કોલ સેન્ટર (ભાગ-૩૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૩૧)

કેમ?

કેમકે તે થોડીવાર પાયલ સાથે રહે છે,તો થોડીવાર મારી સાથે રહે છે.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે મને પણ ખબર પડતી નથી.મને લાગે છે કે તે પાયલને છુટાછેડા નહિ આપે,અને મને કહેશે કે હું તારી સાથે લગ્ન કરીશ.જે હોઈ તે પણ મારે તારી અત્યારે જરૂર છે,તારે મારુ એક કામ કરવાનું છે.વિશાલસર મીટીંગ પુરી થયા પછી ક્યાં જાય છે,એની પર તારે નજર રાખવાની છે.

પણ હું શા માટે આવું કામ કરું?

*******************************

મારા માટે ધવલ..!!!ધવલ આગળ એક શબ્દ પણ બોલ્યો નહિ.સારું હું વિશાલસર પર નજર રાખીશ.તે ક્યાં અને કોને મળે છે તેની માહિતી હું તને આપીશ,ઓકે.

માનસીની ઘડિયાળ પર નજર ગઇ તો અગિયાર વાગી ગયા હતા.ધવલ તું હવે તારી રૂમમાં જઈ શકે છો.વિશાલસર અહીં મારી રૂમમાં હમણાં આવશે.
વિશાલસર તારી રૂમમાં આવી રહ્યા છે?હા,ધવલ તું સવાલ ન કર અને તારી રૂમમાં તું જલ્દી જા.ધવલ ખુરશી પરથી ઉભો થઈ અને તેની રૂમમાં ગયો.

રાતના અગિયાર વાગી ગયા હતા,અનુપમે પલવીનો દરવાજો ખટખટવાયો.પલવી એ દરવાજો ખોલી અનુપમને આવકાર આપ્યો.

કેમ એટલું મોડું કર્યું આવામાં?

કેમ મને જોવાની તને બોવ ઉતાવળ હતી...!!!નહી

પણ તું આ અડધી રાતે અટલી બધી ત્યાર થઈને કેમ બેઠી છો.કેમ તને પસંદ નથી?હું નથી સારી લાગતી?
નહીં મને તો પસંદ જ છે,અને તું સારી પણ લાગે છે.આમ પણ મને તો પહેલેથી જ તું પસંદ છો એટલે જ તો મેં તને પહેલા પ્રપોઝ કર્યું હતું નહિ તો પછી ન કરું.પણ તારે કામ શું હતું તે મને શા માટે અહીં તારી રૂમમાં બોલાવ્યો.

કેમ બોવ ઉતાવળ છે.તારે ઉતાવાળ હોઈ તો તું તારી રૂમમાં જઈ શકે છો.થોડીવાર તારી સાથે મને વાત તો કરવા દે એ પછી હું તને વાત કહું પલવી અનુપમની થોડી નજીક આવીને બેસી ગઇ.

તું મસ્ત લાગે છે,આજ રિયલી પલવી..!!હા,આ અડધી રાત્રે હું તારા માટે જ તો તૈયાર થઇ છુ.તને ખુશ કરવા માટે તો મેં આ બધા વેશ ધારણ કર્યા છે.

પણ પલવી હું તારાથી અલગ છું. મને તારી સુંદરતા તો ગમે જ છે પણ તેનાથી વધુ મને તારો સ્વભાવ ગમે છે.હું કોઈ સ્ત્રીના સુંદરતા નથી શોધતો પણ તેનો સ્વભાવ શોધું છું.

હું તો તારા દયાળુ સ્વભાવને વધુ પસંદ કરું છું. સુંદરતા તો મેકઅપ કરવાથી પણ મળી જશે પરંતુ દયાળુ અને સારો સ્વભાવ નહીં મળે,અને આ સુંદરતા ક્યાં સુધી?તું લગ્ન પછી પણ ઘરમાં મારી સાથે મેકઅપ કરીને તો ફરવાની નથી જ.મને તો તું જેવી છો,તેવી જ પસંદ છો.

કઠોર,એટિટ્યુડ અને ઇગોથી ભરેલો સ્વભાવ તું મેકઅપમાં નહીં છૂપાવી શકે પલવી.તું સુંદર છો તો એ ઇશ્વરની દેન છે,અને એના માટે તારે ખુશ પણ થવું જોઇએ પરંતુ સુંદરતાની સાથે સાથે તારો સ્વભાવ પણ સુંદર છે,તો તારે ખુશ થઇ ઇશ્વરનો આભાર માનવો જોઇએ. કારણ કે એ ખૂબ ઓછા લોકોમાં જોવા મળતો હોય છે.મને તો પલવી તારામાં સ્વભાવ જોવા મળે છે.

મને આજ ખુશ કરી રહ્યો છે કે શું?

નહિ પલવી હું તો મારા મનની તને વાત કરી રહ્યો છું.સ્ત્રીની સુંદરતા કરતા તેઓને તેનો સ્વભાવ વધુ આકર્ષિત કરે છે.દેખાવમાં સ્ત્રી ઓછી સુંદર હશે તો ચાલશે પરંતુ તેનો સ્વભાવ તો સારો હોવો જ જોઇએ.મને તો બંને મળ્યું છે.

એમ..!!!તે થોડી મારી વધુ નજીક આવી.પલવી જેવી શરમાળ છોકરી મારી સાથે આટલી નજીક આવીને બેસે તે મેં સપને પણ વિચાર્યુ ન હતું.મારુ શરીર હવે ધ્રુજી રહ્યું હતું.તે હમણાં મારી પાસે આવીને મારા હોઠ ચૂમી લેશે એવું મને લાગી રહ્યું હતું.પણ એમાંનું કશું ન થયું તે મારી નજીક આવી મારા દિલ પર એક થપાટ મારી મારાથી દૂર થઈ ગઈ.

રાત્રીના બારને ત્રીસ થઈ ગઇ હતી.અનુ..!!હવે તું તારી રૂમમાં જઈ શકે છો.કાલે મીટીંગમાં વહેલા જવાનું છે.સવારે મોડું થઇ શકે છે.

પણ તે મને શા માટે અહીં બોલાવ્યો હતો?

બસ એક કદમ તારી નજીક આવવા..!!!અને હું આવી પણ ગઇ તેની મને આજ ખુશી છે.એ ખુશીનો મને આજ હવે તું આનંદ લેવા દે.તું તારી રૂમમાં હવે જઈ શકે છો.ગુડ નાઈટ

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)