#KNOWN - 33 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 33

માધવીએ આદિત્યનાં હાથને લઈને નાડી તપાસી જોઈ પણ તેમાં સહેજ પણ ધબકારા નહોતા વાગી રહ્યા.
માધવી ચીસો પાડતી રોવા લાગી. તેને આદિત્યનું લોકેટ લઈને હાથે કરીને આદિત્યનાં ગળામાંનું લોકેટ કાઢવાનો પસ્તાવો થવા લાગ્યો. તેને કંઈજ ખબર નહોતી પડતી કે તે શું કરે !!

અચાનક માધવીના મગજમાં એક વિચાર આવ્યો.તે ફટાફટ ઉભી થઇ અને પોતાની બેગમાંથી કાંઈક શોધવા લાગી. તેણે બેગને ફંફોસ્યું અને તેમાંથી આત્મા શોધવાનું યંત્ર બહાર કાઢ્યું. તેની આંખોમાંથી હજુ પણ અશ્રુધારા વહી રહી હતી. યંત્ર ખોલીને તે આસપાસ ચાલવા લાગી. માધવી પોતાના પગમાં ધ્રુજારી અનુભવી રહી હતી. અચાનક ગ્રીન લાઈટ થતા તેને સિગ્નલ મળ્યું. માધવીને સહેજ રાહત થઇ.

"આદિત્ય, કેન યુ સી મી?? યસ હોય તો એક વાર લાઈટ બ્લિન્ક કરાવ." માધવીએ હવામાં ચહેરો લટકાવતા પૂછ્યું.

માધવીના કહેવાથી તરત રૂમમાં એક લાઈટ બ્લિન્ક થઇ. માધવીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

"ઓક્કે આદિ તું મને જોઈ શકે છે મતલબ તું મને કંઈક જણાવી શકીશ?? હજુ તારી પાસે પુનઃ સજીવન થવાના ચાન્સીસ છે. યસ હોય તો વન બ્લિન્ક, નો હોય તો ટુ બ્લિન્કસ."

ફરી એક જ વખત લાઇટનો પ્રકાશ ચાલુ બંધ થયો.

માધવીએ બાથરૂમ તરફ જવાનું આદિત્યને સૂચવ્યું, પણ આદિત્ય ત્યાં આવવા અસક્ષમ હતો. માધવીએ રૂમમાં રહેલા મિરર તરફ જોતા કાંઈક વિચાર્યું.

"આદિ આ મિરરમાં તુ મને જે જણાવવા ઈચ્છે છે એ જણાવ." માધવીએ પોતાની લિપસ્ટિક તે મિરર પાસે મૂકતા કહ્યું.

"મને ફરી સજીવન કરવા મારા બંધ ફોનને ચાલુ કર."

મિરર પર આ શબ્દો માધવીના નયનો પર અંકાઈ ગયા. તે દોડતી આદિત્યનો ફોન શોધવા લાગી. ફોન મળતા જ તેણે તેને ફરી ચાલુ કરી દીધો. ફોન ચાલુ કરતા જ આદિત્યમાં પ્રાણ પુરાયા હોય એમ તે પુનઃ બેઠો થયો.

"આ બધું શું છે આદિત્ય?? હું એટલું તો જાણી ગઈ કે તું મૃત્યુ નહોતો પામ્યો બસ તારી આત્માને આ ફોનમાં કેદ કરવામાં આવી હતી પણ શા માટે??" માધવી એકસાથે સવાલોના મારા આદિત્ય પર ચલાવવા લાગી.

"અરે એક મિનિટ, મારી પૂરી વાત તો સાંભળ... આ બધું હાથે કરીને ઉભું કરવામાં આવ્યું હતું.
મારી મોમ નહોતી પણ કોઈક સ્ત્રી જ હતી તે...
આ બધું તારા લીધે જ થયું. જાળ પાથરી અને ફસાઈ ગયા એવો ઘાટ કર્યો તે તો. શું કરવા રૂમની બહાર નીકળી હતી?? હમ્મ !!
કોને પૂછીને તે મારું લોકેટ મારા ગળામાંથી કાઢી દીધું હતું??" આદિત્ય ગુસ્સામાં લાલપીળી આંખો કરતો માધવી પર બરાડી ઉઠ્યો.

"સોરી.. મને માફ કરી દે..હું થોડી ડરી ગઈ હતી મોમને જોઈને... " માધવી આટલું કહીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી..

"મોમ?? કોની મોમ??"

"મારી મોમ... " માધવીએ પોતાની સાથે ઘટેલ દરેક ઘટના કહી સંભળાવી. માધવીની વાત સાંભળીને આદિત્યનો ગુસ્સો શાંત થયો. તેને માધવીને બહુ બોલવા પર પસ્તાવો થયો.

"સોરી માધવી, હું ગુસ્સામાં બહુ બોલી ગયો."

"ના ના હું સોરી કહું છું. મારે તારું લોકેટ નહોતું લેવું જોઈતું."

"જવા દે એ બધું ભૂલી જા. આ એક જાળ હતી જેમાં આપણે ફસાઈ ગયા. હવે અફસોસ કરવાનો અર્થ નથી. આગળ શું કરશું અનન્યાને બચાવવાં એ કહે."

"કેમ??"

"લે, લઇ ગયા મેડમ.. મોમની કાચની પેટી લઇ ગઈ એ..."

"ઓહહ ગોડ હવે શું કરશું??કંઈજ ખબર નથી પડતી."

"આપણે હવે અહીંથી નીકળીએ. હાલમાં આપણા માટે કાલીઘાટ જવાનું વધારે યોગ્ય રહેશે. ત્યાં જઈને આગળ શું કરશું એ નક્કી કરશું."

આદિત્યના આટલું બોલતા માધવી ફટાફટ રેડી થઇ અને તેઓ હોટેલમાંથી ચેકઆઉટ કરવાની વિધિ કરવા લાગ્યા. તે રિસેપ્સનિસ્ટ ફરી એ જ નજરોએ માધવી સામું તાકી તાકીને જોઈ રહી હતી.

માધવીએ તેને ધ્યાનમાં ના લીધું. તે લોકો હજુ ગેટ પાસે પહોંચ્યા જ હશે કે તે રિસેપ્સનિસ્ટ તેમની પાસે દોડતી આવી. આદિત્ય અને માધવી પણ તેને જોઈને વિચાર કરવા લાગ્યા.

"સર, મેમ મારે તમને કંઈક આપવું છે. કેન આઈ??"

"શું આપવું છે તારે??" આદિત્ય નવાઈ પામતા બોલ્યો.

તે છોકરીએ પોતાના હાથ પાછળ રહેલ ગીતા કાઢીને માધવી તરફ ધરી.

"આ તું અમને કેમ આપે છે??" માધવીએ કહ્યું.

"હું નેહા છું. રૂપાબાઈની છોકરી. અહીંયા 2 મહિનાથી નોકરી કરું છું. મારી માઁના મોત વિશે પણ જાણું છું અને પૂરી હકીકત પણ. કદાચ આ સંજોગ જ કહેવાય કે આપણે મળી શક્યા. આ ગીતા છે. તમારી લડતમાં જરૂર સાથ આપશે." નેહાએ ગીતા માધવીના હાથમાં સોંપતા કહ્યું.
માધવીએ તેનો દિલથી આભાર માન્યો અને તેઓ ત્યાંથી રવાના થયાં.

સવારનો સુરજ પૂર્ણરૂપે ખીલી ગયો હતો. પક્ષીઓનો કલરવ ચહેકી રહ્યો હતો. હવે તેઓ માત્ર કલાક જ દૂર હતા. કારની અંદર બે વ્યક્તિ હોવા છતાંય નીરવ શાંતિ હતી. એવામાં જ શાંતિ ચીરતી આદિત્યના ફોનમાં રિંગ વાગી. આદિત્યએ તરત ફોન ઉપાડીને કાને ધર્યો.

"હેલો... હેલો કોણ?? હેલો... કોણ બોલો છો??"

"તારી ડિયર મોમ બેટા.
પોતાની જ માઁનો નાશ કરવા નીકળ્યો હતો તું એનું તને ભાન છે??"

"મોમ તમે શું કામ આવું કર્યું??" બોલતા બોલતા આદિત્યની આંખોમાં આંસુ આવી ગયા.

"મોમ નથી હું તારી... મારી કોખે નથી જન્મ્યો. મારે તો બસ મારું કામ પૂર્ણ થાય એવું કરાવવું હતું. જેમાં હું તને છેલ્લીવાર પૂછું છું કે તું મને સાથે આપીશ???"

"ક્યારેય નહીં આપું મોમ. સંબંધની ગરીમા તે જાળવી નથી તો હું પણ તને કોઈ મદદ નહીં કરું." આટલું બોલીને આદિત્યે ફોન કાપી નાખ્યો.

"સરસ આદિત્ય. તું તારી મોમની સામું થયો છું એ વાત હવે શીલાને પચશે નહીં."

એટલામાં કાલીઘાટ આવી જાય છે. આદિત્ય અને માધવી ઉતરીને ફટાફટ મંદિરના પગથિયાં ચઢવા લાગે છે.

"અરે! તમે આવી ગયા?? અનન્યા ક્યાં??" પૂજારીએ આદિત્ય અને માધવી સામું જોતા પૂછ્યું.

"જતું રહ્યું બાબા, જેની જરૂર હતી એ હાથમાંથી જતું રહ્યું." આદિત્યએ નિરાશ ચહેરે કહ્યું.

"હવે શું કરીશું આગળ?? તમે જ કહો." માધવીએ ચિંતાતુર સ્વરે કહ્યું.

"હવે ક્યાંથી શક્ય બનશે માધવી. શીલાની આત્મા જેમાં કેદ હતી એ તો હવે આપણા હાથેથી નીકળી ગયું.
હવે તો અનન્યા ખુદ અત્યારે જ આપણી સમક્ષ આવી જાય તો એને અહીંયા મંદિરમાં રાખી શકીએ આજ રાત સુધી. બાકી બીજો કોઈ ઉપાય મને નથી જડતો. આજે રાતે જ અનન્યા બચી શકશે અથવા તો-..."

એટલામાં આદિત્યના ફોનમાં રિંગ વાગી. ડિસ્પ્લે પર અનન્યાનું નામ વાંચીને આદિત્ય ખૂબજ ખુશ થઇ ગયો.

(ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED