Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

દરિયાના પેટમાં અંગાર - 4

જીવનની ગતિ સ્થિર થઈ જાય તો કેવું સારું હોત...! પણ જો માણસ એક જગ્યા પર સ્થંભી જાય તો સમય તેને માત આપી પછાડી નાખે છે. સમયના ચક્ર સાથે તમારે દોડતું રહેવું પડે છે. બાળપણ, કિશોર, યુવાન અને અંતે બુઢ્ઢો માણસ...

મારા જીવનના વર્ષો હું સંઘર્ષ સાથે જ જીવ્યો છું. મનાઈ હોવા છતાં ક્રિકેટ રમવા જતું બાળપણ, પૂછ્યા વગર જ ઘરે થી કિશોરઅવસ્થામાં તળાવે નાહવા જતો હું. અને આ યુવાની છે. દિલમાં કોઈએ જગ્યા બનાવેલી, મિલનની ઘડીઓ ગણી ને દિવસો પસાર કરીને પણ માત્ર એની એક ઝલક પામવા અનેક કિલોમીટર દૂર તેને મળવા જતો હું.

હાથમાં પોતાની કમાઈના પૈસા આવવા લાગ્યા એટલે થોડો છૂટો પણ થયો. મારો વધુ ખર્ચ ત્યારે પણ બુકમાં જતો અને અત્યારે પણ બુકમાં જ જાય છે. હું એ દોરમાં યુવાન થયો છું જ્યાં પોતાની પ્રેમિકાને મોબાઈલનું રિચાર્જ કરાવવી આપવું, હોટેલમાં જમવા લઈ જવી, અનેક જગ્યા એ ફરવા જવું, થોડીઘણી શોપિંગ કરી આપવી, એની જોડે કોઈ ફિલ્મ જોવા જવું. આ બધું જ 2011 થી લઈ 2020 સુધી હતું જ અને છે. હા, મોબાઈલ નું રિચાર્જ અત્યારે જીઓ આવવા થી લુપ્ત થઈ ગયું છે. જીઓ નહતું ત્યારે મારી પાસે બે પોસ્ટપેડ સિમ હતા. બન્ને થઈ 3500 જેટલું મહિને બિલ આવતું. પણ એકવાર સામે વાળા એ કહ્યું નથી કે રિચાર્જ કરવું છે અને મેં કરાવ્યું નથી. પ્રેમ એ માત્ર પ્રેમ જ હતો કોઈ વ્યવહાર ન હતો કે એને ચૂકતું કરવું પડે.

મારા જીવનમાં એવા એવા પાત્રો મળ્યા છે કે ક્યારેય મારે શિકાયત નથી રહી. હા, અમુક અપવાદ છે જે ખૂબ નજીક આવી ઘાવ કરી ગયા છે. પણ દોષ એમનો નથી સમય એમનો અત્યારે ઉત્તમ રહ્યો હશે કદાચ, બાકી લથડીયા ખાતા માણસ ક્યારેય ઘાવ ન કરે. સંબંધની પરિભાષા નથી હોતી, એ માણસ જોઈ પોતાની હદને સ્વીકારી લેતો હોય છે. જ્યારે સંબંધ હદથી વધી જાય અથવા યોગ્ય માણસ સામે ન હોઈ ત્યારે એ સંબંધ ભવિષ્યમાં તમને વિષાદયોગ ની ભૂમિકામાં ઉભો હોઈ છે.

દશમાં ધોરણની છેલ્લી પરીક્ષા ચાલુ હતું. અને મારી પર ક્રિકેટનું ભૂત સવાર હતું. બે પેપર વચ્ચે ની એક રજા એ રજામાં ક્રિકેટ રમવા જતો રહેતો. ઘરે કોઈ હોઈ નહિ મમ્મી બાપુ વાડીએ ગયા હોય. એટલે કાનો મોજમાં જ હોઈ. એ જ સમય એક સાહેબ મને જોઈ ગયા, એમને મારા કાકા ને વાત કરી રાતે કાકા ઘરે આવ્યા પછી કુસ્તી ચાલુ થઈ ગઈ.

હું ગણિતમાં સારો વિદ્યાર્થી રહ્યો છું. મને હાલમાં અંગ્રેજીમાં ખબર નથી પડતી એ ઘણા લોકો જાણે છે. એટલે પુરા પરીક્ષા ખંડમાં મને થોડું અભિમાન કે હું ગણિતમાં સારો છું એટલે બીજા લોકો ને મારી જરૂર પડશે. પહેલા જ પેપરમાં મને એક છોકરી ગમી ગયેલી. મારી સામે ની બેન્ચમાં જ હતી. અને એની બેન્ચમાં મારો એક મિત્ર હતો. મારા મિત્રએ પેલી ને કહેલું, "મનોજને ગણિત સારું આવડે છે તો એ હેલ્પ કરશે." પહેલું પેપર પૂરું ન થાય એવું જ વિચારતો હતો. પણ ત્રણ કલાક ક્યાં કોઈની રાહ જોવે છે. પરીક્ષાખંડ માંથી બહાર આવ્યા. ગુજરાતી ભાષા હતી એટલે લગભગના ચહેરા પર ખુશી હતી. પણ પેલી છોકરી ની પાછળ જ હું ચાલતો હતો. ખરેખર ત્યારે એવું લાગ્યું જાણે આ લગ્નનો છેલ્લો ફેરો છે, જેમાં કન્યા પહેલા ચાલે...

ગણિતના પેપરની હું રાહ જોતો હતો અને એ પેપર પણ આવી ગયું. ઘરે રાતે બધા સુઈ ગયા હોય હું રસોડામાં લાઈટ ચાલુ કરી વાંચતો. લગભગ 12 ઉપર થઈ ગયા હતા. બધા સુઈ જ ગયા છે એ પણ ચેક કરી લીધું પછી પિનપેજ લઈ લાલ અને બ્લેક પેન લઈ એક લવ લેટર લખ્યો. મારુ નામ છોકરીનું નામ, બન્ને ને સમાવી લે એવું લાલ કલરથી દોરેલું દિલ. જેનો આકાર પ્રથમ નજરે "M" જેવો આવે. બે ત્રણ શાયરી જે ક્યાંક વાંચી હતી. લાસ્ટમાં તને ખૂબ ચાહું છું. જો તું હા કહે તો છેલ્લું પેપર પૂરું થાય પછી આપણે સિલ્વરની લચ્છી પીવા જશું. આજ સુધી પરીક્ષાખંડમાં હું એક કાપલી નથી લઈ ગયો અને હવે આ પિનપેજ વાળો લેટર કઈ રીતે લઈ જવું. લઈ તો જવું પણ પકડાય જઈશ અને નિરીક્ષક લેટર વાંચશે તો...! મને બે ઝાપટ મારસે એ ચાલશે પણ પેલી છોકરી નું નામ છે એને પણ કારણ વગર ઘણું સાંભળવું પડશે. એની પણ બદનામી થશે. પણ મગજમાં ઇશ્ક નું ભૂત સવાર હતું એટલે કોઈપણ રસ્તો મગજ કાઢી જ લે. અંતે નવા બુશર્ટની હાથની બાઓ બ્લેડ થી કાપી અને એમાં પૂરો લેટર મસ્ત રીતે ફરતે ગોઠવી દીધો. ગણિતની પેપર હતું એટલે વધુ ચેક પણ કરતા ન હતા એ ફાયદાકારક રહ્યું. એક ખુશીની મુસ્કાન સાથે હું પરિક્ષાખંડમાં દાખલ થયો. પેલી છોકરી સામે એક નજર કરી. મારી બેન્ચમાં બેઠો અને પેલીએ જ સામેથી કહ્યું, "મને કશું નથી આવડતું ગણિતમાં તમે મને બતાવજો..." આટલું સાંભળતા જ દિલ બાગ બાગ થઈ ગયું. મનમાં ને મનમાં ખુશીના ફુવારા છૂટવા લાગ્યા. "વાહ ઉપરવાળા તે માગ્યા વગર જ આપી દીધું. થેન્ક્સ ભગવાન." પેપર હાથમાં આવ્યા. પણ મારું ધ્યાન તો પેલી પર જ હતું. વિકલ્પો લખ્યા એક માર્ક્સના પ્રશ્ન લખ્યા. પેલી મારી સામે જોતી હતી. મને એમ કે મારી સાથે વગર કહ્યે સહમત થઈ ગઈ લાગે. મેં તો વિકલ્પ અને પ્રશ્ન બનાવ્યા. અંતે સમય આવી ગયો લેટર આપવાનો. થોડો હું નર્વસ પણ હતો. એ કોઈ પરિક્ષાખંડમાં લેટર જોઈ હંગામો કરશે એનો ડર પણ હતો. બીજું ગયું તેલ લેવા મારા ગામના છોકરા અને છોકરીઓ હતી મારી વાત પુરા ગામમાં ફરતી થઈ જશે. પણ બધા વિચાર છોડી મેં એને લેટર આપ્યો. એ એવું સમજી કે ગણિત પેપરની કાપલી છે. પણ એને ક્યાં ખબર હતી કે અંદર તો ભરપૂર પ્રેમથી બે દિલ તરી રહ્યા છે. એને લેટર ખોલ્યો, પેપર નીચે રાખી વાંચવા લાગી. હું ત્રાસી નજરે એનો જોતો હતો. લેટર પૂરો થયો. તેને એ જ ગળી થી વારી મને આપી દીધો અને માત્ર એટલું જ બોલી , "સોરી".

હા, મારો આ પહેલો પ્રયાસ હતો, તરુણઅવસ્થા પછી યુવાન બનવા જઈ રહ્યો હતો એની આ થોડી નિશાની મગજ અને દિલમાં આવી ગઈ હતી. ત્યારે મને દુઃખ કે દર્દ કશું નહોતું થયું. ત્યારે એમ પણ નહોતું વિચાર્યું કે મને ના કેમ કહી. એને નહિ ગમ્યું એટલે આગળ નહિ વધવાનું બસ એટલું સમજી હું આગળ વધી ગયો.

(ક્રમશ:)