જોકર – સ્ટૉરી એક લુઝરની – 43 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોકર – સ્ટૉરી એક લુઝરની – 43

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 43
લેખક – મેર મેહુલ
મેં જુવાનસિંહને એ વ્યક્તિ વિશે પૂછ્યું હતું જેણે મારી બાતમી આપી હતી.તેઓએ મને ‘લાલજી પટેલ’ નામ આપ્યું.રામદેવ ટ્રાવેલ્સનો માલિક,નિધીના પપ્પા.
નિધિના પપ્પાને મારાં બધાં પ્લાન વિશે ખબર હતી,પણ કેવી રીતે?,તેઓને કોણ કહેવા ગયું હતું?,નિધિ???,ના એ કેવી રીતે કહે?,એણે જ તો મને આ કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું..અરે એ જ તો મારો પ્રેરણાનો સ્ત્રોત છે.
મારે નિધીને આ વાત કેવી રીતે કહેવી?,એનાં જ પિતા અમારો આગળનો ટાર્ગેટ છે એ નિધિ કેવી રીતે સહન કરી શકવાની હતી?,હું ખરેખરની મુંઝવણમાં ફસાયો હતો.
“કોણ છે એ હરામી?”મેં કૉલ કટ કર્યો એટલે નિધીએ પૂછ્યું.
“એક બીઝનેસમેન છે”ખોટું બોલતાં મેં કહ્યું, “આપણી બધી હરકતો વિશે ખબર છે એને”
“પણ કેવી રીતે?”બકુલે કહ્યું, “એને કેવી રીતે ખબર પડી?”
“આપણે એ જ જાણવાનું છે”મેં કહ્યું,“અને આજે રાત્રે હું જાણીને જ રહીશ”
મેં કહી તો દીધું હતું પણ મારી પાસે કોઈ પ્લાન નહોતો.મેં નિધિ અને શેફાલીને જવા કહ્યું.મારે પણ અહીંથી નીકળી કોઈ સુરક્ષિત જગ્યાએ જવાનું હતું.સુરતમાં હું પ્રસિધ્ધ થઈ ગયો હતો એટલે શંકરકાકાને ત્યાં જઈ શકું એ નહોતો.
છોકરીઓ ગઈ પછી મેં બકુલ પાસે સિગરેટ માંગી.મારે સખત જરૂર હતી આજે.મેં બકુલને નિધિના પપ્પા વિશે વાત કહી.
તેણે મને સમજાવતાં કહ્યું, “આ ધર્મયુદ્ધ છે દોસ્ત,અહીંયા સંબંધને અવકાશ જ નથી.તું મહાભારતનો અર્જુન છે.તારે એ જ કરવું જોઇએ જે સદીઓથી થતું આવ્યું છે.જે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવત ગીતામાં પણ કહ્યું છે”
બકુલનું આ ભાષણ હતું,પણ સાચું હતું.હું નિધીને કારણે તેનાં પપ્પાને છોડી દઉં તો હું મતલબી કહેવાઉં.મેં પ્લાન બનાવ્યો.જબરદસ્ત પ્લાન.
આ વખતે બકુલ પણ મારી સાથે હતો.બપોરનો સમય હતો,અમારી માટે આ શ્રેષ્ઠ સમય હતો.અમે બંને ‘રામદેવ ટ્રાવેલ્સ’ પહોંચ્યા.ત્યાં જઈ અમે લાલજીભાઈ પટેલ વિશે પૂછપરછ કરી.એ ઑફિસમાં જ હાજર હતો.મારો ચહેરો આમ પણ સૌની સામે આવી ગયો હતો.મને હવે કોઈ ડર નહોતો.બકુલે રૂમાલ વડે પોતાનો ચહેરો ઢાંકેલો હતો.હું સીધો તેનાં ઑફિસમાં ઘુસી ગયો. મને ઓચિંતા આવતો જોઈ એ ખુરશી પરથી ઉભા થઇ ગયા.
“જૈનીત?”તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું, “તું અહીં?”
“હા”મેં કહ્યું, “તમારી સાથે વાત કરવી હતી”
“તને તો મર્ડરના કેસમાં અંદર કરવામાં આવ્યો હતોને?”તેઓને હજી મારાં અહીંયા હોવા પર શંકા હતી.
“ફરાર થઈ ગયો,મેં સામેની ખુરશી પર બેસતાં કહ્યું.બકુલે દરવાજો બંધ કરી દીધો,કેમેરાનો કેબલ કટ કરી એ પણ ખુરશી પાસે આવી ઉભો રહી ગયો.
“હું પોલીસને ફોન કરું છું”તેણે ધમકી આપતાં કહ્યું.
“તારાં કાળા કામોનો ચોપડો મારાં હાથમાં છે.જો તું ઇચ્છતો હોય કે આ બધું તારી દીકરીને પણ ખબર પડે તો જ પોલીસને ફોન કરજે”મેં પણ ધમકી આપી.
“શું જોઈએ છે તારે?”તેણે પૂછ્યું.
“મારા વિશે તને કેવી રીતે ખબર પડી?”મેં હાથમાં રહેલી જુવાનસિંહની રિવોલ્વર રિલોડ કરતાં પૂછ્યું, “જલ્દી બોલ”
“કહું છું,કહું છું.તું પેલાં એને અંદર રાખી દે”તેણે હકલાતાં હકલાતાં કહ્યું, “તમે લોકો ડેરીડોનમાં મળતાં એવી માહિતી મારાં માણસે આપી હતી. મેં તેને તમારાં પર નજર રાખવા કહ્યું હતું.”
“તું પણ આ ધંધામાં શામેલ છો”મેં કહ્યું, “અને તારાં કાળા કામો બહાર ન આવે એ માટે તે મારું નામ ચડાવી દીધું. બરોબરને?”
તેણે હકારમાં ડોકું ધુણાવ્યું.
“આ વિક્રમ દેસાઈ કોણ છે?”બકુલે અદબવાળીને પૂછ્યું.
“અમારો બોસ”તેણે કહ્યું, “એનાં ઈશારા પર અમે બધા કામ કરીએ છીએ.એ એટલો હરામી છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો.પોતાને આ ધંધાનો બાદશાહ બનાવવા તેણે તેના બાપને પણ મારી નાખ્યો છે”
“તું પણ હવે પરલોક જ સિધાવવાનો છે”મેં રિવોલ્વર તેનાં તરફ તાંકતા કહ્યું.
“મેં બધું સાચું કહ્યું છે જૈનીત”એ કરગરવા લાગ્યો, “મહેરબાની કરીને મને છોડી દે,હું આ બધું છોડી દઈશ”
“બધા એવું જ કહે છે”મેં કહ્યું.
“તું નિધિ વિશે તો વિચાર”એ હવે મને ઇમોશનલ બ્લેકમેઇલ કરવા લાગ્યો, “ તમે એકબીજાને પ્રેમ કરો છો.તું એનાં પપ્પાને જ મારી નાંખીશ?”
અચાનક મારી નજર સામે નિધીનો ચહેરો આવી ગયો.તેને આ વાતની ખબર પડશે તો અમારાં સંબંધ પર પૂર્ણ વિરામ લાગી જશે એનાથી હું વાકેફ હતો.હું કોશિશ કરતો હતો પણ મને નિધિના વિચારો અટકાવી રહ્યા હતા.
બસ આ જ ભૂલ મારી.હું વિચારોમાં મગ્ન હતો એનો ફાયદો ઉઠાવી તેણે મારાં પગ વચ્ચે જોરથી લાત મારી.મને તમ્મર ચડી ગઈ.તેણે મારાં હાથમાંથી રિવોલ્વર છીનવી લીધી અને અમને બંનેને એકબાજુ થવા કહ્યું.એની આ હરકત જોઈ અમે બંને હસવા લાગ્યાં.
“કેમ હસો છો તમે બંને?”તેણે ગુસ્સે થતાં પૂછ્યું.
“તું અમને ચુમિયો સમજે છે?”બકુલે તેની ભાષામાં કહ્યું, “આમાં ગોળી જ નથી.ગોળીનો અવાજ કરીને અમારે ગામ ભેગું કરવું છે?”
એની હાલત જોવા જેવી હતી.કાપો તો પણ લોહી ના નીકળે એવી.તેનાં કપાળે પરસેવો વળી ગયો હતો.ભય મિશ્રિત ચહેરો જોઈ મને હસવું આવતું હતું.તેણે રિવોલ્વર નીચે ઝુકાવી અમારાં તરફ ફેંકી.બકુલે જોરદાર મગજ ચલાવ્યું હતું.ઘરેથી નીકળતાં પહેલાં મેં જ બધી ગોળીઓ ચૅક કરીને સાઇલેન્સર લગાવ્યું હતું.
એ ખુરશી પર બેઠો.રૂમાલ કાઢી પરસેવો લૂછયો અને હસ્યો.અમે તેની હસીનું કારણ સમજ્યા નહિ.
“જૈનીત”તેણે મને ઉદ્દેશીને કહ્યું, “તારા પપ્પાનાં મૃત્યુનું કારણ તારે નથી જાણવું,તેણે ખરેખર આત્મહત્યા કરી હતી કે કોઈએ તેની હત્યા કરાવી હતી?”
મારું મગજ ફરી સુન્ન પડી ગયું.એ મારાં બડી-બાપુ વિશે વાત કરતો હતો.
“મને ખબર છે એ વ્યક્તિ કોણ છે”તેણે કહ્યું, “મને અહીંથી જવા દે તો હું તને એનું નામ આપી શકું છું”
“જૈનીત એ તને ગુમરાહ કરે છે”બકુલે મને સચેત કરતાં નીચે પડેલી રિવોલ્વર લેતાં કહ્યું, “એની વાતો પર ધ્યાન ન આપ”
“હું કોઈને ગુમરાહ નથી કરતો”નિધિના પપ્પાએ કહ્યું, “એક જ દિવસમાં તેનાં મમ્મી-પપ્પાને એ ગુમાવી બેઠો છે.આ બધું એક જ દિવસમાં થયું એ કેવી રીતે માનવું?”
“તું ચૂપ મર”બકુલે તેની સામે રિવોલ્વરનું નાળચુ કર્યું, “આ વ્યક્તીએ ઘણીબધી છોકરીઓનું લાઈફ બરબાદ કરી છે”
હું કોઈપણ પ્રતિક્રિયા આપવાની હાલતમાં નહોતો. મારાં બડી-બાપુનું મૃત્યુ મારા માટે પણ એક રહસ્ય હતું.સામે ઉભેલો વ્યક્તિ તેઓ વિશે વાત કરી રહ્યો હતો.
બરાબર એ જ સમયે બકુલે ટ્રિગર દબાવ્યું.તેનાં ટ્રિગર દબાવવાના એક સેકેન્ડ પહેલા જ મારું ધ્યાન બકુલ પર ગયું હતું.મેં બકુલને ધક્કો માર્યો.ગોળી છૂટી ચુકી હતી.ગોળી સીધી નિધિના પપ્પાના ડાબા ખભા પર લાગી.
“શું કર્યું તે?”મેં ગુસ્સામાં બકુલને ધક્કો મારતાં કહ્યું, “એ મારાં બડી-બાપુ વિશે વાત કરતો હતો”
“એ તને ગુમરાહ કરતો હતો”બકુલે કહ્યું, “અને તું એને જવા દેત પછી શું ખાત્રી હતી કે એ તને એનાં વિશે માહિતી આપેત જ”
“ચાલ અહીંથી”મેં તેનો હાથ પકડીને કહ્યું.
“સાલો જીવતો છે હજી”તેણે કહ્યું.
“એને પછી જોઈ લેશું”મેં તેને ખેંચ્યો.અમે બંને દોડીને ત્યાંથી નીકળી ગયા.
(ક્રમશઃ)
ફરી નવું રહસ્ય, જૈનીતના મમ્મી-પપ્પા સાથે શું થયું હતું?,નિધિના પપ્પાએ શા માટે જૈનીતને આવું કહ્યું.કોણ હતું એ કાવતરા પાછળ.શું થશે જ્યારે જૈનીત અને વિક્રમ દેસાઈ સામસામે આવશે.
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226