાંતિ પણ આવીને જતી રહી. બોર્ડની પરીક્ષા પણ આવી ગઈ બધા એ પરીક્ષા આપી અને પરિણામ આવ્યું પરિણામ આવતા ડિપ્લો અને આઇટીઆઈ ફોર્મ ભરવાનું શરૂ થયું. હું અમરેલી ફોર્મ ભરવા માટે ગયો . ત્યાં ફોર્મ લઈને ભરીને બીજા ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કારવાતો હતો ત્યાં એક મેડમ બેઠા હતા તે કહે તને એડમીશન નહીં મળે તો મેં તે મેડમને કીધું ફોર્મ ભર્યું છે જે થવું હશે તે થશે હું તે મેડમને કોન્ફિડન્સથી કહું છું મેડમ મારો વારો તો આવી જ જશે રાઉન્ડ શરૂ થયા હું બીજા રાઉન્ડમાં ગયો મારે જેમાં એડમીશન જોતું હતું તેમા મને ના મળ્યું ઇલેક્ટ્રિસીયનમાં જોતું હતું તે કોર્ષ બંધ હતો તો મેં વાયરમેનમાં એડમીશન લીધું .હવે અહીંથી જીવનની સાચી કસોટી થાય છે .અહીંથી દેવ ની જિંદગી આખી બદલાય જાય છે .દેવ હોવી રોજ સવારે વહેલો જાગીને અમરેલી જાવા માટેનિકલે છે સવારમાં વહેલી બસ છે તેને . તેને આઈટીઆઈ પહોંચવાનો સમય સવારે 7 30 નો છે . તેના ક્લાસ સર બહુ જ સ્ટ્રિક્સ છે .તેને પહેલે જ દિવસથી સર વોર્નિંગ આપી દીધી કે કાલે સવારે બધા મારે ક્લાસ માં 7 30 એ હાજર હોવા જોઈએ . બધા પાસે થી તે કઈ બસ માં આવે છે અને અને તમારા ગામ અને શહેર થી પહેલી બસ કઈ છે તે પણ બધાને પૂછી લે છે . બધા પોતપોતાની બસનો સમય કહી દે છે અને પહેલી બસ અમરેલી કેટલા વાગ્યે પહોંચે છે તે પણ જાણી લે છે .બસ સ્ટોપ પરથી આઇટીઆઇ 10 મિનિટ થાય તો સર તે 10 મિનિટ મોડું ચલાવશે. પણ તેનાથી વધુ નહીં ચલાવી લે તેવું પહેલા જ દિવસએ વોર્નિંગ આપી દીધી છે . ક્લાસ માં પણ કહી દીધું કે જો તમે મોડા આવસો તો તમે આખો દિવસ હાજર પણ રહેવાનું અને તમારી ગેરહાજરી પણ પુરસે . તમને ઘરે પણ જવા નહીં મળે . તમે ગેરહાજર છો તો બીજા દિવસે જ્યારે કલાસ માં એવો ત્યારે તમારે તમારા ઘરેથી કાલે કેમ રજા રાખી હતી તે માટે ઘરેથી સહી કરાવીને મમ્મી અથવા પાપા ની ચિઠ્ઠી લાઇ ને આવવી. અમે બધા તો ડાઘાઇ જ ગયા . આટલું સ્ટ્રિક્સ તો સ્કૂલમાં પણ ના હતું પહેલો દિવસ જ અમને બહુ અઘરો લાગ્યો .તેનું કારણ એક જ હતું કે આટલું બધું કોઈ દિવસ અમે બંધનમાં રહ્યા ના હતા હવે ટેવ પાડવાની હતી.