Hospital no ek divas books and stories free download online pdf in Gujarati

હોસ્પિટલ નો એક દિવસ...






" જલ્દી કોઈ ડોક્ટર ને બોલાવો અહીંયા રહેલા બે પેશન્ટ માંથી એક પેશન્ટ ની હાલત બહુ જ ગંભીર છે." ઓપરેશન વોર્ડ માંથી અવાજ આવ્યો.

અને અહીંયા બહાર ઊભેલા ઋત્વિક ની હાલત ખરાબ થતી હતી... મારી અંજલિ... હે ભગવાન મારી અંજલિ ને બચાવી લે. એટલા માં જ એક સ્ત્રી દોડતી દોડતી હાફળી ફાફળી હાલત માં આવી... "નિશાંત... નિશાંત ગુપ્તા કયા રૂમ માં છે... "

એટલા માં નિશાંત અને અંજલિ ને હોસ્પિટલ લઈ આવનાર નિશાંત ની સાથે કામ કરતો એક વ્યક્તિ બોલ્યો "મેડમ.. સર ઓપરેશન રૂમ માં છે અને તેની સાથે જે સ્ત્રીનું એકસીડન્ટ થયું એ પણ આં રૂમ માં જ છે."

ઋત્વિક ચોંકી ને બોલ્યો " તમે... અને અહીંયા... અહીંયા... ઓપરેશન થિયેટર માં અંજલિ સાથે તેના પપ્પા છે?"

સ્મિતા બોલી " શું... અંજલિ પણ ઓપરેશન થીએટર માં છે!"

પેલો નિશાંત સાથે કામ કરતો વ્યક્તિ બોલ્યો... " શું એ આપની દીકરી છે?"
" હા એ મારી દીકરી છે." સ્મિતા બોલી.

અહીંયા ઓપરેશન રૂમ માં નિશાંત ની હાલત ખુબ ખરાબ હતી અને બાજુના જ ખાટલા પર સુતેલી એ દીકરી તેના પપ્પા ને ઓળખી ગઈ.

ડોક્ટર કહે છે " આં પેશન્ટ ને બ્લડ ની ખૂબ જરૂર છે અને તાત્કાલિક મળે તેમ નથી જો 20 મિનિટ માં બ્લડ નહિ મળે તો તેની સ્થિતિ બહુ ગંભીર છે."

અહીંયા બાજુના પલંગ પર સાંભળી રહેલ અંજલિ કહે છે " તમે મારું બ્લડ લઈ લો પણ ગમે તેમ કરી તેને ઠીક કરો."

ડોક્ટર તો જાણે ચોંકી જ ગયા "આં સ્ત્રી પોતે મારવાની હાલત માં છે છતાં બીજા ને કેમ બચાવવા કેમ માંગે છે."

ડોક્ટર બહાર આવ્યા અને ઋત્વિક ને કહ્યું "આપની પત્ની આવી હાલત માં પણ તેની બાજુમાં રહેલા પેશન્ટ માટે પોતાનું બ્લડ આપવા માટે કહે છે."

સ્મિતા કહે છે " શું અંજલિ નિશાંત ને બ્લડ આપવા માટે પોતાની જાન જોખમ માં મૂકે છે."

ડોક્ટર પૂછે છે મને કઈ સમજાયું નહિ કે અંજલિ કેમ આવું કરે છે.

સ્મિતા ભૂતકાળ માં સરી પડતાં કહે છે...

મારે એક દીકરો અને એક દીકરી બે સંતાનો હતાં... નિશાંત ને પોતાની દીકરી બહુ વ્હાલી હતી. તે દીકરી ને પલકો પર બેસાડી ને રાખતા હતાં... અને બધી જ ઇચ્છાઓ પૂરી કરતા તેની... પણ અચાનક એક દિવસ આવેલા વાવાઝોડા એ આખી બાજી જાણે પલટી નાખી.

અંજલિ ઘરે ઉદાસ મુખે કૉલેજ થી આવી.

નિશાંત બોલ્યાં.." શું થયું મારી દીકરી ને."

અંજલિ કઈ બોલ્યાં વગર જ રૂમ માં ચાલી ગઈ. અને મને નિશાંત એ કહ્યું જા સ્મિતા તું જાણ કે અંજલિ મે શું થયું. હું અંજલિ આગળ તેના રૂમ માં ગઈ અને પૂછ્યું "શું થયું બેટા?"

અંજલિ એ બધી વાત કરતા કહ્યું " હું ઋત્વિક ને પ્રેમ કરું છું અને સાથે લગ્ન કરવા ઈચ્છું છું."

મે કહ્યુ " દીકરી એમાં શું મોટી વાત છે.. તારા પપ્પા ને વાત કરીએ."

" ના મમ્મી... ઋત્વિક કોણ છે તું જાણે છે પહેલા?"

મે પૂછ્યું " કોણ?"

" મમ્મી ઋત્વિક પપ્પા ની વિરૃદ્ધ જેને કેસ કરેલો એ રમેશ મહેતા નો દીકરો છે."

" શું અંજલિ તું શું કહે છે આં."

" હા મમ્મી હું ઋત્વિક વગર નહિ જીવી શકું..." અંજલિ રડતા રડતા બોલી.

આ બધી વાત નિશાંત સાંભળી ગયા અને તેને સ્પષ્ટ શબ્દો માં કહી દીધું " બીજો કોઈ છોકરો હોય તો હું માની જાત પણ ઋત્વિક સાથે તારા લગ્ન ની વાત પણ ન વિચારી શકું... તને એ રમેશ મહેતા ના ઘર માં વહુ બનાવી ના મોકલી શકું."

અંજલિ બોલી " પણ પપ્પા..."

નિશાંત એ ગુસ્સા માં કહી દીધું " મારે કઈ નહિ સાંભળવું... "

બીજા દિવસે અંજલિ કૉલેજ થી આવી સાથે ઋત્વિક અને બન્ને લગ્ન ના વેશ માં.. બંને એ મંદિર માં લગ્ન કરી લીધા. ત્યારે જ નિશાંત એ અંજલિ ને કહી દીધું " આં ઘર માંથી નીકળી જા અને તું હવે હંમેશા માટે અમારા માટે મરી ચૂકી છે."

મે નિશાંત ને રોકવાની કોશિશ કરી પણ પોતાના ઈગોને કારણે તેને અંજલિ ને હંમેશા માટે પોતાને પિતા કહેવાનો હક છીનવી લીધો. બસ ત્યારથી જ અંજલિ ઋત્વિક સાથે ચાલી ગઈ. અને ને એક વાર ફોન કરવાની કોશિશ કરેલી પણ નિશાંત એ મને રોકી લીધી. પોતાના ઇગોમાં તેને પોતાની દીકરી ગુમાવી. જે આજે મળી.

ડોક્ટર એ કહ્યું "ખરેખર એક દીકરી તરીકે અંજલિ પોતાની ફરજ નિભાવી પોતાના પિતા ને બ્લડ આપવા માંગે છે અને પોતાના પિતા ના નજર માં ફરી જગ્યા કરવા માંગે છે"

પછી અંજલિ એ બ્લડ આપ્યું અને નિશાંત એક વાર જાણે મૃત્યુ નો દરવાજો ખટખટાવી પાછો આવી ગયો. અને હોસ્પિટલ નો આં એક જ દિવસ જાણે નિશાંત અને તેની દીકરી ને ફરી પાછા એક કરી દીધા.

હવે નિશાંત એ પણ પોતાનો ઇગો સાઈડ પર મૂકી અંજલિ અને ઋત્વિક ને અપનાવી લીધા. અને અંજલિ અને ઋત્વિક આગળ માફી માંગી " દીકરી મને માફ કરી દે હું મારા ઈગોને કારણે તને ગુમાવી બેઠેલો... અને ઋત્વિક તું પણ એમને માફ કરી દે તું મારી દીકરી ને પ્રેમ કરતો એ ના સમજી શક્યો."

ઋત્વિક કહે છે "ના પપ્પા તમે મોટા છો આમ નાના સામે હાથ જોડયા તમે સારા ના લાગો."

બધા ના ચહેરા પર ખુશી આવી ગઈ અને ડોક્ટર પણ આ દીકરી માં બાપ પ્રત્યે ના પ્રેમ ને બિરદાવતા કહે છે " કાશ મારે પણ અંજલિ જેવી એક દીકરી હોઈ."

- prapti katariya





બીજા રસપ્રદ વિકલ્પો