કોલ સેન્ટર (ભાગ-૩૦) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૩૦)

આજ સાંજે પલવી એ મને તેની રૂમમાં બોલાવ્યો છે.હું સાંજે તેની રૂમમાં જશ કયારે બહાર આવું તે નક્કી નહિં,પણ આજ વિશાલસર પર ધ્યાન રાખજે તું આજ સાંજે તે માનસીના રૂમમાં આવશે જ.માનસીને તેના ચક્રવ્યૂમાં વિશાલસર ફસાવી રહ્યા છે,પણ માનસીને આપણે એ ચક્રવ્યૂમાં ફસાવા દેવી નથી.

**********************************

તું ક્યાં ચક્રવ્યૂની વાત કરી રહ્યો છે?સમય આવે ત્યારે તને ખબર પડી જશે કે વિશાલ સર માનસી અને પાયલ સાથે શું ગેમ રમી રહ્યા છે.હજુ તો ગેમની તેમણે શરૂવાત કરી છે એ ગેમનો બલીનો બકરો તને પણ તે બનાવશે એટલે તું બચીને રહેજે.


ઓકે અનુપમ..!!!હું મારૂં ધ્યાન રાખીશ અને વિશાલસરની જાળમાં નહિ ફસાવ.મારે થોડુંકામ છે હું મારી રૂમમાં જાવ છું.તું આરામ કર.અને સાંજે હું તારી રૂમમાં નહિ આવું કેમકે તું પલવીને મળવા જવાનો છે.કોઈ કામ હોઈ તો મને ફોન કરજે.નહિ મારી પાસે બધી જ વસ્તું છે.ગર્લફ્રેન્ડ હોઈ તો અમુક વસ્તું રાખવી જરૂરી છે,ગમે ત્યારે જરૂર પડી શકે.

નહિ અનુપમ..!!!હું એની વાત નથી કરી રહ્યો તારા માટે કેસર દૂધ લાવાની વાત કરી રહ્યો હતો.આજ ગર્લફ્રેન્ડ સાથેની પેહલી સુહાગરાત છે,તારી.સુહાગરાત લગ્ન પછી હોઈ ધવલ?લગ્ન પછીની સુહાગરાત ફીકી હોઈ અનુપમ લગ્ન પહેલાની સુહાગરાતમાં જ દમ હોઈ.પણ સોરી સોરી નંદિતા અમદાવાદ વાળી મને આજે યાદ આવી ગય.

હું જઇ રહ્યો છું કહી ધવલ રૂમના દરવાજાની બહાર નીકળી ગયો.ધવલ રૂમના દરવાજાની બહાર નીકળ્યો સામે માનસી ઉભી હતી તેના હાથમાં બીસ્ટોલ હતી.તેના શરીરમાં થોડી ધ્રુજારી હતી.આંખ લાલ હતી.હું તેની નજીક ગયો.તેણે તેના હાથમાં રહેલી બીસ્ટોલ નીચે ફેંકી દીધી.

માનસી તારી હાલત આજ ખરાબ હોઈ એવું મને લાગી રહ્યું છે.હા,ધવલ આજે સાંજે ડિનર લઇ દસ વાગે તું મારી રૂમમાં આવજે મારે તને એક અગત્યની વાત કરવી છે.અહીં જ કરને વાત એવી વાત શું છે.કે તું મને તારી રૂમમાં બોલાવીને કહેવા માંગે છે.

પ્લીઝ ધવલ તું મારા મગજને વધુ ગરમ ન કર.જો તારે ન આવું હોઈ તો તું ન આવતો.હું તને મારા રૂમમાં આવા માટે ફોર્સ નથી કરી રહી.હું સાંજનું ડિનર લઇને આવીને વિચાર કરીશ તારા રૂમ પર હું આવીશ કે નહિ.

ઓકે ધવલ તું વિચારીને આવજે મને કોઈ પ્રોબ્લમ નથી.મારે તો તને એક અગત્યની વાત કરવી છે.જે હું તને ઘણા સમયથી કહેવા માગતી હતી પણ તને કહેતા ડરતી હતી.આજ હું તને કહેવા માગું છું.

ધવલને તો માનસીની રૂમમાં જાવું જ હતું,પણ ધવલને એ બીક હતી કે જો મારે માનસીની રૂમમાં થોડીવાર લાગશે અને વિશાલસર ત્યાં માનસીની રૂમમાં આવી જશે તો મારા પર અને માનસી પર આરોપ મુકશે.અનુપમેં કહેલી ચક્રવ્યુંની વાત ધવલને યાદ આવી રહી હતી.

સાંજના નવ થઇ ગયા હતા અમે ડિનર લેવા માટે નીચે આવ્યા.પલવી આજ ખુશ હોઈ એવું મને તેંના ચેહરા પરથી લાગી રહ્યું હતું.તેના કપડા પરથી એવું લાગી રહ્યું હતું કે તે કોઈના મરેજમાં ડિનર લેવા માટે આવી છે.પણ તે આજ અનુપમને ખુશ કરવા માંગતી હતી.
પલવીની સુંદરતાએ આજ અનુપમને પણ પાગલ બનાવી દીધો હતો.

માનસી ડિનર લઇ ઉભી થઇ એટલે તરત જ અનુપમને કહ્યું કે હું માનસીને અત્યારે તેની રૂમમાં મળવા જઇ રહ્યો છું,પણ અનુપમ પલવીને જોય રહ્યો હતો તેણે મારી વાત પણ ન સાંભળી.હું પણ ટેબલ પરથી ઉભો થઇ ગયો,અને ઉપર જઈ મારી રૂમમાં ગયો.મેં નક્કી કરી લીધું કે હું માનસીને આજે મળવા જશ.શાયદ માનસી મારા પ્રેમના પ્રસ્તાવને સ્વીકારી પણ લે.માનસી મને એમ પણ કહે કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું.

દસમાં દસ મિનિટ બાકી હતી.ધવલે માનસીનો રૂમ ખટખટાવ્યો.માનસીએ રૂમ ખોલી ધવલને અંદર આવાનું કહ્યું.માનસી આજ પહેલા જેવી હોટ નોહતી લાગી રહી.તેની આંખોમાં ચિંતા દેખાય રહી હતી.

ધવલ જીવનમાં નાના મોટા દુઃખ તો આવતા જ હોઈ છે,પણ એ દુઃખ અમુક સમય રહે છે,પણ કોઈ સાથે વિતાવેલી પળો કે કોઈને સાથે થયેલ પ્રેમ જીવનભર યાદ રહે છે.

તું કોની વાત કરી રહી છે માનસી?

હું મારા અને વિશાલસર સાથેના સંબંધની વાત કરી રહી છું.ધવલે ખુરશી પરથી ઉભા થઇને કહ્યું શું તું વિશાલસરને પ્રેમ કરી રહી છો?આ વાત વિશાલસર જાણે છે.ધવલ બધું જાણતો જ હતો તો પણ થોડી તેણે એક્ટીંગ કરી કે માનસીને ખબર ન પડે કે હું પહેલીથી જાણતો હતો.

અમે બંને આ સબંધમાં ઘણા આગળ નીકળી ગયા છીએ.અમારા બંનેને વાત વિશાલસરના પત્ની પાયલને પણ ખબર પડી ગઇ છે.

શું વાત કરે છે માનસી તું..!!!તો તેમણે વિશાલસરને છુટાછેડા ન આપી દીધા.

મને ખબર નથી પણ પાયલ વિશાલસરને છૂટાછેડા આપવા માંગતી નથી.શા માટે એ મને પણ ખબર નથી એટલે તું મને સવાલ ન કરતો.મને એ પણ ખબર નથી કે વિશાલસર મારી સાથે લગ્ન કરશે કે નહીં.

કેમ?

કેમકે તે થોડીવાર પાયલ સાથે રહે છે,તો થોડીવાર મારી સાથે રહે છે.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે મને પણ ખબર પડતી નથી.મને લાગે છે કે તે પાયલને છુટાછેડા નહિ આપે,અને મને કહેશે કે હું તારી સાથે લગ્ન કરીશ.જે હોઈ તે પણ મારે તારી અત્યારે જરૂર છે,તારે મારુ એક કામ કરવાનું છે.વિશાલસર મીટીંગ પુરી થયા પછી ક્યાં જાય છે,એની પર તારે નજર રાખવાની છે.

પણ હું શા માટે આવું કામ કરું?


***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)