bus aek j chingari books and stories free download online pdf in Gujarati

બસ એક જ ચિનગારી...




"તમન્ના જાગને હવે કેટલુંક સૂવું છે..."

"વંદિતા, પ્લીઝ સુવા દેને."

" ચાલ તમન્ના નખરા છોડ બધા... કૉલેજ જવાનું મોડું થાય છે જો 7.30 થાય છે 8 વાગે લેક્ચર છે ને"
( તમન્ના જાગે છે અને તૈયાર થઈ બન્ને બહેનપણીઓ કૉલેજ જવા નીકળે છે.)

તમન્ના અને વંદિતા બન્ને ખાસ ફ્રેન્ડ. બંને 1 થી 12 ધોરણ સુધી જોડે જ ભણેલી અને કૉલેજમાં પણ જોડે જ એડમિશન મેળવ્યું. અને હવે બન્ને ગર્લ્સ હોસ્ટેલમાં સાથે એક જ રૂમ માં રહે છે.

તમન્ના પહેલેથી થોડી સીધી છોકરી હતી, પણ વંદિતા નટખટ, નખરાળી, અને થોડું વધુ બોલ બોલ કરતી. પણ કહેવાય છે ને કે 'કાળીયા હારે ધોળિયો બાંધો તો વાન નો આવે પણ હાન જરૂર આવે' તેમ જ હોસ્ટેલ માં બન્ને સાથે રહેતી તેથી તમન્ના પણ વંદિતા જેમ નટખટ બની ગઈ. બન્ને એટલી ખાસ મિત્રો હતી અને નટખટ હતી કે કૉલેજમાં પણ બધા જ તે બન્ને ની ફ્રેન્ડ શીપ જાણતા હતા. બંને એકબીજા માટે આખી કૉલેજ જોડે પણ જગડી જતી.

બન્ને નો આજે કૉલેજ માં ફર્સ્ટ યર નો પહેલો દિવસ હતો. તેની જ કૉલેજ માં વંદિતા ફઈ નો છોકરો વૈભવ પણ કૉલેજ કરતો હતો. વૈભવ 2nd યર માં હતો. પણ વંદિતાની ઓળખ ને કારણે તમન્ના , વૈભવ અને વંદિતા ત્રણેય ફ્રેન્ડ બની ગયા હતા.

ક્યારેક ક્યારેક ત્રણેય જોડે લેક્ચર બંક કરીને કેન્ટીન માં બેઠતા. હવે આ ત્રણે ની દોસ્તીને આખી કૉલેજ જાણતી હતી.

તે જ કૉલેજ માં પહેલા વર્ષમાં તમન્ના અને વંદિતા ના ક્લાસમાં અભ્યાસ કરતો નિશાંત ક્યાંક ને ક્યાંક તમન્ના ને પસંદ કરતો હતો. તેને આ ત્રણેની દોસ્તી પસંદ નાં હતી. નિશાંત એ કેટલીક વાર તમન્ના ને પ્રપોઝ કર્યું. પણ તમન્ના ક્યાંક ને ક્યાંક વૈભવ ને પસંદ કરી બેઠી હતી તેથી તેણે નિશાંત ને કહી દીધું આજ પછી મને હેરાન ના કરીશ હું પહેલેથી જ કોઈને પસંદ કરું છું.
ધીરે ધીરે વર્ષ પૂરું થયું વંદિતા અને તમન્ના 2nd અને વૈભવ 3rd વર્ષ માં આવ્યા. વૈભવ પહેલેથી જ તમન્ના ને પસંદ કરતો હતો. પણ ક્યારેય તેણે આ વાત કોઈને કરી ના હતી. તેને લાગ્યું કે ત્રીજું વર્ષ પણ પૂરું થઈ જશે હું ચાલ્યો જઈશ તો મને તમન્ના ક્યારેય નહિ મળે. આવા વિચારથી વૈભવ એ આ બધી જ વાત વંદિતા ને કહી.

" પણ વૈભવ તું તમન્ના ને જો પ્રેમ કરતો હોય તો ભૂલી જા તેને." વંદિતા એ કહ્યું.

" પણ કેમ વંદિતા.?"

" વૈભવ, તમન્ના ના મમ્મી પપ્પા ક્યારેય તમન્ના ના લવ મેરેજ નહિ થવા દે. તમન્ના ની મોટી બહેન આરઝુ એ પ્રેમલગ્ન માં દગો ખાધો પછી તેને આત્મહત્યા કરી ત્યારથી તેના મમ્મી પપ્પા લવ ની વિરુદ્ધ છે."

" વંદિતા, તારા મમ્મી પપ્પા એ પણ પ્રેમ લગ્ન કરેલા છે ને... અને તારા પેરેન્ટ અને તમન્ના ના પેરેન્ટ એક બીજાને જાણે છેને?

" હા વૈભવ, તો શું?"

" હું મામાં મામી ને વાત કરીશ ( એટલે કે વંદિતા ના મમ્મી પપ્પા) એ તમન્ના ના ઘરે તેનો હાથ માંગવા જશે. એ જરૂર મારો પ્રેમ સમજશે."

" ઠીક છે વૈભવ આપણે અત્યારે તમન્ના ને વાત કરીએ."

એટલામાં જ તમન્ના ત્યાં આવી પહોંચી તેને લાગતું હતું કે આજે મને નિશાંત એ પ્રપોઝ કરી જો હું વૈભવ ને નહિ કહું તો મોડું થઈ જશે. તેને ખબર હતી કે તેના મમ્મી પપ્પા નહિ માને પણ છતાં હું વૈભવ ને તો કહી દવ પછી મનાવી લઈશ એવા વિચાર થી તેને વૈભવ ને કહી દેવાનું જ પસંદ કર્યું.

તમન્ના એ કહ્યું " વૈભવ, હું તને કંઇક કહેવા માંગુ છું."

" હા, બોલ ને તમન્ના શું કહેવું છે?"

" વૈભવ હું તને પ્રેમ કરું છું અને જો તારી મંજૂરી હોય તો તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું."

" તમન્ના... તે મારા હોઠ ની વાત છીનવી લીધી. હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું...પણ તારા મમ્મી પપ્પા....."

" હા વૈભવ હવે આપણે શું કરીશું... શું આપણે બંને એકબીજાના નહિ થઇ શકીએ..."

" ના તમન્ના તું ચિંતા ના કરીશ વંદિતા ના મમ્મી પપ્પા આપણાં બન્ને ની વાત તારા ઘરે કરશે."

" ઠીક છે વૈભવ."

ત્રણે અલગ પડ્યા. વૈભવ ઘરે જવા નીકળ્યો અને આ બન્ને હોસ્ટેલ પહોંચી. પછી તો વૈભવ અને તમન્ના નો પ્રેમ દિવસે ને દિવસે વધતો જતો હતો. વંદિતા પણ એ બન્ને ને એકલા સાથે ફરવા ઘૂમવા થોડો ટાઈમ આપતી.

આ વાતથી નિશાંત ને વૈભવ સાથે બદલો લેવાની ઈચ્છા જાગી. તમન્ના તો મારી જ છે, હું તેને વૈભવ ની નહિ થવા દઈશ.

એક દિવસ વંદિતા અને વૈભવ કેન્ટીન માં બેઠા હતા. આ જોઈ નિશાંત એ મોકાનો ફાયદો ઉઠાવવાનું વિચાર્યું.

તેણે તમન્ના ને આવતી જોઈ અને કહ્યું " તમન્ના તું જે વૈભવ ના પ્રેમ મા પાગલ છે તે વૈભવ અને તારી બેસ્ટ ફ્રેન્ડ વંદિતા બન્ને મળીને તારો ફાયદો ઉઠાવે છે એ તને પ્રેમ નથી કરતો. વૈભવ અને વંદિતા એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. ચાલ, તને વિશ્વાસ ના હોય તો બતાવું. તે બન્ને કેમ એકબીજા જોડે ખુશ છે..."

" ના નિશાંત તારે જોવામાં કંઈ ભૂલ થઈ હશે. પણ તને મારી વાત પર વિશ્વાસ ન હોઈ તો ચાલ જઈએ એ બન્ને પાસે."

બન્ને જાય છે... પછી તમન્ના કહે છે જો નિશાંત આ બન્ને સારા ફ્રેન્ડ છે અને બંને કઝીન છે એટલે સાથે બેઠા છે. નિશાંત ને ગુસ્સો આવ્યો પણ તે કઈ બોલ્યાં વગર ત્યાંથી ચાલ્યો ગયો.

દિવસો વીતવા લાગ્યા... કેટલી વાર નિશાંત એ તમન્ના ને આવી રીતે વૈભવ અને વંદિતા ની ખોટી અફવાઓ કહી... તમન્ના એ કેટલીય વાર વૈભવ અને વંદિતા ને સાથે જોયા હતા તેથી તેને પણ ક્યાંક દિલમાં ખૂણે ખાંચકે એવું લાગ્યું કે નિશાંત સાચું તો નહિ કહેતો હોઈ ને... પણ પછી એ મન માનવી લેતી કે ના વૈભવ મને સાચો પ્રેમ કરે છે તે ક્યારેય મને દગો નહિ દે.

બસ આજે કૉલેજ માં ત્રીજા વર્ષ વાળા નો છેલ્લો દિવસ એટલે કે ફેરવેલ પાર્ટી હતી. આ પાર્ટી માં નિશાંત એ લાસ્ટ ચાન્સ મારવાની કોશિશ કરી કે કદાચ વૈભવ અને તમન્ના અલગ પડી જાય. તેણે તેના ફ્રેન્ડ સાથે મળી ને એક પ્લાન બનાવ્યો. તેને વંદિતા અને વૈભવ ને પહેલા જ્યુસ ના બહાને નશા ની દવા આપી અને પહેલા વંદિતા અને વૈભવ ને એક રૂમ માં બંધ કર્યા.

બન્ને નશાની હાલતમાં હતા. એટલા માં જ નિશાંત એ તમન્ના ને કહ્યું ચલ તમન્ના હું તને પ્રૂફ આપુ આજે વૈભવ અને વંદિતા પ્રેમ નું.

" ના નિશાંત, તે ખૂબ બહાના બનાવ્યા હવે તારી એક નહિ સાંભળું. તું ચાલ્યો જા અહીંથી."

" પણ તમન્ના આજે એક લાસ્ટ મોકો દે જો આજે હું સાબિત ના કરી શકું તો હું ક્યારેય તને હેરાન નહિ કરીશ."

ઠીક છે નિશાંત કહી તમન્ના નિશાંત જોડે ગઈ.

તેને જોયું તો વૈભવ અને વંદિતા એક જ બેડ પર નશાની હાલતમાં સૂતા હતા. તમન્ના કઈ જ બોલ્યાં વગર ત્યાંથી રડતા રડતા ચાલી ગઈ.

બીજા દિવસે વૈભવ નો કોલ આવ્યો તમન્ના એ કહ્યું "બસ હવે મારે કઈ નથી સાંભળવું મને એકલી મૂકી દે વૈભવ."

" આ તું શું બોલે છે તમન્ના તું ભાનમાં તો છે ને."

" બસ આજ પછી મને તું ક્યારેય ફોન નહિ કરે વૈભવ." એટલું કહી તમન્ના એ વૈભવ નો નંબર બ્લોક કર્યો.

આ બધી વાત વૈભવ એ વંદિતા ને કરી. વંદિતા એ કહ્યું ખબર નહિ વૈભવ તમન્ના એ કાલથી મારા જોડે પણ વાત નથી કરી. તે મારી સાથે વાત કરવા તૈયાર જ નથી.

વંદિતા એ તમન્ના ને કહ્યું જો ક્યારેય તે મને તારી બેસ્ટ ફ્રેન્ડ માની હોય તો એક વાર સાથે મળીને મારી અને વૈભવ જોડે વાત કરીલે.
તમન્ના વાત કરવા તૈયાર ના હતી પણ તેની એટલી વર્ષો જૂની દોસ્તી ના કારણે તેણે વાત કરવા માટે હા કહી.

ત્રણે મળ્યા.

"શું થયું છે તમન્ના.?" વૈભવ એ પૂછ્યું.

" તમે બન્ને મારી સાથે દગો કર્યો છે ." તમન્ના બોલી.

એટલામાં જ વંદિતા એ કહ્યું " તું શું કહેવા માંગે છે તમન્ના?"

" કઈ નહિ જે સાચું છે એ જ કહું છું તમે બન્ને એકબીજા ને પ્રેમ કરતા હતા તો મને કેમ ખોટી રીતે દગો કર્યો. મારે હવે કઈ જ નથી સાંભળવું. આજ પછી વંદિતા હું તારી ફ્રેન્ડ નથી અને વૈભવ મને કોલ કરવાની કોશિશ ન કરીશ."

એટલું કહી તમન્ના જતી રહી. ત્યારે નિશાંત એ ફરી એક વાર તમન્ના ને કહ્યું i love you. પણ તમન્ના નું દિલ તૂટ્યું હોવાથી તે નિશાંત ને થપ્પડ મારી ને ચોખ્ખી ના કહી દે છે.

અહી વૈભવ ને એવું લાગે છે કે વંદિતા ના કારણે તમન્ના તેને મૂકી ને જતી રહી અને તમન્નાને પોતે એટલો પ્રેમ આપ્યો હોવા છતાં તમન્ના ને પોતાના પર વિશ્વાસ ન આવ્યો. તેથી તેને વંદિતા ને પણ કહ્યું તારા કારણે આ બધું થયું છે આજ પછી મને બોલાવવાની કોશિશ ન કરીશ.

સામે પોતાની એક બેસ્ટ ફ્રેન્ડ ખોવનું દુઃખ વંદિતા ને પણ હતું. તેને પણ વૈભવ ને કહ્યું ના વૈભવ તારા કારણે આ બધું થયું છે તે નાનપણ ની બે ફ્રેન્ડ ને અલગ કરી છે.

આમ નિશાંત એ મારેલી એક જ ચિનગારી અને પોતપોતાની ગેરસમજણ ના કારણે ત્રણેય અલગ પડ્યા. પણ ત્રણેય એ પોતપોતાના અભિમાન ને કારણે ક્યારેય એકબીજા સાથે વાત કરવાની કોશિશ ના કરી.
બસ કહેવાય છે ને કે " સંબંધો ના મહેકતા ઉપવન માં ' ગેરસમજણ ' ની એક જ ચિનગારી આગ લગાવવા માટે કાફી છે." બસ આવું જ કંઇક થયું.

આજે આ વાત ને 3 વર્ષો વિતી ગયા પણ હજુ ત્રણે એકબીજા નું નામ સાંભળવા પણ તૈયાર નથી. વૈભવ અને વંદિતા ક્યારેક ક્યારેક ફેમિલીમાં આવતા પ્રસંગો એ ભેગા થાય છે પણ બન્ને એક બીજાનું મુખ જોવા પણ રાજી નથી.

ગેરસમજણ માં માત્ર પ્રેમ જ નહિ પણ કોઈ પણ સંબંધ તૂટી શકે છે. અહીંયા પણ વર્ષો જૂની દોસ્તી તૂટી છે.

( મિત્રો જો કોઈ સાચો સંબધં મળી જાય ને તો ક્યારેય કોઈ બહારની વ્યક્તિ પર વિશ્વાસ કરી ને અથવા પોતાની ગેરસમજણ અને અભિમાન ને કારણે તેને ખોઈ ના બેસતાં. )

ક્યારેક વાંક બંનેમાંથી કોઈનો નથી હોતો,
બસ ખાલી કહેવા અને સમજવાના
ફરક માં સંબંધ ખતમ કરી નાખે છે.

- prapti katariya


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED