Baani-Ek Shooter - 12 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 12

“બાની”- એક શૂટર

ભાગ : ૧૨


“એટલે તું ભૂલી ગઈ તારા ડેડને આપેલું પ્રોમિસ??" જાસ્મીને યાદ અપાવતાં બાનીને કહ્યું.

બાની હસી પડી," હું પણ લસ્ટ થઈ રહી છું ઈવાનની જેમ. યાર એ બધું છોડ. આ બધા સપના આવી રહ્યાં છે એનું શું કરવું??" તેઓ બંને ચાલતા વાતે લાગ્યા અને ફરી બીજી શાંત જગ્યા પર જઈને બેસી ગયા.

"સપનું તો સપનું હોય યાર. હકીકત થોડી બની જવાનું. એમ તો મને પણ ઘણા સપનાં આવ્યાં કરે કે હું કોઈ ઊંડી ખીણ માં પડી રહી છું. બચાવ, બચાવ બાની કહીને પુકારી રહી છું." જાસ્મીને કહ્યું અને ફરી ઉમેર્યું," આવા સપના આવવાથી આપને જીવવાનું થોડી છોડી દેવાય. એવું પણ થોડી સમજી લેવાય કે આ સપનું આવ્યું એટલે મરી જ જવાના છે."

"જેસ્સ તારી વાત સાચી. પણ એવું સાંભળ્યું છે કે ક્યારેક સપના પણ સંકેત આપતા હોય છે." ગહેરો વિચાર કરતાં બાનીએ કહ્યું.

"આના માટે તો તને તારો ડાબો હાથ ટીપીને મળવું પડે. એ જ સાચો ઉત્તર કે પછી સટીસફાય આન્સર આપી શકશે. તું જ કહેતી હતી ને કે એ સાલો સમસ્ત બ્રહ્માંડનું જ્ઞાન લઈને બેઠો છે." જાસ્મીને વાત પૂરી કરી.

"એ પોતાનું જ્ઞાન વેંચવા પણ મળતો હોય...!! તો એને પૂછું ને. સાલો કંઈ દુનિયામાં રહે એ જ સમજણ ન પડે. વિચારશીલ આદમી નીકળ્યો. પણ સાચે મને ક્યારેક એમ લાગે કે કોઈ સાયકોલોજિસ્ટને જઈને મળવું પડશે..! કેમ કે મને સપના હેરાન કરી રહ્યાં છે. ઊંઘમાંથી ઉઠીને હું પરસેવાથી રેબઝેબ થઈ જાઉં છું. ક્યારેક જોરથી ચિલ્લાવી દઉં છું...!" બાનીએ કહ્યું.

"ચીલ યાર..!! જે એબ્રોડ જવાનો તારો નિર્ણય છે. એ બેસ્ટ છે. લાઈફમાં કશુંક નવું..!" જાસ્મીને વાતને પડતી રાખી અને તરત પૂછ્યું, " અચ્છા..!! બાની તે કહ્યું નહીં કેવા સપના આવે છે તને??"

"અરે યાર મને કહેવા પણ ઝીઝક થાય છે..." બાનીએ અણગમતો દેખાડતા કહ્યું.

"કહે ને. મને ખબર પડે." જાસ્મીને બાનીના હાથ પર હાથ રાખતાં કહ્યું.

"કહી દઉં??" બાનીએ એકદમ બાળકીની જેમ કહ્યું.

"હા." જાસ્મીને કહ્યું.

"હું..હું કોઈનું ખૂન કરી રહી છું. પિસ્તોલથી. એ સફેદ પહેરેલા ઝબ્બાદાર નું મર્ડર કરી રહી છું. એના સીનામાં ધાગ ધાગ કરતી છ યે છ બુલેટ ઉતારીને એના મૃત્યુ બાદ જાણે મારા આત્માને શાંતિ મળી રહી હોય તેવું હું મહેસૂસ કરતી હોઉં. લોકો મારી પ્રશંસા કરી રહ્યાં હોય...!!" એટલું બોલતાં તો બાની પરસેવાથી રેબઝેબ થઈ ગઈ.

"બાની...!! ચીલ..!!" બાનીનો ચહેરો જોતા સાંત્વના આપતા જાસ્મીને કહ્યું, " અરે બાની રિલેક્સ..!! એવું કશું હોતું નથી. એવા સપના તો આવતા જતા રહે.."

"નહીં નહીં એ સપનું નથી. પૂરું સ્પષ્ટ ચિત્ર દેખાતું હતું." બાનીએ વાત પર કાયમ રહેતાં કહ્યું.

"અરે હા બાની. તું એક શૂટર રહી હતી ને સ્કૂલ લેવલ પર. કદાચ એટલે હોઈ શકે આવું સપનું..!!" ધ્યાન ભટકાવા માટે જાસ્મીને કહ્યું.

"પણ એ ફક્ત એક વાર આવીને નથી ગયું. એ હંમેશા મારા સપનામાં આવી રહ્યું છે. તું વાત ને સમજ જેસ્સ..!!" અડગ રહેતાં બાનીએ કહ્યું. પરંતુ જાસ્મીનને પણ સમજ ન પડી કે બાનીને હેન્ડલ કેવી રીતે કરે..!! ત્યાંથી જ સવાર થતો ભેલપુરી વાળા ભાઈને રોકતાં કહ્યું," ભૈયા ભેલપુરી બનાઓ."

"જો બાની તારું ફેવરીટ ભેલપુરીવાળો આવી ગયો." જાસ્મીને કહ્યું.

"અરે , ભૈયા થીકા જ્યાદા.." બાનીએ તરત કહ્યું.

એ સપનાની વાતને પડતી રાખી બંને ભેલપુરી ખાવામાં મગ્ન થયાં.

****

'બાનીનો પ્રેન્ક વિડિઓ ..!! ના ભાઈ એ ઘણી તેજ છે. એવું મેં તમારી પાસેથી જ સાંભળ્યું છે. થપ્પડ મારી દેશે ભાઈ.' કેમ ભાઈ એવું જ કંઈક કહી રહ્યો હતો ને એહાન ડરતાં ડરતાં?? બાની પર પ્રેન્ક વિડિઓ બનાવવા પહેલા?? " પ્રેન્ક વિડિઓ પૂરો થઈ જતાં ક્રિશે કહ્યું. તેઓ હજુ પણ બીચ પર જ ઉપસ્થિત હતાં. પરંતુ બાની અને જાસ્મીન ત્યાંથી થોડે દુર નીકળી ગયા હતા. પણ વ્યવસ્થિત રીતે બાનીનો પ્રેન્ક વિડિઓ શૂટ થતાં જ બધા જ ફ્રેન્ડો ખૂબ ખૂશ હતાં. હાલાકી આ બધું જ ઇવાનના કહેવાથી થયું છે એનાથી બાની બેખબર હતી.

"હા પછી ઈવાને શું કહીને મનાવ્યો હતો એહાનને..??" રહેમાને હસતાં પૂછ્યું.

“મારી દેશે તો ખાઈ લે જે બે ચાર. એ તને નથી ઓળખતી એટલે જ કહી રહ્યો છું. પણ એનો પ્રેન્ક વિડીઓ કરવાનો જ છે. યાદગીરી માટે. એ જઈ રહી છે એમ પણ એબ્રોડ.” ક્રિશે જે ઈવાને કહ્યું હતું એવું જ હૂબહૂ કહીને દેખાડ્યું.

બધા જ ફ્રેન્ડો ખૂશ થતાં મજાક કરતા કેમેરો સ્ટેન્ડ વગેરે સામાન સમેટીને નીકળવા લાગ્યા અને ચાલતા ચાલતા વાતે વળગ્યા.

"પણ મને એવું લાગે છે કે બાનીને કહી દેવું જોઈએ કે ઈવાને જ પ્રેન્ક માટે કીધું હતું." ક્રિશે કીધું.

"હા કહીશું મળશે એટલે.." ઈવાને હસતા હસતા કહ્યું અને બીજા ફ્રેન્ડો પણ હસ્યાં.

પરંતુ ત્યાં જ બાનીની નજર આવતી ઈવાન ટોળકી પર પડી.

"અરે જેસ્સ ઈવાન શું કરી રહ્યો છે? એ..એ અત્યારે પ્રેન્ક વિડિઓ આપના પર બનાવી ગયો એ જ છોકરો દેખાય છે ને એની સાથે...??" જાસ્મીનને પૂછતાં બાનીએ કહ્યું.

ત્યાં જ ઈવાન ટોળકીની નજર પણ બાની જાસ્મીન પર પડી.

"એહાન અબ તું તૈયાર હો જા.. અબ પક્કા માર ખાના પડેગા." ક્રિશે બંને હાથથી ટાળી વગાડતાં બાનીને જોતા જ કહ્યું.

"અરે એહાન પહેલા હું મરી ગયો સમજ..!!" ઈવાને કૂદકો મારતા કહ્યું કારણ કે જે રીતે બાની રેતીમાં પણ ભાગતી આવતી નજરે દેખાતી હતી તે જોતા તો ઈવાનનું આવી બન્યું હતું..!!

જાસ્મીન બાનીના પાછળ ધીમે રહીને આવી રહી હતી.

"અબે તેરી...!! તું અહીંયા શું કરી રહ્યો છે બે..!!" બાનીએ ઈવાનને ધક્કો મારતા કહ્યું.

"એ ફરવા આવ્યો છે." ક્રિશે ટાપસી પૂરી.

"ઘં....ટા. ફરવા..!!" બાનીએ ગુસ્સાથી કહ્યું. બીજા બધા ફ્રેન્ડો હસ્યાં.

"સાલો એ મારી પ્રેન્ક કરીને લઈ રહ્યો હતો ત્યારે તને મજા પડતી હતી એમ ને..!!" મુઠી વાળીને ઈશારો કરતા બાનીએ કહ્યું.

"હા..!! બાની હા. આ આખી આઈડિયા ઈવાનની.." ક્રિશે તડકો આપ્યો.

"ઈ..વાન..!!"બાની ચિલ્લાવી. જાસ્મીન પણ બાની પાસે પહોંચીને ઊભી થઈ ગઈ.

"ઓહ માય ગુડનેસ...આ લીસી મછલી છે કોન??" ઈવાનની નજર જાસ્મીન પર પડતા કહ્યું.

"ઓહ હેલો એને છોડ. તું વાતને ફટકાવ નહીં." બાનીએ જાસ્મીનનો હાથ પકડી પોતાની પાછળ છુપાવતાં કહ્યું.

"ટુ હોટ..!! બાની. પ્લીઝ ઈન્ટ્રો કરાવી દે."ભીખ માગતો હોય તેમ ઈવાન જાસ્મીનને જોતા જ બાનીને કહેવા લાગ્યો.

"ખબરદાર જાસ્મીન પર કોઈએ ડોળા નાંખ્યા છે તો. એ મારો માલ છે." બાની હજું પણ જાસ્મીનને પાછળ સંતાડતા કહેવા લાગી.

"અમમમ..લેસ્બિયન..!!" ક્રિશ પાસે જવાબ રહેતો જ. રહેમાન ચૂપચાપ હસી રહ્યો હતો.

"હા એવું જ છે." બાનીએ કહી દીધું.

આ ઈવાન અને બાની ગ્રુપની પૂરી લડાઈ એહાન અદબથી સાંભળી રહ્યો હતો. જ્યારે જાસ્મીન પણ પૂરેપૂરી લિજ્જત માણી રહી હતી.

"ઈવાન આય વૉર્ન યુ. તારા ડોળા કાઢી નાંખીશ. જાસ્મીન આપણા ટાઇપની નથી. મારી જરા પણ મરજી નથી કે એનો ઈન્ટ્રો કરાવું કે પછી આપના ગ્રુપમાં સામેલ કરું." બાનીએ કહ્યું, " ચલ જેસ્સ હું આ બધાને પછી નિપટીશ. નહિ તો ઈવાન સહિત તને બધા ગળી જશે."

"એહાન એવો નથી." ક્રિશે ફટથી કીધું. આ સાંભળતા જ બાનીની નજર એહાન પર ગઈ જે ક્યારનો ચૂપચાપ બધું જ સાંભળી રહ્યો હતો.

"અવવવ..તો મિસ્ટર.. !! તું ક્યારથી ઈવાનને ઓળખે છે?? એનાથી બચીને રહેજે. એ સારા લોકોને જ બગાડતો હોય છે." બાનીએ ઈવાનનું બધું કાઢી નાખ્યું.

"થેંક્સ બાની. આને હું મારી તારીફ સમજું કે પછી બદલો.?" ઈવાને પૂછ્યું.

"હું થોડુંક કહીશ અહીંયા...!! ઈવાન એટલે ચાહતો હતો બાનીનો પ્રેન્ક વિડિઓ શૂટ કરવા માટે કેમ કે બાની એબ્રોડ જઈ રહી છે. તેથી એની યાદગીરી માટે." એહાને જે હતું એ કહી દીધું પરંતુ એને બાની સામે જોવા વગર પૂરા ગ્રૂપને સંબોધતા કહ્યું જેથી થિકી મીઠી તકરાર બંધ થઈ શકે.

બાની એ એહાન નામના બચ્ચાંને જોતી રહી પણ એહાને એના સામે એક નજર પણ ફેંકી નહિ. બાની તરત જ સમજી ગઈ કે એ ક્યાં પ્રકારનો ઇન્સાન હતો.

"ઓ હો માય ડાર્લિંગ. મારા માટે એટલું બધું વિચારે છે.."ઈવાનનાં બંને ગાલે જોરથી ચીમટો ભરતાં દાંત ભીડીને બાનીએ કહ્યું.

"બાની મેં તારું વિચાર્યું. હવે તું મારુ તો વિચાર." ઈવાને ગાલને છોડવતા કહ્યું.

"શું?" બાનીએ પૂછી પાડ્યું. ઈવાને ઈશારો કરતાં જાસ્મીન તરફ નજર કરી બતાવી.

"અબે તારી..." બાનીએ જબાન પર કંટ્રોલ કરતાં કહ્યું," અબે મારા જીભ પર ગાળ ડાન્સ કરી રહી છે. એ બહાર આવીને તાગડધીના ન કરે એટલે હું નીકળું છું. ચલ જેસ્સ." બાની એહાનની સામે કશું વધારે બોલવા માંગતી ન હતી એટલે એ જાસ્મીનનો હાથ પકડી પૂરા ગ્રૂપને બાય કહીને ત્યાંથી નીકળી ગઈ.

****

“એહાન. જો મગજમારી નહીં જોઈએ. વિડિઓ શુડીયો બનાવીને તારું પેટ ભરાવાનું નથી. થોડું પ્રેક્ટીકલ વિચાર.” મોમે ગુસ્સાથી કહ્યું. કેમ કે મોમ હવે જાણી ચૂકી હતી કે એહાન પ્રેન્ક વિડિઓમાં પડ્યો છે.

“સાથ આપવાનું તો છોડો. પણ ઉપર ઉડાવાના બદલે પાંખ જ કાંપી નાખવી એવી મા મળી છે. શું કરવું?” એહાન ધીમેથી બોલ્યો.

“શું બોલ્યો? જોરથી બોલ ને?” મોમે રાડો પાડતાં પૂછ્યું.

“સારી જોબનો કોલ ના આવે ત્યાં સુધી હું ફક્ત મારા ખાલી સમયનો સદુપયોગ કરું છું.” એહાને આજ્ઞાકારી ભાષામાં મોમને કહ્યું.

“તારો સમય ક્યાં વેડફી રહ્યો છે એ બધું જાણું છું હું. તારા લફડાબાજ દોસ્તોથી દૂર રહે એટલું કરી દે ફક્ત.” મોમે હાથ જોડીને ગુસ્સાથી કીધું અને એ કિચનમાં જતાં રહ્યાં.

“અરે મોમ તારો આ દીકરો એક દિવસ એવું કામ કરશે કે તને સુપર પ્રાઉડ ફીલ કરાવશે.” એહાને મોમને કિચનમાં સંભળાય એવી રીતે જોરથી કહ્યું.

“અરે જા...જા..!! સુપર વાળો..!! ત્યાં ઢોસા રાખ્યાં છે તે ખાઈ લે.” મોમે કહ્યું અને એહાન હસ્યો. “આઈ લવ યુ મોમ.” નો રણકાર પોતાના દિલમાંથી એહાનને સંભળાયો.

ત્યાં જ ઈવાનનો મેસેજ આવ્યો. " બાની તને મળવા માંગે છે."


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED