યાદ... Prapti Katariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદ...

પિયા અને શિવમ બન્ને ને પહેલેથી જ ખબર હતી કે પોતે એકબીજાના થવાના નથી ... છતાં એ બન્ને વચ્ચે નો પ્રેમ દિવસે ને દિવસે વધતો જતો હતો.બન્ને એક બીજા માટે કઇ પણ કરવા તૈયાર હતા.

એ દિવસે પિયા રાત્રે સૂતી હતી... અચાનક જ 2 વાગે ફોન ની ઘંટડી વાગી...પિયા એ વિચાર્યું એટલી રાત્રે કોણ હશે ? અને ફોન ઉપાડ્યો.
સામેથી અવાજ આવ્યો "હેલ્લો"
"હે....હે...હેલ્લો..." પિયા આશ્ચર્યચકિત થઈ બોલી.
"હવે કંઇક બોલીશ કે નહિ?" સામેથી અવાજ આવ્યો.
હા , કેમ છે તારી તબિયત?
"બસ ખાલી જીવવા ખાતર જીવું છું. અને તારી તબિયત?"
બસ એટલું સાંભળતા જ પિયા ની આંખો ભરાઈ આવી અને બોલી "હું....હું.... " (તેના ગળા માં જાણે ડૂમો ભરાઈ આવ્યો એ આગળ કંઈ જ ના બોલી શકી.)
એટલા માં જ શિવમ ની આંખો પણ ભરાઈ આવી...
"તને તો ક્યારેય રડવુ નથી આવતું ને તો કેમ રડે છો?"
પિયા બોલી.
"બસ પિયા આજે તારી યાદ આવી ગઈ... આમ તો એક પણ દિવસ એવો નથી જ્યારે મને તું યાદ નથી આવતી... પણ આજે તારી સાથે વાત કરવા નું દિલ એ કહ્યું."

બસ એટલા માં જ તેણી ની નીંદર ઉડી... જોયું તો આ સપનું હતું. પિયા ની આંખો હવે સાચે ભરાઈ આવી. હવે રાત ના 2.15 વાગ્યા હતા. બસ એટલા સપના ની સાથે જ તે પોતાની ભૂતકાળ ની યાદો માં સરી પડી.

તે અને શિવમ 9 માં ધોરણ થી જ સાથે ભણતા હતા. બંને એકબીજા ને બહુ સારી રીતે ઓળખતા હતા. પણ ત્યારે બન્ને એકબીજા સાથે વાતચીત પણ ન કરતા. પિયા ને શિવમ નો શાંત સ્વભાવ અને તેનો અવાજ ખૂબ જ ગમતો હતો. શિવમ ને પણ પિયા ગમતી હતી પણ ક્યારેય તેની કહેવાની હિંમત ના થઈ. બન્ને 12 ધોરણ સુધી સાથે ભણ્યા પણ એકબીજાને કહી શક્યા નહિ. અને 12 માં ધોરણ ના અંતે બન્ને ને ખબર પડી ગઈ. બન્ને 12 મુ પૂરું કરી ને છુટા પડ્યા.

પછી બન્ને વચ્ચે ફોન પર વાત થતી હતી. 2 વર્ષ સુધી બંને એકબીજા ને મળ્યા જ ન હતા છતાં બન્ને વચ્ચે પ્રેમ વધતો ગયો. બન્ને 2 વર્ષ બાદ એક બીજા ને મળ્યા હતા. આમ ને આમ બન્ને ના ફોન પર વાતો અને વર્ષ માં એકાદ બે વાર ક્યારેક મળવાનું થતું.
બન્ને વચ્ચે અનહદ પ્રેમ હતો.

દિવસો વીતવા લાગ્યા. 7 વર્ષ વિતી ગયા. શિવમ ના ઘરે થી તેના લગ્ન નક્કી કર્યા અને બન્ને પરિવાર ની ખુશી માટે અલગ પડ્યા. જેમ બન્ને એકબીજા માટે કઈ પણ કરી શકવા તૈયાર હતા તેમ જ પરિવાર માટે પણ કંઈ પણ કરવા તૈયાર હતા. પિયા પણ કંઈ જ ન બોલી કે તું મને મૂકી દઈશ એમ. કેમ કે તે પણ તેની મજબૂરી સમજતી હતી. છેલ્લી વાર બન્ને વાત કરતા હતા ત્યારે શિવમ બોલ્યો "લાઈફ માં જ્યારે જરૂર પડે ત્યારે ખાલી એક ફોન કરજે હું તારી સાથે જ ઉભો છું. તારી જગ્યા ક્યારેય કોઈ ને નહિ આપી શકું." પિયા કઇ જ બોલી ના શકી. પણ શિવમ બધું જ સમજતો હતો. બસ એટલું કહી બન્ને અલગ પડ્યા.

પછી તો શું? પિયા એકલી અને તેની સાથે શિવમ ની યાદ.... શિવમ ની યાદો માં ને યાદો માં સવાર પડી ગઈ. સવારે 5 વાગી ગયા. ફરી વાર ફોન ની ઘંટડી વાગી. પણ એ ઘંટડી એલાર્મ ની હતી.
પિયા ની આંખો માંથી આંસુ રોકાવાનું નામ જ લેતાં ન હતા....


- Prapti katariya