ભાગ - 12
મિત્રો, ભાગ બારની શરૂઆત આપણે નીચેની ચાર લાઇનથી કરીએ.
પરિસ્થિતિ દરેકની, એક જેવી નથી હોતી
જરૂરિયાતો દરેકની, એક જેવી નથી હોતી
છુંદવું પડે છે મનને, પહાડ જેવા સમયનાં પથ્થરથી
સમસ્યાઓ દરેક ઘરમાં, એક જેવી નથી હોતી
ડૉક્ટરશાહને માજીનો સવાલ હતો કે,
સાહેબ, તમે મને મારા પરીવારથી મળાવવાની વાત કરતા હતા તો મારી દિકરી સાથે મને નહીં મળાવો ? એ ક્યાં છે ?
ત્યારે ફરી ડૉક્ટરશાહ પેલા દીપ્તિનાં લખાણ વાળા કાગળ પર એક નજર કરી શારદાબેનને કહે છે
ડૉક્ટર શાહ : શારદાબેન, તમારી દીકરીએ એવું કહ્યુ છે કે
" મારી મમ્મી મને જયાં મુકી ગઇ હતી ત્યાં આવીને મને લઈ જાય"
ડોક્ટરશાહ અત્યારે જે વાક્ય બોલ્યા તે વાક્ય માજીને બરાબર સમજાઈ નથી રહ્યુ. એટલે માજી
પહેલા દિકરા સામે,
પછી વહુ સામે અને છેલ્લે પાછા ડૉક્ટર સામે જુએ છે.
ડૉક્ટર પણ માજીને હાલ થઈ રહેલ મૂંઝવણ અને પોતાની દિકરી ને મળવા માટેની ઉત્સુકતા જોઇ થોડા ભાવવિભોર થઈ માજીને આગળ જણાવે છે.
ડૉક્ટર : હા શારદાબેન, હું જે બોલ્યો તે સત્ય છે
"મારી મમ્મી મને જયાં મુકી ગઇ હતી ત્યાં આવીને મને લઈ જાય"
આ શબ્દો તમારી દિકરીનાજ છે.
તમારા માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે,
આ એજ હોસ્પિટલ છે, કે જેનાં ઓટલે તમે તમારી નવજાત બાળકી સોરી, તમારૂ કાળજું મુકી ગયા હતાં, અને એટલીજ બીજી ખુશીની વાત એ છે તમારા માટે કે,
આટલા વર્ષોમાં આ હોસ્પિટલ બેથી ત્રણવાર રીનોઁવેટ થઈ પરંતું એ ઓટલો આજે પણ મારા અને તમારા પતિના ડૉક્ટર મિત્રના કહેવાથી એમનો એમ છે.
જ્યારે પહેલીવાર હોસ્પિટલ રીનોવેટ કરાવી હતી, ત્યારે તે ડૉક્ટર અહિયાંજ હતાં. અને એ વખતે એમણે મને કહ્યુ હતુ કે, અત્યાર સુધી હોસ્પિટલનો આગળનો ગેટ મેઈનરોડપર પડતો હોવાથી હોસ્પિટલનો અને રોડપરનો ટ્રાફિક વધારે રહેતો. હવે ભલે તમે બાજુની ખુલ્લી જગ્યા ખરીદી અને મોકળાશ મળતાં આગળની સાઈડે એક આવતા વાહન માટે અને એક બહાર જતા વાહન માટે એમ બે ગેટ બનાવો પરંતું આજ સુધી આપણે ઇમરજંસી કેશ લઇને આવતી આપણી એમબ્યૂલંસ કે પ્રાઇવેટ વાહન જે પાછળનાં ગેટથી આવતાં તે બધા ઇમરજંસી પેસન્ટનાં રિકવર થવામાં આપણને 100 ℅ સફળતા મળી છે. તે બધાજ પેસન્ટને આપણે આજ ઓટલા પરથી એન્ટ્રી આપતાં માટે મારુ માનવું એવું છે કે ભલે આખી હોસ્પિટલની કાયાપલટ આપણે કરીએ બાકી એ ઓટલો તોડ્યા વગર જેમ છે તેમ રહેવા દઈએ.
અમે તે ડૉક્ટર મિત્રએ કહ્યુ એમજ કર્યું અને વધારેમાં અમે આજ સુધી એ ઓટલાની પૂજા પણ કરતા આવ્યાં છીએ.
આટલુ સાંભળતાંજ માજી ખોળામાંથી સેતુને નીચે ઉતારી પોતાની જગ્યાએથી વીજળીવેગે ઉભા થાય છે, અને સેતુની આંગળી પકડી ઓફીસની બહાર નીકળે છે.
તેમની સાથેજ તેમનો દિકરો,વહુ અને ડૉક્ટર શાહ પણ ઓફીસમાંથી માજીની પાછળ-પાછળ બહાર આવે છે.
માજી થોડીવારમાંજ એ ઓટલો શોધી નાંખે છે. માજી તે ઓટલા પર એક નજર નાંખે છે.
એજ ઓટલા પર અને એજ જગ્યા પર તેમની દિકરી દીપ્તિ, નાની બાળકીની જેમ આંખોમાં આંસુ સાથે બે હાથ પહોળા કરી જાણે,
પોતાની "મા"ને, પોતાને તેડી લેવા કહેતી હોય તેમ બેઠી છે.
આ દૃશ્ય જોતાંજ શારદાબેનનાં હ્ર્દયમાં જાણે વહાલનો દરિયો ઉભરાયો હોય, એમ દોડીને દિકરી દીપ્તિને એક તણખલુંય બેના વચ્ચેથી પસાર ના થાય એટલું કસીને ભેટી પડે છે.
માજી થોડીવાર દીપ્તિને આમ ગળે મળ્યા ત્યાંજ
અચાનક, માજીને, સાથે-સાથે ડૉક્ટરશાહને પણ બંનેને એકસાથે એક વાતની નવાઈ લાગે છે.
માજીને મનમાં થાય છે કે, આજ મારી દિકરી છે એની ખબર આ ડૉક્ટરને કઈ રીતે પડી ?
સામે ડોક્ટરશાહને એ વાતની નવાઈ લાગે છે કે, આટલા વર્ષે માજી પોતાની દિકરી દીપ્તિને પળવારમાં એકઝાટકે કઈ રીતે ઓળખી ગયા ?
માજી અને ડૉક્ટરશાહ, પોતાના મનમાં ઉદભવેલા આ સવાલ સાથે જાણે એકબીજા પાસે આનો જવાબ માંગતા હોય તેવી એક નજર એકબીજા પર નાંખે છે.
બન્ને પાસે એકબીજાને આપવા જે જવાબ હતા તે, આમતો બહુ વિસ્તૃત ન હતા, પરંતું એક બે લીટીના એ જવાબ બન્ને માટે આગળ કંઈ પૂછવું નાં પડે એટલા સંતોષકારક જરૂર હતા.
ડૉક્ટર : શારદાબેન આટલા વર્ષે તમે તમારી દીકરીને કઈ રીતે ઓળખી ગયા ?
માજી : બસ એજ તમારા અને મારા પતિના "ડૉક્ટર મિત્ર" દીપ્તિનાં બાળપણથી લઇને તેઓ અમેરિકા ગયા ત્યાં સુધીની તસ્વીરથી લઇને ઝીણામાંઝીણી વાત તેઓ અમને જણાવતા.
(આ સાંભળી દીપ્તિ ને મનમાં થાય છે કે, જે દિવસે સેતુ મારી મમ્મીને લઇને હોસ્પિટલ આવી અને મે એમની સારવાર કરી તે દિવસે જો મારી મમ્મી હોશમાં હોત તો એજ દિવસે આ મેટર ક્લિયર થઈ જતી.)
શારદાબેન : સાહેબ, તમને કઈ રીતે ખબર પડી કે તમે જે દીપ્તિની મમ્મી વિશે અંદાજ લગાવ્યો તે હું જ છુ ?
ડૉક્ટર : બસ શારદાબેન,
"એજ મારાને તમારા પતિના ડૉક્ટર મિત્ર"
શારદાબેન છેલ્લે તે ડૉક્ટર જ્યારે અમેરિકા ગયા ત્યારે તમે એમને મળવા ગયા હતાં ?
માજી : હા સાહેબ.
ડૉક્ટર : ત્યારે તેમણે તેમનાં મોબાઇલથી તમારો એક ફોટો લીધો હતો ?
માજી : હા સાહેબ.
ડૉક્ટર શાહ જેમ-જેમ રાઝની એક-એક વાત બોલતાં જાય છે તેમ-તેમ ડૉક્ટર શાહ માજીનો ચહેરો ગંભીર થતો જુએ છે.
માજી નજર નીચી કરી લે છે. શાહને શારદાબેન થોડા ઉદાસ હોય તેવું લાગે છે.
ક્ષણવારની શાંતી પછી
ડૉક્ટર શાહ : શારદાબેન, સહેજે નિરાશ કે ઉદાસ ના થશો.
હું તમારી હાલની ઉદાસીનું કારણ સમજી શકુ છું.
પરંતું તમારા મનમાંથી એ વાત કાઢી નાખો કે કોઈએ તમારો ભરોશો તોડ્યો છે.
તમારો ભરોશો કોઇએ તોડ્યો નથી.
જુઓ તમારા જીવનનો કપરો સમય આજે પૂરો થવા જઇ રહયો છે અને હવે પછીનું તમારૂ બાકી જીવન, "તમારે જીવનમાં જેવી જોઇતી હતી તેવી" ખુશીયોથી ભરેલું તમારે જીવવાનું છે. જીવનને માણવાનું છે.
મને ખબર છે કે, મારા અને તમારા પતિના મિત્ર એવાં એ ડોક્ટરે તમને વચન આપ્યું હતુ કે,
દીપ્તિ તમારી દિકરી છે, એ વાત તેઓ એમનાં છેલ્લાં શ્વાસ સુધી કોઈને પણ નહીં જણાવે,
મને પણ નહીં.
(માજી હજી નીચે જોઇ રહ્યાં છે. બાકીના બધાં એમની સામે...)
ડૉક્ટર શાહ તેમની વાત આગળ વધારે છે.
શાહ : માજી એમને તમને આપેલું વચન
" એમનાં છેલ્લાં શ્વાસ સુધી એમણે નિભાવ્યું છે "
આ હકીકત આ રાઝની વાત એમણે મને એમનાં છેલ્લાં શ્વાસ વખતેજ કહી છે.
અચાનક માજી ડૉક્ટર શાહ સામે જોતાં
માજી : એટલે ?
ડૉક્ટર : એ હવે આ દુનિયામાં નથી.
આ સાંભળી માજીની આંખો થોડી ભીની થઈ જાય છે.
માજી ઉપર વાળાને ફરીયાદ કરતા હોય એવી એક નજર ખુલ્લા આકાશ તરફ કરે છે.
દીપ્તિ મમ્મીનું માથું પોતાને ખભે લઇને મમ્મીને શાંત કરે છે.
હવે અહિયાં હાજર દરેકે-દરેકને લગભગ બધી વાતની, દરેક મૂંઝવણની બધી રીતથી ચોખવટ થઈ ગઈ હતી.
પરંતુ હવે એક મોટી ચોખવટ કરવાની બાકી હતી, અને એ ચોખવટ કરવી અહીં મોજુદ દરેકે-દરેક સભ્યો માટે અત્યંત જરૂરી પણ હતી.
એ ચોખવટ એટલે કે, શારદાબેન અને દીપ્તિને લઈને હવે આગળ કયો રસ્તો નીકળશે ?
કે કયો રસ્તો કાઢવો ?
હા એ વાત નક્કી હતીકે, એ બંનેને લઇને રસ્તો કોઈ પણ નીકળે ગુમાવવાનું માત્રનેમાત્ર ડૉક્ટરશાહનેજ હતું.
પરંતુ શાહતો શેરદિલ, જિંદાદીલ અને ન્યાયિક માણસ છે.
એમણે તો પોતાની જાતને દરેક રસ્તા માટે ક્યારનીયે તૈયાર કરી લીધી હતી.
એમણે તો પોતાના દિલને ક્યારનુંયે કહી પણ દીધું હતું કે,
જો સહેજે ઢીલું પડીશ તો નાછૂટકે તને કાઢીને બહાર ફેંકી દઈશ
અને તુ ઢીલું પડે પણ શા માટે ?
આમાં મારું કંઈ હતું જ ક્યાં ?
તો તું આમ ઉદાસ થાય છે ?
ઉપકાર માન કે એ મારૂ નહીં હોવા છતાં પણ એણે તને આટલા વર્ષો ખુશીથી ધબકતું રાખ્યું છે
અને આમ પણ, જો દીપ્તિ મારી દીકરી હોત તો પણ,
કહે છે ને કે દીકરીતો પારકી થાપણ કહેવાય.
એને તો લગ્ન કરી પોતાનું ઘર પોતાના મા-બાપને છોડીને એકવાર જવાનું જ હોય છે.
તો અત્યારે ભલે કન્યાદાનથી નહીં, તો આજે દીકરીદાનથી અને
દીકરીદાન કરવા વાળો પણ હું કોણ ?
દીકરીદાન તો મને વર્ષો પહેલા શારદાબેને કર્યું હતું,
અને એ પણ મારા કેવા સમયે કે જે સમયે મારૂ સર્વસ્વ લૂંટાઈ રહ્યુ હતુ કે પછી લૂંટાઈ ગયુ હતુ.
એ જનેતાને હું લાખ-લાખ વંદન કરું છતાં ઓછા છે.
હું વિચારી પણ નથી શકતો કે એક "મા"એ પોતાની દિકરી વગર વીતાવેલાં આટલા વર્ષોની એક-એક ક્ષણ કઈ રીતે કાઢી હશે ?
આજે તો હુ હસતા ચહેરે ને ખુશી-ખુશી દીપ્તિને શારદાબેનનાં હાથમાં સોંપીશ.
દિકરી દીપ્તિ તને પણ હું લાખ-લાખ વંદન કરૂ છુ કે તે મને અને મારા વિચારોને, મારા નિર્ણયને સમજ્યો, અને એ નિર્ણય પર ચાલવા માટેનો મને સાથ આપ્યો.
છતાં,
છતાં હજી દીપ્તિને લઇને તેની મમ્મી શારદાબેન, જ્યાંથી જીવવાનું છોડી દીધું હતુ ત્યાંથી નવું જીવન શરૂ કરવા ગામડાના પોતાના મકાનમાં રહેશે ?
કે પછી શારદાબેનની જેમ એમનો દિકરો રમેશ પણ એજ ગામની દુઃખદ યાદો અને મીનાબેનનાં પપ્પાનાં હેરાન કરવાનાં કાવાદાવા આ બધુજ મુકી, તેની પત્ની મીનાનાં કહેવાથી અત્યારે જે શહેરમાં આવીને વસ્યો છે, કે જયાં પોતાનો નાનો ધંધો અને એક સારૂં ઘર વસાવ્યું છે તેની સાથે રહેશે ?
કે પછી
કે પછી આ લોકો દીપ્તિને ડોક્ટરશાહ પાસે જ રહેવા દેશે.
અત્યારે એ સવાલ અલગ-અલગથી દરેકના મનમાં રમી રહ્યો હતો અને એટલે જ બધા થોડા શાંત હતા
પરંતુ દરેકની આ અંતરની મુંઝવણ અને તેમનાં ચહેરા પરની અત્યારની શાંતિની ભાષા સેતુ સમજી જાય છે.
એટલે આવી ક્ષણિક નીરવ શાંતિ વચ્ચે સેતુ ઊભી થઈ બધાની વચ્ચે આવી રહી છે.
બધાની નજર સેતુ પર જાય છે. કેમકે સેતુનાં ચહેરાના હાવભાવ અને એની ચાલ જોઇ, જાણે તે કોઈ સૂચના આપવા આવી હોય તેવી તેની સ્ટાઈલ જોઈ બધા એકધારા સેતુની સામે જોઈ રહે છે.
નીરવ શાંતી વચ્ચે સેતુ
સેતુ : હું માનું છું ત્યાં સુધી અત્યારે તમે બધા એક જ વાત વિચારી રહ્યા છો.
હા કે ના ?
બધા એકબીજા સામે જોઈ રહે છે.
ફરી સેતુ થોડા ઉંચા અને મીઠાં અવાજે
સેતુ: તમારે રસ્તો કાઢવો છે કે નહીં ?
બધા એકસાથે : હા કાઢવો છે.
સેતુ : તો બોલો, અત્યારે બધાના મગજમાં એક જ સવાલ છે ને ?
બધા : હા
સેતુ : એનો રસ્તો હું કાઢી આપુ તો તમે બધા એ રસ્તો માન્ય રાખશો ?
બધા એક સાથે હા કહે છે
પરંતું સેતુએ જોયું કે દીપ્તિમેડમ ખખડીને હા નથી પાડી રહ્યાં.
સેતુ સ્પેશ્યલ દીપ્તિમેડમની બિલકુલ નજીક જઈ
સેતુ : હા કે ના ?
દીપ્તિ : હા
બધાનો જવાબ "હા" મા આવતાં,
સેતુ પોતાનો હાથ આગળ ધરી, બધાને પ્રોમિસ આપવા કહે છે
સેતુ : મને પ્રોમિસ કરો કે હું જે રસ્તો કાઢું તે દરેકેદરેક માન્ય રાખશો.....
વધુ આવતા અને આ વાર્તાના અંતિમ ભાગમાં