Setu - 13 - last part books and stories free download online pdf in Gujarati

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 13 - અંતીમ ભાગ

અંતીમભાગ - 13

સેતુએ અહી હાજર બધાની વચ્ચે ઉભા રહીને, પ્રોમિસ લેવા લંબાવેલ પોતાના હાથમાં, અહી હાજર દરેકે-દરેક સભ્યો પોતાનો હાથ મુકી પ્રોમિસ આપવા સેતુની નજીક આવે છે.
સેતુના પ્રોમિસ લેવા માટે લાંબા કરેલા હાથમાં સૌથી પહેલો હાથ ડોક્ટરશાહનો પડે છે.
ડૉક્ટરશાહનાં હાથ ઉપર બીજા નંબરે સેતુના દાદી શારદાબેન પોતાનો હાથ રાખે છે.
ત્યાર બાદ સેતુનાં મમ્મી-પપ્પા, રમેશભાઈ અને મીનાબેન પણ પોતાના હાથ મુકી પ્રોમિસ આપે છે.
ડૉક્ટર દીપ્તિ પણ સેતુના હાથમાં હાથ મૂકી પ્રોમિસ આપવા ધીરે ધીરે આગળ આવી રહી છે.
દીપ્તિ નજીક આવી બધાની જેમ સેતુને પ્રોમિસ આપવા જેવો પોતાનો હાથ મુકવા જાય છે,
ત્યાં જ...
સેતુ : એક મિનિટ
આટલુ બોલી સેતુ, અત્યારે જે એનાં હાથમાં પ્રોમિસ આપતાં ચાર હાથ હતાં,
જેમાં સૌથી ઉપર સેતુના પપ્પાનો અને એની નીચે તેની મમ્મી
મીનાબેનનો, એની નીચે સેતુનાં દાદી અને ડાયરેક્ટ સેતુના હાથમાં જે ડૉક્ટરશાહનો હાથ હતો,
એમાંથી
સેતુ તેના મમ્મી-પપ્પાને ઉપરથી બંને હાથ લઇ લેવા કહે છે.
સેતુની આ વાત સાંભળી સેતુનાં મમ્મી-પપ્પા બંને સેતુની સામે જુએ છે, અને સેતુને કહે છે,
મમ્મી-પપ્પા : અમે સાચું પ્રોમિસ કરીએ છીએ બેટા.
સેતુ : વાત એ નથી મમ્મી-પપ્પા, તમે બંને એકવાર તમારા હાથતો લો.
સેતુના મમ્મી-પપ્પા બન્ને ઉપરથી તેમનાં બે હાથ લઈ લેતા,
સેતુ ડોક્ટર દીપ્તિને
સેતુ : હવે તમે મુકો હાથ
દીપ્તિ હાથ મૂકે છે.
ત્યારબાદ સેતુ એના મમ્મી-પપ્પાને ફરી હાથ મૂકવા જણાવે છે.
સેતુના હાથમાં અત્યારે પાંચેય વ્યક્તિઓનાં પ્રોમિસ આપતા હાથ છે, અને એ પાંચેય હાથમાં બરાબર વચ્ચેનો હાથ ડોક્ટરદીપ્તિનો છે.
સેતુ : જુઓ તમે બધાએ મને પ્રોમિસ કર્યું છે.
તો હું જે રસ્તો કાઢું તે અપનાવવો પડશે.
બોલો, હા કે ના ?
બધા ફરી એક બીજાની સામે જોઈ, ચહેરા પર થોડી હળવી મુસ્કુરાહટ સાથે હા કહે છે.
પણ બોલને સેતુ બેટા ડોક્ટરદીપ્તિ મેડમ ક્યાં રહેશે ?
સેતુ : તો સાંભળો, અત્યારે આપણા બધાનાં હાથની બરાબર વચ્ચે દીપ્તિમેડમનો હાથ છે, તે પ્રમાણે
થોડો સમય એ આપણા બધાની વચ્ચે રહેશે.
સેતુનો ફેંસલો, કે નિવારણ આમ યોગ્ય તો હતુ, પણ
સાચી સમજ કે ખબર ના પડે તેવુ ગોળ-ગોળ પણ હતુ.
છતાં બધા એકસાથે સેતુને બીજો સવાલ કરે છે.
કે સેતુ બેટા,
તુ કહે છે તેમ, થોડો સમય એ આપણી બધાની વચ્ચે રહેશે,
પણ પછી ?
થોડા સમય પછી ક્યાં રહેશે ?
સેતુ એક ક્યુટ નજરથી દીપ્તિમેડમ સામે જોતા એટલાંજ ક્યુટ અને મીઠા શબ્દોમાં
સેતુ : થોડો સમય પછી...
બોલીને સેતુ ફરી થોડીવાર માટે રોકાઈ જાય છે.
બધા સેતુના મોઢેથી નીકળવા વાળા આગળના શબ્દો સાંભળવા સેતુની સામે ઉત્સુકતાથી જોઈ રહે છે.
અને ફરી બધા પુછે છે.
બોલને બેટા, થોડો સમય એ આપણા બધાની વચ્ચે રહેશે પણ પછી,
પછી ક્યાં રહેશે ?
સેતુ દીપ્તિ મેડમ સામે નજાકત અને મસ્તીભરી નજરે જોઇ
સેતુ : થોડા સમય પછી મારી ફોઈ, ફુવા સાથે રહેશે.
આ સાંભળી દીપ્તિ અચાનક શરમાઈ જાય છે.
પણ બાકીના બધા ઘણા સમયથી શાંત રહેલ માહોલને તાળીઓનાં અવાજથી ગુંજતો કરી નાખે છે.
દીપ્તિ શરમાઈ ગઈ હોવા છતાં ઉમળકાભેર હરખાઈને સેતુને પોતાની પાસે ખેંચી, ગળે લગાવી, શરમથી પોતાનું મોઢું સેતુનાં નાના ખભા પર છુપાવી લે છે.
અત્યારે સૌથી વધારે ખુશી ડૉક્ટરશાહને થઈ રહી છે.
કેમકે
આજ સુધી દીપ્તિ મેરેજની વાતને ઇગ્નોર કરતી આવી છે, અને આજનો દીપ્તિનો લગ્ન માટેનો મૌન એકરાર જોઈ તે ખુશ થાય છે.
હવે આવી સુંદર ઘડી અને આવા દ્રશ્યને પોતાના મોબાઈલમાં સમાવી લેવા રમેશભાઈ અને ડોક્ટરશાહ પણ,
બંને પોતપોતાના મોબાઈલ કાઢે છે, અને દીપ્તિ, જે અત્યાર સુધી શરમથી પોતાનુ મોઢું છુપાવી રહી હતી તેને થોડુ ઉપર જોવા કહે છે.
ત્યારે સેતુના ખભે શરમથી મોઢું છુપાવીને આ બધા લોકોથી થોડે દુર બેઠેલ દીપ્તિ થોડી ગંભીર થયેલ જોતા
સેતુ દીપ્તિ મેડમને
સેતુ : શુ થયુ ?
સેતુના શબ્દો સાંભળી દીપ્તિ પહેલા સેતુ સામે, પછી તેની મમ્મી શારદાબેન સામે ત્યાર બાદ ભાઈ-ભાભી રમેશભાઈ અને મીનાબેન સામે મૂંઝવણ ભરી નજરે જુએ છે, અને છેલ્લે છલોછલ ભરેલ લાગણીભરી એક નજર તેના પપ્પા..... ડોકટરશાહ તરફ કરે છે.
બધા ફરી શાંત થઈ, દીપ્તિની મુંઝવણ વિશે વિચારે એ પહેલા તો સેતુ દીપ્તિ મેડમને
સેતુ : હવે કોઈ ગંભીર ન થાવ, પ્લીઝ... જે હોય તે સામસામે જણાવી દો.બધા હાજરજ છે
સેતુની વાત સાંભળી, દીપ્તિ સેતુના કાનમા કંઇક કહે છે.
બાકી બધા શુ થઈ રહ્યુ છે ? ની મૂંઝવણમા છે.
ખાસ તો ડૉક્ટર શાહ.
સેતુ દીપ્તિ મેડમની વાત કાનમાં સાંભળી ફરી પહેલાંની જેમ બધાની વચ્ચે આવે છે.
આ વખતે બધા ફરી, સેતુ વચ્ચે આવી દીપ્તિ મેડમે એવી કઈ વાત કહી હશે સેતુને, તે જાણવા ઉત્સુક થઈ જાય છે, અને શાહ થોડા ગંભીર, શાહને મનમાં એમ કે મારા નિર્ણય,સ્વભાવ કે ન્યાય વિરૂદ્ધની તો કોઈ વાત નહીં હોયને ?
ત્યાંજ સેતુ
સેતુ : તમે બધાએ મને એક પ્રોમિસ તો આપ્યું, અને બધાએ એ પ્રોમિસ વાળી મારી પહેલી વાતને, હસતા મોઢે માન્ય રાખી સંમતી પણ આપી.
પરંતું હવે
તમારા બધા પાસેથી એક પ્રોમિસ દીપ્તિ મેડમને પણ જોઈએ છે.
બોલો આપશો પ્રોમિસ ?
બધા ખખડીને, અને શાહ થોડા ધીમા અને ગંભીર થઈ હા કહે છે.
સેતુ ફરી પોતાનો હાથ આગળ કરી ડૉક્ટર શાહ સામે હળવી સ્માઈલ આપતાં...
સેતુ : દીપ્તિમેડમની લગ્ન માટે એક શર્ત છે.
બધા એક સાથે, હા બોલ બેટા, શુ કહેવું થાય છે દીપ્તિનુ ?
સેતુ : ( મલકાતા-મલકાતા) દીપ્તિ મેડમનું કહેવું એમ થાય છે કે, તે લગ્ન તો એક શરતે કરશે અને તે શર્ત છે, કે કન્યાદાન દીપ્તિ મેડમના પપ્પા... ડૉક્ટર શાહ કન્યાદાન કરે
આટલુ સાંભળતાજ બધા એક સાથે ધડાધડ નાના છોકરાઓની જેમ સેતુના હાથમાં પ્રોમિસ આપવા હરખાઈને પોતાના હાથ મુકી દે છે.
આ જોઈ, સેતુના હાથમાં પ્રોમિસ આપવા હાથ મુકીને ઊંધા ઊભેલા ડૉક્ટર શાહને, દીપ્તિ પાછળથી કસીને ભેટી પળે છે. ડૉક્ટર શાહ સીધા થઈ, ભાવવિભોર થઈ દીપ્તિને ગળે લગાવે છે. બન્નેના ખભાનો ભાર અત્યારે એકબીજાના આંસુ હળવો કરી રહ્યાં છે.
આટલુ ભાવુક અને લાગણીસભર દ્રષ્ય જોતાં, આ બાપ-દીકરીના મિલનની ઘડી ને, તેમજ આ સુખદ ઘડીની સાચી હકદાર સેતુ, જે અત્યારે ડૉક્ટરશાહ અને દીપ્તિની બાજુમાં જ ઊભી છે, તે ત્રણેને પોતાના મોબાઇલમા એક યાદગાર તસ્વીરમાં સમાવી લેવા, સેતુના પપ્પા રમેશભાઈ પોતાનો મોબાઇલ કાઢી ફોટો લેવા જાય છે.
આ જોઇ જતા, સેતુ તેનાં પપ્પાને
સેતુ - એક મિનીટ,એક મિનીટ, એકલો અમારોજ ફોટો કેમ ?
આપણે બધા હાજર છીએ તો ગ્રુપ ફોટો કેમ નહીં ?
લાવો પપ્પા, તમારો મોબાઇલ મને આપો આજે આખા પરિવારની સેલ્ફી હું લઈશ.
ત્યારબાદ બધા, એજ ઓટલા પાસે ગ્રુપ ફોટો લેવા માટે ગોઠવાઈ જાય છે.
સેતુ એકલી મોબાઈલ લઈને સેલ્ફી લેવા એ જ ઓટલાની ઉપર અને બાકીના બધા નીચે ઊભા છે.
મોબાઇલ સેતુનાં સેલ્ફી લેવા લંબાયેલા હાથમા છે.
દરેકની નજર મોબાઇલનાં સ્ક્રીન પર છે.
સેતુ જેવું મોબાઇલનું લોક ખોલે છે,
મોબાઇલનું લોક ખુલતાં જ મોબાઈલ સ્ક્રીન પર એક ડિપી દેખાય છે
એ ડિપી જોતાં જ, અચાનક ડૉ. શાહ અને દીપ્તિ એકબીજાની સામે જુએ છે.
જી હા, એ ડીપીમાં જે વ્યક્તિનો ફોટો હતો, તે બીજા કોઈ નહીં પરંતું શારદાબહેનના પતિ, રમેશભાઈના પપ્પા, મીનાબહેનના સસરા અને સેતુના દાદા નો હતો.
હવે ડોક્ટર દીપ્તિ અને ડૉક્ટરશાહનું, અત્યારે આમ અચાનક એક બીજા સામે જોવાનું કારણ એ હતું કે, એ ડિપીવાળા વ્યક્તિને તે બંનેએ પોતાના ઘર પાસે, ટ્રાફિક સિગ્નલ પર, કોઈવાર હોસ્પિટલપાસે તો કોઈવાર જાહેર સમારંભોમાં, જ્યાં-જયાં તેઓ ગયા છે, ત્યાં-ત્યાં તે ડિપી વાળા વ્યક્તિને તેઓએ પોતાની ખૂબ જ નજીક અતીનજીક અને અસંખ્યવાર જોયા છે.
ડૉક્ટર દીપ્તિ અને ડૉક્ટર શાહ બન્ને એકબીજાની આંખોથી તે વ્યક્તિનું વારંવાર સામે આવવાનું કારણ સમજી જાય છે. ત્યાંજ સેતુ....
સેતુ : ડૉક્ટર અંકલ, ડૉક્ટર આંટી, અહી મોબાઇલ સામે જુઓ.
મારે કેમેરા ક્લિક કરવી છે.
આમતો અહી સુધી ડૉક્ટરશાહ, ડૉક્ટરદીપ્તિ અને બાકી સેતુ સાથે દરેકે-દરેકને બધા પ્રકારનું ક્લિક થઈ ગયુ હતુ.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
મિત્રો આ વાર્તામા અહી આપણે વિરામ લઇએ
મારી બીજી કોમેડી વાર્તાની સિરીઝ " ચાલો ઠીઠીયા કાઢીએ" માતૃભારતીનાજ પ્લેટફોમ પર ચાલુ થઈ ગઈ છે.
તો હવે આપણે ત્યાં મળીશું.

ક્લિક વિશેષ

મિત્રો
આપણી પાસે જે પૈસા, સોનુ, ચાંદી કે પછી જરૂરી કે કિંમતી મિલ્કતનાં દસ્તાવેજ હોય, તેને આપણે સારામાંસારી અને આપણી નજીકમાં નજીક જે બેંક હોય તે બેંકના લોકરમાં મૂકીએ છીએ.
બરાબર તપાસ કરી આપણે સારામાં સારી બેન્ક એટલાં માટે શોધીએ છીએ કે આપણે આપણી થાપણ, જે લોકરમાં મૂકીએ ત્યાં એ આપણી થાપણ સુરક્ષિત રહે અને જ્યારે જરૂર હોય ત્યારે તે થાપણ આપણને બેંક વાળા કોઈ પણ પ્રકારની આનાકાની વગર અને ખુશી-ખુશી પાછી આપે. બેન્કમાં રાખેલ થાપણ, ભલે તે આપણીજ થાપણ હોય અને એની જવાબદારી પણ ભલે જે તે બેન્કનીજ હોય, આમ છતાં આપણને એની થોડી ચિંતાતો રહેજ છે.
તેમજ આપણે આપણી કેટલી થાપણ બેન્કનાં લોકરમાં મુકી છે, તેનો અંદાજ પણ ચોવીસે કલાક આપણાં મગજમાં રાખીએ છે.
તો મિત્રો, એક દિકરી...
દિકરી કે જેને આપણે પારકી થાપણ કહીએ છીએ
વિચારો આપણે તો આપણી કિંમતી થાપણ માટે સારામાં સારી બેંક શોધી
તો ઉપરવાળાએ જે તે પરીવારમાં કેટલા વિશ્વાસથી દિકરી રૂપી પારકી થાપણ આપી હશે ?
ઉપરવાળાના વિશ્વાસુ અને જેને તે પોતાનો ગણતા હોય મતલબ, ભગવાનનો માણસ.
તોજ અને ત્યારેજ આવા વ્યક્તિને ત્યાં કે એનાં પરિવારમાં દિકરી જન્મે એ માનવુંજ રહ્યુ.
આપણે ખાલી તે દીકરીનું યોગ્ય રીતે પાલન-પોષણ કરવાનું અને એને ભણતર અને ગણતરનાં કોઈ પાઠ બાકી કે અધૂરા ન રહે એટલુંજ ધ્યાન આપવાનું છે.
બાકી બધુ ધ્યાન રાખવા દિકરી રૂપી થાપણનો સાચો માલીક બેઠૉજ છે.
એને ભરોશો પૂરો ભરોશો હોય તેવાજ દંપતીને ભગવાન દિકરી આપે છે.
એને ખબર છે કે, આ દંપતી પાસે દિકરી સચવાશે, એટલુંજ નહીં, જેમ બેંકમાં મુદત પુરી થતા, આપણે આપણી થાપણ પાછી લઈ આવીએ છીએ તેમ
આ દંપતી પણ આ પારકી થાપણની લગ્નની ઉંમર થતા હોંશે -હોંશે અને ખુશી-ખુશી રંગે-ચંગે અને ધામ-ધૂમથી, ઉપર વાળાએ પહેલેથી નક્કી કરેલ દીકરીના જીવનસાથીનાં હાથમાં હાથ આપી દેશે.
ત્યાં સુધીનો વિશ્વાસ ઉપરવાળાને જેની પર હોય એનેજ દિકરીના મા-બાપ બનવાનું નસીબ મળતું હોય છે.

હવે
દિકરી કેવી હોય છે ?

તપ કરતા પણ નાં મળે એવું વરદાન હોય છે દિકરી
પ્રભુનો પ્રસાદ અને પરમેશ્વરનો પડછાયો હોય છે દિકરી
સાથ છેલ્લાં શ્વાસ સુધીનો આપતી હોય છે દિકરી
લાજ કુળની જાળવી અને વધારતી હોય છે દિકરી
ચટ્ટાન જેવી મજબૂત અને પાછી તીતલી જેવી નાજુક પણ હોય છે દિકરી
આંખ બંધ કરીને ભરોશો રાખી શકાય તેવી હોય છે દિકરી
ઉપરવાળાનાં આશીર્વાદ અને લક્ષ્મીનો અવતાર હોય છે દિકરી

હવે આવી દિકરી સામે

હીરા,મોતી,માણેક કે દર દાગીના આ બધીજ જણસો સાથે એક જ્ઞાનની જણસ પણ જરૂરી છે.

કેમકે આ બધી જણસો દીકરીના શણગાર માટે દરેક માબાપ પોતાની શક્તિ પ્રમાણે ખરીદી પણ શકે છે
અને દરેક દિકરી પહેરી પણ શકે છે
પરંતુ આ દર-દાગીના ભલે જરૂરી છે, બાકી એતો દીકરીનો બાહ્ય શણગાર છે.

જ્યારે જ્ઞાન

જ્ઞાન એ દીકરીનો સાચો શણગાર છે
આ શણગાર દીકરીને પગભર બનાવે છે
સાથે-સાથે દીકરીને સ્વમાનથી જીવતાં પણ શીખવાડે છે.
તેમજ સમાજમાં દીકરીનું માન સન્માન પણ વધારે છે.
દિકરી માટે જેટલી જરૂર દાગીનાની ચમકની છે તેટલીજ જ્ઞાનની ચમક પણ જરૂરી છે.

એટલેજ

જ્ઞાનને પણ એક ઘરેણું માનીએ
કેમકે તે અમુલ્ય છે
પુસ્તકને માનીએ પાયલ
કેમકે એનો રણકાર અને ઝણકાર પણ પાયલ જેટલો છે
વીંટીને માનીએ વિદ્યા
કેમકે વીંટી આંગળી ની શોભા વધારે છે, તેમ વિદ્યાથી આખું વ્યક્તિત્વ શોભે છે
અને ડીગ્રીને પણ આપણે દાગીના માનીએ
દર દાગીના જેમ દિકરીના સંકટ સમયમા કામ આવે છે, પરંતુ એકવાર
જ્યારે ભણતર, ભણતરતો આજીવન સાથે રહી દીકરીનો આખો ભવ સુધારશે.
તો ચાલો આજથી એક પ્રતિજ્ઞા લઇએ કે...
જેમ મણકો શોભે માળાએ
તેમ દિકરી શોભે શાળાએ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED