Setu - 4 books and stories free download online pdf in Gujarati

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર- 4

ભાગ - 4

સેતુ પપ્પા રમેશ ભાઈ,એમનાં પત્ની મીનાબેન,એમની દિકરી સેતુ,Dr. શાહ અને એમની દિકરી Dr. દીપ્તિ પાંચ લોકો સાહેબ ની ઑફિસ માં બેઠાં છે. જેમ સેતુ અને તેની મમ્મી રમેશ ભાઈ નાં આ વર્તન વિશે ગૂંચવાયેલા છે અને હકીકત જાણવાં ઉત્સુક છે તેમ Dr. શાહ પણ. પરંતું એમની અસમનજ્સતાં નાં કારણો બે છે. એક કાલે ભલે અડધું પણ જાણ્યું જ્યારે બાકીનું અડધું આજે જાણવા મળવાનું હતું અને વચ્ચે આ પાછું કંઇક નવું આવ્યુ અને એ પણ એકબીજાના રીલેટેડ.બસ,આજ સીચવેશન Dr. દીપ્તિ ની હતી.પરંતું દીપ્તિ ની જાણ માં જે હતુ તેતો માત્ર દીપ્તિ નું અનુમાન હતુ.આ બધાં માટે હકીકત નો પડદો હવે ખુલવાનો હતો.
(અહી સુધી આપણે એક પેઢી એટલે કે સેતુ ની વાત જાણી હવે જાણીએ બીજી પેઢી એટલે કે સેતુ નાં પપ્પા રમેશ ભાઈ ની વાત)
બધાં સેતુનાં પપ્પા સામે જોઈને શાંત બેઠાં છે. સેતુ નાં પપ્પા પોતાની વાત ચાલુ કરે છે.
રમેશભાઈ : સાહેબ,હુ મારાં માતા-પીતા નો એક્નોએક દિકરો હતો.મારાં પપ્પાનાં મારી મમ્મી સાથે બીજા લગ્ન હતાં.મારા પપ્પાની પહેલી પત્ની મૃત્યુ પામી હતી.મારા પપ્પા નાં મધર(એટલે કે મારા દાદી) અમારી ફેક્ટરીનો કારોબાર સંભાળતા હતાં. તેમનાં મૃત્યુ બાદ ફેક્ટરી સંભાળવાની જવાબદારી મારા પપ્પા પર આવી.મારા પપ્પા બહુ સીધા અને ભોળા હતાં.પરંતું અમારી ફેક્ટરીનાં પાર્ટનર બહુ સારા માણસ ન હતા. તેઓ અમારી ફેક્ટરી પડાવી લેવા માંગતા હતાં.એ વખતે મારી ઉંમર દસ-બાર વર્ષની.મને વધારે ખબર પડતી ન હતી.ભાગીદારોએ રોજેરોજ અલગ-અલગ રીતે પપ્પાને હેરાન કરવાનું ચાલુ કર્યું.કોઈ પણ ભોગે તેઓ ફેક્ટરી એમને હસ્તક કરવા અધીરા બની ગયા હતાં.પપ્પા તેમનાં સ્વભાવ પ્રમાણે જયાં સુધી ચાલે ત્યાં સુધી સહન કરી ચલાવે જતા હતાં.ફેક્ટરી ની ઈંનકમ લગભગ બંધ થઈ ગઇ હતી.ભાગીદારો આડાઅવળા ગતકડાં કરી નુકશાનજ બતાવતા. હું થોડો મોટો થતાં મારા ભણતર માટે ભેગી કરેલી રકમ વપરાઈ નાં જાય માટે મારા આગળ નાં અભ્યાસ માટે મારા પપ્પા એ અમેરીકા મોકલી દીધો.અહિયાં પાર્ટનર નો ત્રાસ વધતો ગયો અને એ ત્રાસ એટલો વધ્યો કે છેવટે મારા માતા-પિતાને ફેક્ટરી તો છોડવી પડી સાથે-સાથે બાપ દાદાનું મકાન પણ વેચવાનો વારો આવ્યો. રાજ સુખ મુકીને મારા મા-બાપે એક નાનકડા ઘરમાં પોતાની જીંદગી શરૂ કરી.ત્યાંથી મારા પપ્પાએ ભાગીદારો પર કોર્ટ માં કેસ દાખલ કર્યો. તે કેસ પાછો ખેંચાવા ભાગીદારો મારા પપ્પા પર ટોર્ચર કરવા લાગ્યા.જેથી મારા પપ્પા ને આવા સમય,ટોર્ચર અને આઘાતને લીધે એટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યા.મને આ સમાચાર આપી અમેરીકા થી અહિયાં પાછો બોલાવવામાં આવ્યો. મે જ્યારે આવીને મારાં ઘરની અને મારા માતા-પિતાની આવી દુર્દશા જોઇ હુ પૂરો તુટી ગયો,નાસીપાસ થઈ ગયો. મને જીંદગી માંથી રસ ઉઠી ગયો હતો.હું હિમ્મત હારી ગયો ને મારો અભ્યાસ અધુરો રહી ગયો. આગળ ભણી નાં શક્યો અને એ સમયમાં મારામાં એક એવી કમજોરી ઘૂસી ગઇ કે હુ વ્યસની થઈ ગયો. મારુ મન કેમે કરીને કંઈ કંઈ કામધંધો કરવા તૈયાર ન હતુ.કેમકે હજી હમણાં જ મારી નજર સામે મારી માલિકીનો બંગલો,ફેક્ટરી,ગાડી અને સુખ સાયબી બધુજ હતુ અને અત્યારે આ બધુ છીનવાઈ ગયુ હતુ.હવે એકડેએક થી શરૂઆત કરવા મારુ મન કે મારી છોકરમત જે કહો તે કોઈ કામ કરવા તૈયાર ન હતુ. હું પોતે એક સમયે મરવા તૈયાર થઈ ગયો હતો પરંતુ એક મારી મમ્મી ને કારણેજ એ પગલું ભરી ના શક્યો.મારી મમ્મીથી પણ મારૂં દુઃખ કે મારી આ માનસિક હાલત જોઇ જતી ન હતી કેમકે તેણે મને એટલાં એશોઆરામમાં ઉછેર્યો હતો કે આજે તે પણ મને આ દશામાં જોઇ સકતી ન હતી.એ વખતે મમ્મી નાં ચહેરા પર સાફ દેખાતું હતુ કે જો હુ ન હોત તો એણે પણ મારા પપ્પા ની સાથે મોત વહાલું કર્યું હોત.પરંતું આવુ પગલું તે ફક્ત મારા કારણેજ ભરી શકતી ન હતી.બિલકુલ મારાં જેવીજ સ્થિતી તેની હતી.
એકાદ વર્ષમાં અમે બિલકુલ દયનીય પરિસ્થિતિમાં આવી ગયા હતાં.મારામાં બધાજ અવગુણો અને ખોટી આદતો ભરાઈ ગઇ હતી.એમા ને એમા મારા માથે દેવું પણ થઈ ગયુ હતુ. અચાનક,એક દિવસ મને એક છોકરીનો ભેટો થઈ ગયો તે એજ છોકરી હતી કે જેની સાથે મેં અમેરીકામાં એકાદ વર્ષ અભ્યાસ કર્યો હતો. થોડી ઘણી કોલેજ ગ્રુપમાં હળવી મસ્તી મજાક કરી હતી. મિત્રો એ ખાનગી મા મને કહ્યુ પણ હતુ કે મીનામાં અમને તારા પ્રત્યે દોસ્તી થી કંઇક અધિક લાગણી દેખાય છે. અધવચ્ચે અચાનક હુ ઇન્ડિયા આવી ગયો અને અહીંની મારા પરિવાર ની પરિસ્થિતિને લીધે હું એ બધુ ભૂલી ગયો હતો. પરંતું તેનાં દિલમાં મારાં માટે આજે પણ કેટલો પ્રેમ છે તે મને એની આંખમાં દેખાતો હતો.સાથે સાથે એ હકીકત પણ એજ મુલાકાતમાં જાણવા મળીકે મીના બીજી કોઈ નહીં પણ અમારી ફેક્ટરી નાં ભાગીદાર નીજ છોકરી હતી.આ હકીકત મીનાનાં મોઢેથી જાણતાંજ મેં મીનાને મારા પરીવાર અને એનાં પપ્પાનાં સંબંધો અને એમણે કરેલા અન્યાય સઘળી હકીકત જણાવી દીધી અને કહી પણ દીધું કે હવે દોસ્તી સુધી ઠીક બાકી આનાથી આગળ આ વાત કે સબંધ શક્ય નથી. મારી પુરી વાત જાણી મીનાને એનાં પપ્પા પર ગુસ્સો આવી ગયો હોય તેવું તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતુ. અને આમ જોવા જઇએ તો આમાં એનો કંઈ વાંક પણ ન હતો.એતો દશેક વર્ષથી અમેરીકામાંજ મોટી થઈ છે. છતાં જતાજતાં એણે મને કહ્યુ કે હું કંઇક વિચારું છું તુ પણ કંઇક વિચાર આપણે ફરી મળીશું અને બધું સારુજ થશે.અને હા, "તુ મારી પસંદ છે મારી પસંદ ને હુ તૂટવા નહીં દઉં" એતો ગઇ પરંતું એનાં છેલ્લાં વાક્યએ મને હચમચાવી નાંખ્યો.
આગળ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED