Setu - 9 books and stories free download online pdf in Gujarati

સેતુ - કુદરતનો એક અદ્ભૂત ચમત્કાર - 9

ભાગ - 9

ઘણીવાર એવું થતુ હોય છે કે, આપણે જે વાત જાણવા, કે તે વાતને લઇને આપણાં મનમાં જાગેલી કોઈ શંકાને દુર કરવા કે પછી એનું સમાધાન શોધવા જે તે વ્યક્તિ પાસે જઇએ છીએ, ત્યારે આપણી મનોસ્થિતિ અતીવ્યાકુળ કે પછી આપણે કહીએ છીએને કે, જયાં સુધી હું હકીકત નહીં જાણું ત્યાં સુધી મારો જીવ અધ્ધરજ રહેશે.
બસ આમજ અત્યારે ડૉક્ટર શાહનો અને ડૉક્ટર દીપ્તિનો જીવ અધ્ધરજ હતો. અત્યારે બન્ને પુરેપુરા વ્યથિત હોવાં છતાં, રામ જાણે એવી કઈ શક્તિ હતી તે બંનેમાં કે તેઓ પોતાની માનસીક અને શારીરિક પ્રક્રિયાઓને પોઝ કરી દીધી હોય તેમ, માજીનાં મોઢેથી સળસળાટ નીકળી રહેલા શબ્દોની ગાડીને એકધારા પોતાનો ડબ્બો ના આવે ત્યાં સુધી જોઇ/સાંભળી રહ્યાં છે.
માજી એમની વાત આગળ વધારે છે.
માજી : એ છોકરો દેખાવે સુંદરતો હતોજ, સાથે-સાથે એક નજરે જોતાં તે ભોળો અને લાગણીશીલ પણ લાગતો હતો. હા, તેનાં મમ્મીને જોઈને કોઈને પણ ખ્યાલ આવી જાય કે તે થોડા ગુસ્સાવાળા હશે. એમને એક મોટી ફેક્ટરી હતી અને તે ફેક્ટરી એ છોકરાંનાં મમ્મી ચલાવતા હતા. તે છોકરાના પપ્પા ન હતાં. તેઓ પૈસે ટકે ખૂબજ સુખી હતા. એમની મારા ઘરે મારુ માંગુ લઇને આવવામાં વાત એમ હતી કે, તેમના દિકરાનાં આ બીજા લગ્ન હતાં. એમનાં દીકરાના એ પેહલા લગ્ન થકી એને એક પુત્રી જન્મી હતી. તેથી એ છોકરાંની માતાએ મોઢું બગાળ્યું હતુ, અને તેનાં છોકરાંને ઘરનો વારીસ આપવા કહ્યુ હતુ. એમને તો દીકરાનો ગાંડો મોહ હતો. થોડા વર્ષો બાદ તેની પત્ની ફરીથી પ્રેગ્નન્ટ થઈ અને બીજી વખત પણ તેને દિકરી અવતરી ત્યારે, તે છોકરાની માતા બીજી અવતરેલી છોકરીનું મોં જોવાતો હોસ્પિટલ ન જ ગઇ પરંતું, તે પ્રસુતિમાં તેનાં દીકરાની વહુ મૃત્યુ પામી તેનુ પણ મોઢું ન જોયું. બસ ખાલી તેને તો વારીસ (છોકરો) જોઈતો હતો. આજે એ લોકોએ મારા ઘરે આવીને મને મારા માતા-પિતા પાસે મારા હાથની માંગણી ખાલી પહેરેલ કપડે જ કરી હતી. ઉપરથી મારા માતા-પિતા જયાં સુધી જીવે ત્યાં સુધીનો ખાવા-પીવાથી લઇને દવા-દારૂનો પૂરો ખર્ચ પણ તેઓ ઉપાડવા તૈયાર હતા. વધારેમાં મારે ખાલી આગળની પત્ની દ્રારા થયેલ બે દિકરીને સાચવવાની હતી. પરંતું તે છોકરાંનો સ્વભાવ જોતાં હુ તૈયાર થઈ ગઇ. આમેય મને અને મારા પરીવારને આખી જીંદગીની સેફટી મળી રહી હતી કે જેમા હું પણ સુખી અને મારા માતા-પિતા પણ સુખી થતા હતા. વાત પાકી થતા થોડા સમયમાં મારા લગ્ન લેવાયા, અને થોડા સમયમાં હું તેમના ઘરમાં બધાની સાથે હળી ભળી ગઇ. સમય જતા હું પ્રેગ્નન્ટ થઈ રીતરિવાજ પ્રમાણે મારો ખોળો ભરાયો અને હુ પ્રસુતિ માટે મારા માતા-પિતાને ત્યા આવી આ દરમ્યાન પેલી બે દિકરીઓ જે પ્રથમ પત્નીથી હતી તેને લેવા તેની પ્રથમ પત્નીનાં મા-બાપ અને ભાઈ આવ્યાં. અત્યાર સુધી મારા સાસુ એ લોકોની આર્થીક પરિસ્થિતી જાણતા હતાં અને એ પણ જાણતા હતાં કે તે લોકોને પોતાને ખાવા-પીવાના ફાંફાં છે, તો આ બે દીકરીઓને લઇ જઇને શુ કરશે ? અને કદાચ તે લોકો દીકરીને લઇ પણ જાય તો મારા સાસુને બહુ વાંધો ન હતો. એમને તો શુ ? લઇ જશે તો બે કામવાળા વધારે રાખી લઈશ આનાથી વધારે એમને મન એ બે દીકરીઓનું મહત્વ કંઈ ન હતુ. બિલકુલ સડેલા વિચારો ધરાવતાં હતાં મારા સાસુ એટલે એ બે દિકરી ઉપર મારા સાસુ કામનો બોજ એમની ઉંબર કરતા પણ વધારે કરે જતા હતાં. બન્ને દીકરીને સ્કૂલતો પહેલેથીજ એમણે બતાવી ન હતી.આમ રોજબરોજ બન્ને દીકરીઓ પર મારા સાસુનું ખરાબ વર્તન દિવસે-દિવસે વધતું જોઇ,એકદિવસ ના છુટકે એ બે દીકરીઓનાં નાના-નાની અને મામા ત્રણે મનમાંજ, ભલે સૂકો રોટલો ખાવાનો વખત આવે બાકી બન્ને દીકરીઓને હવે ત્યાં તો નથી રહેવા દેવી એવો પાક્કો નિર્ણય કરીનેજ તેઓ આવ્યાં હતાં . આમે મારી સાસુને જે જોઈતું હતુ તે મળી ગયુ. એ દિવસે બન્ને દિકરીઓ તેનાં નાના-નાની સાથે એમનાં ઘરે ચાલી ગઇ. મને અહિયાં આ વાતની જાણ થઈ, પરંતું મારા સાસુ સામે અમારાં ઘરમા કોઈનું કાંઇ ચાલતું નહી તેથી બધાં ચુપ રહ્યાં. મને દુખતો ખુબજ થયુ પરંતું હુ મજબૂર હતી.
પ્રસૂતિ માટે હું મારા માતા-પિતાને ત્યાં આવી, એ દિવસથી મારા પતિ અવાર-નવાર મારી ખબર કાઢવા આવતાં-જતા રેહતા. એમની સાથે મારા સાસુ મારા માટે સારુ સારુ ખાવાનું પણ મોકલાવતા, પરંતું તેમાંતો ઊંડે ઊંડે તેમનો સ્વાર્થ જ હતો. ડૉક્ટરે આપેલ તારીખ આવી જતા એક દવાખાનામાં મને દાખલ કરવામાં આવી. મારા પતિ મારી સાથેજ હતાં. એ દવાખાનું ખૂબ જ નાનુ હતુ, પરંતું ત્યાંના ડૉક્ટર મારા પતિનાં મિત્ર હતા. ડિલિવરી થતાજ મારા ને મારા પતિનાં હોશ-કોષ ઊડી ગયા. કાપો તો લોહી નાં નીકળે તેવી હાલત થઈ ગઇ, કેમ કે મને દિકરી અવતરી હતી. મારા સાસુ જે છેલ્લાં આઠ વર્ષથી એક દિકરાનું રટણ લઇને બેઠા હતાં. જો તેમને આ વાતની ખબર પડશે તો શુ થશે? એની ચિંતામા અમે આવી ગયા. ગમે તે થશે, પરંતું એ પરિણામ મારા માટે કે મારા પતિ માટે, અવતરેલ દિકરી માટે કે પછી મારા ઘરડા મા-બાપ માટે સારુ તો નહીજ હોય. અમારી ચિંતા ગ્રસ્ત હાલત જોઇ મારા પતિના ડૉક્ટર મિત્રને નવાઈ લાગી રહી હતી. એમને એમકે દિકરી જન્મી એટલે આ લોકો નીરાશ થયા લાગે છે. એમનું માનવું આમ યોગ્ય પણ હતુ, પરંતું અમારી નિરાશાનું કારણ દિકરી જન્મી તે નહીં, પરંતું અલગજ હતુ. તે ડૉક્ટર પણ હતાં ને મારા પતિના મિત્ર પણ હતાં, તેથી અમે અમારી નિરાશાના કારણ સાથેની અમારી સઘળી હકીકત તેમને જણાવી. ડૉક્ટરે અમારી પુરી વાત જાણી. ડૉક્ટરમિત્રને અમારી આંતરીક વ્યથા અને એનાં પરિણામ સાથેની પુરી હકીકત જાણી એમને પણ થોડુ દુઃખતો થયુ, પરંતું તે આ બાબતે અમારી કોઈ મદદ કરી શકે તેમ ન હતા.
બાક આગળ, 10માં ભાગમાં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED